P24 News Gujarat

IPLને 3 વર્ષ પછી નવો ચેમ્પિયન મળશે:આજે RCB Vs PBKS વચ્ચે ફાઈનલનો જંગ; બેંગલુરુ ચોથીવાર તો પંજાબ બીજીવાર ટાઇટલ મેચ રમશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો ફાઈનલ મુકાબલો આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. બંને ટીમ 18 વર્ષથી ટાઇટલની રાહ જોઈ રહી છે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્રણ વર્ષ બાદ લીગને નવો ચેમ્પિયન મળશે. IPLને છેલ્લો નવો ચેમ્પિયન 2022માં મળ્યો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને ફાઈનલમાં હરાવ્યું હતું. બેંગલુરુ ચોથી વખત અને પંજાબ બીજી વખત ફાઈનલમાં પહોંચી છે, પરંતુ બંને ટીમ વચ્ચે આ પહેલી જ ફાઈનલ હશે. RCB 2009, 2011 અને 2016માં ફાઈનલ હારી ચૂકી છે, જ્યારે PBKSએ 2014માં તેની એકમાત્ર ફાઈનલ ગુમાવી હતી. મેચ ડિટેલ્સ, ફાઈનલ
RCB Vs PBKS
તારીખ: 3 જૂન
સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે હેડ ટુ હેડમાં બંને બરાબરી પર
PBKS અને RCB વચ્ચે IPL ઇતિહાસમાં અત્યાર સુધી 36 મુકાબલા રમાયા છે. બંનેએ 18-18 મેચ જીત્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ બીજી વખત ટકરાશે. આ સીઝનના ક્વોલિફાયર-1માં પણ બંને ટીમ ટકરાઈ હતી, ત્યારે બેંગલુરુએ 8 વિકેટથી મેચ જીતી હતી. આ સિઝનમાં બંને વચ્ચે આ ચોથો મુકાબલો હશે. 2માં બેંગલુરુ અને 1માં પંજાબને જીત મળી હતી. શ્રેયસે 87 રન બનાવીને પંજાબને ફાઈનલમાં પહોંચાડ્યું
​​​​​​​પંજાબની બેટિંગ મજબૂત છે. કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 16 મેચમાં 603 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનો બેસ્ટ નોટઆઉટ 97 રનનો સ્કોર છે, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ આવ્યો હતો. શ્રેયસે ક્વોલિફાયર-2માં મુંબઈ સામે નોટઆઉટ 87 રનની ઇનિંગ રમી હતી, અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ તરીકે સિલેક્ટ કર્યો હતો. બોલિંગમાં અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. તેણે 16 મેચમાં 18 વિકેટ ઝડપી છે.​​​​​​​ કોહલી બેંગલુરુનો ટૉપ બેટર​​​​​​​​​​​​​​
RCB આ સીઝનમાં ટીમ તરીકે શાનદાર ફોર્મમાં જોવા મળી છે. બેટિંગ હોય કે બોલિંગ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રમતના દરેક વિભાગમાં સંપૂર્ણ રીતે હાવી રહી છે. ટીમનો ટૉપ સ્કોરર વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તે અત્યાર સુધી 14 મેચમાં 614 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 8 ફિફ્ટી પણ ફટકારી છે. તેનો સાથી ઓપનર ફિલ સોલ્ટે ટીમને લગભગ દરેક મેચમાં શાનદાર શરૂઆત આપી છે. નંબર ત્રણ પર દેવદત્ત પડિકલ બાદ મયંક અગ્રવાલે પણ પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. નંબર-4 પર કેપ્ટન રજત પાટીદાર પણ અસરકારક સાબિત થયો છે. આ સીઝનમાં RCBના ફિનિશર્સ શાનદાર ફોર્મમાં છે. ટૉપ ઓર્ડરની નિષ્ફળતા બાદ જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ અને ટિમ ડેવિડે મહત્વના તબક્કે બેટથી યોગદાન આપ્યું છે. જીતેશે ક્વોલિફાયર પહેલાં નોટઆઉટ 85 રન બનાવી RCBને જીત અપાવી હતી. RCBની બોલિંગને દરેક સીઝનમાં ટીમની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી હતી. ખાસ કરીને ડેથ ઓવર્સમાં ટીમના બોલરો રન પર લગામ લગાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેતા હતા. જોકે, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલની ત્રિપુટીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આ નબળાઈને સંપૂર્ણ રીતે દૂર કરી દીધી છે. હેઝલવુડે આ સીઝનમાં 21 વિકેટ ઝડપી છે, જ્યારે ભુવીએ 15 વિકેટ ઝટકી છે. યશ દયાલે પણ 12 વિકેટ લીધી છે. મિડલ ઓવર્સમાં સુયશ શર્મા અને કૃણાલ પંડ્યા ટીમની સૌથી મોટી તાકાત બનીને ઉભર્યા છે. પિચ રિપોર્ટ
​​​​​​​નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટર્સને મદદ કરે છે. અહીં રવિવારે ક્વોલિફાયર-2 રમાયો હતો, જેમાં પંજાબે મુંબઈ સામે 204 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આથી આજે પણ હાઈ સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે. આ વેન્યૂ પર અત્યાર સુધી 43 IPL મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 21 અને બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમે 22 મેચ જીતી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હાઇએસ્ટ ટીમ સ્કોર 243/5 છે, જે પંજાબ કિંગ્સે આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો. અહીં પ્રથમ ઇનિંગ્સમાં 210 રન બનાવવું એ વિનિંગ ટોટલ ગણાય છે. આનાથી ઓછો સ્કોર હોય તો ટીમ ચેઝ કરી લે છે. વેધર કંડિશન
​​​​​​​અમદાવાદમાં સોમવારનું હવામાન મેચને ધ્યાનમાં રાખીને અનુકૂળ નથી. બપોરે તડકો પડશે, પરંતુ સાંજે વરસાદની 62% શક્યતા છે. મેચના દિવસે અહીંનું તાપમાન 27 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. હવાની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. અહીં ક્વોલિફાયર-2 પણ વરસાદથી પ્રભાવિત થયો હતો. મેચ 2 કલાકના વિલંબ બાદ શરૂ થઈ હતી. જો ફાઈનલમાં વરસાદ થશે તો 120 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. તે દરમિયાન પણ મેચ ન થાય તો રિઝર્વ ડે એટલે કે 4 જૂનના રોજ રમાશે. રિઝર્વ ડે પર પણ પરિણામ ન આવે તો બંને ટીમ વચ્ચે ટ્રોફી શેર કરવામાં આવશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટન/ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ: સુયશ શર્મા પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, વિજયકુમાર વૈશાખ, કાયલ જેમિસન, અર્શદીપ સિંહ. ઇમ્પેક્ટ: યુઝવેન્દ્ર ચહલ/હરપ્રીત બરાર.

​ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો ફાઈનલ મુકાબલો આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. બંને ટીમ 18 વર્ષથી ટાઇટલની રાહ જોઈ રહી છે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્રણ વર્ષ બાદ લીગને નવો ચેમ્પિયન મળશે. IPLને છેલ્લો નવો ચેમ્પિયન 2022માં મળ્યો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને ફાઈનલમાં હરાવ્યું હતું. બેંગલુરુ ચોથી વખત અને પંજાબ બીજી વખત ફાઈનલમાં પહોંચી છે, પરંતુ બંને ટીમ વચ્ચે આ પહેલી જ ફાઈનલ હશે. RCB 2009, 2011 અને 2016માં ફાઈનલ હારી ચૂકી છે, જ્યારે PBKSએ 2014માં તેની એકમાત્ર ફાઈનલ ગુમાવી હતી. મેચ ડિટેલ્સ, ફાઈનલ
RCB Vs PBKS
તારીખ: 3 જૂન
સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે હેડ ટુ હેડમાં બંને બરાબરી પર
PBKS અને RCB વચ્ચે IPL ઇતિહાસમાં અત્યાર સુધી 36 મુકાબલા રમાયા છે. બંનેએ 18-18 મેચ જીત્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ બીજી વખત ટકરાશે. આ સીઝનના ક્વોલિફાયર-1માં પણ બંને ટીમ ટકરાઈ હતી, ત્યારે બેંગલુરુએ 8 વિકેટથી મેચ જીતી હતી. આ સિઝનમાં બંને વચ્ચે આ ચોથો મુકાબલો હશે. 2માં બેંગલુરુ અને 1માં પંજાબને જીત મળી હતી. શ્રેયસે 87 રન બનાવીને પંજાબને ફાઈનલમાં પહોંચાડ્યું
​​​​​​​પંજાબની બેટિંગ મજબૂત છે. કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 16 મેચમાં 603 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનો બેસ્ટ નોટઆઉટ 97 રનનો સ્કોર છે, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ આવ્યો હતો. શ્રેયસે ક્વોલિફાયર-2માં મુંબઈ સામે નોટઆઉટ 87 રનની ઇનિંગ રમી હતી, અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ તરીકે સિલેક્ટ કર્યો હતો. બોલિંગમાં અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. તેણે 16 મેચમાં 18 વિકેટ ઝડપી છે.​​​​​​​ કોહલી બેંગલુરુનો ટૉપ બેટર​​​​​​​​​​​​​​
RCB આ સીઝનમાં ટીમ તરીકે શાનદાર ફોર્મમાં જોવા મળી છે. બેટિંગ હોય કે બોલિંગ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રમતના દરેક વિભાગમાં સંપૂર્ણ રીતે હાવી રહી છે. ટીમનો ટૉપ સ્કોરર વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તે અત્યાર સુધી 14 મેચમાં 614 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 8 ફિફ્ટી પણ ફટકારી છે. તેનો સાથી ઓપનર ફિલ સોલ્ટે ટીમને લગભગ દરેક મેચમાં શાનદાર શરૂઆત આપી છે. નંબર ત્રણ પર દેવદત્ત પડિકલ બાદ મયંક અગ્રવાલે પણ પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. નંબર-4 પર કેપ્ટન રજત પાટીદાર પણ અસરકારક સાબિત થયો છે. આ સીઝનમાં RCBના ફિનિશર્સ શાનદાર ફોર્મમાં છે. ટૉપ ઓર્ડરની નિષ્ફળતા બાદ જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ અને ટિમ ડેવિડે મહત્વના તબક્કે બેટથી યોગદાન આપ્યું છે. જીતેશે ક્વોલિફાયર પહેલાં નોટઆઉટ 85 રન બનાવી RCBને જીત અપાવી હતી. RCBની બોલિંગને દરેક સીઝનમાં ટીમની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી હતી. ખાસ કરીને ડેથ ઓવર્સમાં ટીમના બોલરો રન પર લગામ લગાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેતા હતા. જોકે, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલની ત્રિપુટીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આ નબળાઈને સંપૂર્ણ રીતે દૂર કરી દીધી છે. હેઝલવુડે આ સીઝનમાં 21 વિકેટ ઝડપી છે, જ્યારે ભુવીએ 15 વિકેટ ઝટકી છે. યશ દયાલે પણ 12 વિકેટ લીધી છે. મિડલ ઓવર્સમાં સુયશ શર્મા અને કૃણાલ પંડ્યા ટીમની સૌથી મોટી તાકાત બનીને ઉભર્યા છે. પિચ રિપોર્ટ
​​​​​​​નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટર્સને મદદ કરે છે. અહીં રવિવારે ક્વોલિફાયર-2 રમાયો હતો, જેમાં પંજાબે મુંબઈ સામે 204 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આથી આજે પણ હાઈ સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે. આ વેન્યૂ પર અત્યાર સુધી 43 IPL મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 21 અને બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમે 22 મેચ જીતી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હાઇએસ્ટ ટીમ સ્કોર 243/5 છે, જે પંજાબ કિંગ્સે આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો. અહીં પ્રથમ ઇનિંગ્સમાં 210 રન બનાવવું એ વિનિંગ ટોટલ ગણાય છે. આનાથી ઓછો સ્કોર હોય તો ટીમ ચેઝ કરી લે છે. વેધર કંડિશન
​​​​​​​અમદાવાદમાં સોમવારનું હવામાન મેચને ધ્યાનમાં રાખીને અનુકૂળ નથી. બપોરે તડકો પડશે, પરંતુ સાંજે વરસાદની 62% શક્યતા છે. મેચના દિવસે અહીંનું તાપમાન 27 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. હવાની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. અહીં ક્વોલિફાયર-2 પણ વરસાદથી પ્રભાવિત થયો હતો. મેચ 2 કલાકના વિલંબ બાદ શરૂ થઈ હતી. જો ફાઈનલમાં વરસાદ થશે તો 120 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. તે દરમિયાન પણ મેચ ન થાય તો રિઝર્વ ડે એટલે કે 4 જૂનના રોજ રમાશે. રિઝર્વ ડે પર પણ પરિણામ ન આવે તો બંને ટીમ વચ્ચે ટ્રોફી શેર કરવામાં આવશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટન/ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ: સુયશ શર્મા પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, વિજયકુમાર વૈશાખ, કાયલ જેમિસન, અર્શદીપ સિંહ. ઇમ્પેક્ટ: યુઝવેન્દ્ર ચહલ/હરપ્રીત બરાર. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *