P24 News Gujarat

આ ગુજરાતીઓએ IPLમાં ડંકો વગાડી દીધો:રિપ્લેસમેન્ટમાં આવેલા ઉર્વિલે ધમાલ મચાવી, કૃણાલે RCBને કપ જિતાડવામાં મદદ કરી; જાણો અન્ય ગુજ્જુ પ્લેયર્સનું કેવું રહ્યું પરફોર્મન્સ

IPL 2025ની સીઝન આખરે પૂરી થઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ પંજાબ કિંગ્સ(PBKS)ની ટીમને 6 રને હરાવ્યું. બન્ને ટીમ 18 વર્ષથી ટ્રોફીથી વંચિત હતી અને અંતે આ રેસ બેંગલુરુએ જીતી લીધી. RCBના કોહલીએ અંતે આ ટ્રોફી હાથમાં ઉપાડી. પણ મજાની વાત એ છે કે RCBને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા એક ગુજરાતી ખેલાડીએ કરી. ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીતનાર કૃણાલ પંડ્યા… આ વખતની IPLમાં એકલા કૃણાલ જ નહીં, પણ અન્ય ગુજરાતી પ્લેયર્સે પણ ધૂમ મચાવી છે. જસપ્રીત બુમરાહથી લઈને જયદેવ ઉનડકટ…આ બધા માટે લીગની 18મી સીઝન ખૂબ જ જોરદાર રહી…તો આવો જાણીએ કયા ગુજરાતી પ્લેયર્સનું કેવું પરફોર્મન્સ રહ્યું… રવીન્દ્ર જાડેજા
આપણા ગુજરાતના બાપુની તો વાત જ શું કરવી. દરેક વખતની જેમ આ વખત પણ CSK માટે રમતા તેમણે સારું પરફોર્મન્સ આપ્યું. જડ્ડુને આ વર્ષે ટીમે બેટિંગ ઓર્ડરમાં પ્રમોશન આપ્યું અને તેમણે તે પોઝિશનમાં બે ફિફ્ટી પણ ફટકારી. તેમની બેટિંગની વાત કરીએ તો 14 મેચમાં 135.59ની સ્ટ્રાઈક રેટથઈ કુલ 301 રન બનાવ્યા. આ દરમિયાન તેનો હાઇએસ્ટ સ્કોર 77 રન હતો, જે RCB સામે જ આવ્યો હતો. બોલિંગમાં આ વર્ષે જાડેજાએ ઠીક-ઠાક પ્રદર્શન રહ્યું છે. 8.56ની ઇકોનોમીથી માત્ર 10 વિકેટ લઈ શક્યો છે. હાર્દિક પંડ્યા
મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ આ વખતે બેટિંગ કરતા બોલિંગમાં સારું રહ્યું છે. આ એક નવાઈની વાત એટલા માટે છે કારણ કે હાર્દિક હાર્ડ હિટિંગ માટે જાણીતો છે, પણ બોલિંગમાં પરફોર્મન્સ તેનું શાનદાર રહ્યું છે. લખનઉ સામેની મેચમાં તેણે પાંચ વિકેટ પણ ઝડપી. તેની કેપ્ટનશિપમાં ટીમ આ વર્ષે ક્વોલિફાયર-2 સુધી પહોંચી હતી. બેટિંગની વાત કરીએ 15 મેચમાં 163.50ની સ્ટ્રાઈક રેટથી 224 રન બનાવ્યા. તો બોલિંગમાં 9.77ની ઇકોનોમી રેટથી 14 વિકેટ ઝડપી. જેમાં તેનો બેસ્ટ બોલિંગ ફિગર 5/36 છે. જે લખનઉ સામે આવ્યો હતો. અક્ષર પટેલ
નડિયાદના અક્ષર પટેલને આ વખતે દિલ્હીએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ટીમે જબરદસ્ત શરૂઆત કરી અને સતત 4 મેચ જીતી. પણ મુંબઈ સામેની મેચ પછી બધું જ બદલાઈ ગયું. એક સમયે દિલ્હીની ટીમ ટેબલ ટૉપર હતી ટીમનું પરફોર્મન્સ કથળતું ગયું અને લીગ મેચના અંતે પાંચમા નંબરથી સંતોષ માનવો પડ્યો. અક્ષર પટેલ IPLમાં પહેલીવાર કેપ્ટનશિપ કરી રહ્યો હતો અને બીમાર હોવાના કારણે તેણે 3 મેચ ગુમાવી પણ હતી. આ વખતે પરફોર્મન્સની વાત કરીએ તો તેણે બેટિંગમાં 12 મેચમાં 157.49ની સ્ટ્રાઈક રેટથી 263 રન બનાવ્યા છે. તેણે અમુક ક્ષણે સામે વાળા બેટર્સનો સાથ આપ્યો અને પાર્ટનરશિપ બનાવી હતી. પણ બોલિંગમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી. તે 8.49ની ઇકોનોમીથી માત્ર 5 વિકેટ લઈ શક્યો છે. કૃણાલ પંડ્યા
ફાઈનલનો હીરો…કૃણાલ પંડ્યા…આ વખતે તેણે RCBને કપ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે તેનો રોલ ખૂબ જ બખૂબી રીતે નિભાવ્યો છે. કૃણાલ RCBની પહેલી અને છેલ્લી, એમ બન્ને મેચમાં પ્લેયર ઑફ ધ મેચ બન્યો. આ ઉપરાંત તે દિલ્હી સામે અત્યંક ખરાબ પરિસ્થિતિમાં રહેલી ટીમને જિતાડીને પણ આ અવોર્ડ જીત્યો હતો. બેટિંગની વાત કરીએ તો આ વર્ષે તેણે દિલ્હી સામે કોહલી સાથે ખૂબ જ અઘરી પરિસ્થિતિમાં રમીને 73 રન ફટકાર્યા હતા. તેણે ટીમને જિતાડી હતી. તેની બેટિંગ પોઝિશન એવી હતી કે તેને વધુ તક મળી નહોતી. પણ દિલ્હી સામે તેની ઇનિંગ્સ શાનદાર રહી હતી. બોલિંગમાં તેણે આ વર્ષે જોરદાર પ્રદર્શન કર્યું. 8.25ની ઇકોનોમી સાથે 17 વિકેટ ઝડપી હતી. કૃણાલે ફાઈનલમાં પણ જોરદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેના આ પરફોર્મન્સથી જ RCB પહેલીવાર IPL ટાઇટલ જીત્યું હતું. જસપ્રીત બુમરાહ
બુમ…બુમ…બુમરાહની તો વાત કરીએ એટલી ઓછી છે. ભારતીય ટીમ હોય કે મુંબઈ…ટીમનો કરોડરજ્જુ સમાન એવો બુમરાહ આ વખતે પણ ચમક્યો. જસપ્રીતે શરૂઆતની મેચ ઈજાના કારણે ગુમાવી હતી. પણ પછી આવતાવેંત જ પોતાનો જલવો દેખાડવાનો શરૂ કર્યો. તેની આવતાની સાથે જ મુંબઈની ટીમ જીતવા લાગી અને પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ. જસપ્રીત બુમરાહએ આ IPLમાં 12 મેચ રમી. જેમાં તેણે 6.68ની જબરદસ્ત ઇકોનોમી સાથે 18 વિકેટ ઝડપી. જેમાં તેનો બેસ્ટ બોલિંગ ફિગર 4/22 રહ્યો હતો. ડેથ ઓવર્સમાં યોર્કર માટે જાણીતા બુમરાહે આ વર્ષે પણ ડંડા ઊડાડ્યા હતા. જયદેવ ઉનડકટ
ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટું નામ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. હૈદરાબાદે તેને બેઝ પ્રાઇસ પર ટીમમાં સામેલ કર્યો હતો. જયદેવે IPL 2025માં ઇકોનોમીકલ બોલિંગ કરી. તેણે 7.34ની ઇકોનોમીથી 11 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલ
બે વખતનો પર્પલ કેપ વિનર હર્ષલ પટેલ માટે પણ આ વર્ષે જોરદાર રહ્યું. તેના સ્લોઅર કટર બોલના કારણે બેટર્સને રમવામાં મુશ્કેલી પડી. હર્ષલે હૈદરાબાદ માટે રમતા 13 મેચમાં 9.81ની ઇકોનોમી રેટથી 16 વિકેટ ઝડપી હતી. ઉર્વિલ પટેલ
ગુજરાત તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતા ઉર્વિલ મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. મેગા ઓક્શનના બીજા જ દિવસે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી. ઉર્વિલ 2023-24માં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલો હતો, પણ તેને તક મળી નહોતી. આ પછી તેને રિલીઝ કર્યો હતો. મિડ-સીઝન ટ્રાયલમાં CSKએ ઉર્વિલને બોલાવ્યો અને ટીમે તેને રિપ્લેસમેન્ટની રીતે સાઇન કર્યો. ઉર્વિલ પટેલે પણ તેને સાર્થક કરી બતાવતા બધાને બતાવી દીધું કે તેને ઓક્શનમાં ન લેવો બીજી ટીમ માટે કેટલું ભારે પડી શકે છે ભવિષ્યમા! CSK માટે તેણે છેલ્લી 3 મેચ રમી. જેમાં તેણે 212.50ની સ્ટ્રાઈક રેટથી 68 રન બનાવ્યા. જેમાં 37 તેનો હાઇએસ્ટ સ્કોર છે. જે કોલકાતા સામે આવ્યો હતો. ભલે આ સીઝનમાં તે ફિફ્ટી ફટકારી શક્યો ન હોય. પણ આવતી સીઝનથી તે તાબડતોડ બેટિંગ કરશે અને બધાને પોતાનું ટેલેન્ટ દેખાડશે. ચેતન સાકરિયા
સૌરાષ્ટ્રનો ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયા પહેલા તો મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. પણ KKRએ તેને ઉમરાન મલિકના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો. ચેતન પહેલા KKRનો નેટ બોલર તરીકે હતો. ચેતને આ સીઝનમાં માત્ર એક મેચ રમી, જેમાં તેનું પરફોર્મન્સ કંઈ ખાસ રહ્યું નથી. સાકરિયાએ પંજાબ સામે KKR માટે ડેબ્યૂ કર્યું અને 3 ઓવર નાખી, જેમાં તે ખર્ચાળ પૂરવાર થયો. તેણે કુલ 39 રન આપ્યા અને એકપણ વિકેટ લઈ શક્યો નહીં. પાર્થિવ પટેલ
આ તો વાત થઈ એવા ગુજરાતી ખેલાડીઓની, જેમણે મેદાનમાં રન અથવા વિકેટ લીધી. પણ મેદાનની બહાર એવા ગુજરાતી ખેલાડી છે, જેના કારણે ગુજરાત ટાઇટન્સની ટીમનો ટૉપ ઓર્ડર જબરદસ્ત પરફોર્મ કરી રહ્યો હતો. વાત થાય છે ટીમના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલની. પાર્થિવ પટેલને મેગા ઓક્શન પહેલા GTએ આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ કર્યો. આ પછી તેણે એક કોર ટીમ બનાવી. તેના કોચિંગ હેઠળ GTનો ટૉપ ઓર્ડરે જોરદાર પ્રદર્શન કર્યું. સાઈ સુદર્શને 759 રન બનાવતા ઓરેન્જ કેપ જીત્યો. તો કેપ્ટન શુભમન ગિલે પણ 650 રન બનાવ્યા હતા.

​IPL 2025ની સીઝન આખરે પૂરી થઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ પંજાબ કિંગ્સ(PBKS)ની ટીમને 6 રને હરાવ્યું. બન્ને ટીમ 18 વર્ષથી ટ્રોફીથી વંચિત હતી અને અંતે આ રેસ બેંગલુરુએ જીતી લીધી. RCBના કોહલીએ અંતે આ ટ્રોફી હાથમાં ઉપાડી. પણ મજાની વાત એ છે કે RCBને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા એક ગુજરાતી ખેલાડીએ કરી. ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીતનાર કૃણાલ પંડ્યા… આ વખતની IPLમાં એકલા કૃણાલ જ નહીં, પણ અન્ય ગુજરાતી પ્લેયર્સે પણ ધૂમ મચાવી છે. જસપ્રીત બુમરાહથી લઈને જયદેવ ઉનડકટ…આ બધા માટે લીગની 18મી સીઝન ખૂબ જ જોરદાર રહી…તો આવો જાણીએ કયા ગુજરાતી પ્લેયર્સનું કેવું પરફોર્મન્સ રહ્યું… રવીન્દ્ર જાડેજા
આપણા ગુજરાતના બાપુની તો વાત જ શું કરવી. દરેક વખતની જેમ આ વખત પણ CSK માટે રમતા તેમણે સારું પરફોર્મન્સ આપ્યું. જડ્ડુને આ વર્ષે ટીમે બેટિંગ ઓર્ડરમાં પ્રમોશન આપ્યું અને તેમણે તે પોઝિશનમાં બે ફિફ્ટી પણ ફટકારી. તેમની બેટિંગની વાત કરીએ તો 14 મેચમાં 135.59ની સ્ટ્રાઈક રેટથઈ કુલ 301 રન બનાવ્યા. આ દરમિયાન તેનો હાઇએસ્ટ સ્કોર 77 રન હતો, જે RCB સામે જ આવ્યો હતો. બોલિંગમાં આ વર્ષે જાડેજાએ ઠીક-ઠાક પ્રદર્શન રહ્યું છે. 8.56ની ઇકોનોમીથી માત્ર 10 વિકેટ લઈ શક્યો છે. હાર્દિક પંડ્યા
મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ આ વખતે બેટિંગ કરતા બોલિંગમાં સારું રહ્યું છે. આ એક નવાઈની વાત એટલા માટે છે કારણ કે હાર્દિક હાર્ડ હિટિંગ માટે જાણીતો છે, પણ બોલિંગમાં પરફોર્મન્સ તેનું શાનદાર રહ્યું છે. લખનઉ સામેની મેચમાં તેણે પાંચ વિકેટ પણ ઝડપી. તેની કેપ્ટનશિપમાં ટીમ આ વર્ષે ક્વોલિફાયર-2 સુધી પહોંચી હતી. બેટિંગની વાત કરીએ 15 મેચમાં 163.50ની સ્ટ્રાઈક રેટથી 224 રન બનાવ્યા. તો બોલિંગમાં 9.77ની ઇકોનોમી રેટથી 14 વિકેટ ઝડપી. જેમાં તેનો બેસ્ટ બોલિંગ ફિગર 5/36 છે. જે લખનઉ સામે આવ્યો હતો. અક્ષર પટેલ
નડિયાદના અક્ષર પટેલને આ વખતે દિલ્હીએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ટીમે જબરદસ્ત શરૂઆત કરી અને સતત 4 મેચ જીતી. પણ મુંબઈ સામેની મેચ પછી બધું જ બદલાઈ ગયું. એક સમયે દિલ્હીની ટીમ ટેબલ ટૉપર હતી ટીમનું પરફોર્મન્સ કથળતું ગયું અને લીગ મેચના અંતે પાંચમા નંબરથી સંતોષ માનવો પડ્યો. અક્ષર પટેલ IPLમાં પહેલીવાર કેપ્ટનશિપ કરી રહ્યો હતો અને બીમાર હોવાના કારણે તેણે 3 મેચ ગુમાવી પણ હતી. આ વખતે પરફોર્મન્સની વાત કરીએ તો તેણે બેટિંગમાં 12 મેચમાં 157.49ની સ્ટ્રાઈક રેટથી 263 રન બનાવ્યા છે. તેણે અમુક ક્ષણે સામે વાળા બેટર્સનો સાથ આપ્યો અને પાર્ટનરશિપ બનાવી હતી. પણ બોલિંગમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી. તે 8.49ની ઇકોનોમીથી માત્ર 5 વિકેટ લઈ શક્યો છે. કૃણાલ પંડ્યા
ફાઈનલનો હીરો…કૃણાલ પંડ્યા…આ વખતે તેણે RCBને કપ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે તેનો રોલ ખૂબ જ બખૂબી રીતે નિભાવ્યો છે. કૃણાલ RCBની પહેલી અને છેલ્લી, એમ બન્ને મેચમાં પ્લેયર ઑફ ધ મેચ બન્યો. આ ઉપરાંત તે દિલ્હી સામે અત્યંક ખરાબ પરિસ્થિતિમાં રહેલી ટીમને જિતાડીને પણ આ અવોર્ડ જીત્યો હતો. બેટિંગની વાત કરીએ તો આ વર્ષે તેણે દિલ્હી સામે કોહલી સાથે ખૂબ જ અઘરી પરિસ્થિતિમાં રમીને 73 રન ફટકાર્યા હતા. તેણે ટીમને જિતાડી હતી. તેની બેટિંગ પોઝિશન એવી હતી કે તેને વધુ તક મળી નહોતી. પણ દિલ્હી સામે તેની ઇનિંગ્સ શાનદાર રહી હતી. બોલિંગમાં તેણે આ વર્ષે જોરદાર પ્રદર્શન કર્યું. 8.25ની ઇકોનોમી સાથે 17 વિકેટ ઝડપી હતી. કૃણાલે ફાઈનલમાં પણ જોરદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેના આ પરફોર્મન્સથી જ RCB પહેલીવાર IPL ટાઇટલ જીત્યું હતું. જસપ્રીત બુમરાહ
બુમ…બુમ…બુમરાહની તો વાત કરીએ એટલી ઓછી છે. ભારતીય ટીમ હોય કે મુંબઈ…ટીમનો કરોડરજ્જુ સમાન એવો બુમરાહ આ વખતે પણ ચમક્યો. જસપ્રીતે શરૂઆતની મેચ ઈજાના કારણે ગુમાવી હતી. પણ પછી આવતાવેંત જ પોતાનો જલવો દેખાડવાનો શરૂ કર્યો. તેની આવતાની સાથે જ મુંબઈની ટીમ જીતવા લાગી અને પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ. જસપ્રીત બુમરાહએ આ IPLમાં 12 મેચ રમી. જેમાં તેણે 6.68ની જબરદસ્ત ઇકોનોમી સાથે 18 વિકેટ ઝડપી. જેમાં તેનો બેસ્ટ બોલિંગ ફિગર 4/22 રહ્યો હતો. ડેથ ઓવર્સમાં યોર્કર માટે જાણીતા બુમરાહે આ વર્ષે પણ ડંડા ઊડાડ્યા હતા. જયદેવ ઉનડકટ
ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટું નામ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. હૈદરાબાદે તેને બેઝ પ્રાઇસ પર ટીમમાં સામેલ કર્યો હતો. જયદેવે IPL 2025માં ઇકોનોમીકલ બોલિંગ કરી. તેણે 7.34ની ઇકોનોમીથી 11 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલ
બે વખતનો પર્પલ કેપ વિનર હર્ષલ પટેલ માટે પણ આ વર્ષે જોરદાર રહ્યું. તેના સ્લોઅર કટર બોલના કારણે બેટર્સને રમવામાં મુશ્કેલી પડી. હર્ષલે હૈદરાબાદ માટે રમતા 13 મેચમાં 9.81ની ઇકોનોમી રેટથી 16 વિકેટ ઝડપી હતી. ઉર્વિલ પટેલ
ગુજરાત તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતા ઉર્વિલ મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. મેગા ઓક્શનના બીજા જ દિવસે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી. ઉર્વિલ 2023-24માં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલો હતો, પણ તેને તક મળી નહોતી. આ પછી તેને રિલીઝ કર્યો હતો. મિડ-સીઝન ટ્રાયલમાં CSKએ ઉર્વિલને બોલાવ્યો અને ટીમે તેને રિપ્લેસમેન્ટની રીતે સાઇન કર્યો. ઉર્વિલ પટેલે પણ તેને સાર્થક કરી બતાવતા બધાને બતાવી દીધું કે તેને ઓક્શનમાં ન લેવો બીજી ટીમ માટે કેટલું ભારે પડી શકે છે ભવિષ્યમા! CSK માટે તેણે છેલ્લી 3 મેચ રમી. જેમાં તેણે 212.50ની સ્ટ્રાઈક રેટથી 68 રન બનાવ્યા. જેમાં 37 તેનો હાઇએસ્ટ સ્કોર છે. જે કોલકાતા સામે આવ્યો હતો. ભલે આ સીઝનમાં તે ફિફ્ટી ફટકારી શક્યો ન હોય. પણ આવતી સીઝનથી તે તાબડતોડ બેટિંગ કરશે અને બધાને પોતાનું ટેલેન્ટ દેખાડશે. ચેતન સાકરિયા
સૌરાષ્ટ્રનો ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયા પહેલા તો મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. પણ KKRએ તેને ઉમરાન મલિકના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો. ચેતન પહેલા KKRનો નેટ બોલર તરીકે હતો. ચેતને આ સીઝનમાં માત્ર એક મેચ રમી, જેમાં તેનું પરફોર્મન્સ કંઈ ખાસ રહ્યું નથી. સાકરિયાએ પંજાબ સામે KKR માટે ડેબ્યૂ કર્યું અને 3 ઓવર નાખી, જેમાં તે ખર્ચાળ પૂરવાર થયો. તેણે કુલ 39 રન આપ્યા અને એકપણ વિકેટ લઈ શક્યો નહીં. પાર્થિવ પટેલ
આ તો વાત થઈ એવા ગુજરાતી ખેલાડીઓની, જેમણે મેદાનમાં રન અથવા વિકેટ લીધી. પણ મેદાનની બહાર એવા ગુજરાતી ખેલાડી છે, જેના કારણે ગુજરાત ટાઇટન્સની ટીમનો ટૉપ ઓર્ડર જબરદસ્ત પરફોર્મ કરી રહ્યો હતો. વાત થાય છે ટીમના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલની. પાર્થિવ પટેલને મેગા ઓક્શન પહેલા GTએ આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ કર્યો. આ પછી તેણે એક કોર ટીમ બનાવી. તેના કોચિંગ હેઠળ GTનો ટૉપ ઓર્ડરે જોરદાર પ્રદર્શન કર્યું. સાઈ સુદર્શને 759 રન બનાવતા ઓરેન્જ કેપ જીત્યો. તો કેપ્ટન શુભમન ગિલે પણ 650 રન બનાવ્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *