P24 News Gujarat

પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી:લખ્યું- વર્લ્ડ કપની યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે; 2 IPL ટાઇટલ જીત્યા

ભારતીય સ્પિનર ​​પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 36 વર્ષીય બોલરે શુક્રવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- ‘બે દાયકાથી વધુ સમય સુધી મેદાન પર રહ્યા પછી, હવે આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.’ પીયૂષ ચાવલા 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 2 IPL ટાઇટલ પણ જીત્યા છે. ચાવલાએ ભારત માટે 3 ટેસ્ટ, 25 ODI અને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે કુલ 43 વિકેટ લીધી છે. પિયૂષ ચાવલાએ લખ્યું- ટોચના સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ બનવા સુધી, આ અદ્ભુત સફરમાં દરેક ક્ષણ એક આશીર્વાદથી ઓછી રહી નથી. આ યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે. તેણે લખ્યું- મારા પર વિશ્વાસ મૂકનાર IPL ફ્રેન્ચાઇઝીઓ – પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. IPL મારી કારકિર્દીનો એક ખાસ અધ્યાય રહ્યો છે અને મેં તેમાં રમવાની દરેક ક્ષણને ખૂબ ખૂબ માણી છે. પિતા માટે લખ્યું – તેમના વિના આ યાત્રા શક્ય ન હોત
પીયૂષે પોતાની પોસ્ટમાં પોતાના કોચ, પરિવાર અને પિતાનો આભાર વ્યક્ત કર્યો અને લખ્યું- ‘હું મારા કોચ (કેકે ગૌતમ અને સ્વર્ગસ્થ પંકજ સારસ્વત)નો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને ક્રિકેટર તરીકે વિકસિત કર્યો. મારો પરિવાર આ સફરમાં મારી તાકાત અને આધારસ્તંભ રહ્યો છે. બધા ઉતાર-ચઢાવ દરમિયાન પરિવારનો અતૂટ ટેકો મારો પાયો રહ્યો છે. હું મારા સ્વર્ગસ્થ પિતાનો ખાસ ઉલ્લેખ કરવા માગુ છું. તેમને મારામાં અતૂટ વિશ્વાસ હતો અને તેમણે મારા માટે માર્ગ મોકળો કર્યો. તેમના વિના આ સફર ક્યારેય શક્ય ન હોત.’ તેણે લખ્યું- ‘આજે મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે, કારણ કે હું સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. ભલે હું ક્રિઝથી દૂર જાઉં, પણ ક્રિકેટ હંમેશા મારામાં જીવંત રહેશે. હવે હું આ સુંદર રમતની ભાવના અને પાઠ મારી સાથે લઈને એક નવી સફર શરૂ કરવા માટે ઉત્સુક છું.’

​ભારતીય સ્પિનર ​​પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 36 વર્ષીય બોલરે શુક્રવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- ‘બે દાયકાથી વધુ સમય સુધી મેદાન પર રહ્યા પછી, હવે આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.’ પીયૂષ ચાવલા 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 2 IPL ટાઇટલ પણ જીત્યા છે. ચાવલાએ ભારત માટે 3 ટેસ્ટ, 25 ODI અને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે કુલ 43 વિકેટ લીધી છે. પિયૂષ ચાવલાએ લખ્યું- ટોચના સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ બનવા સુધી, આ અદ્ભુત સફરમાં દરેક ક્ષણ એક આશીર્વાદથી ઓછી રહી નથી. આ યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે. તેણે લખ્યું- મારા પર વિશ્વાસ મૂકનાર IPL ફ્રેન્ચાઇઝીઓ – પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. IPL મારી કારકિર્દીનો એક ખાસ અધ્યાય રહ્યો છે અને મેં તેમાં રમવાની દરેક ક્ષણને ખૂબ ખૂબ માણી છે. પિતા માટે લખ્યું – તેમના વિના આ યાત્રા શક્ય ન હોત
પીયૂષે પોતાની પોસ્ટમાં પોતાના કોચ, પરિવાર અને પિતાનો આભાર વ્યક્ત કર્યો અને લખ્યું- ‘હું મારા કોચ (કેકે ગૌતમ અને સ્વર્ગસ્થ પંકજ સારસ્વત)નો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને ક્રિકેટર તરીકે વિકસિત કર્યો. મારો પરિવાર આ સફરમાં મારી તાકાત અને આધારસ્તંભ રહ્યો છે. બધા ઉતાર-ચઢાવ દરમિયાન પરિવારનો અતૂટ ટેકો મારો પાયો રહ્યો છે. હું મારા સ્વર્ગસ્થ પિતાનો ખાસ ઉલ્લેખ કરવા માગુ છું. તેમને મારામાં અતૂટ વિશ્વાસ હતો અને તેમણે મારા માટે માર્ગ મોકળો કર્યો. તેમના વિના આ સફર ક્યારેય શક્ય ન હોત.’ તેણે લખ્યું- ‘આજે મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે, કારણ કે હું સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. ભલે હું ક્રિઝથી દૂર જાઉં, પણ ક્રિકેટ હંમેશા મારામાં જીવંત રહેશે. હવે હું આ સુંદર રમતની ભાવના અને પાઠ મારી સાથે લઈને એક નવી સફર શરૂ કરવા માટે ઉત્સુક છું.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *