P24 News Gujarat

અમદાવાદ એટલે પંજાબનું બીજું હોમગ્રાઉન્ડ:સતત બે વર્ષથી એક પણ મેચ નથી હાર્યું; મોદી સ્ટેડિયમ RCB માટે શનિની સાડાસાતી, મોટાભાગની મેચ હારી

IPL-2025 આખરે પૂરી થવાના આરે આવી ગઈ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાવવાની છે. બન્ને ટીમ પોઇન્ટ્સ ટેબલની ટૉપર રહી. શ્રેયસની આગેવાનીની પંજાબ પહેલા નંબરે તો રજતના નેતૃત્વની બેંગલુરુ બીજા નંબરે રહી. PBKS 11 વર્ષે ફાઈનલમાં પહોંચી, તો RCB 9 વર્ષે ટાઇટલ મેચ રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબનો રેકોર્ડ જોરદાર રહ્યો છે. જ્યારે બેંગલુરુનો રેકોર્ડ ઠીક-ઠાક રહ્યો છે. અમે નવું સ્ટેડિયમ બન્યા પછીના મેચનાં આંકડા લીધા છે અને તેનું એનાલિસિસ કર્યું છે, તો ચાલો જાણીએ બન્ને ટીમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે… પંજાબ નમો સ્ટેડિયમમાં છેલ્લી ત્રણેય મેચ જીતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે અત્યાર સુધી કુલ 7 મેચ રમી છે. જેમાં ટીમ 5 મેચ જીતી, તો 2 મેચ હારી છે. ટીમનો પરાજય અહીં 2021માં છેલ્લે આવ્યો હતો. ત્યારે તેઓ કોલકાતા અને દિલ્હી સામે હાર્યા હતા. તો RCB સામે તેઓ આ સ્ટેડિયમમાં 2021માં રમ્યા હતા. જ્યાં પંજાબે તેમની સામે 34 રને જીત મેળવી હતી. છેલ્લી ત્રણ મેચની વાત કરીએ તો પંજાબે નમો સ્ટેડિયમમાં GTને બે વખત હરાવ્યું છે. જેમાં ગયા વર્ષે 2024માં ટીમે ગુજરાત સામે 200 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એ મેચનો હીરો શશાંક સિંહ રહ્યો હતો. તેણે 29 બોલમાં 61 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તો આ વર્ષે ગુજરાતની પહેલી હોમ મેચ પણ પંજાબ સામે હતી, જેમાં PBKSએ પહેલી બેટિંગ કરતા 243 રન ફટકાર્યા. આ ગ્રાઉન્ડ પર હાઇએસ્ટ સ્કોર આ છે. જેના જવાબમાં GT 232 રન બનાવી શક્યું અને ટીમ 11 રને હારી ગઈ. ત્યારે મેચનો હીરો કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યો હતો. અય્યરે 42 બોલમાં 97* રનની જબરદસ્ત ઇનિંગ રમી. હવે આવીએ ક્વોલિફાયર-2 પર, જે એક પ્રકારની સેમિફાઈનલ જ હતી. મુંબઈની સ્ટાર ટીમ સામે પંજાબની યુવા ટીમ. જે જીતે, તે ફાઈનલમાં એન્ટ્રી કરે તેમ હતી. મુંબઈએ પહેલી બેટિંગ કરતા 203 રન બનાવ્યા અને પંજાબ સામે 204 રનને ટાર્ગેટ મૂક્યો. PBKSની શરૂઆત પણ સારી રહી નહોતી અને બન્ને ઓપનર્સ ગુમાવ્યા હતા. આ પછી આવ્યો કેપ્ટન શ્રેયસ અય્યર અને તેણે પ્લેઑફની વન ઑફ ધ ગ્રેટેસ્ટ ઇનિંગ રમી. અંડર પ્રેશર મેચ રમતા તેણે 41 બોલમાં 87 રનની ઇનિંગ રમી અને ટીમને જીત અપાવીને ફાઈનલમાં લઈ ગયો. RCBનો રેકોર્ડ સરેરાશ, અહીં 3 મેચ હારી
RCBની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર તેમનો રેકોર્ડ ઠીક-ઠાક રહ્યો છે. ટીમ અહીં કુલ 5 મેચ રમી છે. જેમાંથી 3 મેચ હારી છે, તો 2માં જીત મેળવી છે. આ જ ગ્રાઉન્ડ પર ટીમ પંજાબ સામે 2021માં હારી ગઈ હતી. ઉપરાંત RCBની ટીમ અહીં બે પ્લેઑફ મેચ રમી છે. જેમાંથી એક એલિમિનેટર અને એક ક્વોલિફાયર-2 મેચ હતી. જેમાં બન્નેમાં રાજસ્થાન સામે હાર મળી હતી. એનો મતલબ એ થયો કે બેંગલુરુનો રેકોર્ડ નમો સ્ટેડિયમમાં પ્લેઑફમાં ખરાબ છે. આજે હવે ટીમ ફાઈનલ જેવી મોટી મેચ રમશે. અહીંની જીતની વાત કરીએ તો RCBએ 2021માં દિલ્હી સામે રોમાંચક મેચમાં એક રને મેચ જીતી હતી. આ પછી ટીમને ગયા વર્ષે 2024માં GT સામે જીત મળી હતી. જેમાં વિલ જેક્સની તોફાની સદીની મદદથી ટીમે માત્ર 16 ઓવરમાં જ 201 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

