P24 News Gujarat

ઐશ્વર્યા રાય કેમ આ ડિરેક્ટરને જોતાં જ પગમાં પડે છે?:મણિરત્નમના એક ભાઈએ પંખા સાથે લટકી જીવ આપ્યો, તો બીજો 100 ફૂટ ઊંડી ખીણમાં પડતાં મોતને ભેટ્યો

હાલમાં જ તમિળ ફિલ્મ ‘ઠગ લાઇફ રિલીઝ થઈ. મણિરત્નમે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં કમલ હાસન-ત્રિશા ક્રિષ્નન લીડ રોલમાં છે. કમલ ને મણિરત્નમે 38 વર્ષ બાદ આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. કમલ હાસન ને મણિરત્નમે છેલ્લે 1987માં ફિલ્મ ‘નાયકન’માં સાથે કામ કર્યું હતું. આ જ કારણે ચાહકોમાં આ ફિલ્મ અંગે ખાસ્સી ઉત્સુકતા જોવા મળી છે. અલબત્ત, બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે કમલ હાસન ને મણિરત્નમ સંબંધી થાય છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું રત્નમ પરિવારની… મણિરત્નમના પરિવારમાં ફિલ્મી માહોલ હોવા છતાં નાનપણમાં ફિલ્મ કેમ જોતા નહોતા? બંને ભાઈઓ CA તો મણિરત્નમ MBA છે. મણિરત્નમ ને સુહાસિનીનાં લગ્ન કેવી રીતે નક્કી થયાં? ડિરેક્ટરનો દીકરો હાલમાં શું કરે છે? મણિરત્નમની પત્નીએ ટીબી હોવાની વાત કેમ છુપાવીને રાખી? સુહાસિનીને કાકાની કઈ વાતની શરમ આવતી? ડિરેક્ટર મણિરત્નમ એક્ટર કમલ હાસનના જમાઈ થાય. સુહાસિનીએ કમલ હાસનને કેમ કહ્યું કે તમારે મને મૂકવા આવવી હોય તો પેન્ટ કે શોર્ટ્સ પહેરીને જ આવો… એસ. ગોપાલરત્નમ તથા શાંતિદેવીને ત્રણ સંતાનો, જી. વેંકટેશ્વરન, મણિરત્નમ તથા જી. શ્રીનિવાસન. પરિવારના મોભી ગોપાલરત્નમ વિનસ પિક્ચર્સમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તરીકે કામ કરતા. જ્યારે ગોપાલરત્નમના ભાઈ ક્રિષ્નામૂર્તિ વિનસ પિક્ચર્સમાં ફિલ્મ પ્રોડ્યૂસર હતા. પરિવારમાં ફિલ્મી માહોલ હોવા છતાં બાળકોને ફિલ્મ જોવાની ચોખ્ખી મનાઈ હતી. પરિવાર ભણવા પર ઘણો જ ભાર મૂકતો એટલે બાળકોને ફિલ્મથી દૂર રાખવામાં આવ્યાં હતાં. પરિવારના મોટા દીકરાની વાત કરીએ તો,
જી. વેક્ટેશ્વરને યુનિવર્સિટી ઑફ મદ્રાસમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું ને ત્યારબાદ CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) બન્યા. જોકે, તેમને પણ પિતાની જેમ જ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન ને પ્રોડક્શનમાં રસ વધારે હોવાથી તેમણે CAને બદલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. જી. વેંક્ટેશ્વરને ફિલ્મ ‘પાગાયવન’ તથા ‘રાજા કૈયા વાચા’માં કેમિયો રોલ કર્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ GV તરીકે લોકપ્રિય હતા. GVએ સુજાતા સાથે લગ્ન કર્યાં ને તેમને બે સંતાનો છે. આ બંને સંતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. માઇકલ જેક્સનને ભારત લાવવાનો પ્લાન સફળ ના થયો
1986માં GVએ પહેલી ફિલ્મ ‘મૌન રાગમ’ પ્રોડ્યુસ કરી. શરૂઆતમાં GVની પ્રોડક્શન કંપની સુજાતા ફિલ્મ્સ હતી. તેમણે પોતાની પત્નીના નામ પરથી હોમ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. જોકે, તમિળ ફિલ્મ ‘નાયગન’ (હિંદીમાં ‘દયાવાન’થી આ ફિલ્મ બની, જેમાં માધુરી દીક્ષિત-વિનોદ ખન્ના લીડ રોલમાં હતાં અને ફિલ્મના કિસિંગ સીન દરમિયાન વિનોદે માધુરીના હોઠ ચીરી નાખ્યા હતા) સાઉથમાં સુપરફ્લોપ રહી, પરંતુ બોલિવૂડ ફિલ્મ ‘દયાવાન’ સફળ રહી. સુજાતા ફિલ્મ્સની ફિલ્મ ફ્લોપ જતાં 1990માં GVએ પોતાના નામથી GV ફિલ્મ્સ કરીને નવી કંપની શરૂ કરી. આ બેનર હેઠળ ‘અંજલિ’, ‘થલપથિ’ પ્રોડ્યુસ કરવામાં આવી. GVની ફિલ્મ એક પછી એક સફળ થવા લાગી. આ જ દરમિયાન GVને તે સમયના પોપસ્ટાર માઇકલ જેક્સનની ટૂર ભારતમાં કરવાનું પ્લાનિંગ કર્યું. GVએ મુંબઈ ને ચેન્નઇમાં શો યોજવાનું નક્કી કર્યું, પરંતુ કેટલાક કારણોસર આ પ્લાન સક્સેસ રહ્યો નહીં. પંખા સાથે લટકીને જીવ આપી દીધો
1994માં GVએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘મે મધન’ સુપરફ્લોપ રહી. ત્યારબાદ ફિલ્મ ‘ઇન્દિરા’ની હાલત પણ એવી જ થઈ. એક પછી એક ફિલ્મ ફ્લોપ જતાં GVની હિંમત ભાંગી પડી. માથે ચિક્કાર દેવું થઈ ગયું. દેવું ભરવામાં જ ખાસ્સાં વર્ષો થયાં ને 2002માં GVએ ફરી એકવાર ફિલ્મ ‘તમિળન’ પ્રોડ્યુસ કરી. GVની આ ફિલ્મ પણ ફ્લોપ રહી. ફિલ્મ ફ્લોપ થતાં GV ડિપ્રેશનમાં જતા રહ્યા. ફિલ્મ બનાવવા માટે લીધેલી લોન ચૂકવવામાં તેમને આંખે પાણી આવી ગયાં. આટલું જ નહીં, લેણદારો GVને ધમકી પણ આપતા હતા. આ બધાથી હારી ત્રાસીને મે, 2003માં 55 વર્ષીય GVએ પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી. GVની પત્ની બહારગામ હતી ત્યારે ઘરમાં એકલા પડતાં જ તેમણે આત્મહત્યા કરી દીધી. GVએ કોઈ સુસાઇડ નોટ લખી નહોતી. દીકરો કેનેડામાં તથા પરિણીત દીકરી નવી દિલ્હીમાં હોવાથી બંનેને આ અંગે જાણ કરવામાં આવી હતી. GVની આત્મહત્યાથી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો હતો. તમિળ ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ ઉજાગર કરી
વર્ષો બાદ 2022માં તમિળ ફિલ્મ પ્રોડ્યુસર તથા ડિસ્ટ્રિબ્યૂટર કેટી કુંજુમને GVની આત્મહત્યા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે GVની આત્મહત્યાએ તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ ઉજાગર કરી છે. પ્રોડ્યુસર સતત નાણાકીય બોજા હેઠળ કચડાયેલા ને દબાયેલા હોય છે. ફિલ્મ જ્યારે ફ્લોપ જાય ત્યારે સૌથી વધુ નુકસાન પ્રોડ્યુસરને જાય છે અને તેને સાથ આપનારા કોઈ હોતા નથી. GVને મુશ્કેલ સમયમાં તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક વ્યક્તિએ કોઈ પણ રીતે સપોર્ટ કર્યો નહીં અને અંતે થાકીને તે આત્મહત્યા કરવા મજબૂર બન્યો. મણિરત્મના નાના ભાઈએ પણ CA કર્યું
સપ્ટેમ્બર, 1958માં ચેન્નઇમાં જન્મેલા જી. શ્રીનિવાસન પણ મોટાભાઈની જેમ CA હતા. તેઓ CAની પ્રેક્ટિસની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરતા. શ્રીનિવાસને ‘ઇરુવર’ (1997), ‘યુવા’ (2002), ‘ગુરુ’ (2007) તથા ‘કન્નથિલ મુથ્થમિતાલ’ (2002) જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. આ તમામ ફિલ્મના ડિરેક્ટર મણિરત્નમ હતા. મે, 2007માં શ્રીનિવાસન પરિવાર સાથે મનાલી 10 દિવસ માટે વેકેશન મનાવવા ગયા હતા. ટ્રેકિંગ દરમિયાન 49 વર્ષીય શ્રીનિવાસન પત્ની સંધ્યા લક્ષ્મણ ને દીકરી શ્રેયા સાથે હતાં. અચાનક જ શ્રીનિવાસન 100 ફૂટ ઊંડી ખીણમાં નીચે પડ્યા. શ્રીનિવાસનની લાશ ત્રણથી ચાર કલાક પછી મળી આવી હતી. શ્રીનિવાસનનું અવસાન થયું ત્યારે દીકરીઓ શ્રેયા (18), ટ્વિન્સ દીકરીઓ દિવ્યા તથા અક્ષયા (15) હતી. શ્રીનિવાસનના અંતિમ સંસ્કાર ચેન્નઇમાં કરવામાં આવ્યા હતા. મણિરત્નમે MBA કર્યું
2 જૂન, 1956 મદુરાઈમાં જન્મેલા મણિરત્નમનું સાચું નામ ગોપાલરત્નમ સુબ્રમણ્યમ છે. નાનપણથી જ પરિવારમાં ફિલ્મી માહોલ મળ્યો હોવા છતાં ફિલ્મ જોવાની ચોખ્ખી મનાઈ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતા ભરી પરિસ્થિતિને કારણે પરિવારને હતું કે બાળકો સારી ડિગ્રી લે અને તેમાં જ આગળ વધે. મણિરત્નમે બેસન્ટ થિયોસોફિકલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. સ્કૂલ સમયમાં મણિરત્નમને સાઉથ ઇન્ડિયન સ્ટાર શિવાજી ગણેશન, નાગેશ ગમવા લાગ્યા. આ જ કારણે તેમણે આ બંને એક્ટરની ફિલ્મ જોવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ મણિરત્નમને સાઉથના લિજેન્ડરી ડિરેક્ટર કે. બાલચંદરની ફિલ્મોના પરિચયમાં આવ્યા. મણિરત્નમ ડિરેક્ટર કે. બાલચંદરના ચાહક બની ગયા અને તેમની તમામે તમામ ફિલ્મ જોઈ નાખી. સ્કૂલિંગ બાદ તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે મુંબઈની જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA ઇન ફાઇનાન્સ)માં એડમિશન લીધું અને 1977માં મદ્રાસમાં મણિરત્નમે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જે ફિલ્મ માટે નોકરી છોડી તે ફિલ્મ ક્યારેય બની જ નહીં
મણિરત્નમને આ કામમાં સહેજ પણ મજા આવતી નહોતી. આ દરમિયાન ડિરેક્ટર બી.આર. પંથુલુનો દીકરો રવિ શંકર પહેલી ફિલ્મ બનાવવાનું વિચારતો હતો. મણિરત્નમ, રમણ (એસ. બાલચંદરનો દીકરો) તથા રવિ શંકર ત્રણેય ખાસ મિત્રો હતા. આ ત્રણેયે સાથે મળીને સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. મણિરત્નમે નોકરીમાંથી થોડો સમય બ્રેક લીધો. ત્રણેયને ફિલ્મ બનાવવાનો કોઈ જ અનુભવ નહોતો એટલે તેઓ ‘અમેરિકન સિનેમેટોગ્રાફર’ મેગેઝિન પર વધુ ભાર મૂકતા. ફિલ્મમાં વિષ્ણુવર્ધન, શ્રીનાથ, અંબરિશ, લક્ષ્મી તથા રોજા રામાણી લીડ રોલમાં હતા. ફિલ્મનું શૂટિંગ કર્ણાટકમાં થવાનું હતું. ફિલ્મનું શૂટિંગ ફાઇનલ થતાં જ મણિરત્નમે નોકરી છોડી દીધી. કમનસીબે આ ફિલ્મ ક્યારેય બની જ નહીં. અલબત્ત, મણિરત્નમે નિરાશ થયા વગર ફિલ્મમેકર બનવાનો પોતાનો નિર્ણય અડગ રાખ્યો. મણિરત્નમને શરૂઆતમાં તમિળ ફિલ્મો ખાસ ગમી નહોતી, પરંતુ ભારતીરાજાની ’16 વાયાથીનિલ’ કે. બાલાચંદરની ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’ (1975) તથા મહેન્દ્રની ‘મુલ્લુમ માલરુમ’ (1978) તથા ‘ઉથિરીપુક્કલ’ (1979) ઘણી જ ગમી. આ સમય દરમિયાન મણિરત્નમ પી. સી. શ્રીરામ, સંથના ભારતી તથા પી. વાસુના સંપર્કમાં આવ્યા. આ લોકો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા આતુર હતા. દિગ્ગજ ડિરેક્ટર્સે ફિલ્મ બનાવવાની ના પાડી દીધી
