P24 News Gujarat

ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર, GT ટીમના મેનેજિંગ ડિરેક્ટર જિનલ મેહતાનો ઇન્ટરવ્યૂ:ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો; ટીમના પરફોર્મન્સ અને ખેલાડીઓ સાથેના અનુભવ શેર કર્યા

ગુજરાત ટાઇટન્સે ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને GT ટીમના મેનેજિંગ ડિરેક્ટર જિનલ મેહતા સાથે ખાસ ઇન્ટરવ્યૂ કર્યો. જેમાં તેઓએ ટીમના પરફોર્મન્સ અને ખેલાડીઓ સાથેનો અનુભવ શેર કર્યો. વાંચો તે ઇન્ટરવ્યૂ… સવાલ: ટોરેન્ટે સિઝન શરૂ થતા પહેલા ગુજરાત ટાઇટન્સ (GT)માં બહુમતી હિસ્સો મેળવ્યો હતો. સમગ્ર સિઝન દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો હતો?
જિનલ મહેતાઃ સિઝનનો પ્રારંભ થતા પહેલા અમે હિસ્સો મેળવ્યો હતો. ત્યારથી અમારી સફર સુંદર અને રોમાંચક રહી છે. અમારો પરિવાર ક્રિકેટ અંગે ખૂબ જ ઉત્સાહી છે અને અમે ગુજરાત ટાઇટન્સ (GT)ની બ્રાન્ડનું જતન કરવાની જવાબદારીને અને છેલ્લા ચાર વર્ષથી ઊભા કરેલા સુંદર વારસાને આગળ વધારવા માટે આતુર છીએ. સવાલ: ટીમ માલિક તરીકે તમે શું કહેશો, શું તમને ટીમ પ્રોત્સાહન આપે છે? તમે મેચને લગતી કોઈ અંધશ્રદ્ધા કે પ્રથાઓ ધરાવો છો?
જિનલ મહેતા: મેચ પહેલા કે મેચ દરમિયાન હું કોઈ અંધશ્રદ્ધા કે પ્રથાઓમાં માનતો નથી. અમારો પરિવાર મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓને નિર્ણયો લેવા માટે સશક્ત કરવામાં માને છે. અમે બ્રાન્ડ GTના કસ્ટોડિયન તરીકે અમારી ભૂમિકાને જોઈએ છીએ. અમે ટીમના મેક્રો નિર્ણયો તથા વિઝનને આગળ વધારવા માંગીએ છીએ જે અમારા ચાહકોને અમે જે કંઈ કરીએ છીએ તે બધાના કેન્દ્રમાં રાખે છે. સવાલ: ગુજરાતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક તરીકે તથા ગુજરાતી તરીકે પણ GT ગુજરાતીઓમાં લાગણી કે ભાવનાઓ કેવી રીતે જગાવે છે?
જિનલ મહેતા: ચાર જ વર્ષમાં જીટીએ ગુજરાતીઓના દિલ જીત્યા છે તે ધ્યાનાકર્ષક બાબત છે. છેલ્લી ચાર સિઝનથી અમે ખૂબ સારી રીતે આગળ વધ્યા છીએ. અમે ત્રણ વખત પ્લેઑફમાં પ્રવેશ્યા છીએ જેમાં એક વખત ટાઇટલ જીત્યું છે અને બીજી સિઝનમાં રનર અપ રહ્યા છીએ. એટલે આ મહત્તા, આ પર્ફોર્મન્સ, આ ભાવના અને ગુજરાત ટાઇટન્સ જેમાં માને છે તે આવા દેની ભાવના ગુજરાતીઓ સાથે સાચા અર્થમાં પડઘો પાડે છે. મને લાગે છે કે આ ખૂબ જ નોંધપાત્ર છે કે કેવી રીતે જીટીએ ગુજરાતીઓના મન અને દિલ જીત્યા છે. સવાલ: તમે જણાવ્યું તેમ ગુજરાત ટાઇટન્સ પર્ફોર્મન્સની બાબતે સૌથી સાતત્યતાભરી ટીમ પૈકીની એક રહી છે. તમે ખેલાડીઓ સાથે ઘનિષ્ઠપણે વાતચીત પણ કરી હશે. આ અનુભવ કેવો રહ્યો?
જિનલ મહેતા: ખેલાડીઓ ખૂબ સભાન છે, તેમનું ધ્યાન કેન્દ્રિત છે અને તેઓ યુનિટમાં ખૂબ જ ઊર્જા લાવે છે. તેમણે મેદાન પર જે રીતે પર્ફોર્મ કર્યું છે અને મેદાનની બહાર પણ તેઓ જે રીતે વર્તે છે તે જોવું ખૂબ નોંધનીય છે. સવાલ: હવે આપણે જાણીએ છીએ કે 2022માં જ્યારે ગુજરાત ટાઇટન્સે તેના પહેલા વર્ષમાં જ ચેમ્પિયનશિપ જીતી ત્યારે તમે ત્યાં હતા. આ ખૂબ જ રોમાંચક અનુભવ રહ્યો હશે?
જિનલ મહેતા: હા, એવું જ હતું. તો મેં 2022ની ફાઈનલ જોઈ અને તે સિદ્ધિ ખરેખર ખાસ હતી કારણ કે તે ટાઇટન્સની પહેલી સિઝન હતી જેમાં તેઓ નવ અન્ય ટીમ સામે રમ્યા હતા, જેમાંથી આઠ ટીમ પહેલેથી જ સ્થાપિત હતી. તેથી તે સિદ્ધિ વધુ ખાસ હતી કારણ કે તે તેમની શરૂઆતની સિઝન હતી જેમાં તેઓ ખૂબ જ સારી રીતે સ્થાપિત ટીમો સામે રમ્યા હતા. સવાલ: ક્રિકેટ જગતમાં દરેક વ્યક્તિ જાણે છે કે ગુજરાત ટાઇટન્સ મેદાન પર અને મેદાનની બહાર આપણે જે કંઈ કરીએ છીએ તેના પર ખરેખર ગર્વ અનુભવે છે. અને આપણે સૌથી અદ્ભુત માહોલ ધરાવીએ છીએ અને તે જ સમયે રિલેક્સ પણ થઈએ છીએ. તમે શું કહેશો કે આ વિચારની ઉત્પત્તિ ક્યાંથી થઈ, ખાસ કરીને ચાહકોના દ્રષ્ટિકોણથી?
જિનલ મહેતા: મને લાગે છે કે ટીમમાં એક મહાન ઊર્જા, મહાન ઉત્સાહ, એક મહાન બંધન છે. અને તે ખરેખર મેદાન પરના પર્ફોર્મન્સમાં પરિણમે છે. આ ટીમ ભાવના જે અસ્તિત્વમાં છે અને દરેક વ્યક્તિ ટીમના હેતુ માટે કામ કરી રહી છે, તે ખરેખર મેદાન પરના પર્ફોર્મન્સમાં દેખાય છે. અને મને લાગે છે કે કંઈક એવું છે જે જીટી એ અપવાદરૂપે સારું કર્યું છે. સવાલ: અમારા માટે આ એક શાનદાર સિઝન રહી છે. તમે અમારા ટાઇટન્સ પરિવારને શું કહેવા માંગો છો, અમારા અદ્ભુત ટાઇટન્સ પરિવારને, જેમણે ખરેખર અમને ખૂબ પ્રેમ અને ટેકો આપ્યો છે, ફક્ત અમદાવાદમાં જ નહીં, પરંતુ જ્યારે અમે ગુજરાત બહાર રમવા માટે જઈએ છીએ ત્યારે પણ, ફક્ત ગુજરાત ટાઇટન્સના ચાહકોને?
જિનલ મહેતા: હું અમારા ટાઇટન્સ પરિવારનો આભાર માનવા માંગુ છું. ટીમને મેદાન પર અને સોશિયલ મીડિયા પર ટેકો આપવા માટે મોટી સંખ્યામાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થન બદલ અમે ખરેખર તમારા આભારી છીએ. હું અમારા ટાઇટન્સ પરિવારને એ સંદેશ આપવા માંગુ છું કે અમે આવતા વર્ષે મજબૂત રીતે પાછા ફરીશું અને અમે આગામી સિઝનની રાહ જોઈ રહ્યા છીએ.

​ગુજરાત ટાઇટન્સે ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને GT ટીમના મેનેજિંગ ડિરેક્ટર જિનલ મેહતા સાથે ખાસ ઇન્ટરવ્યૂ કર્યો. જેમાં તેઓએ ટીમના પરફોર્મન્સ અને ખેલાડીઓ સાથેનો અનુભવ શેર કર્યો. વાંચો તે ઇન્ટરવ્યૂ… સવાલ: ટોરેન્ટે સિઝન શરૂ થતા પહેલા ગુજરાત ટાઇટન્સ (GT)માં બહુમતી હિસ્સો મેળવ્યો હતો. સમગ્ર સિઝન દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો હતો?

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *