ભારતીય વિકેટકીપર-બેટર કેએલ રાહુલ ઇંગ્લેન્ડમાં ઈન્ડિયા-A ટીમમાં જોડાયો છે. તે 6 જૂનથી ઇંગ્લેન્ડ લાયન્સ સામે શરૂ થતી બીજી અનઑફિશિયલ ટેસ્ટ પહેલા ટીમમાં જોડાયો છે. રાહુલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમનો પણ ભાગ છે. ટીમ ઈન્ડિયાના બાકીના સભ્યો 6 જૂને મુંબઈથી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. બંને ટીમ વચ્ચે સિરીઝની પહેલી મેચ 20 જૂનથી શરૂ થશે. રાહુલે ઇંગ્લેન્ડમાં 9 ટેસ્ટ મેચ રમી છે
કેએલ રાહુલે ઇંગ્લેન્ડમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 34.11 ની સરેરાશથી 614 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 149 છે. આ મેચમાં તેણે 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે. આવતીકાલથી બીજી અનઑફિશિયલ ટેસ્ટ
ઈન્ડિયા-A ટીમ ઇંગ્લેન્ડમાં ત્રણ મેચ રમવાની છે. આમાંથી બે મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે હશે, જ્યારે ત્રીજી મેચ ભારતીય ક્રિકેટ ટીમ સાથે રમાશે. ઇંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા-A વચ્ચેની પહેલી મેચ ડ્રો રહી હતી. બીજી મેચ 6 થી 9 જૂન દરમિયાન રમાશે. જ્યારે ભારતીય સિનિયર ટીમ સાથેની મેચ 13 થી 16 જૂન દરમિયાન રમાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઇશ્વરન, કરુણ નાયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.