મણિરત્નમે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી અને તેમણે નક્કી કર્યું કે તે કાં તો ફિલ્મ પ્રોડ્યુસ કરશે અથવા તો જાણીતા ફિલ્મમેકર પાસે રહીને ફિલ્મ મેકિંગનાં અલગ અલગ પાસાં શીખશે. તેમણે બાલાચંદર, ભારતીરાજા તથા મહેન્દ્ર એમ ત્રણ ડિરેક્ટર સાથે કામ કરવાનું નક્કી કર્યું ને આ ત્રણેયને પોતાની સ્ક્રિપ્ટ આપી. કમનસીબે ત્રણમાંથી એક પણ ડિરેક્ટર મણિરત્નમે લખેલી સ્ક્રિપ્ટ પર ફિલ્મ બનાવવા તૈયાર થયા નહીં. અંતે, પી.સી. શ્રીરામ સહિત 20 લોકોએ સાથે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, પરંતુ સફળતા મળી નહીં. અંતે, કાકાએ ફિલ્મ બનાવવામાં મદદ કરી
મણિરત્નમે ફિલ્મની સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખી હતી. અંતે મણિરત્નમના કાકા ક્રિષ્નમૂર્તિ ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયાર થયા, પરંતુ તેમની શરત હતી કે ફિલ્મ કન્નડમાં લિમિટેડ બજેટમાં જ બનશે. મણિરત્નમ તરત જ તૈયાર થઈ ગયા ને અને ફિલ્મનું નામ ‘પલ્લવી અનુ પલલ્વી’ (1983) રાખ્યું. ફિલ્મમાં સિનેમેટોગ્રાફી બાલુ મહેન્દ્રએ કરી. તેમણે ફિલ્મના હીરો માટે અનિલ કપૂર તથા લક્ષ્મીને સાઇન કર્યા. મણિરત્નમને અનિલ કપૂરની તેલુગુ ફિલ્મ ‘વામસા વૃક્ષમ’ (1989) ઘણી જ પસંદ આવી હતી અને આ જ કારણે પોતાની ફિલ્મમાં હીરો તરીકે લીધા. ફિલ્મની વાર્તા યુવક તથા મોટી ઉંમરની સ્ત્રીના પ્રેમ પર આધારિત હતી. બોક્સઑફિસ પર ફિલ્મ એવરેજ રહી, પરંતુ ફિલ્મના સ્ક્રીનપ્લે માટે મણિરત્નમને કર્ણાટક રાજ્ય સરકારનો અવૉર્ડ મળ્યો. આ ફિલ્મ બાદ મણિરત્નમને મલયાલમ ફિલ્મ ‘ઉનારુ’ ડિરેક્ટ કરવાની ઑફર મળી. તેમાં મોહનલાલ લીડ હીરો હતા અને ફિલ્મ એપ્રિલ, 1984માં રિલીઝ થઈ. મણિરત્નમે ફિલ્મ ‘પાગલ નિલાવુ’ (1985)થી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. એક્ટ્રેસને અલગ જ રીતે સ્ક્રીન પર રજૂ કરે
મણિરત્નમે એક પછી એક હિટ ફિલ્મો આપી. મણિરત્નમની ફિલ્મો મોટાભાગે સોશિયો-પોલિટિકલ થીમ પર આધારિત હોય છે. નવાઈની વાત એ છે કે મોટાભાગના ડિરેક્ટર્સે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હોય છે અને પછી તેઓ ફિલ્મ મેકર બને છે, પરંતુ મણિરત્નમ આમાં અપવાદ છે. આ ઉપરાંત મણિરત્નમની ફિલ્મમાં એક્ટ્રેસિસનું પાત્ર એકદમ સ્ટ્રોંગ હોય છે અને તેમને લાર્જર ધેન લાઇફ તરીકે સ્ક્રીન પર રજૂ કરે છે. મણિરત્નમના ઘર પર બોમ્બ ફેંકાયો
1995માં મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હિંદુ યુવક ને મુસ્લિમ યુવતી વચ્ચે પ્રેમ હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મનો ખાસ્સો વિવાદ થયો હતો. દિવસો સુધી ફિલ્મ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ફિલ્મને કારણે જ રોષે ભરાઈને કેટલાક કટ્ટર મુસ્લિમોએ ડિરેક્ટરના ઘર પર હેન્ડ બોમ્બ ફેંક્યા હતા અને તેને કારણે મણિરત્નમને ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. 2019માં મણિરત્નમ સહિત 49 લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી કે 2014થી ભાજપ સરકાર આવી છે ત્યારથી મુસ્લિમ, ક્રિશ્ચિયન તથા દલિતો વિરુદ્ધની હિંસા વધતી જાય છે. આ પત્રને કારણે પણ ખાસ્સો વિવાદ થયો હતો. એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં
મણિરત્નમના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સુહાસિની હાસન સાથે લગ્ન કર્યાં છે. મણિરત્નમ જ્યારે 33 વર્ષના હતા ત્યારે તેમણે પહેલી જ વાર સુહાસિનીને જોઈ હતી. સુહાસિની ત્યારે સફળ એક્ટ્રેસ હતી તો મણિરત્નમ હજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરતા હતા. મણિરત્નમે સામેથી સુહાસિનીને રિલેશનશિપની ઑફર કરી હતી, પરંતુ એક્ટ્રેસે એમ કહીને ચોખ્ખી ના પાડી કે તે માત્ર લગ્ન કરવામાં માને છે. તેને લગ્ન પહેલાના આવા સંબંધો મંજૂર નથી. મણિરત્નમે મનથી નક્કી કરી રાખ્યું હતું કે તે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર સુહાસિની સાથે લગ્ન કરશે અને 1988માં બંનેએ લગ્ન કર્યાં. 1992માં બંને દીકરા નંદનનાં પેરેન્ટ્સ બન્યાં. દીકરો અલગ જ રસ્તે
મણિરત્નમે આજે ગ્રેટેસ્ટ ફિલ્મમેકર તરીકે અલગ જ નામના બનાવી છે તો સુહાસિની એક સફળ એક્ટ્રેસ છે. અલબત્ત, દીકરા નંદને પેરેન્ટ્સથી અલગ જ રાહ પસંદ કરી છે. તે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોલિટિક્સનો અભ્યાસ કરી રહ્યો છે. નંદન ભવિષ્યમાં રાજકારણી બનવા માગે છે. કમલ-સુહાસિની વચ્ચે કાકા-ભત્રીજીના સંબંધો
ઓગસ્ટ, 1961માં જન્મેલી સુહાસિનીના પિતા ચારુ હાસન તથા માતા કોમલમ. ચારુ હાસન તથા કમલ હાસન બંને સગા ભાઈઓ એ રીતે સુહાસિની ને કમલ હાસન વચ્ચે કાકા-ભત્રીજીના સંબંધો છે. સુહાસિનીને બે બહેનો નંદિની તથા સુભાસિની છે. પરિવારમાં ફિલ્મી માહોલ હોવાથી સુહાસિનીએ પણ પિતા તથા કાકા કમલ હાસનની જેમ જ એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું. 1980માં સુહાસિનીએ તમિળ ફિલ્મ ‘નીન્જાથાઇ કિલ્લાથે’થી ડેબ્યૂ કર્યું ને પહેલી જ ફિલ્મ માટે સુહાસિનીને બેસ્ટ એક્ટ્રેસનો તમિળનાડુ સ્ટેટ ફિલ્મ અવૉર્ડ મળ્યો. સુહાસિનીએ મલયાલમ, તેલુગુ, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. સુહાસિનીએ પોતાની એક્ટિંગ સ્કિલથી થોડા સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવી. 1985માં સુહાસિનીને તમિળ ફિલ્મ ‘સિંધુ ભૈરવી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ મળ્યો. સફળ એક્ટ્રેસ બન્યા બાદ 1991માં સુહાસિનીએ દૂરદર્શનની મિનિ સિરીઝથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. 1995માં સુહાસિનીએ પહેલી ફિલ્મ ‘ઇન્દિરા’ ડિરેક્ટ કરી. સુહાસિનીએ ટીવીની શોર્ટ ફિલ્મ પણ ડિરેક્ટ કરી છે. જ્યારે સુહાસિનીએ કમલ હાસનની પોલ ખોલી હતી
સુહાસિનીએ 2018માં તમિળ શો ‘વીકેન્ડ વિથ સ્ટાર્સ’માં કમલ હાસન અંગે વાત કરતાં કહ્યું હતું, ‘જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મેં ખાસ્સા સમય સુધી કમલ હાસન મારા કાકા છે તે વાત છુપાવીને રાખી હતી. જોકે, એક દિવસ કોલેજની બહાર કાકા કમલ હાસનની ફિલ્મનું શૂટિંગ હતું. મારી ઈચ્છા શૂટિંગ જોવાની બિલકુલ નહોતી, પરંતુ ફ્રેન્ડ્સના અતિ આગ્રહને કારણે મારે જવું પડ્યું. કોલેજની બહાર એક ગીતનું શૂટિંગ ચાલતું હતું અને કમલ હાસન સિગારેટ પીતા હોય તે રીતનો શોટ હતો. આસપાસ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. હું એવી રીતે ઊભી રહી કે કોઈની નજર મારી પર પડે નહીં, પરંતુ કાકાએ મને જોઈ લીધી ને ત્યાંથી જ બૂમ પાડી, ‘એય…. ચુ ચુ… (સુહાસિનીને લાડમાં આ નામથી બોલાવતા) ત્યાં શું કરે છે, અહીંયા આવ…’ મને ત્યારે એટલી શરમ આવી કે થયું કે જમીન જગ્યા આપે તો ત્યાં સમાઈ જાઉં.’ ‘કાકા કોલેજ ડ્રોપ કરવા આવતા’
આ જ શોમાં સુહાસિનીએ કહ્યું હતું, ‘કાકાએ ત્યારે નવી નવી કાર લીધી હતી અને તેમનો આગ્રહ હતો કે તે મને કોલેજ ડ્રોપ કરવા આવે. તે સમયે કરાટે માટે સ્પેશિયલ આઉટફિટ આવતા અને તેમાં પેન્ટ ના હોય. કાકા ઘરે જ કરાટેની પ્રેક્ટિસ કરતા અને તે જ આઉટફિટ પહેરતાં. એ જ્યારે જ્યારે મને કોલેજ મૂકવા આવે ત્યારે હું રીતસરની વિનવણી કરતી કે તમે પેન્ટ પહેરો અને પછી જ મૂકવા આવો. પેન્ટ ના પહેરવું હોય તો શોર્ટ્સ પહેરો. કાકા એવો જવાબ આપે, ‘ચુ ચુ હું કંઈ કારની નીચે નથી ઊતરવાનો. હું બિગ સ્ટાર છું અને લેડિઝ કોલેજની બહાર ખરી રીતે તો મારે આવવું પણ જોઈએ નહીં.’ અલબત્ત, મને ખ્યાલ હતો કે કાકા કોઈ પણ રીતે છોકરીઓ તેમને જુએ તેવો પ્રયાસ તો કરશે. તેઓ કોલેજ આવ્યા ને કારમાંથી નીચે ઊતરીને તેમણે મારી સાઇડનો દરવાજો ખોલ્યો. બસ પછી તો પતી જ ગયું. ક્વીન મેરી કોલેજની એકે એક છોકરીઓ કાકાને જોતી અને પછી તેમના પગને… મને તો જે શરમ આવી છે તેની વાત જ ના પૂછશો. હું ગુસ્સે થઈને કહેવા લાગી કે તમે આવું કેમ કર્યું, પરંતુ તેમને તો આવી મજાક કરવી ગમે છે.’ સુહાસિની કમલની બંને દીકરીઓ શ્રુતિ ને અક્ષરા હાસન તથા કાકાની દીકરી અનુ હાસનની કઝિન સિસ્ટર થાય. સુહાસિનીને બેવાર ટીબી થયેલો
સુહાસિનીને ટીબી પણ થયો છે. તે જ્યારે છ વર્ષની હતી ત્યારે અને 36 વર્ષની ઉંમરે પાછો ઊથલો માર્યો હતો. આ સમયે સુહાસિનીનું વજન ખાસ્સું ઘટી ગયું હતું અને તેની શ્રવણ શક્તિને પણ અસર થઈ હતી. શરૂઆતમાં સુહાસિનીને ટીબી થયો હોવાની વાતથી ઘણી જ શરમ આવતી. આ જ કારણે એક્ટ્રેસ ટીબીની વાત છુપાવીને રાખી હતી. જોકે, પછી તેણે ટીબી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને આ અંગે અવેરનેસ લાવવાનું કામ શરૂ કર્યું. સુહાસિની NGO રીચ ઇન્ડિયા સાથે જોડાયેલી છે. આ સંસ્થા ટીબી માટે કામ કરે છે. આ ઉપરાંત સુહાસિનીએ તમિળનાડુના સાત જિલ્લામાં 2800 લોકોનું એક નેટવર્ક ઊભું કર્યું છે. આ લોકો ટીબી અંગે કામ કરી રહ્યા છે. સુહાસિનીએ 600 લોકોની ટીબીની સારવાર પણ કરાવી છે. સુહાસિની ટીબી અંગેના અવેરનેસ પ્રોગ્રામમાં હાજરી આપતી હોય છે. ઐશ્વર્યાના મનમાં મણિરત્નમ માટે અલગ જ સ્થાન
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડ બન્યા બાદ 1997માં મણિરત્નમની તમિળ ફિલ્મ ‘ઇરુવર’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ જયલલિતાના જીવન પર આધારિત હોવાનું માનવામાં આવે છે. ઐશ્વર્યા ને મણિરત્નમે પછી ‘ગુરુ’, ‘રાવન’ તથા ‘પોન્નીયિન સેલ્વનઃ 1 અને 2’માં કામ કર્યું છે. ઐશ્વર્યા રાયને મણિરત્નમ માટે અલગ જ આદર-માન-સન્માન છે. ઐશ્વર્યા ડિરેક્ટરને પોતાના ગુરુ, મેન્ટર કહે છે. આ જ કારણે જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય કે ફંક્શન હોય અને ઐશ્વર્યા ડિરેક્ટર મણિરત્નમને જોઈ જાય તો તે તરત જ તેમના ચરણ સ્પર્શ કરતી હોય છે.

​હાલમાં જ તમિળ ફિલ્મ ‘ઠગ લાઇફ રિલીઝ થઈ. મણિરત્નમે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં કમલ હાસન-ત્રિશા ક્રિષ્નન લીડ રોલમાં છે. કમલ ને મણિરત્નમે 38 વર્ષ બાદ આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. કમલ હાસન ને મણિરત્નમે છેલ્લે 1987માં ફિલ્મ ‘નાયકન’માં સાથે કામ કર્યું હતું. આ જ કારણે ચાહકોમાં આ ફિલ્મ અંગે ખાસ્સી ઉત્સુકતા જોવા મળી છે. અલબત્ત, બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે કમલ હાસન ને મણિરત્નમ સંબંધી થાય છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું રત્નમ પરિવારની… મણિરત્નમના પરિવારમાં ફિલ્મી માહોલ હોવા છતાં નાનપણમાં ફિલ્મ કેમ જોતા નહોતા? બંને ભાઈઓ CA તો મણિરત્નમ MBA છે. મણિરત્નમ ને સુહાસિનીનાં લગ્ન કેવી રીતે નક્કી થયાં? ડિરેક્ટરનો દીકરો હાલમાં શું કરે છે? મણિરત્નમની પત્નીએ ટીબી હોવાની વાત કેમ છુપાવીને રાખી? સુહાસિનીને કાકાની કઈ વાતની શરમ આવતી? ડિરેક્ટર મણિરત્નમ એક્ટર કમલ હાસનના જમાઈ થાય. સુહાસિનીએ કમલ હાસનને કેમ કહ્યું કે તમારે મને મૂકવા આવવી હોય તો પેન્ટ કે શોર્ટ્સ પહેરીને જ આવો… એસ. ગોપાલરત્નમ તથા શાંતિદેવીને ત્રણ સંતાનો, જી. વેંકટેશ્વરન, મણિરત્નમ તથા જી. શ્રીનિવાસન. પરિવારના મોભી ગોપાલરત્નમ વિનસ પિક્ચર્સમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તરીકે કામ કરતા. જ્યારે ગોપાલરત્નમના ભાઈ ક્રિષ્નામૂર્તિ વિનસ પિક્ચર્સમાં ફિલ્મ પ્રોડ્યૂસર હતા. પરિવારમાં ફિલ્મી માહોલ હોવા છતાં બાળકોને ફિલ્મ જોવાની ચોખ્ખી મનાઈ હતી. પરિવાર ભણવા પર ઘણો જ ભાર મૂકતો એટલે બાળકોને ફિલ્મથી દૂર રાખવામાં આવ્યાં હતાં. પરિવારના મોટા દીકરાની વાત કરીએ તો,
જી. વેક્ટેશ્વરને યુનિવર્સિટી ઑફ મદ્રાસમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું ને ત્યારબાદ CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) બન્યા. જોકે, તેમને પણ પિતાની જેમ જ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન ને પ્રોડક્શનમાં રસ વધારે હોવાથી તેમણે CAને બદલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. જી. વેંક્ટેશ્વરને ફિલ્મ ‘પાગાયવન’ તથા ‘રાજા કૈયા વાચા’માં કેમિયો રોલ કર્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ GV તરીકે લોકપ્રિય હતા. GVએ સુજાતા સાથે લગ્ન કર્યાં ને તેમને બે સંતાનો છે. આ બંને સંતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. માઇકલ જેક્સનને ભારત લાવવાનો પ્લાન સફળ ના થયો
1986માં GVએ પહેલી ફિલ્મ ‘મૌન રાગમ’ પ્રોડ્યુસ કરી. શરૂઆતમાં GVની પ્રોડક્શન કંપની સુજાતા ફિલ્મ્સ હતી. તેમણે પોતાની પત્નીના નામ પરથી હોમ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. જોકે, તમિળ ફિલ્મ ‘નાયગન’ (હિંદીમાં ‘દયાવાન’થી આ ફિલ્મ બની, જેમાં માધુરી દીક્ષિત-વિનોદ ખન્ના લીડ રોલમાં હતાં અને ફિલ્મના કિસિંગ સીન દરમિયાન વિનોદે માધુરીના હોઠ ચીરી નાખ્યા હતા) સાઉથમાં સુપરફ્લોપ રહી, પરંતુ બોલિવૂડ ફિલ્મ ‘દયાવાન’ સફળ રહી. સુજાતા ફિલ્મ્સની ફિલ્મ ફ્લોપ જતાં 1990માં GVએ પોતાના નામથી GV ફિલ્મ્સ કરીને નવી કંપની શરૂ કરી. આ બેનર હેઠળ ‘અંજલિ’, ‘થલપથિ’ પ્રોડ્યુસ કરવામાં આવી. GVની ફિલ્મ એક પછી એક સફળ થવા લાગી. આ જ દરમિયાન GVને તે સમયના પોપસ્ટાર માઇકલ જેક્સનની ટૂર ભારતમાં કરવાનું પ્લાનિંગ કર્યું. GVએ મુંબઈ ને ચેન્નઇમાં શો યોજવાનું નક્કી કર્યું, પરંતુ કેટલાક કારણોસર આ પ્લાન સક્સેસ રહ્યો નહીં. પંખા સાથે લટકીને જીવ આપી દીધો
1994માં GVએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘મે મધન’ સુપરફ્લોપ રહી. ત્યારબાદ ફિલ્મ ‘ઇન્દિરા’ની હાલત પણ એવી જ થઈ. એક પછી એક ફિલ્મ ફ્લોપ જતાં GVની હિંમત ભાંગી પડી. માથે ચિક્કાર દેવું થઈ ગયું. દેવું ભરવામાં જ ખાસ્સાં વર્ષો થયાં ને 2002માં GVએ ફરી એકવાર ફિલ્મ ‘તમિળન’ પ્રોડ્યુસ કરી. GVની આ ફિલ્મ પણ ફ્લોપ રહી. ફિલ્મ ફ્લોપ થતાં GV ડિપ્રેશનમાં જતા રહ્યા. ફિલ્મ બનાવવા માટે લીધેલી લોન ચૂકવવામાં તેમને આંખે પાણી આવી ગયાં. આટલું જ નહીં, લેણદારો GVને ધમકી પણ આપતા હતા. આ બધાથી હારી ત્રાસીને મે, 2003માં 55 વર્ષીય GVએ પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી. GVની પત્ની બહારગામ હતી ત્યારે ઘરમાં એકલા પડતાં જ તેમણે આત્મહત્યા કરી દીધી. GVએ કોઈ સુસાઇડ નોટ લખી નહોતી. દીકરો કેનેડામાં તથા પરિણીત દીકરી નવી દિલ્હીમાં હોવાથી બંનેને આ અંગે જાણ કરવામાં આવી હતી. GVની આત્મહત્યાથી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો હતો. તમિળ ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ ઉજાગર કરી
વર્ષો બાદ 2022માં તમિળ ફિલ્મ પ્રોડ્યુસર તથા ડિસ્ટ્રિબ્યૂટર કેટી કુંજુમને GVની આત્મહત્યા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે GVની આત્મહત્યાએ તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ ઉજાગર કરી છે. પ્રોડ્યુસર સતત નાણાકીય બોજા હેઠળ કચડાયેલા ને દબાયેલા હોય છે. ફિલ્મ જ્યારે ફ્લોપ જાય ત્યારે સૌથી વધુ નુકસાન પ્રોડ્યુસરને જાય છે અને તેને સાથ આપનારા કોઈ હોતા નથી. GVને મુશ્કેલ સમયમાં તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક વ્યક્તિએ કોઈ પણ રીતે સપોર્ટ કર્યો નહીં અને અંતે થાકીને તે આત્મહત્યા કરવા મજબૂર બન્યો. મણિરત્મના નાના ભાઈએ પણ CA કર્યું
સપ્ટેમ્બર, 1958માં ચેન્નઇમાં જન્મેલા જી. શ્રીનિવાસન પણ મોટાભાઈની જેમ CA હતા. તેઓ CAની પ્રેક્ટિસની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરતા. શ્રીનિવાસને ‘ઇરુવર’ (1997), ‘યુવા’ (2002), ‘ગુરુ’ (2007) તથા ‘કન્નથિલ મુથ્થમિતાલ’ (2002) જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. આ તમામ ફિલ્મના ડિરેક્ટર મણિરત્નમ હતા. મે, 2007માં શ્રીનિવાસન પરિવાર સાથે મનાલી 10 દિવસ માટે વેકેશન મનાવવા ગયા હતા. ટ્રેકિંગ દરમિયાન 49 વર્ષીય શ્રીનિવાસન પત્ની સંધ્યા લક્ષ્મણ ને દીકરી શ્રેયા સાથે હતાં. અચાનક જ શ્રીનિવાસન 100 ફૂટ ઊંડી ખીણમાં નીચે પડ્યા. શ્રીનિવાસનની લાશ ત્રણથી ચાર કલાક પછી મળી આવી હતી. શ્રીનિવાસનનું અવસાન થયું ત્યારે દીકરીઓ શ્રેયા (18), ટ્વિન્સ દીકરીઓ દિવ્યા તથા અક્ષયા (15) હતી. શ્રીનિવાસનના અંતિમ સંસ્કાર ચેન્નઇમાં કરવામાં આવ્યા હતા. મણિરત્નમે MBA કર્યું
2 જૂન, 1956 મદુરાઈમાં જન્મેલા મણિરત્નમનું સાચું નામ ગોપાલરત્નમ સુબ્રમણ્યમ છે. નાનપણથી જ પરિવારમાં ફિલ્મી માહોલ મળ્યો હોવા છતાં ફિલ્મ જોવાની ચોખ્ખી મનાઈ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતા ભરી પરિસ્થિતિને કારણે પરિવારને હતું કે બાળકો સારી ડિગ્રી લે અને તેમાં જ આગળ વધે. મણિરત્નમે બેસન્ટ થિયોસોફિકલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. સ્કૂલ સમયમાં મણિરત્નમને સાઉથ ઇન્ડિયન સ્ટાર શિવાજી ગણેશન, નાગેશ ગમવા લાગ્યા. આ જ કારણે તેમણે આ બંને એક્ટરની ફિલ્મ જોવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ મણિરત્નમને સાઉથના લિજેન્ડરી ડિરેક્ટર કે. બાલચંદરની ફિલ્મોના પરિચયમાં આવ્યા. મણિરત્નમ ડિરેક્ટર કે. બાલચંદરના ચાહક બની ગયા અને તેમની તમામે તમામ ફિલ્મ જોઈ નાખી. સ્કૂલિંગ બાદ તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે મુંબઈની જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA ઇન ફાઇનાન્સ)માં એડમિશન લીધું અને 1977માં મદ્રાસમાં મણિરત્નમે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જે ફિલ્મ માટે નોકરી છોડી તે ફિલ્મ ક્યારેય બની જ નહીં
મણિરત્નમને આ કામમાં સહેજ પણ મજા આવતી નહોતી. આ દરમિયાન ડિરેક્ટર બી.આર. પંથુલુનો દીકરો રવિ શંકર પહેલી ફિલ્મ બનાવવાનું વિચારતો હતો. મણિરત્નમ, રમણ (એસ. બાલચંદરનો દીકરો) તથા રવિ શંકર ત્રણેય ખાસ મિત્રો હતા. આ ત્રણેયે સાથે મળીને સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. મણિરત્નમે નોકરીમાંથી થોડો સમય બ્રેક લીધો. ત્રણેયને ફિલ્મ બનાવવાનો કોઈ જ અનુભવ નહોતો એટલે તેઓ ‘અમેરિકન સિનેમેટોગ્રાફર’ મેગેઝિન પર વધુ ભાર મૂકતા. ફિલ્મમાં વિષ્ણુવર્ધન, શ્રીનાથ, અંબરિશ, લક્ષ્મી તથા રોજા રામાણી લીડ રોલમાં હતા. ફિલ્મનું શૂટિંગ કર્ણાટકમાં થવાનું હતું. ફિલ્મનું શૂટિંગ ફાઇનલ થતાં જ મણિરત્નમે નોકરી છોડી દીધી. કમનસીબે આ ફિલ્મ ક્યારેય બની જ નહીં. અલબત્ત, મણિરત્નમે નિરાશ થયા વગર ફિલ્મમેકર બનવાનો પોતાનો નિર્ણય અડગ રાખ્યો. મણિરત્નમને શરૂઆતમાં તમિળ ફિલ્મો ખાસ ગમી નહોતી, પરંતુ ભારતીરાજાની ’16 વાયાથીનિલ’ કે. બાલાચંદરની ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’ (1975) તથા મહેન્દ્રની ‘મુલ્લુમ માલરુમ’ (1978) તથા ‘ઉથિરીપુક્કલ’ (1979) ઘણી જ ગમી. આ સમય દરમિયાન મણિરત્નમ પી. સી. શ્રીરામ, સંથના ભારતી તથા પી. વાસુના સંપર્કમાં આવ્યા. આ લોકો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા આતુર હતા. દિગ્ગજ ડિરેક્ટર્સે ફિલ્મ બનાવવાની ના પાડી દીધી
મણિરત્નમે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી અને તેમણે નક્કી કર્યું કે તે કાં તો ફિલ્મ પ્રોડ્યુસ કરશે અથવા તો જાણીતા ફિલ્મમેકર પાસે રહીને ફિલ્મ મેકિંગનાં અલગ અલગ પાસાં શીખશે. તેમણે બાલાચંદર, ભારતીરાજા તથા મહેન્દ્ર એમ ત્રણ ડિરેક્ટર સાથે કામ કરવાનું નક્કી કર્યું ને આ ત્રણેયને પોતાની સ્ક્રિપ્ટ આપી. કમનસીબે ત્રણમાંથી એક પણ ડિરેક્ટર મણિરત્નમે લખેલી સ્ક્રિપ્ટ પર ફિલ્મ બનાવવા તૈયાર થયા નહીં. અંતે, પી.સી. શ્રીરામ સહિત 20 લોકોએ સાથે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, પરંતુ સફળતા મળી નહીં. અંતે, કાકાએ ફિલ્મ બનાવવામાં મદદ કરી
મણિરત્નમે ફિલ્મની સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખી હતી. અંતે મણિરત્નમના કાકા ક્રિષ્નમૂર્તિ ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયાર થયા, પરંતુ તેમની શરત હતી કે ફિલ્મ કન્નડમાં લિમિટેડ બજેટમાં જ બનશે. મણિરત્નમ તરત જ તૈયાર થઈ ગયા ને અને ફિલ્મનું નામ ‘પલ્લવી અનુ પલલ્વી’ (1983) રાખ્યું. ફિલ્મમાં સિનેમેટોગ્રાફી બાલુ મહેન્દ્રએ કરી. તેમણે ફિલ્મના હીરો માટે અનિલ કપૂર તથા લક્ષ્મીને સાઇન કર્યા. મણિરત્નમને અનિલ કપૂરની તેલુગુ ફિલ્મ ‘વામસા વૃક્ષમ’ (1989) ઘણી જ પસંદ આવી હતી અને આ જ કારણે પોતાની ફિલ્મમાં હીરો તરીકે લીધા. ફિલ્મની વાર્તા યુવક તથા મોટી ઉંમરની સ્ત્રીના પ્રેમ પર આધારિત હતી. બોક્સઑફિસ પર ફિલ્મ એવરેજ રહી, પરંતુ ફિલ્મના સ્ક્રીનપ્લે માટે મણિરત્નમને કર્ણાટક રાજ્ય સરકારનો અવૉર્ડ મળ્યો. આ ફિલ્મ બાદ મણિરત્નમને મલયાલમ ફિલ્મ ‘ઉનારુ’ ડિરેક્ટ કરવાની ઑફર મળી. તેમાં મોહનલાલ લીડ હીરો હતા અને ફિલ્મ એપ્રિલ, 1984માં રિલીઝ થઈ. મણિરત્નમે ફિલ્મ ‘પાગલ નિલાવુ’ (1985)થી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. એક્ટ્રેસને અલગ જ રીતે સ્ક્રીન પર રજૂ કરે
મણિરત્નમે એક પછી એક હિટ ફિલ્મો આપી. મણિરત્નમની ફિલ્મો મોટાભાગે સોશિયો-પોલિટિકલ થીમ પર આધારિત હોય છે. નવાઈની વાત એ છે કે મોટાભાગના ડિરેક્ટર્સે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હોય છે અને પછી તેઓ ફિલ્મ મેકર બને છે, પરંતુ મણિરત્નમ આમાં અપવાદ છે. આ ઉપરાંત મણિરત્નમની ફિલ્મમાં એક્ટ્રેસિસનું પાત્ર એકદમ સ્ટ્રોંગ હોય છે અને તેમને લાર્જર ધેન લાઇફ તરીકે સ્ક્રીન પર રજૂ કરે છે. મણિરત્નમના ઘર પર બોમ્બ ફેંકાયો
1995માં મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હિંદુ યુવક ને મુસ્લિમ યુવતી વચ્ચે પ્રેમ હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મનો ખાસ્સો વિવાદ થયો હતો. દિવસો સુધી ફિલ્મ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ફિલ્મને કારણે જ રોષે ભરાઈને કેટલાક કટ્ટર મુસ્લિમોએ ડિરેક્ટરના ઘર પર હેન્ડ બોમ્બ ફેંક્યા હતા અને તેને કારણે મણિરત્નમને ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. 2019માં મણિરત્નમ સહિત 49 લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી કે 2014થી ભાજપ સરકાર આવી છે ત્યારથી મુસ્લિમ, ક્રિશ્ચિયન તથા દલિતો વિરુદ્ધની હિંસા વધતી જાય છે. આ પત્રને કારણે પણ ખાસ્સો વિવાદ થયો હતો. એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં
મણિરત્નમના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સુહાસિની હાસન સાથે લગ્ન કર્યાં છે. મણિરત્નમ જ્યારે 33 વર્ષના હતા ત્યારે તેમણે પહેલી જ વાર સુહાસિનીને જોઈ હતી. સુહાસિની ત્યારે સફળ એક્ટ્રેસ હતી તો મણિરત્નમ હજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરતા હતા. મણિરત્નમે સામેથી સુહાસિનીને રિલેશનશિપની ઑફર કરી હતી, પરંતુ એક્ટ્રેસે એમ કહીને ચોખ્ખી ના પાડી કે તે માત્ર લગ્ન કરવામાં માને છે. તેને લગ્ન પહેલાના આવા સંબંધો મંજૂર નથી. મણિરત્નમે મનથી નક્કી કરી રાખ્યું હતું કે તે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર સુહાસિની સાથે લગ્ન કરશે અને 1988માં બંનેએ લગ્ન કર્યાં. 1992માં બંને દીકરા નંદનનાં પેરેન્ટ્સ બન્યાં. દીકરો અલગ જ રસ્તે
મણિરત્નમે આજે ગ્રેટેસ્ટ ફિલ્મમેકર તરીકે અલગ જ નામના બનાવી છે તો સુહાસિની એક સફળ એક્ટ્રેસ છે. અલબત્ત, દીકરા નંદને પેરેન્ટ્સથી અલગ જ રાહ પસંદ કરી છે. તે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોલિટિક્સનો અભ્યાસ કરી રહ્યો છે. નંદન ભવિષ્યમાં રાજકારણી બનવા માગે છે. કમલ-સુહાસિની વચ્ચે કાકા-ભત્રીજીના સંબંધો
ઓગસ્ટ, 1961માં જન્મેલી સુહાસિનીના પિતા ચારુ હાસન તથા માતા કોમલમ. ચારુ હાસન તથા કમલ હાસન બંને સગા ભાઈઓ એ રીતે સુહાસિની ને કમલ હાસન વચ્ચે કાકા-ભત્રીજીના સંબંધો છે. સુહાસિનીને બે બહેનો નંદિની તથા સુભાસિની છે. પરિવારમાં ફિલ્મી માહોલ હોવાથી સુહાસિનીએ પણ પિતા તથા કાકા કમલ હાસનની જેમ જ એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું. 1980માં સુહાસિનીએ તમિળ ફિલ્મ ‘નીન્જાથાઇ કિલ્લાથે’થી ડેબ્યૂ કર્યું ને પહેલી જ ફિલ્મ માટે સુહાસિનીને બેસ્ટ એક્ટ્રેસનો તમિળનાડુ સ્ટેટ ફિલ્મ અવૉર્ડ મળ્યો. સુહાસિનીએ મલયાલમ, તેલુગુ, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. સુહાસિનીએ પોતાની એક્ટિંગ સ્કિલથી થોડા સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવી. 1985માં સુહાસિનીને તમિળ ફિલ્મ ‘સિંધુ ભૈરવી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ મળ્યો. સફળ એક્ટ્રેસ બન્યા બાદ 1991માં સુહાસિનીએ દૂરદર્શનની મિનિ સિરીઝથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. 1995માં સુહાસિનીએ પહેલી ફિલ્મ ‘ઇન્દિરા’ ડિરેક્ટ કરી. સુહાસિનીએ ટીવીની શોર્ટ ફિલ્મ પણ ડિરેક્ટ કરી છે. જ્યારે સુહાસિનીએ કમલ હાસનની પોલ ખોલી હતી
સુહાસિનીએ 2018માં તમિળ શો ‘વીકેન્ડ વિથ સ્ટાર્સ’માં કમલ હાસન અંગે વાત કરતાં કહ્યું હતું, ‘જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મેં ખાસ્સા સમય સુધી કમલ હાસન મારા કાકા છે તે વાત છુપાવીને રાખી હતી. જોકે, એક દિવસ કોલેજની બહાર કાકા કમલ હાસનની ફિલ્મનું શૂટિંગ હતું. મારી ઈચ્છા શૂટિંગ જોવાની બિલકુલ નહોતી, પરંતુ ફ્રેન્ડ્સના અતિ આગ્રહને કારણે મારે જવું પડ્યું. કોલેજની બહાર એક ગીતનું શૂટિંગ ચાલતું હતું અને કમલ હાસન સિગારેટ પીતા હોય તે રીતનો શોટ હતો. આસપાસ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. હું એવી રીતે ઊભી રહી કે કોઈની નજર મારી પર પડે નહીં, પરંતુ કાકાએ મને જોઈ લીધી ને ત્યાંથી જ બૂમ પાડી, ‘એય…. ચુ ચુ… (સુહાસિનીને લાડમાં આ નામથી બોલાવતા) ત્યાં શું કરે છે, અહીંયા આવ…’ મને ત્યારે એટલી શરમ આવી કે થયું કે જમીન જગ્યા આપે તો ત્યાં સમાઈ જાઉં.’ ‘કાકા કોલેજ ડ્રોપ કરવા આવતા’
આ જ શોમાં સુહાસિનીએ કહ્યું હતું, ‘કાકાએ ત્યારે નવી નવી કાર લીધી હતી અને તેમનો આગ્રહ હતો કે તે મને કોલેજ ડ્રોપ કરવા આવે. તે સમયે કરાટે માટે સ્પેશિયલ આઉટફિટ આવતા અને તેમાં પેન્ટ ના હોય. કાકા ઘરે જ કરાટેની પ્રેક્ટિસ કરતા અને તે જ આઉટફિટ પહેરતાં. એ જ્યારે જ્યારે મને કોલેજ મૂકવા આવે ત્યારે હું રીતસરની વિનવણી કરતી કે તમે પેન્ટ પહેરો અને પછી જ મૂકવા આવો. પેન્ટ ના પહેરવું હોય તો શોર્ટ્સ પહેરો. કાકા એવો જવાબ આપે, ‘ચુ ચુ હું કંઈ કારની નીચે નથી ઊતરવાનો. હું બિગ સ્ટાર છું અને લેડિઝ કોલેજની બહાર ખરી રીતે તો મારે આવવું પણ જોઈએ નહીં.’ અલબત્ત, મને ખ્યાલ હતો કે કાકા કોઈ પણ રીતે છોકરીઓ તેમને જુએ તેવો પ્રયાસ તો કરશે. તેઓ કોલેજ આવ્યા ને કારમાંથી નીચે ઊતરીને તેમણે મારી સાઇડનો દરવાજો ખોલ્યો. બસ પછી તો પતી જ ગયું. ક્વીન મેરી કોલેજની એકે એક છોકરીઓ કાકાને જોતી અને પછી તેમના પગને… મને તો જે શરમ આવી છે તેની વાત જ ના પૂછશો. હું ગુસ્સે થઈને કહેવા લાગી કે તમે આવું કેમ કર્યું, પરંતુ તેમને તો આવી મજાક કરવી ગમે છે.’ સુહાસિની કમલની બંને દીકરીઓ શ્રુતિ ને અક્ષરા હાસન તથા કાકાની દીકરી અનુ હાસનની કઝિન સિસ્ટર થાય. સુહાસિનીને બેવાર ટીબી થયેલો
સુહાસિનીને ટીબી પણ થયો છે. તે જ્યારે છ વર્ષની હતી ત્યારે અને 36 વર્ષની ઉંમરે પાછો ઊથલો માર્યો હતો. આ સમયે સુહાસિનીનું વજન ખાસ્સું ઘટી ગયું હતું અને તેની શ્રવણ શક્તિને પણ અસર થઈ હતી. શરૂઆતમાં સુહાસિનીને ટીબી થયો હોવાની વાતથી ઘણી જ શરમ આવતી. આ જ કારણે એક્ટ્રેસ ટીબીની વાત છુપાવીને રાખી હતી. જોકે, પછી તેણે ટીબી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને આ અંગે અવેરનેસ લાવવાનું કામ શરૂ કર્યું. સુહાસિની NGO રીચ ઇન્ડિયા સાથે જોડાયેલી છે. આ સંસ્થા ટીબી માટે કામ કરે છે. આ ઉપરાંત સુહાસિનીએ તમિળનાડુના સાત જિલ્લામાં 2800 લોકોનું એક નેટવર્ક ઊભું કર્યું છે. આ લોકો ટીબી અંગે કામ કરી રહ્યા છે. સુહાસિનીએ 600 લોકોની ટીબીની સારવાર પણ કરાવી છે. સુહાસિની ટીબી અંગેના અવેરનેસ પ્રોગ્રામમાં હાજરી આપતી હોય છે. ઐશ્વર્યાના મનમાં મણિરત્નમ માટે અલગ જ સ્થાન
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડ બન્યા બાદ 1997માં મણિરત્નમની તમિળ ફિલ્મ ‘ઇરુવર’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ જયલલિતાના જીવન પર આધારિત હોવાનું માનવામાં આવે છે. ઐશ્વર્યા ને મણિરત્નમે પછી ‘ગુરુ’, ‘રાવન’ તથા ‘પોન્નીયિન સેલ્વનઃ 1 અને 2’માં કામ કર્યું છે. ઐશ્વર્યા રાયને મણિરત્નમ માટે અલગ જ આદર-માન-સન્માન છે. ઐશ્વર્યા ડિરેક્ટરને પોતાના ગુરુ, મેન્ટર કહે છે. આ જ કારણે જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય કે ફંક્શન હોય અને ઐશ્વર્યા ડિરેક્ટર મણિરત્નમને જોઈ જાય તો તે તરત જ તેમના ચરણ સ્પર્શ કરતી હોય છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *