સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચે ફ્રેન્ચ ઓપન 2025ના મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઈનલમાં, યોકોવિચે પહેલા સેટમાં પાછળ રહેવા છતાં શાનદાર વાપસી કરી. યોકોવિચ ઉપરાંત, વિશ્વનો નંબર-1 જેનિક સિનર પણ સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. ફ્રેન્ચ ઓપનમાં યોકોવિચનો 101મો વિજય
24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન યોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 4-6, 6-3, 6-2, 6-4 થી ચાર સેટમાં હરાવ્યો હતો. આ જીત સાથે, યોકોવિચે ફ્રેન્ચ ઓપનમાં પોતાનો 101મો વિજય નોંધાવ્યો છે. 38 વર્ષીય જોકોવિચ હવે સેમિફાઇનલમાં વિશ્વના નંબર-1 ખેલાડી જાનિક સિનર સામે ટકરાશે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે, જેમાં સ્કોર 4-4નો છે. સિનર છેલ્લી ત્રણ મેચ જીતી ચૂક્યો છે. ગ્રાન્ડ સ્લેમમાં સિનરની સતત 19મી જીત ઇટાલિયન ટેનિસ સ્ટાર જાનિક સિનર સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિકને 1 કલાક 49 મિનિટમાં 6-1, 7-5, 6-0 થી હરાવ્યો હતો. આ જીત સાથે, સિનરે ગ્રાન્ડ સ્લેમમાં સતત 19મી જીત નોંધાવી છે અને હવે તે સેમિફાઇનલમાં નોવાક યોકોવિચ સામે રમશે. ગૌફે ક્વાર્ટર ફાઇનલમાં કીઝને હરાવી અમેરિકન ખેલાડી કોકો ગૌફે ક્વાર્ટર ફાઇનલમાં તેના દેશબંધુ મેડિસન કીઝને હરાવી હતી. તેણે કીઝને 6-7 (6), 6-4, 6-1 થી હરાવી હતી. સેમિફાઈનલમાં, ગૌફનો સામનો ફ્રેન્ચ વાઇલ્ડકાર્ડ ખેલાડી લોઇસ બોઇસન સામે થશે, જેણે છઠ્ઠી ક્રમાંકિત મીરા એન્ડ્રીવા અને ત્રીજી ક્રમાંકિત જેસિકા પેગુલાને હરાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.