​IPL-2025 આખરે પૂરી થવાના આરે આવી ગઈ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાવવાની છે. બન્ને ટીમ પોઇન્ટ્સ ટેબલની ટૉપર રહી. શ્રેયસની આગેવાનીની પંજાબ પહેલા નંબરે તો રજતના નેતૃત્વની બેંગલુરુ બીજા નંબરે રહી. PBKS 11 વર્ષે ફાઈનલમાં પહોંચી, તો RCB 9 વર્ષે ટાઇટલ મેચ રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબનો રેકોર્ડ જોરદાર રહ્યો છે. જ્યારે બેંગલુરુનો રેકોર્ડ ઠીક-ઠાક રહ્યો છે. અમે નવું સ્ટેડિયમ બન્યા પછીના મેચનાં આંકડા લીધા છે અને તેનું એનાલિસિસ કર્યું છે, તો ચાલો જાણીએ બન્ને ટીમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે… પંજાબ નમો સ્ટેડિયમમાં છેલ્લી ત્રણેય મેચ જીતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે અત્યાર સુધી કુલ 7 મેચ રમી છે. જેમાં ટીમ 5 મેચ જીતી, તો 2 મેચ હારી છે. ટીમનો પરાજય અહીં 2021માં છેલ્લે આવ્યો હતો. ત્યારે તેઓ કોલકાતા અને દિલ્હી સામે હાર્યા હતા. તો RCB સામે તેઓ આ સ્ટેડિયમમાં 2021માં રમ્યા હતા. જ્યાં પંજાબે તેમની સામે 34 રને જીત મેળવી હતી. છેલ્લી ત્રણ મેચની વાત કરીએ તો પંજાબે નમો સ્ટેડિયમમાં GTને બે વખત હરાવ્યું છે. જેમાં ગયા વર્ષે 2024માં ટીમે ગુજરાત સામે 200 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એ મેચનો હીરો શશાંક સિંહ રહ્યો હતો. તેણે 29 બોલમાં 61 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તો આ વર્ષે ગુજરાતની પહેલી હોમ મેચ પણ પંજાબ સામે હતી, જેમાં PBKSએ પહેલી બેટિંગ કરતા 243 રન ફટકાર્યા. આ ગ્રાઉન્ડ પર હાઇએસ્ટ સ્કોર આ છે. જેના જવાબમાં GT 232 રન બનાવી શક્યું અને ટીમ 11 રને હારી ગઈ. ત્યારે મેચનો હીરો કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યો હતો. અય્યરે 42 બોલમાં 97* રનની જબરદસ્ત ઇનિંગ રમી. હવે આવીએ ક્વોલિફાયર-2 પર, જે એક પ્રકારની સેમિફાઈનલ જ હતી. મુંબઈની સ્ટાર ટીમ સામે પંજાબની યુવા ટીમ. જે જીતે, તે ફાઈનલમાં એન્ટ્રી કરે તેમ હતી. મુંબઈએ પહેલી બેટિંગ કરતા 203 રન બનાવ્યા અને પંજાબ સામે 204 રનને ટાર્ગેટ મૂક્યો. PBKSની શરૂઆત પણ સારી રહી નહોતી અને બન્ને ઓપનર્સ ગુમાવ્યા હતા. આ પછી આવ્યો કેપ્ટન શ્રેયસ અય્યર અને તેણે પ્લેઑફની વન ઑફ ધ ગ્રેટેસ્ટ ઇનિંગ રમી. અંડર પ્રેશર મેચ રમતા તેણે 41 બોલમાં 87 રનની ઇનિંગ રમી અને ટીમને જીત અપાવીને ફાઈનલમાં લઈ ગયો. RCBનો રેકોર્ડ સરેરાશ, અહીં 3 મેચ હારી
RCBની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર તેમનો રેકોર્ડ ઠીક-ઠાક રહ્યો છે. ટીમ અહીં કુલ 5 મેચ રમી છે. જેમાંથી 3 મેચ હારી છે, તો 2માં જીત મેળવી છે. આ જ ગ્રાઉન્ડ પર ટીમ પંજાબ સામે 2021માં હારી ગઈ હતી. ઉપરાંત RCBની ટીમ અહીં બે પ્લેઑફ મેચ રમી છે. જેમાંથી એક એલિમિનેટર અને એક ક્વોલિફાયર-2 મેચ હતી. જેમાં બન્નેમાં રાજસ્થાન સામે હાર મળી હતી. એનો મતલબ એ થયો કે બેંગલુરુનો રેકોર્ડ નમો સ્ટેડિયમમાં પ્લેઑફમાં ખરાબ છે. આજે હવે ટીમ ફાઈનલ જેવી મોટી મેચ રમશે. અહીંની જીતની વાત કરીએ તો RCBએ 2021માં દિલ્હી સામે રોમાંચક મેચમાં એક રને મેચ જીતી હતી. આ પછી ટીમને ગયા વર્ષે 2024માં GT સામે જીત મળી હતી. જેમાં વિલ જેક્સની તોફાની સદીની મદદથી ટીમે માત્ર 16 ઓવરમાં જ 201 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *