P24 News Gujarat

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી-કોષાધ્યક્ષે રાજીનામું આપ્યું:બેંગલુરુમાં ભાગદોડના કેસની નૈતિક જવાબદારી લીધી, અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA)ના સેક્રેટરી એ શંકર અને કોષાધ્યક્ષ ઇ એસ જયરામે રાજીનામું આપી દીધું છે. બંનેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના વિનિંગ સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડની નૈતિક જવાબદારી લીધી છે. શંકર અને જયરામે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું- ‘છેલ્લા બે દિવસમાં બનેલી અણધારી અને કમનસીબ ઘટનાઓને કારણે, અમે જણાવવા માંગીએ છીએ કે અમે KSCAના સચિવ અને ખજાનચી તરીકે અમારા સંબંધિત પદો પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી.’ 3 દિવસ પહેલા, ૪ જૂનના રોજ, બેંગલુરુમાં RCBનાવિનિંગ સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. બેંગલુરુ અકસ્માતનો ફોટો જુઓ… KSCAએ કહ્યું- ભીડને સંભાળવાની જવાબદારી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની હતી
કર્ણાટક સરકારે ગુરુવારે KSCA, RCB અને DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક વિરુદ્ધ FIR દાખલ કર્યા બાદ અધિકારીઓની ધરપકડનો આદેશ આપ્યો હતો. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ રઘુરામ ભટ, સેક્રેટરી એ શંકર અને ખજાનચી ES જયરામે ભાગદોડ કેસમાં તેમની વિરુદ્ધ FIR રદ કરવાની માગ કરી હતી. આના પર, કર્ણાટક હાઈકોર્ટે 16 જૂને આગામી સુનાવણી સુધી KSCA અધિકારીઓને ધરપકડથી રાહત આપી હતી. KSCA એ અગાઉ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહારના ગેટ પર ભીડનું સંચાલન કરવાની જવાબદારી RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની છે. RCBના માર્કેટિંગ હેડને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
એક દિવસ પહેલા શુક્રવારે, RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ચાર અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તે બધાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બેંગલુરુ નાસભાગ કેસમાં અત્યાર સુધીના અપડેટ્સ-

​કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA)ના સેક્રેટરી એ શંકર અને કોષાધ્યક્ષ ઇ એસ જયરામે રાજીનામું આપી દીધું છે. બંનેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના વિનિંગ સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડની નૈતિક જવાબદારી લીધી છે. શંકર અને જયરામે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું- ‘છેલ્લા બે દિવસમાં બનેલી અણધારી અને કમનસીબ ઘટનાઓને કારણે, અમે જણાવવા માંગીએ છીએ કે અમે KSCAના સચિવ અને ખજાનચી તરીકે અમારા સંબંધિત પદો પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી.’ 3 દિવસ પહેલા, ૪ જૂનના રોજ, બેંગલુરુમાં RCBનાવિનિંગ સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. બેંગલુરુ અકસ્માતનો ફોટો જુઓ… KSCAએ કહ્યું- ભીડને સંભાળવાની જવાબદારી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની હતી
કર્ણાટક સરકારે ગુરુવારે KSCA, RCB અને DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક વિરુદ્ધ FIR દાખલ કર્યા બાદ અધિકારીઓની ધરપકડનો આદેશ આપ્યો હતો. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ રઘુરામ ભટ, સેક્રેટરી એ શંકર અને ખજાનચી ES જયરામે ભાગદોડ કેસમાં તેમની વિરુદ્ધ FIR રદ કરવાની માગ કરી હતી. આના પર, કર્ણાટક હાઈકોર્ટે 16 જૂને આગામી સુનાવણી સુધી KSCA અધિકારીઓને ધરપકડથી રાહત આપી હતી. KSCA એ અગાઉ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહારના ગેટ પર ભીડનું સંચાલન કરવાની જવાબદારી RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની છે. RCBના માર્કેટિંગ હેડને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
એક દિવસ પહેલા શુક્રવારે, RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ચાર અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તે બધાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બેંગલુરુ નાસભાગ કેસમાં અત્યાર સુધીના અપડેટ્સ- 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *