P24 News Gujarat

ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ જવા રવાના થઈ:બંને ટીમ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે; પહેલી મેચ 20 જૂનથી રમાશે

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝ બંને ટીમ માટે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલની શરૂઆત કરશે. ટીમના કેટલાક ખેલાડીઓ અને હેડ કોચ ગૌતમ ગંભીર 6 જૂને મુંબઈ એરપોર્ટથી ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. 25 વર્ષીય શુભમન ગિલને આ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. વિકેટકીપર-બેટર રિષભ પંતને વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આ ટીમનો પહેલો પ્રવાસ હશે. પહેલી ટેસ્ટ 20 જૂને લીડ્સમાં રમાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં શરૂ થશે, જ્યારે છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ભારતે 2007 પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી નથી. આવી સ્થિતિમાં, ટીમ સિરીઝ જીતવા પર નજર રાખશે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ નવી ટ્રોફીની જાહેરાત
આ વખતે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતાને એક નવી ટ્રોફી આપવામાં આવશે, જેનું નામ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર રાખવામાં આવશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓના માનમાં એક નવી પહેલ છે. તેંડુલકર અને એન્ડરસન બંને 11 જૂનથી શરૂ થનારી WTC ફાઈનલ દરમિયાન લોર્ડ્સમાં ટ્રોફીનું અનાવરણ કરશે. આજથી બીજી અનઑફિશિયલ ટેસ્ટ
ઈન્ડિયા-Aને ઇંગ્લેન્ડમાં ત્રણ મેચ રમવાની છે. આમાંથી બે મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે હશે, જ્યારે ત્રીજી મેચ ભારતીય ક્રિકેટ ટીમ સાથે રમાશે. ઇંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા-A વચ્ચેની પહેલી મેચ ડ્રો રહી હતી. બીજી મેચ આજથી 9 જૂન સુધી રમાશે. જ્યારે ભારતીય સિનિયર ટીમ સાથેની મેચ 13 થી 16 જૂન દરમિયાન રમાશે.

​ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝ બંને ટીમ માટે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલની શરૂઆત કરશે. ટીમના કેટલાક ખેલાડીઓ અને હેડ કોચ ગૌતમ ગંભીર 6 જૂને મુંબઈ એરપોર્ટથી ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. 25 વર્ષીય શુભમન ગિલને આ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. વિકેટકીપર-બેટર રિષભ પંતને વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આ ટીમનો પહેલો પ્રવાસ હશે. પહેલી ટેસ્ટ 20 જૂને લીડ્સમાં રમાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં શરૂ થશે, જ્યારે છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ભારતે 2007 પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી નથી. આવી સ્થિતિમાં, ટીમ સિરીઝ જીતવા પર નજર રાખશે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ નવી ટ્રોફીની જાહેરાત
આ વખતે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતાને એક નવી ટ્રોફી આપવામાં આવશે, જેનું નામ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર રાખવામાં આવશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓના માનમાં એક નવી પહેલ છે. તેંડુલકર અને એન્ડરસન બંને 11 જૂનથી શરૂ થનારી WTC ફાઈનલ દરમિયાન લોર્ડ્સમાં ટ્રોફીનું અનાવરણ કરશે. આજથી બીજી અનઑફિશિયલ ટેસ્ટ
ઈન્ડિયા-Aને ઇંગ્લેન્ડમાં ત્રણ મેચ રમવાની છે. આમાંથી બે મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે હશે, જ્યારે ત્રીજી મેચ ભારતીય ક્રિકેટ ટીમ સાથે રમાશે. ઇંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા-A વચ્ચેની પહેલી મેચ ડ્રો રહી હતી. બીજી મેચ આજથી 9 જૂન સુધી રમાશે. જ્યારે ભારતીય સિનિયર ટીમ સાથેની મેચ 13 થી 16 જૂન દરમિયાન રમાશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *