P24 News Gujarat

IPL 2025માંથી ઉભરી આવ્યા 10 ફ્યુચર સ્ટાર્સ:પ્રભસિમરન અનકેપ્ડ ભારતીયોમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર; વૈભવ T20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

IPLને નવો ચેમ્પિયન મળી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે પ્રથમ ખિતાબ જીત્યો. RCBએ PBKSને 6 રનથી હરાવ્યું. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય અને શશાંક સિંહ જેવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ પ્રભાવિત કર્યા. આજે એવા ખેલાડીઓની વાત કરીશું, જેઓ IPL 2025માં ચર્ચામાં આવ્યા અને આગામી સમયમાં ભારતીય ટીમમાંથી ડેબ્યૂ કરી શકે છે. સૌથી પહેલા 5 બેટર… 1. પ્રભસિમરન સિંહ, પંજાબ કિંગ્સ
24 વર્ષના ઓપનરને પંજાબે મેગા ઓક્શનમાં 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પટિયાલા (પંજાબ)ના રહેવાસી પ્રભસિમરન આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ભારતીય ખેલાડી છે. તેણે પ્રથમ વખત એક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. પ્રભસિમરને આ સિઝનમાં 4 ફિફ્ટીની મદદથી 523 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 160.52 રહ્યો છે. પ્રભસિમરને 2019માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. 2. પ્રિયાંશ આર્ય, પંજાબ કિંગ્સ
24 વર્ષના આ યુવા ઓપનરે આ સિઝનમાં પંજાબ તરફથી ડેબ્યૂ કર્યું છે. દિલ્હીના રહેવાસી પ્રિયાંશે ડેબ્યૂ સિઝનમાં સદી ફટકારી છે. પંજાબ કિંગ્સે તેને ગયા વર્ષે મેગા ઓક્શનમાં 3 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ યુવા બેટરે 8 એપ્રિલે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 103 રનની સદીની ઇનિંગ રમી હતી. તે IPL 2025માં 179ના સ્ટ્રાઇક રેટથી 475 રન બનાવી ચૂક્યો છે, જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે. 3. વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન રોયલ્સ
બિહારના ડાબોડી યુવા બેટર વૈભવ સૂર્યવંશી ગુજરાત સામે 35 બોલમાં સદી ફટકારીને ચર્ચામાં આવ્યો. 14 વર્ષનો વૈભવ IPL ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી છે. તેણે 19 એપ્રિલ 2025ના રોજ 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ડેબ્યૂ કર્યું હતું. વૈભવને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડમાં ખરીદ્યો હતો. વૈભવે આ IPL સિઝનની 7 મેચમાં 206.56ના સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. વૈભવે 2023-24 સિઝનમાં બિહાર માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 12 વર્ષની ઉંમરે રણજી ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો હતો. 4. નેહલ વાઢેરા, પંજાબ કિંગ્સ
24 વર્ષનો નેહલ ડાબોડી બેટર છે અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. લુધિયાણાના નેહલને પંજાબ કિંગ્સે 4.20 કરોડમાં ખરીદ્યો હતો. ડાબોડી બેટર નેહલે 2023માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. નેહલ આ સિઝનની 15 મેચમાં 2 ફિફ્ટીની મદદથી 369 રન બનાવી ચૂક્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ 150.64 રહ્યો છે. નેહલે છેલ્લી બે સિઝનમાં અનુક્રમે 109 અને 241 રન બનાવ્યા હતા. 5. નમન ધીર, મુંબઈ ઈન્ડિયન્સ
પંજાબના જમણેરી બેટર નમન ધીરને મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે 5.25 કરોડમાં ખરીદ્યો હતો. તેણે 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારે મુંબઈએ નમનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ડેબ્યૂ સિઝનમાં નમને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા 7 મેચમાં 177.22ના સ્ટ્રાઈક રેટથી 140 રન બનાવ્યા હતા. આ સિઝનની 16 મેચમાં નમને મિડલ ઓર્ડરમાં 182.61ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને ઘણા મહત્ત્વના પ્રસંગોએ ઝડપથી રન બનાવ્યા. નમને અત્યાર સુધી રમેલી કુલ 23 IPL મેચમાં 180.65ના સ્ટ્રાઈક રેટથી 392 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. 6. સાઈ કિશોર, ગુજરાત ટાઈટન્સ
ડાબોડી ઓર્થોડોક્સ સ્પિનરે તેની મજબૂત બોલિંગથી સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. તે 2022ના એશિયન ગેમ્સમાં ભારતની યુવા ટીમનો ભાગ હતા, પરંતુ ભારતીય T20 ટીમમાં કાયમી સ્થાન નથી બનાવી શક્યો. ચેન્નઈના 28 વર્ષીય સાઈ કિશોરે આ સિઝનમાં ગુજરાત તરફથી તેની અસરકારક અને શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે 15 મેચમાં 19 વિકેટ ઝડપી છે. સાઈએ આ IPLમાં 9.25ની ઈકોનોમીથી બોલિંગ કરી છે. 2022માં IPL ડેબ્યૂ કરનાર સાઈ કિશોરે પહેલી જ સિઝનમાં ગુજરાત તરફથી ખિતાબ જીત્યો હતો. ગુજરાતે તેને મેગા ઓક્શનમાં રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને 2 કરોડ રૂપિયામાં રિટેઇન કર્યો હતો. તે અત્યાર સુધી રમેલી 25 IPL મેચમાં 8.86ની ઈકોનોમીથી 32 વિકેટ ઝડપી ચૂક્યો છે. 7. દિગ્વેશ રાઠી, લખનઉ સુપર જાયન્ટ્સ
25 વર્ષના દિગ્વેશ સિંહ રાઠી જમણેરી લેગ બ્રેક બોલિંગ કરે છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે ગયા વર્ષે મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીના રહેવાસી દિગ્વેશ રાઠી આ સિઝનમાં તેના સેલિબ્રેશનને કારણે વિવાદમાં રહ્યો હતો. તેને એક મેચનો પ્રતિબંધ પણ ભોગવવો પડ્યો હતો. આ ઉપરાંત, દિગ્વેશે તેની સચોટ બોલિંગથી પણ પ્રભાવિત કર્યા છે. તેણે ડેબ્યૂ સિઝનની 13 મેચમાં 14 વિકેટ ઝડપી છે. તેણે 8.25ની ઈકોનોમીથી બોલિંગ કરી છે. તે દિલ્હી પ્રીમિયર લીગ 2024ની રનરઅપ ટીમ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સનો ભાગ પણ રહ્યો છે. 8. યશ દયાલ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલ તેના વેરિએશન માટે જાણીતો છે. પ્રયાગરાજના રહેવાસી દયાલ ડેથ ઓવર્સની બોલિંગમાં એક્સપર્ટ છે. 27 વર્ષના યશ દયાલે 2022માં ગુજરાત તરફથી ડેબ્યૂ કર્યું હતું અને 9 મેચમાં 11 વિકેટ લઈને તેની ટીમને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવી હતી. 2023ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગુલુરુએ દયાલને પોતાના ખેમામાં સામેલ કર્યો. આ સિઝનમાં દયાલે 15 વિકેટ ઝડપી, જેમાં એમએસ ધોનીની તે વિકેટ પણ સામેલ છે, જે દયાલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ-બેંગલુરુ મેચમાં લીધી હતી. તે જ વિકેટની મદદથી ટીમે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું હતું. તે વિકેટનું ઈનામ યશ દયાલને 2024ના મેગા ઓક્શનમાં મળ્યું, જ્યારે તે એ 3 ખેલાડીઓમાં સામેલ હતો, જેને બેંગલુરુએ રિટેન કર્યા હતા. દયાલે આ સિઝનમાં 15 મેચ રમી અને 13 વિકેટ ઝડપી છે. તેણે 9.72ની ઈકોનોમીથી બોલિંગ કરી . 2 ઓલરાઉન્ડર્સ 9. વિપરાજ નિગમ, દિલ્હી કેપિટલ્સ
20 વર્ષના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વિપ્રાજ નિગમે આ સિઝનમાં દિલ્હી તરફથી ડેબ્યૂ કર્યું છે. તેને દિલ્હીએ મેગા ઓક્શનમાં 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ડેબ્યૂ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 35 રન આપીને એક વિકેટ લીધી હતી. વિપ્રાજે 15 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. એટલું જ નહીં, વિપ્રાજે કોલકાતા સામે 38 રનની ઇનિંગથી પણ પ્રભાવિત કર્યા હતા. તે મેચમાં તેણે બે વિકેટ પણ લીધી હતી. તેણે ડેબ્યૂ સિઝનમાં 179.75ના સ્ટ્રાઈક રેટથી 142 રન બનાવ્યા. એટલું જ નહીં, તેણે 11 વિકેટ પણ ઝડપી. આ સિઝનમાં વિપ્રાજે 9.13ની ઈકોનોમીથી બોલિંગ કરી. 10. આશુતોષ શર્મા, દિલ્હી કેપિટલ્સ
મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર આશુતોષ શર્માને આ વર્ષે દિલ્હી કેપિટલ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આશુતોષ જમણેરી બેટર છે અને બોલિંગ પણ કરી શકે છે. 26 વર્ષના આશુતોષે ગયા વર્ષે પંજાબ કિંગ્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. ઘરેલું ક્રિકેટમાં સારા પ્રદર્શન બાદ પંજાબ કિંગ્સે આશુતોષને 2024માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આશુતોષનો ઉપયોગ કરવામાં આવ્યો, તેણે જસપ્રીત બુમરાહ જેવા બોલર સામે સરળતાથી સિક્સર ફટકારી. 9 મેચમાં લગભગ 167ના સ્ટ્રાઈક રેટથી તેના નામે 189 રન હતા. અશ્વિનીએ ડેબ્યૂ મેચમાં 4 વિકેટ ઝડપી, જીશાન-અનિકેતે પણ પ્રભાવિત કર્યા
આ સિઝનમાં ડેબ્યૂ કરનારા અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર, જીશાન અન્સારી, અનિકેત વર્મા અને ઉર્વિલ પટેલે પણ તેમના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. અશ્વિનીએ મુંબઈ તરફથી ડેબ્યૂ કરતા કોલકાતા સામે 4 વિકેટ ઝડપી હતી. તેણે 11 મેચમાં 11 વિકેટ ઝડપી. તેની જ ટીમના વિગ્નેશ પુથુરે 6 વિકેટ લીધી. હૈદરાબાદ તરફથી જીશાન અન્સારીએ 6 વિકેટ લીધી, જ્યારે અનિકેત વર્માએ એક ફિફ્ટીની મદદથી 236 રન બનાવ્યા. ચેન્નઈના ઉર્વિલ પટેલે 3 મેચમાં 212.50ના સ્ટ્રાઈક રેટથી 68 રન બનાવ્યા. આ ઉપરાંત, પંજાબના શશાંક સિંહ (350 રન), અંશુલ કંબોજ (8 વિકેટ), આયુષ મ્હાત્રે (240 રન)એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

​IPLને નવો ચેમ્પિયન મળી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે પ્રથમ ખિતાબ જીત્યો. RCBએ PBKSને 6 રનથી હરાવ્યું. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય અને શશાંક સિંહ જેવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ પ્રભાવિત કર્યા. આજે એવા ખેલાડીઓની વાત કરીશું, જેઓ IPL 2025માં ચર્ચામાં આવ્યા અને આગામી સમયમાં ભારતીય ટીમમાંથી ડેબ્યૂ કરી શકે છે. સૌથી પહેલા 5 બેટર… 1. પ્રભસિમરન સિંહ, પંજાબ કિંગ્સ

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *