P24 News Gujarat

જોઈ લો, જમાલપુર દરવાજા વિસ્તારના નવા રંગરૂપ:રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથના વધામણાં કરવા ટેમ્પલ પ્લાઝા તૈયાર; આખો રૂટ હેરિટેજ બનવાનો છે

અમદાવાદની રથયાત્રા ઓડિશાના પુરી પછી આખા દેશમાં નીકળતી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાના રૂટને નવા રંગરૂપ આપવાનું કામ શરૂ કરાયું છે. આખો રૂટ રોમન સ્ટાઈલમાં હેરિટેજ રૂટ બની રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજ 27 જૂન, શુક્રવારે નીકળશે એ પહેલાં રથયાત્રાના રુટને હેરિટેજ રુટ તરીકે વિકસાવવાનું કામ શરુ કરી દેવાયું છે. ભાસ્કરની ટીમ આ હેરિટેજ રુટની માહિતી લેવા ગ્રાઉન્ડ પર પહોંચી હતી. રથયાત્રાનો 16 કિલોમીટરનો રુટ કેવી રીતે ડેવલપ કરાઈ રહ્યો છે? હાલમાં કામ ક્યાં પહોંચ્યું છે? આ વખતની રથયાત્રા પહેલાં કેટલું કામ પૂરું થશે? હેરિટેજ રુટ બનાવવામાં કેટલો ખર્ચ થશે? હેરિટેજ રુટ બન્યા પછી કેવો દેખાશે? આ તમામ સવાલોના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં….. મંદિર આસપાસ ધમધોકાર કામ ચાલી રહ્યું છે
અમદાવાદ શહેરના મધ્યઝોનમાં આવેલા જમાલપુર વિસ્તારમાંથી છેલ્લા 147 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળે છે. આ વર્ષે 148મી રથયાત્રા 27 જૂને નીકળવાની છે. આ રથયાત્રા હેરિટેજ રુટ પર કાઢવા માટે AMCએ મંદિરની બહાર કામ પણ શરુ કરી દીધું છે. મંદિરની સામે ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાના રથને તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. મંદિરની બહાર જમાલપુર દરવાજા પાસે હેરિટેજ રુટનું કામ તેજગતિએ ચાલી રહ્યું છે. રથયાત્રા નજીક હોવાથી એક જગ્યાએ, એક જ સમયે અલગ અલગ કામ ચાલી રહ્યા છે. ક્યાંક પથ્થર નખાઈ રહ્યા છે. દરવાજા પાસે ડ્રિલીંગ થઈ રહ્યું છે. હેરિટેજ લુક આપવા માટેના બ્લોક નખાઈ રહ્યા છે. મોટા પથ્થરોનું કટીંગ થઈ રહ્યું છે. રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવેલ ગ્રેનાઈટ અને કોટા સ્ટોનને કટીંગ કરીને ડીઝાઈન આપવામાં આવી રહી છે. મંદિરની સામે વિશાળ પ્લાઝા બનીને તૈયાર થઈ ગયો છે અહીં રથાયાત્રાના દિવસે લોકો વિશાળ સંખ્યામાં ઊભા પણ રહી શકશે. કામ ચાલુ હોય ત્યારે ટ્રાફિકમાં તકલીફ પડશે, પછી એકદમ રાહત થઈ જશે
હાલમાં તમને જમાલપુર દરવાજાની આસપાસ જે ડામરનો રોડ જોવા મળે છે તે આવનારા સમયમાં જોવા નહીં મળે, કારણ કે અહીં હેરિટેજ રુટની થિમ પર પથ્થર નખાઈ રહ્યા છે. સમગ્ર વિસ્તાર કોટ વિસ્તાર હોવાથી 24 કલાક કામ કરવું મુશ્કેલ છે. કારણ કે, રસ્તા નાના અને સાંકડા હોવાથી અહીં ટ્રાફીકની સમસ્યા થઈ શકે છે. શરૂઆતમાં કામ ચાલુ હોય ત્યારે વાહન ચાલકોને તકલીફ પડશે, પછી સમય જતાં વાહન ચાલકોની સમસ્યા દૂર થઈ જશે. જમાલપુરથી લઈને ખમાસા સુધીના રસ્તા પર કેટલીક જગ્યાએ રોડ ઉખેડવામાં આવી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ફૂટપાથ તૈયાર કરી દેવાઈ છે. રથયાત્રા પહેલા યોજાતી જળ યાત્રાના રુટને પણ ડેવલપ કરવાનો પ્લાન છે. મંદિરના મુખ્ય ગેટની બહારનો ભાગ ભવ્ય અને વિશાળ બનાવવામાં આવશે. AMC ઓફિસ (દાણાપીઠ) સુધી રોડની આસપાસ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. રુટ પર ગ્રીનરીનું પણ ધ્યાન રાખવામાં આવશે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે પણ એક વિશેષ આકર્ષણ ઊભું થાય તે પ્રયાસ કરાઇ રહ્યા છે. હવે નીચેની બે તસવીરો જુઓ, જેના પરથી હેરિટેજ રૂટ કેવો બનશે, તે જોઈ શકાય છે પહેલા ઝોનમાં જમાલપુર દરવાજાથી ખમાસા સુધી હેરિટેજ રૂટ બનશે
અમદાવાદની રથયાત્રા 16 કિલોમીટર લાંબી છે. જમાલપુરથી સરસપુર જાય ને ત્યાંથી પાછી ફરે. આ 16 કિલોમીટર લાંબા રુટને હેરિટેજ રુટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. હાલમાં માત્ર ભગવાન જગન્નાથ મંદિર (જમાલપુર દરવાજા) થી લઈને વૈશ્યસભા, ખમાસા થઈ AMC ઓફિસ (દાણાપીઠ) સુધીના 1.2 કિલોમીટરનું કામ હાથ ધરાયું છે. જે 2026-માર્ચ સુધીમાં પૂરું કરવાની ગણતરી છે. ખર્ચ લગભગ 20 કરોડ રુપિયા છે. પછી જેમ જેમ રસ્તાનું કામ આગળ થતું જશે, તેમ તેમ ખર્ચ વધતો જશે. AMC ઓફિસ (દાણાપીઠ) પછીના રુટનું કામ હાલમાં ટેન્ડરીંગ પ્રોસેસમાં છે. 16 કિલોમીટરના રુટને ડેવલપ કરવામાં અંદાજે ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે. મંદિરની બહારનું ગાર્ડન દૂર કરાશે; ટેબલટોપ, હેંગીંગ લાઈટ, સ્કલપ્ચરથી રસ્તા દીપી ઉઠશે
અત્યારે પહેલા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. 2025ની રથયાત્રા શરુ થાય તે પહેલાં જમાલપુરથી લઈને ખમાસા સુધીનું કામ પૂરું કરવાનો ટાર્ગેટ છે. જેમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર સુધીના રસ્તામાં પ્લાન્ટેશન સાથેની સેન્ટ્રલ મીરીડીયન કરાશે, સાથે સેન્ટર લાઇટીંગ, ગ્રીન પેચ સહિત કોટા/ગ્રેનાઈટ સ્ટોનના પેવમેન્ટ સાથેની ફુટપાથ બનાવવામાં આવશે. મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નં.2 અને સમગ્ર એરિયામાં કલાત્મક પેવિંગ અને લાઇટીંગ સાથે કરી પ્લાઝા બનાવવામાં આવશે. 1200 મીટરના રોડ પર જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ, ખમાસા ચાર રસ્તા વગેરે જગ્યાએ જંકશન રિ-ડિઝાઈન કરી, તે મુજબ ટેબલટોપ, આઈલેન્ડ, સ્કલપચર, પ્લેસ મેકીંગ, સેન્ટ્રલવર્જ, હેંગીંગ લાઈટ વગેરે કરવામાં આવશે. મંદિર પરિસર બહાર આવેલા AMC ગાર્ડનને દૂર કરવામાં આવશે. શરૂઆતના 1.2 કિલોમીટરના રસ્તાનું કામ 18 મહિનામાં પૂરું થશે
જમાલપુર દરવાજાનું પણ રિ-ડેવલપમેન્ટ મૂળ સ્થિતિ મુજબ કરાશે. જમાલપુર બ્રિજથી પ્રવેશ કરતાં જ પાર્કિગ ઊભું કરાશે. ભક્તો પગપળા સરળતાથી જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. ભવિષ્યમાં જળ યાત્રા રૂટ ડેવલપ કરાશે. રિવરફ્રન્ટ સોમનાથ ભુદ્રના આરા પાસે વિશાળ પાર્કિગ ઊભું કરાશે. આ અંગે ભાસ્કરે AMCમાં હેરિટેજ વિભાગ સંભાળતા ડેપ્યુટી કમિશ્નર રમ્ય ભટ્ટ સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27 જૂને નીકળશે. શહેરના કોટ વિસ્તારમાંથી પસાર થનાર રથયાત્રાનો પ્રથમ ચરણ જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધીનો હોય છે. હાલમાં આ જ રસ્તા પર પહેલા તબક્કામાં કામ ચાલી રહ્યું છે. આ રસ્તાની હેરિટેજ થીમ ડિઝાઈન કરાઈ છે ને હાલમાં તેની પર કામ ચાલી રહ્યું છે. આ કામની સમય મર્યાદા 18 મહિના સુધીની છે. આવતા વર્ષે 2026ના માર્ચ મહિનામાં કામ પૂરું કરવાની ગણતરી છે. નાના-મોટા વળાંકવાળા રસ્તાને એક સરખા પહોળા બનાવાશે
હાલમાં જે 27 જૂને રથાયાત્રા નીકળવાની છે, તે પહેલાં જમાલપુર દરવાજાની આસપાસના સમગ્ર વિસ્તારને પ્લાઝા તરીકે વિકસાવી દેવામાં આવશે. બાદમાં ખમાસા ચાર રસ્તા પાસેના વિસ્તારને પણ ડેવલપ કરવામાં આવશે. આ સમગ્ર રુટની ડિઝાઈન કન્સ્લટન્ટને સાથે રાખીને કોટ વિસ્તારના ટ્રાફીકને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કોટ વિસ્તારમાં આવેલા રોડની વિડ્થ અન-ઈવન હોય છે એટલે કે, અલગ અલગ પહોળાઈના રસ્તા હોય છે. આ અલગ અલગ પહોળાઈના રસ્તાને એક યોગ્ય ડિઝાઈન આપીને સાડા સાત મીટરનો સળંગ એક સરખી પહોળાઈવાળો સળંગ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી ટ્રાફિકની મૂવમેન્ટ સરળ થઈ જશે અને લોકોને વધુ સારી સુવિધા મળી શકશે. સુવિધા માટે વધુ પહોળાઈ વાળા રસ્તા પર નાના ગાર્ડન અને પ્લાઝા જેવું બનાવવામાં આવશે. અમદાવાદના દરેક નાગરિકને અમે અપીલ પણ કરીશું કે, AMC જે નવા પ્રોજેક્ટ બનાવે છે તે લોકો માટે બનાવે છે. એટલે તેની જાળવણી કરી રાખવાની, સાચવવાની જવાબદારી પણ લોકોની જ છે. એ સમજવાની જરૂર છે. રસ્તા પર બ્લોક નહીં હોય, મારબલ ફ્લોરિંગ ને ગ્રેનાઈટ હશે
અમદાવાદ રથયાત્રામાં અગાઉ રમખાણો થયેલા છે જેથી અમદાવાદ પોલીસ છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક લોકો, આગેવાનો, સ્થાનિક નેતાઓને સાથે સંકલનની બેઠકો કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન કરાવે છે. આ મામલે ભાસ્કરે જમાલપુર-ખાડિયાના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, અગાઉ અમદાવાદમાં યોજાતી સંકલનની બેઠકમાં મેં અનેક વખત રજૂઆતો કરી છે કે, જમાલપુરથી નીકળતી રથયાત્રાના સમગ્ર રુટને હેરિટેજ રુટ તરીકે વિકસાવવામાં આવે. આ જ રુટ ઉપરથી મહોરમનું જુલુસ નીકળે છે અને ઈદે મિલાદનું જુલુસ પણ નીકળે છે. આ સિવાય અન્ય નાના મોટા જુલુસ પણ આ રુટ પરથી નીકળતા રહેતા હોય છે. હાલમાં AMCના પ્રયાસથી 20 કરોડ રુપિયાના ખર્ચે પહેલા તબક્કાના હેરિટેજ રુટ વિકસાવવાનું કામ ચાલુ છે. પહેલા ફેઝમાં જગન્નાથ મંદિરથી લઈને જમાલપુર દરવાજા સુધીનું કામ ચાલી રહ્યું છે બાદમાં જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા, ત્યાંથી વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ, બાદમાં ખમાસા ચાર રસ્તાથી લઈને AMCની ઓફિસ (દાણાપીઠ) સુધી કામ કરવામાં આવશે. એવું નહીં કે રસ્તામાં કોઈપણ બ્લોક નાખી દીધા. પણ મારબલ અને ગ્રેનાઈટનું ફ્લોરિંગ કરવામાં આવશે. રુટ પર અલગ અલગ જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. રસ્તામાં કેટલીક જગ્યાએ ફ્લાવર પોટ મુકાશે, લાઈટીંગ કરાશે અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જમાલપુરમાં આવું ડેવલપમેન્ટ થયું જ નથી
ઈમરાન ખેડાવાલા કહે છે, સ્થાનિક લોકોને એવી શંકા છે કે અહીં વન-વે રોડ થઈ જશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા થશે. મને જેટલી વખત આ પ્રકારની રજૂઆત મળી છે તેટલી વખત મેં AMCના કમિશનરને આ વાત ધ્યાન પર મુકી છે. ઘણી જગ્યાઓ પર AMCએ ફૂટપાથ નાની કરી આપી છે. આજ સુધી જમાલપુર વિસ્તારની અંદર આ પ્રકારનું ડેવલપમેન્ટ થયું જ નથી. હાલમાં લોકોને કામગીરીના કારણે થોડી ટ્રાફીકની તકલીફ પડી રહી છે પરંતુ જ્યારે આ કામ પૂરું થઈ જશે ત્યારે લોકો દૂર દૂરથી અહીં સેલ્ફી લેવા આવશે. હાલમાં ફેઝ-1નું કામ ચાલી રહ્યું છે. સમય જતાં ફેઝ-2નું કામ પણ તબક્કાવાર શરુ કરાશે. રથયાત્રા સરસપુર થઈને નીજ મંદિર પરત ફરે તે સમગ્ર રસ્તાને આ હેરિટેજ રુટમાં આવરી લેવાશે… 16 કિલોમીટર લાંબા રુટનું કામ થાય તો સમય પણ લાગે ને… 27 જૂને રથયાત્રા નીકળશે ત્યારે જમાલપુર દરવાજાનો નજારો અલગ હશે
MLA ઈમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનરે એક મિટિંગ રાખી હતી. જેમાં અમદાવાદના તમામ સાંસદો અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. હું પણ ગયો હતો.મિટિંગમાં પોલીસ કમિશનરે કહ્યું કે, આ વખતની રથયાત્રાનો બંદોબસ્ત થઈ ગયો છે. આ વખતે 23 હજારથી વધુ પોલીસ અધિકારી અને પોલીસકર્મી સુરક્ષામાં ખડેપગે તહેનાત રહેશે. રથયાત્રા પહેલાં અમારા વિસ્તારમાં અને અન્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગ થતી હોય છે. જેમાં દરેક ધર્મના લોકો આવે છે અને તમામ લોકો એક જ વાત કરે છે કે, આ તહેવાર અમારો છે અને આપણે સાથે મળીને આ તહેવાર ઉજવવાનો છે. કોઈ ગમે તેવી નફરતની વાત કરે પણ અમારા તરફથી તો મોહબ્બતનો સંદેશ જ આપવામાં આવે છે. જ્યારે ભગવાન પોતે દર્શન આપવા બહાર નીકળે ત્યારે સ્વેચ્છાએ સ્થાનિક લોકો પાણીની પરબો, ચા-નાસ્તો આપતા હોય છે. મહોરમ અને ઈદે-મિલાદના જુલુસમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાજરી આપતા હોય છે. એવી જ રીતે મુસ્લિમ સમાજ દ્વારા પણ રથયાત્રા નીકળે ત્યારે રસ્તા પર અલગ અલગ જગ્યા પર તેનું સ્વાગત કરવામાં આવતું હોય છે. અમદાવાદની રથયાત્રામાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળે છે. આ વખતની અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા વિશેષ હશે. આવનારી 27 જૂને જ્યારે રથયાત્રા શરુ થશે ત્યારે જમાલપુર દરવાજા વિસ્તારનો નજારો અલગ જ હશે. માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી ભક્તો આ રથયાત્રાને જોવા પહોંચે છે. કારણ કે પુરી પછીની અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે.

​અમદાવાદની રથયાત્રા ઓડિશાના પુરી પછી આખા દેશમાં નીકળતી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાના રૂટને નવા રંગરૂપ આપવાનું કામ શરૂ કરાયું છે. આખો રૂટ રોમન સ્ટાઈલમાં હેરિટેજ રૂટ બની રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજ 27 જૂન, શુક્રવારે નીકળશે એ પહેલાં રથયાત્રાના રુટને હેરિટેજ રુટ તરીકે વિકસાવવાનું કામ શરુ કરી દેવાયું છે. ભાસ્કરની ટીમ આ હેરિટેજ રુટની માહિતી લેવા ગ્રાઉન્ડ પર પહોંચી હતી. રથયાત્રાનો 16 કિલોમીટરનો રુટ કેવી રીતે ડેવલપ કરાઈ રહ્યો છે? હાલમાં કામ ક્યાં પહોંચ્યું છે? આ વખતની રથયાત્રા પહેલાં કેટલું કામ પૂરું થશે? હેરિટેજ રુટ બનાવવામાં કેટલો ખર્ચ થશે? હેરિટેજ રુટ બન્યા પછી કેવો દેખાશે? આ તમામ સવાલોના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં….. મંદિર આસપાસ ધમધોકાર કામ ચાલી રહ્યું છે

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *