P24 News Gujarat

ધો. 10 પછી ડિપ્લોમા કરી લાખો કમાવો:એક્સપર્ટે જણાવ્યા 3 બેસ્ટ ડિપ્લોમા કોર્સ; જાણો સીટ, આવડત અને પગારની A to Z વિગતો

ધોરણ 10 કે 12 પછી શું? આ સવાલ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં ઘૂમરાતો હોય છે. પરંપરાગત મેડિકલ કે એન્જિનિયરિંગ સિવાય શું કોઈ એવા ક્ષેત્રો છે જ્યાં ઉજ્જવળ કારકિર્દી બની શકે? જ્યાં વિદ્યાર્થીઓની ભીડ ઓછી હોય અને કમાણીની શક્યતાઓ વિશાળ હોય? હા, બિલકુલ છે! અને આજે આપણે ડિપ્લોમાના શિક્ષક ઉર્વિશ સોની પાસેથી ત્રણ એવા ખાસ કોર્સ અને ક્ષેત્રો વિશે વાત કરવાના છીએ જે તમારું ભવિષ્ય રોશન કરી શકે છે અને તમને કહેવા પર મજબૂર કરી શકે છે કે, “અરે વાહ, આ તો ખબર જ ન હતી!” આજના સમયમાં, માત્ર ડિગ્રી નહીં, પણ ‘સ્કિલ’ એટલે કે આવડત મહત્વની છે. અને આ આવડત તમને એવા કોર્સ દ્વારા મળી શકે છે જે ભવિષ્યની જરૂરિયાત છે. ચાલો, એક પછી એક આ કમાલના કોર્સ વિશે ઊંડાણપૂર્વક જાણીએ: 1) ઈન્સ્ટ્રુમેન્ટેશનલ એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફેક્ટરીઓમાં મશિન્સ આટલી ચોકસાઈથી કામ કેવી રીતે કરે છે? પાવર પ્લાન્ટ્સમાં વીજળીનું પ્રોડક્શન અને વિતરણ કેવી રીતે નિયંત્રિત થાય છે? દવા બનાવતી કંપનીઓમાં ગુણવત્તા અને પ્રક્રિયા કેવી રીતે જાળવવામાં આવે છે? આ બધાની પાછળનો કારણ છે – ઈન્સ્ટ્રુમેન્ટેશનલ એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ. જે ધોરણ 10 પોલિટેક્નિક ડિપ્લોમા પછી કરી શકાય છે. આ ક્ષેત્ર માપન, મોનિટરિંગ અને કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સંબંધિત છે. સાદી રીતે સમજીએ તો, તે વસ્તુઓને ચોક્કસ રીતે માપવા (દા.ત., તાપમાન, દબાણ, ફ્લો), તેને મોનિટર કરવા અને પછી તેને ઓટોમેટિક રીતે કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આપણા રોજિંદા જીવનમાં પણ તેની અસર છે, સ્માર્ટ હોમ્સ, મોડર્ન ગાડીઓ, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ એ બધું જ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ પર આધારિત છે. શિક્ષક ઉર્વિશ સોની જણાવે છે કે, શિક્ષક ઉર્વિશ સોની વધુમાં ઉમેરે છે કે, “અમદાવાદ અને ગાંધીનગરમાં ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ માટે સાડા ચારથી સાડા સાત લાખ સુધીનું પેકેજ મળતું જોવા મળ્યું છે.” અને આ તો માત્ર શરૂઆત છે! અનુભવ સાથે આ પેકેજ વર્ષે 18.6 લાખ સુધી પણ પહોંચી શકે છે. હવે વાત કરીએ એડમિશન ક્યાં અને કેવી રીતે લેવું તેના વિશે. આ ક્ષેત્રમાં આવવા માટે મુખ્યત્વે બે રસ્તા છે: અભ્યાસ ક્યાં કરવો? ગુજરાત અને ભારતમાં ઘણી સરકારી અને ખાનગી પોલીટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજોમાં આ કોર્સ ઉપલબ્ધ છે. સરકારી સંસ્થાઓ: ગુજરાતમાં સરકારી પોલીટેકનિક્સમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ માટે મર્યાદિત બેઠકો હોય છે. શિક્ષક ઉર્વિશ સોનીએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, “સરકારી પોલિટેક્નિક અમદાવાદમાં 120 સીટ પર આ કોર્સ થાય છે.” ખાનગી સંસ્થાઓ: ઘણી ખાનગી કોલેજો પણ આ કોર્સ ઓફર કરે છે. પ્રવેશ પરીક્ષાઓ (જેમ કે JEE Main, GUJCET – ડિગ્રી માટે; અને ડિપ્લોમા માટે ધોરણ 10/12ના મેરિટના આધારે) દ્વારા પ્રવેશ મળે છે. નોકરીની તકો અને પગાર: માંગ, સ્કિલ અને ભવિષ્ય: પાછલા 10 વર્ષોમાં ઔદ્યોગિક ઓટોમેશન અને ચોકસાઈની જરૂરિયાત ખૂબ વધી છે, તેથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સની માંગ સતત વધી રહી છે. આવતા 10 વર્ષોમાં પણ આ માંગ યથાવત રહેશે, કારણ કે ઉદ્યોગો વધુને વધુ સ્માર્ટ અને ઓટોમેટેડ બની રહ્યા છે. આ ફિલ્ડમાં આવવા માટે તમારી પાસે ટેકનિકલ સમજ, ઇલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમ્સમાં રસ, સમસ્યા હલ કરવાની ક્ષમતા, વિગતો પર ધ્યાન આપવાની ટેવ, અને પ્રેક્ટિકલ કામ જેવી સ્કીલ્સ જરૂરી છે. 2) ઓટોમેશન અને રોબોટિક્સ આધુનિક વિશ્વ ઓટોમેશન અને રોબોટિક્સ વગર કલ્પવું મુશ્કેલ છે. ઉત્પાદનથી લઈને સેવા ક્ષેત્ર સુધી, રોબોટ્સ અને ઓટોમેટેડ સિસ્ટમ્સ આપણું કામ સરળ, ઝડપી અને ચોક્કસ બનાવી રહ્યા છે. આ ક્ષેત્ર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કમ્પ્યુટર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગનું મિશ્રણ છે. એડમિશન કેવી રીતે મેળવવું? અભ્યાસ ક્યાં કરવો? અમુક એન્જિનિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીઓ હવે ઓટોમેશન અને રોબોટિક્સમાં સ્પેશિયલાઇઝેશન અથવા સંપૂર્ણ ડિગ્રી કોર્સ ઓફર કરી રહી છે. ડિપ્લોમા સ્તરે આ કોર્સ હજુ મર્યાદિત સંસ્થાઓમાં ઉપલબ્ધ હોઈ છે, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિપ્લોમા પછી આ ક્ષેત્રમાં આગળ વધવાના ઘણા રસ્તા છે. ભણવામાં શું આવે? કોર્સમાં માપન, નિયંત્રણ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક્સ ટેકનોલોજી શીખાવાય છે; ગણિત-વિજ્ઞાનમાં રસ હોવો જોઈએ. આ કોર્સ કરવા માટે શું આવડવું જરૂરી? ગણિત અને વિજ્ઞાનમાં મજબૂત પકડ, પ્રોગ્રામિંગમાં રસ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિકલ સિસ્ટમ્સ સમજવાની કેપેસિટી, સમસ્યા હલ કરવાની સર્જનાત્મક અભિગમ, અને સતત નવું શીખવાની જિજ્ઞાસા. પગાર શું અને ક્યાં નોકરી મળે? શિક્ષક ઉર્વિશ સોની કહે છે કે, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) મુજબ, વર્ષ 2024 સુધીમાં ભારતમાં ઓટોમેશન અને રોબોટિક્સમાં 20 લાખથી વધુ કામદારોની જરૂર પડવાની હતી. આ આંકડો દર્શાવે છે કે આ ક્ષેત્રમાં જોબ માર્કેટ કેટલું વિશાળ છે! વધુમાં ઉર્વિશ સોની જણાવે છે કે, Engineering કરતા પણ ઓછી સ્પર્ધા અને ભવિષ્ય વધુ સુરક્ષિત છે!” પરંપરાગત એન્જિનિયરિંગ શાખાઓમાં સ્પર્ધા ખૂબ વધી ગઈ છે, ત્યારે ઓટોમેશન અને રોબોટિક્સ જેવી ઉભરતી શાખાઓમાં યોગ્ય તાલીમ સાથે ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે. માંગ અને ભવિષ્ય: ઓટોમેશન અને રોબોટિક્સની માંગ ભવિષ્યમાં અનેકગણી વધવાની છે. ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન 4.0 અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના યુગમાં, આ ક્ષેત્રના નિષ્ણાતોની ખૂબ જરૂર પડશે. લોજિસ્ટિક્સ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, ડિફેન્સ – જેવા દરેક સેક્ટરમાં રોબોટિક્સનો ઉપયોગ વધી રહ્યો છે. અને હવે વાત બહેનોની… 3) ડિપ્લોમા ઈન કોસ્ટ્યુમ ડિઝાઈન એન્ડ ડ્રેસ મેકિંગ (CDDM) ફેશન જગત હંમેશા જીવંત રહે છે. કપડાં એ માત્ર જરૂરિયાત નથી, પણ ઓળખ અને કલાનું માધ્યમ છે. કોસ્ચ્યુમ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગ એ ફેશન ઇન્ડસ્ટ્રીનો પાયો છે. તેમાં ડિઝાઇન કલ્પનાથી લઈને તેને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શામેલ છે. શિક્ષક ઉર્વિશ સોની જણાવે છે કે, “ડિપ્લોમા ઈન કોસ્ચ્યુમ ડિઝાઈન એન્ડ ડ્રેસ મેકિંગ (CDDM) એ 10મા ધોરણ પછીનો ડિપ્લોમા કોર્સ છે જે કપડાની ડિઝાઇન અને ફેબ્રિકેશન પર ધ્યાન આપે છે.” આ કોર્સ તમને સીધા બિઝનેસ માટે તૈયાર કરે છે.” પ્રવેશ અને અભ્યાસની વિગતોઃ- ધોરણ 10 પછી: મોટાભાગે આ 1, 2 કે 3 વર્ષના ડિપ્લોમા કોર્સ હોય છે. CDDM જેવા કોર્સ ઘણી સરકારી અને ખાનગી આઇટીઆઇ (ITI) અને કૌશલ્ય યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. શિક્ષક ઉર્વિશ સોનીએ ઉદાહરણ આપ્યું કે, “અમદાવાદ ડિપ્લોમા પોલિટેક્નિથી કોર્સ કરી શકાય.” આ સિવાય કોસ્મેટોલોજી અને બ્યુટિપાર્લરનો કોર્સ પણ કરી શકાય એમ જણાવ્યું, જે આ જ ક્ષેત્રના અન્ય સ્કીલ બેઝ્ડ વિકલ્પો છે. પગાર અને તકો: શિક્ષક ઉર્વિશ સોનીના મતે, “બહેનો આ કોર્સ કર્યા પછી 12થી 15 હજાર રૂપિયા મહિને કમાવી શકે છે. અનુભવ, આવડત, અને ખાસ કરીને જો પોતાનો વ્યવસાય શરૂ કરો તો કમાણીની કોઈ સીમા નથી. ઘણા સફળ બુટિક માલિકો મહિને લાખો રૂપિયા કમાય છે.” આ ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી ગુણ: ડિઝાઇનમાં રસ, સર્જનાત્મકતા, કાપડ અને રંગોની સમજ, સિલાઈ અને ફિટિંગનું જ્ઞાન, વિગતો પર ધ્યાન આપવાની ટેવ, અને ગ્રાહકોની જરૂરિયાત સમજવાની ક્ષમતા. માંગ અને ભવિષ્ય: ફેશન અને ટેક્સટાઈલ ઉદ્યોગ ભારતમાં ખૂબ મોટો છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ, બુટિક કલ્ચર, ઓનલાઈન ફેશન, ફિલ્મ અને થિયેટર માટે કોસ્ચ્યુમ ડિઝાઇન – દરેક જગ્યાએ કુશળ ડિઝાઇનર્સ અને ડ્રેસ મેકર્સની જરૂર છે. આ ક્ષેત્રમાં સ્વ-રોજગારીની પણ વિશાળ તકો છે. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે જલદી કમાવવું પડશે, વિદ્યાર્થી MBBS કે BE જેટલું લાંબુ ભણવાની રાહ ન જોઈ શકે. અથવા ઘણી બહેનોને કારકિર્દી કરતા પહેલા સવાલ થાય કે શું કોઈ એવો કોર્સ છે જે સુરક્ષિત અને કમાણીકારક હોય અને જેમાં તેમની રુચિ હોય? આવા સમયે, બહેનો માટે સ્કીલ બેઝ્ડ ડિપ્લોમા કોર્સ ખૂબ ઉપયોગી થાય છે. અને CDDM તેમાંથી એક ઉત્તમ વિકલ્પ છે. ડિપ્લોમા પછી ગુજરાતમાં તકો: ગુજરાતભરમાં ડિપ્લોમા માટે 148 જેટલી સંસ્થાઓ છે જેમાં 74644 બેઠકો છે. આ દર્શાવે છે કે ડિપ્લોમા અભ્યાસ માટે ગુજરાતમાં તકોની કોઈ કમી નથી! આ વિશાળ સંખ્યામાં ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ અને CDDM જેવા કોર્સનો સમાવેશ થાય છે. પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા હોય છે, ખાસ કરીને સારી સરકારી સંસ્થાઓમાં. પરંતુ જો તમે યોગ્ય રીતે તૈયારી કરો અને લક્ષ્ય નક્કી કરો તો તે અશક્ય નથી. ઘણા વિદ્યાર્થીઓએ સરકારી સંસ્થાઓમાંથી ડિપ્લોમા કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. ભારત અને ગુજરાતનો ફાળો: ભારત મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલ ઓટોમેશન, રોબોટિક્સ અને કુશળ કારીગરો (જેમ કે ડ્રેસ મેકર્સ)ની માંગ વધારી રહી છે. ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક ક્ષેત્ર (પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઈલ, ઓટોમોબાઈલ) સાથે આ ક્ષેત્રોના વિકાસમાં મોટો ફાળો આપી રહ્યું છે. અહીં ઈન્સ્ટ્રુમેન્ટેશન, ઓટોમેશન અને CDDM સંબંધિત કંપનીઓ અને ઉદ્યોગોની સંખ્યા ઘણી મોટી છે. શિક્ષક ઉર્વિશ સોનીએ કહ્યું તેમ, વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે. કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે; વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

​ધોરણ 10 કે 12 પછી શું? આ સવાલ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં ઘૂમરાતો હોય છે. પરંપરાગત મેડિકલ કે એન્જિનિયરિંગ સિવાય શું કોઈ એવા ક્ષેત્રો છે જ્યાં ઉજ્જવળ કારકિર્દી બની શકે? જ્યાં વિદ્યાર્થીઓની ભીડ ઓછી હોય અને કમાણીની શક્યતાઓ વિશાળ હોય? હા, બિલકુલ છે! અને આજે આપણે ડિપ્લોમાના શિક્ષક ઉર્વિશ સોની પાસેથી ત્રણ એવા ખાસ કોર્સ અને ક્ષેત્રો વિશે વાત કરવાના છીએ જે તમારું ભવિષ્ય રોશન કરી શકે છે અને તમને કહેવા પર મજબૂર કરી શકે છે કે, “અરે વાહ, આ તો ખબર જ ન હતી!” આજના સમયમાં, માત્ર ડિગ્રી નહીં, પણ ‘સ્કિલ’ એટલે કે આવડત મહત્વની છે. અને આ આવડત તમને એવા કોર્સ દ્વારા મળી શકે છે જે ભવિષ્યની જરૂરિયાત છે. ચાલો, એક પછી એક આ કમાલના કોર્સ વિશે ઊંડાણપૂર્વક જાણીએ: 1) ઈન્સ્ટ્રુમેન્ટેશનલ એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફેક્ટરીઓમાં મશિન્સ આટલી ચોકસાઈથી કામ કેવી રીતે કરે છે? પાવર પ્લાન્ટ્સમાં વીજળીનું પ્રોડક્શન અને વિતરણ કેવી રીતે નિયંત્રિત થાય છે? દવા બનાવતી કંપનીઓમાં ગુણવત્તા અને પ્રક્રિયા કેવી રીતે જાળવવામાં આવે છે? આ બધાની પાછળનો કારણ છે – ઈન્સ્ટ્રુમેન્ટેશનલ એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ. જે ધોરણ 10 પોલિટેક્નિક ડિપ્લોમા પછી કરી શકાય છે. આ ક્ષેત્ર માપન, મોનિટરિંગ અને કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સંબંધિત છે. સાદી રીતે સમજીએ તો, તે વસ્તુઓને ચોક્કસ રીતે માપવા (દા.ત., તાપમાન, દબાણ, ફ્લો), તેને મોનિટર કરવા અને પછી તેને ઓટોમેટિક રીતે કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આપણા રોજિંદા જીવનમાં પણ તેની અસર છે, સ્માર્ટ હોમ્સ, મોડર્ન ગાડીઓ, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ એ બધું જ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ પર આધારિત છે. શિક્ષક ઉર્વિશ સોની જણાવે છે કે, શિક્ષક ઉર્વિશ સોની વધુમાં ઉમેરે છે કે, “અમદાવાદ અને ગાંધીનગરમાં ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ માટે સાડા ચારથી સાડા સાત લાખ સુધીનું પેકેજ મળતું જોવા મળ્યું છે.” અને આ તો માત્ર શરૂઆત છે! અનુભવ સાથે આ પેકેજ વર્ષે 18.6 લાખ સુધી પણ પહોંચી શકે છે. હવે વાત કરીએ એડમિશન ક્યાં અને કેવી રીતે લેવું તેના વિશે. આ ક્ષેત્રમાં આવવા માટે મુખ્યત્વે બે રસ્તા છે: અભ્યાસ ક્યાં કરવો? ગુજરાત અને ભારતમાં ઘણી સરકારી અને ખાનગી પોલીટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજોમાં આ કોર્સ ઉપલબ્ધ છે. સરકારી સંસ્થાઓ: ગુજરાતમાં સરકારી પોલીટેકનિક્સમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ માટે મર્યાદિત બેઠકો હોય છે. શિક્ષક ઉર્વિશ સોનીએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, “સરકારી પોલિટેક્નિક અમદાવાદમાં 120 સીટ પર આ કોર્સ થાય છે.” ખાનગી સંસ્થાઓ: ઘણી ખાનગી કોલેજો પણ આ કોર્સ ઓફર કરે છે. પ્રવેશ પરીક્ષાઓ (જેમ કે JEE Main, GUJCET – ડિગ્રી માટે; અને ડિપ્લોમા માટે ધોરણ 10/12ના મેરિટના આધારે) દ્વારા પ્રવેશ મળે છે. નોકરીની તકો અને પગાર: માંગ, સ્કિલ અને ભવિષ્ય: પાછલા 10 વર્ષોમાં ઔદ્યોગિક ઓટોમેશન અને ચોકસાઈની જરૂરિયાત ખૂબ વધી છે, તેથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સની માંગ સતત વધી રહી છે. આવતા 10 વર્ષોમાં પણ આ માંગ યથાવત રહેશે, કારણ કે ઉદ્યોગો વધુને વધુ સ્માર્ટ અને ઓટોમેટેડ બની રહ્યા છે. આ ફિલ્ડમાં આવવા માટે તમારી પાસે ટેકનિકલ સમજ, ઇલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમ્સમાં રસ, સમસ્યા હલ કરવાની ક્ષમતા, વિગતો પર ધ્યાન આપવાની ટેવ, અને પ્રેક્ટિકલ કામ જેવી સ્કીલ્સ જરૂરી છે. 2) ઓટોમેશન અને રોબોટિક્સ આધુનિક વિશ્વ ઓટોમેશન અને રોબોટિક્સ વગર કલ્પવું મુશ્કેલ છે. ઉત્પાદનથી લઈને સેવા ક્ષેત્ર સુધી, રોબોટ્સ અને ઓટોમેટેડ સિસ્ટમ્સ આપણું કામ સરળ, ઝડપી અને ચોક્કસ બનાવી રહ્યા છે. આ ક્ષેત્ર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કમ્પ્યુટર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગનું મિશ્રણ છે. એડમિશન કેવી રીતે મેળવવું? અભ્યાસ ક્યાં કરવો? અમુક એન્જિનિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીઓ હવે ઓટોમેશન અને રોબોટિક્સમાં સ્પેશિયલાઇઝેશન અથવા સંપૂર્ણ ડિગ્રી કોર્સ ઓફર કરી રહી છે. ડિપ્લોમા સ્તરે આ કોર્સ હજુ મર્યાદિત સંસ્થાઓમાં ઉપલબ્ધ હોઈ છે, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિપ્લોમા પછી આ ક્ષેત્રમાં આગળ વધવાના ઘણા રસ્તા છે. ભણવામાં શું આવે? કોર્સમાં માપન, નિયંત્રણ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક્સ ટેકનોલોજી શીખાવાય છે; ગણિત-વિજ્ઞાનમાં રસ હોવો જોઈએ. આ કોર્સ કરવા માટે શું આવડવું જરૂરી? ગણિત અને વિજ્ઞાનમાં મજબૂત પકડ, પ્રોગ્રામિંગમાં રસ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિકલ સિસ્ટમ્સ સમજવાની કેપેસિટી, સમસ્યા હલ કરવાની સર્જનાત્મક અભિગમ, અને સતત નવું શીખવાની જિજ્ઞાસા. પગાર શું અને ક્યાં નોકરી મળે? શિક્ષક ઉર્વિશ સોની કહે છે કે, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) મુજબ, વર્ષ 2024 સુધીમાં ભારતમાં ઓટોમેશન અને રોબોટિક્સમાં 20 લાખથી વધુ કામદારોની જરૂર પડવાની હતી. આ આંકડો દર્શાવે છે કે આ ક્ષેત્રમાં જોબ માર્કેટ કેટલું વિશાળ છે! વધુમાં ઉર્વિશ સોની જણાવે છે કે, Engineering કરતા પણ ઓછી સ્પર્ધા અને ભવિષ્ય વધુ સુરક્ષિત છે!” પરંપરાગત એન્જિનિયરિંગ શાખાઓમાં સ્પર્ધા ખૂબ વધી ગઈ છે, ત્યારે ઓટોમેશન અને રોબોટિક્સ જેવી ઉભરતી શાખાઓમાં યોગ્ય તાલીમ સાથે ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે. માંગ અને ભવિષ્ય: ઓટોમેશન અને રોબોટિક્સની માંગ ભવિષ્યમાં અનેકગણી વધવાની છે. ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન 4.0 અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના યુગમાં, આ ક્ષેત્રના નિષ્ણાતોની ખૂબ જરૂર પડશે. લોજિસ્ટિક્સ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, ડિફેન્સ – જેવા દરેક સેક્ટરમાં રોબોટિક્સનો ઉપયોગ વધી રહ્યો છે. અને હવે વાત બહેનોની… 3) ડિપ્લોમા ઈન કોસ્ટ્યુમ ડિઝાઈન એન્ડ ડ્રેસ મેકિંગ (CDDM) ફેશન જગત હંમેશા જીવંત રહે છે. કપડાં એ માત્ર જરૂરિયાત નથી, પણ ઓળખ અને કલાનું માધ્યમ છે. કોસ્ચ્યુમ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગ એ ફેશન ઇન્ડસ્ટ્રીનો પાયો છે. તેમાં ડિઝાઇન કલ્પનાથી લઈને તેને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શામેલ છે. શિક્ષક ઉર્વિશ સોની જણાવે છે કે, “ડિપ્લોમા ઈન કોસ્ચ્યુમ ડિઝાઈન એન્ડ ડ્રેસ મેકિંગ (CDDM) એ 10મા ધોરણ પછીનો ડિપ્લોમા કોર્સ છે જે કપડાની ડિઝાઇન અને ફેબ્રિકેશન પર ધ્યાન આપે છે.” આ કોર્સ તમને સીધા બિઝનેસ માટે તૈયાર કરે છે.” પ્રવેશ અને અભ્યાસની વિગતોઃ- ધોરણ 10 પછી: મોટાભાગે આ 1, 2 કે 3 વર્ષના ડિપ્લોમા કોર્સ હોય છે. CDDM જેવા કોર્સ ઘણી સરકારી અને ખાનગી આઇટીઆઇ (ITI) અને કૌશલ્ય યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. શિક્ષક ઉર્વિશ સોનીએ ઉદાહરણ આપ્યું કે, “અમદાવાદ ડિપ્લોમા પોલિટેક્નિથી કોર્સ કરી શકાય.” આ સિવાય કોસ્મેટોલોજી અને બ્યુટિપાર્લરનો કોર્સ પણ કરી શકાય એમ જણાવ્યું, જે આ જ ક્ષેત્રના અન્ય સ્કીલ બેઝ્ડ વિકલ્પો છે. પગાર અને તકો: શિક્ષક ઉર્વિશ સોનીના મતે, “બહેનો આ કોર્સ કર્યા પછી 12થી 15 હજાર રૂપિયા મહિને કમાવી શકે છે. અનુભવ, આવડત, અને ખાસ કરીને જો પોતાનો વ્યવસાય શરૂ કરો તો કમાણીની કોઈ સીમા નથી. ઘણા સફળ બુટિક માલિકો મહિને લાખો રૂપિયા કમાય છે.” આ ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી ગુણ: ડિઝાઇનમાં રસ, સર્જનાત્મકતા, કાપડ અને રંગોની સમજ, સિલાઈ અને ફિટિંગનું જ્ઞાન, વિગતો પર ધ્યાન આપવાની ટેવ, અને ગ્રાહકોની જરૂરિયાત સમજવાની ક્ષમતા. માંગ અને ભવિષ્ય: ફેશન અને ટેક્સટાઈલ ઉદ્યોગ ભારતમાં ખૂબ મોટો છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ, બુટિક કલ્ચર, ઓનલાઈન ફેશન, ફિલ્મ અને થિયેટર માટે કોસ્ચ્યુમ ડિઝાઇન – દરેક જગ્યાએ કુશળ ડિઝાઇનર્સ અને ડ્રેસ મેકર્સની જરૂર છે. આ ક્ષેત્રમાં સ્વ-રોજગારીની પણ વિશાળ તકો છે. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે જલદી કમાવવું પડશે, વિદ્યાર્થી MBBS કે BE જેટલું લાંબુ ભણવાની રાહ ન જોઈ શકે. અથવા ઘણી બહેનોને કારકિર્દી કરતા પહેલા સવાલ થાય કે શું કોઈ એવો કોર્સ છે જે સુરક્ષિત અને કમાણીકારક હોય અને જેમાં તેમની રુચિ હોય? આવા સમયે, બહેનો માટે સ્કીલ બેઝ્ડ ડિપ્લોમા કોર્સ ખૂબ ઉપયોગી થાય છે. અને CDDM તેમાંથી એક ઉત્તમ વિકલ્પ છે. ડિપ્લોમા પછી ગુજરાતમાં તકો: ગુજરાતભરમાં ડિપ્લોમા માટે 148 જેટલી સંસ્થાઓ છે જેમાં 74644 બેઠકો છે. આ દર્શાવે છે કે ડિપ્લોમા અભ્યાસ માટે ગુજરાતમાં તકોની કોઈ કમી નથી! આ વિશાળ સંખ્યામાં ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ અને CDDM જેવા કોર્સનો સમાવેશ થાય છે. પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા હોય છે, ખાસ કરીને સારી સરકારી સંસ્થાઓમાં. પરંતુ જો તમે યોગ્ય રીતે તૈયારી કરો અને લક્ષ્ય નક્કી કરો તો તે અશક્ય નથી. ઘણા વિદ્યાર્થીઓએ સરકારી સંસ્થાઓમાંથી ડિપ્લોમા કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. ભારત અને ગુજરાતનો ફાળો: ભારત મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલ ઓટોમેશન, રોબોટિક્સ અને કુશળ કારીગરો (જેમ કે ડ્રેસ મેકર્સ)ની માંગ વધારી રહી છે. ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક ક્ષેત્ર (પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઈલ, ઓટોમોબાઈલ) સાથે આ ક્ષેત્રોના વિકાસમાં મોટો ફાળો આપી રહ્યું છે. અહીં ઈન્સ્ટ્રુમેન્ટેશન, ઓટોમેશન અને CDDM સંબંધિત કંપનીઓ અને ઉદ્યોગોની સંખ્યા ઘણી મોટી છે. શિક્ષક ઉર્વિશ સોનીએ કહ્યું તેમ, વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે. કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે; વધુ વિગતો માટે અહીં ક્લિક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *