P24 News Gujarat

Editor’s View: શશિ થરૂર કોના?:મોદીને શિવલિંગ પરના વીંછી કહેનાર પ્રત્યે ભાજપ સોફ્ટ, કૉંગ્રેસને કેમ ખૂંચવા લાગ્યા? ડિપ્લોમેટિક મિશન પહેલાં જાણો વિવાદનો અધ્યાય

ફિલ્મ ‘દુલ્હેરાજા’માં કાદર ખાન જ્હોની લીવરને પૂછે છે કે તું છે કોની તરફ? જ્હોની લીવર બીજી દિશામાં આંગળી ચીંધીને કહે છે, હું તમારી તરફ છું. કાદર ખાન પૂછે છે કે તું મારી તરફ છે તો આંગળી તો પેલી તરફ છે… જ્હોની લીવર કહે છે, આંગળી એ તરફ છે, પણ દિલ તો તમારી તરફ જ છે. આ ડાયલોગ અત્યારે શશિ થરૂર પર બરાબર ફિટ બેસે છે. શશિ થરૂર છે તો કોંગ્રેસના સાંસદ, પણ અત્યારે ભાજપ તેના માટે તાળીઓ પાડે છે. થરૂર કોંગ્રેસમાં હોવા છતાં ભાજપનું અભિમાન છે. ઓપરેશન સિંદૂર વિશે દુનિયાભરમાં માહિતી પહોંચાડવા માટે 7 ડેલિગેશન બનાવાયાં છે અને 7 સાંસદને તેના લીડર બનાવાયા છે. એમાંથી અમેરિકાના ડેલિગેશનના લીડર તરીકે ભાજપ સરકારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પસંદગી કરી છે. આખરે થરૂર અને ભાજપ નિકટ કેમ આવી રહ્યા છે? આજે એની વાત… નમસ્કાર, આ ઘટના પછી ત્રણ સવાલ ઊભા થાય છે. પહેલા એ જાણો કે ઘટના શું છે
કેન્દ્ર સરકારે 17 મેના દિવસે ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાનમાં આતંકવાદ સામે ભારતના વલણને સમજાવવા માટે દુનિયાના દેશોમાં ડેલિગેશન મોકલવાનું નક્કી કર્યું. એમાં અનેક પક્ષોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડેલિગેશન વિશ્વના મુખ્ય દેશોની મુલાકાત લેશે, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCના સભ્ય દેશોની.
આ સાત ડેલિગેશન 23 કે 24 મેથી 10 દિવસ માટે ભારતથી રવાના થશે. ત્યાં આપણે સમજાવીશું કે આતંકવાદ સામે ભારતનો શું દૃષ્ટિકોણ છે અને ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે શા માટે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી. દુનિયાના દેશોમાં જઈને વાત કરવાની, આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલાં પણ બે મોટી ઘટનામાં બન્યું છે…
26 નવેમ્બર 2008એ મુંબઈ હુમલા પછી મનમોહન સરકારે ઘણા પક્ષોના નેતાઓના ડેલિગેશન વિદેશમાં મોકલ્યાં હતાં. તેમણે આખી દુનિયાને પાકિસ્તાની આતંકવાદ વિશે જણાવ્યું.
1994માં તત્કાલીન પીએમ નરસિંહ રાવે કાશ્મીર મુદ્દા પર ભારતનું વલણ રજૂ કરવા માટે વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક ડેલિગેશન યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ કમિશન(UNHRC)માં મોકલ્યું હતું, જેમાં ફારુક અબ્દુલ્લા પણ હતા. ડેલિગેશનના લીડર કોણ કોણ છે અને કયા દેશમાં જશે?
કેન્દ્ર સરકારે સાંસદો, અધિકારીઓનાં સાત ડેલિગેશનને વિદેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. દરેક ડેલિગેશનના લીડર નક્કી કરવામાં આવ્યા છે. NDAથી 4 અને વિપક્ષથી 3 સાંસદ મળીને 7 ડેલિગેશનને લીડ કરશે. આ ડેલિગેશનમાં ભાજપ તરફથી રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, જેડીયુ તરફથી શિવકુમાર ઝા, શિંદેની શિવસેનામાંથી શ્રીકાંત શિંદે, કોંગ્રેસ તરફથી શશિ થરૂર, NCP શરદ પવાર પાર્ટીમાંથી સુપ્રીયા સુલે અને ડીએમકેમાંથી કનીમોઈ કરુણાનિધિનું નામ છે. આ સિવાય ઓવૈસી સહિતના ઘણા સાંસદો ડેલિગેશનમાં વિદેશ જશે. આ સાંસદોનું અલગ અલગ ડેલિગેશન અમેરિકા, યુકે, જાપાન, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સાઉજી અરબ, કુવૈત, બહેરીન, અલ્જિરિયા, ઓમાન, કેન્યા, મિસ્ર જેવા દેશોમાં જશે. એક ડેલિગેશન પાંચ દેશની યાત્રા કરશે. શશિ થરૂર અમેરિકામાં ભારતીય ડેલિગેશનને લીડ કરશે. 7 ડેલિગેશન, 7 લીડર હવે એ જાણીએ કે શશિ થરૂરના નામ પર વિવાદ કેમ થયો?
થયું એવું કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ દરેક વિપક્ષને ફોન કરીને કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂરની વાત દુનિયા સમક્ષ મૂકવા કેન્દ્ર સરકાર સાંસદોને વિદેશ મોકલશે. તમે તમારા કયા સાંસદને મોકલવા માગો છો, તેમનાં નામ મોકલો. કોંગ્રેસે ચાર નામ મોકલી દીધાં. આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન અને રાજા બરાર. કોંગ્રેસે શશિ થરૂરનું નામ મોકલ્યું નહીં. હકીકતમાં કોંગ્રેસે શશિ થરૂરનું નામ એટલા માટે મોકલવાની જરૂર હતી, કારણ કે થરૂર ઓક્સફર્ડમાંથી ભણેલા છે. યુનાઈટેડ નેશન્સમાં લાંબો સમય કામ કર્યું છે એટલે દુનિયાના દેશો તેમને ઓળખે છે. તેઓ જે વાત વિશ્વ સમક્ષ મૂકે છે એની નોંધ લેવાય છે. આ બધું જાણવા છતાં કોંગ્રેસે તેમનું નામ સજેસ્ટ કર્યું નહીં, પણ મોદી સરકારે ગૂગલી ફેંકી. કોંગ્રેસે જે ચાર નામ મોકલ્યાં હતાં એમાંથી કોઈને ન લીધા ને પોતાની રીતે શશિ થરૂરને લઈ લીધા. આમાં એક નિર્ણયથી બે મેસેજ ગયા. એક, કોંગ્રેસનું નાક કાપી લીધું. ભાજપે જ સાબિત કરી આપ્યું કે કોંગ્રેસ જ તેના નેતા થરૂરની કદર કરતી નથી. બીજું, આનાથી સાબિત થઈ ગયું કે થરૂર અને ભાજપ નિકટ આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને થરૂરના નામે રાજનીતિ કરી રહ્યા છે
ભાજપ અને કોંગ્રેસ જાણે છે કે શશિ થરૂર સામાન્ય માણસ નથી. બહુ મોટા ગજાના આવડતવાળા નેતા છે. 1978થી 2007 સુધી થરૂરે યુનાઈટેડ નેશન્સમાં મોટાં મોટાં પદ પર કામ કર્યું છે. થરૂરની ફાંકડી અંગ્રેજી ભાષા એવી છે કે એ ચાર લાઈન બોલે તોય ભલભલાએ ડિક્શનરી ખોલવી પડે. થરૂર કૂટનીતિમાં માહેર છે. સામેવાળાને વાત ગળે ઉતારી દેવામાં માસ્ટર છે. મોદી સમજે છે કે જો થરૂર ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો ભારતની આબરૂ સુરક્ષિત હાથમાં છે. ટૂંકમાં, મોદીને પોતાના નેતાઓ પર જ ભરોસો નથી. એમ કહીએ કે વિશ્વના મંચ પર મોદી પછી ભાજપમાં એવો કોઈ નેતા નથી, જેનું વજન પડતું હોય, પણ થરૂરનું વજન ચોક્કસ પડે છે. તેમને દુનિયાના દેશો સાંભળે છે. કોંગ્રેસે થરૂરનું નામ ન સૂચવીને રાજનીતિ કરી ને ભાજપે થરૂરને પસંદ કરીને રાજનીતિ કરી. કોંગ્રેસે કહ્યું, તમે નામ નક્કી જ કરી લીધું હતું તો અમારી પાસે નામ માગ્યાં કેમ? કોંગ્રેસને વાંધો પડ્યો, પણ થરૂર રાજીના રેડ છે. તેમણે કહ્યું, ભારત સરકારે મને માન આપ્યું છે. આ પાર્ટીની વાત કરવાનો સમય નથી, દેશની વાત કરવાનો સમય છે. કોંગ્રેસે છળ એ કર્યું કે પાર્ટીએ જે ચાર નામ આપ્યાં એમાં એવા લોકો છે, જે ભાજપને વગોવવામાં જ રચ્યાપચ્યા રહે છે. બેફામ નિવેદનો કરતા રહે છે. આ ચારમાંથી કોઈ એકપણ જો ડેલિગેશનમાં જાય ને ભાંગરો વાટે તો ભાજપને નીચા જોણું થાય, પણ ભાજપ સમજે છે કે થરૂરમાં આ જોખમ નથી. શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પહોળી થવા લાગી
છેલ્લાં ત્રણ વર્ષમાં જે ઘટનાઓ બની, જે નિવેદનો આવ્યાં એ જોતાં ત્યારથી જ ઘણાને એવું લાગતું હતું કે શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પહોળી થવા લાગી છે. એનાં પણ કારણો છે… શું શશિ થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે કે તેમનો ગોલ કાંઈક બીજો છે?
શશિ થરૂરે 2024ની લોકસભા ચૂંટણીમાં કહ્યું હતું કે આ મારી છેલ્લી લોકસભા ચૂંટણી છે. આનાથી એવી અટકળો શરૂ થઈ કે તેઓ હવે કેરળના રાજકારણમાં રસ લેશે. નિષ્ણાતો માને છે કે શશિ થરૂરને કેરળના મુખ્યમંત્રી બનવું છે ને કોંગ્રેસ તેને બનાવશે એવું થરૂરને પોતાને લાગે છે, પણ જે રીતે કોંગ્રેસ-થરૂર વચ્ચે અંતર વધતું જાય છે એ જોતાં આ મુશ્કેલ લાગે છે.
ભાજપ કેરળમાં પણ ચૂંટણી જીતવા માગે છે અને એને શશિ થરૂરના રૂપમાં એક મોટો ચહેરો દેખાય છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે શશિ થરૂર સામે તત્કાલીન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે થરૂરને જોરદાર ટક્કર આપી હતી છતાં ભાજપ કેરળમાં માત્ર એક જ બેઠક જીતી શક્યો. હવે થરૂરને કોંગ્રેસથી અલગ કરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યો છે. માનો કે થરૂર ભાજપમાં જોડાઈ જાય તો કેરળની સીટ પણ તેમના હાથમાંથી સરકી જાય, કારણ કે કેરળમાં ભાજપની જીત મુશ્કેલ છે. બની શકે કે દિલ્હીમાં જ તેમને મોટું પદ આપવામાં આવે ને એના કારણે થરૂર ભાજપ સાથે હાથ મિલાવી લે. શશિ થરૂર વિશે આટલું જાણી લો… UNમાં અલગ અલગ પદનો અનુભવ થરૂર ભાજપમાં જોડાય એવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે…
શશિ થરૂર ક્યારેય ભાજપમાં જોડાવાની ભૂલ નહીં કરે. જો તેઓ કેરળના રાજકારણમાં ટકી રહેવા માગતા હોય તો તેમણે કોંગ્રેસ સાથે જોડાયેલા રહેવું પડશે. આમ પણ થરૂર અને ભાજપની વિચારસરણી તદ્દન અલગ છે. થરૂરે ઘણી વખત ભાજપ અને પીએમ મોદી પર તીખાં નિવેદનો પણ આપ્યાં છે. થરૂરે પોતાના પુસ્તકમાં હિન્દુ ધર્મ વિશે લખ્યું હતું કે સંઘનું હિન્દુત્વ વાસ્તવિક હિન્દુત્વ સાથે મેળ ખાતું નથી. થરૂર આ બધું જાણીજોઈને એટલા માટે કરે છે કે કોંગ્રેસ તેમની નોંધ લેતી થાય. થરૂર કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસને હેરાન કરે છે. આવી સ્થિતિમાં ભાજપમાં જોડાવાનો કોઈ પ્રશ્ન નથી. શશિ થરૂરે 26 ફેબ્રુઆરી 2025માં મલયાલમ પોડકાસ્ટમાં ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં તેમણે બે બાજુ ઢોલકી વગાડીને વાત કરી હતી. પોડકાસ્ટમાં થરૂરે વાત કરી એ વાંચો…
હું ભાજપમાં જોડાવાનો નથી. દરેક પક્ષની પોતાની માન્યતાઓ અને ઇતિહાસ હોય છે. જો તમે બીજા પક્ષની માન્યતાઓને સ્વીકારી શકતા નથી, તો તેમની સાથે જોડાવું યોગ્ય નથી.
જો પાર્ટીને (કોંગ્રેસને) મારી સેવાઓની જરૂર ન હોય તો મારી પાસે ઘણા ઓપ્શન્સ છે. જો પાર્ટી મારો ઉપયોગ કરવા માગતી હોય તો હું પાર્ટી માટે હાજર છું. જો નહીં તો મારે મારા પોતાના કામ છે. મારી પાસે વિકલ્પો છે પણ પાર્ટી પાસે નથી. એ પાર્ટીએ વિચારવું જોઈએ. ડિસેમ્બર 2024માં જ્યોર્જ સોરોસનો વિવાદ થયો હતો
2024ના છેલ્લા દિવસોમાં ભારતમાં જ્યોર્જ સોરોસને લઈને રાજકારણ ગરમ હતું ને એમાં ભાજપ સરકારે શશિ થરૂર પર આરોપો લગાવ્યા હતા. વિવાદને જાણીએ એ પહેલાં થોડું જ્યોર્જ સોરોસ વિશે જાણી લો. જ્યોર્જ સોરોસ એક અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ છે. બ્રિટનમાં તેમની ગણના એક એવી વ્યક્તિ તરીકે કરવામાં આવે છે જેમણે 1992માં બેન્ક ઑફ ઇંગ્લેન્ડને બરબાદ કરી નાખી હતી. બાદમાં તેઓ સામ્યવાદી દેશમાંથી નીકળીને પશ્ચિમના દેશમાં આવી ગયા. શેરમાર્કેટમાં પૈસા લગાવનારા સોરોસ લગભગ 44 અબજ ડોલર કમાયા. 1979માં તેમણે ‘ઓફન સોસાયટી ફાઉન્ડેશન’ની સ્થાપના કરી, જે હવે લગભગ 120 દેશોમાં કામ કરે છે. કહેવાય છે કે કોઈપણ દેશમાં સરકાર ચલાવવી કે ઉથલાવવી હોય તો સોરોસ માગો એટલા રૂપિયા આપે છે.
ડિસેમ્બર 2024માં ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીના જ્યોર્જ સોરોસ સાથે સારા સંબંધો છે અને આ અમેરિકન રોકાણકાર ભારત સરકારને નુકસાન પહોંચાડવા માગે છે. દરમિયાન શશિ થરૂરનું 15 વર્ષ જૂનું ટ્વીટ વાઇરલ થયું. એ પછી થરૂર પર ભાજપ વરસી પડ્યો. લોકો તેમને પૂછવા લાગ્યા કે આ ટ્વીટ વિશે તેમનો શું વિચાર છે? આના જવાબમાં થરૂરે કહ્યું હતું કે હું યુએનમાં હતો એટલે સોરોસને સારી રીતે ઓળખું છું. બાકી, મેં તેમના ફાઉન્ડેશનમાંથી એક રૂપિયોય લીધો નથી. આ સોરોસ વિવાદમાં થરૂર અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી પણ સામસામા આવી ગયા હતા. મોદી અને થરૂર વચ્ચે ઘણીવાર તું-તું મૈં મૈં થયું હતું
અત્યારે મોદીએ થરૂરને ડેલિગેશનના લીડર બનાવી દીધા. થરૂર પણ મોદીની વિદેશનીતિનાં વખાણ કરતા રહ્યા છે, પણ એક સમય એવો હતો કે મોદી અને થરૂર બંને એકબીજા પર આક્ષેપો કરતા, વાણી પણ બેફામ બની જતી. વાંચો મોદી-થરૂર વચ્ચે કેટલાક વિવાદ… છેલ્લે,
શશિ થરૂર કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે પહેલો વિવાદ થયો. 2010માં IPLમાં 2 નવી ટીમ બનાવાઈ હતી, જેમાંથી એક કોચીની ટીમ હતી. આ ટીમને જાતજાતના લાભ આપવાના આરોપો હતા અને થરૂરનું નામ તેની સાથે જોડાયું હતું, કારણ કે થરૂરની ગર્લફ્રેન્ડ સુનંદા પુષ્કર કોચી ટીમમાં શેરહોલ્ડર હતી. વિવાદ વધતાં થરૂરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. મંત્રી પદ ગુમાવ્યા પછી થરૂરે સુનંદા સાથે લગ્ન કરી લીધા. થરૂરનું પોલિટિક્સ અને અંગત જીવન બંને રોલર કોસ્ટર જેવાં રહ્યાં છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… કાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​ફિલ્મ ‘દુલ્હેરાજા’માં કાદર ખાન જ્હોની લીવરને પૂછે છે કે તું છે કોની તરફ? જ્હોની લીવર બીજી દિશામાં આંગળી ચીંધીને કહે છે, હું તમારી તરફ છું. કાદર ખાન પૂછે છે કે તું મારી તરફ છે તો આંગળી તો પેલી તરફ છે… જ્હોની લીવર કહે છે, આંગળી એ તરફ છે, પણ દિલ તો તમારી તરફ જ છે. આ ડાયલોગ અત્યારે શશિ થરૂર પર બરાબર ફિટ બેસે છે. શશિ થરૂર છે તો કોંગ્રેસના સાંસદ, પણ અત્યારે ભાજપ તેના માટે તાળીઓ પાડે છે. થરૂર કોંગ્રેસમાં હોવા છતાં ભાજપનું અભિમાન છે. ઓપરેશન સિંદૂર વિશે દુનિયાભરમાં માહિતી પહોંચાડવા માટે 7 ડેલિગેશન બનાવાયાં છે અને 7 સાંસદને તેના લીડર બનાવાયા છે. એમાંથી અમેરિકાના ડેલિગેશનના લીડર તરીકે ભાજપ સરકારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પસંદગી કરી છે. આખરે થરૂર અને ભાજપ નિકટ કેમ આવી રહ્યા છે? આજે એની વાત… નમસ્કાર, આ ઘટના પછી ત્રણ સવાલ ઊભા થાય છે. પહેલા એ જાણો કે ઘટના શું છે

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *