P24 News Gujarat

દિશા સાલિયાનના પિતાએ કહ્યું- તે મને પણ મારી નાખશે:આત્મહત્યા કે હત્યા, 5 વર્ષ પછી કોર્ટમાં કેસ; આદિત્ય ઠાકરેનું શું કનેક્શન છે?

8 જૂન 2020, મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતી દિશા સાલિયાનને લંડનથી તેની મિત્રનો ફોન આવ્યો. દિશા તે સમયે રીજેન્ટ ગેલેક્સી બિલ્ડિંગના 14મા માળે તેના મંગેતર રોહન રાયના ફ્લેટમાં હતી. વાત કરતાં-કરતાં દિશા અંદરના રૂમમાં ગઈ. મિત્રને કહ્યું કે મને ગભરામણ થઈ રહી છે. થોડી વાર બાદ દિશાનો મૃતદેહ નીચે સોસાયટી કેમ્પસમાં મળ્યો. દિશા સાલિયાન બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દિશાના મૃત્યુનું કારણ ઊંચાઈએથી પડવાથી લાગેલી ઈજાને બતાવવામાં આવ્યું. પોલીસે આત્મહત્યા માનીને તપાસ કરી અને કેસ બંધ કરી દીધો. દિશાના મૃત્યુને 5 વર્ષ વીતી ગયા, પરંતુ તેનું મૃત્યુ એક કોયડો બની રહ્યું છે. દિશાના પિતા સતીશ સાલિયાનનો આરોપ છે કે તેની દીકરીની હત્યા કરવામાં આવી છે. હત્યા પહેલાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. સતીશ પહેલાં આવા જ આરોપ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નારાયણ રાણેએ લગાવ્યા હતા. ત્યારે સતીશ સાલિયાને તેમના દાવાને ખોટો ગણાવ્યો હતો. જોકે, બાદમાં તેઓ કોર્ટ ગયા અને દિશાના મૃત્યુની તપાસની માગણી કરી. તેમણે દિશાના મૃત્યુમાં શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડીનો મારિયાના સામેલ હોવાનો આરોપ લગાવ્યો. દિશાના મૃત્યુના 6 દિવસ બાદ જ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેમના ફ્લેટમાં મળ્યો હતો. જોકે, પોલીસના જણાવ્યા મુજબ, બંને મૃત્યુઓ વચ્ચે કોઈ જોડાણ મળ્યું નથી. 5 વર્ષ બાદ આત્મહત્યાની થિયરી હત્યા અને ગેંગરેપ તરફ કેવી રીતે વળી, આ કેસ ક્યાં સુધી પહોંચ્યો, પહેલાં દીકરીના મૃત્યુને આત્મહત્યા ગણાવનાર સતીશ સાલિયાન હવે તેને હત્યા કેમ ગણાવવા લાગ્યા અને તેની પાછળ તેમની દલીલો શું છે, આ જાણવા માટે અમે તેમની સાથે વાત કરી. કેસ હાલ બોમ્બે હાઈકોર્ટમાં છે, તેથી અમે દિશાનો કેસ લડી રહેલા વકીલને પણ મળ્યા. પિતાએ કહ્યું- તેઓ મને મારી નાખશે, પણ હું દીકરીને ન્યાય અપાવીશ
‘હવે મને ડર નથી લાગતો. વધુમાં વધુ શું થશે, તેઓ મને મારી નાખશે. પણ મારી દીકરીને ન્યાય મળશે. આ મારા માટે ખૂબ મોટી વાત છે.’ 5 વર્ષથી દીકરી માટે લડાઈ લડી રહેલા સતીશ સાલિયાનના અવાજમાં ભલે થાક અનુભવાય, પરંતુ તેઓ હજુ પણ ડટેલા છે. મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં આપેલી ફરિયાદમાં તેમણે શિવસેના (UBT)ના ચીફ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેને દિશાના મૃત્યુનો આરોપી ગણાવ્યો હતો. અભિનેતા ડીનો મોરિયા, સૂરજ પંચોલી, તેમના બોડીગાર્ડ, પોલીસ અધિકારી રહી ચૂકેલા સચિન વાઝે અને અભિનેત્રી રિયા ચક્રવર્તીના પણ ષડયંત્રમાં સામેલ હોવાનો દાવો કર્યો. અમે સતીશ સાલિયાનને મળવા પહોંચ્યા ત્યારે તેઓ તેમના વકીલને મળીને પાછા ફર્યા હતા. વાતચીત શરૂ થઈ તો અમે પહેલો સવાલ પૂછ્યો- પહેલાં તમે દિશાના મૃત્યુને આત્મહત્યા ગણાવતા હતા, પછી તેને ગેંગરેપ અને હત્યા કેમ ગણાવવા લાગ્યા? સતીશ જવાબ આપે છે, ‘દીકરીના જવા બાદ 6 મહિના હું ગહન આઘાતમાં હતો. કંઈ સમજી-વિચારી શકતો નહોતો. તે સમયે જે કહેવામાં આવ્યું, તેને જ હું સાચું માની લીધું. તે સિવાય કોઈ રસ્તો પણ નહોતો. સમય પસાર થતાં, જ્યારે મીડિયા અને વકીલને મળ્યો, ત્યારે મારા મનમાં સવાલો ઉઠવા લાગ્યા. પહેલાં જે વાતો સામાન્ય લાગતી હતી, તે શંકાસ્પદ લાગવા લાગી.’ પોલીસની થિયરી પર સવાલ ઉઠ્યા તો દિશાનું મૃત્યુ એક પહેલી બની ગયું. આ અંગે સતીશ દ્રઢતાથી કહે છે, ‘આ આત્મહત્યા નથી, હત્યા છે. મારી દીકરી 14મા માળેથી નીચે પડી. તે કમ્પાઉન્ડની બહાર 10 ફૂટ આગળ પડી, આ કેવી રીતે શક્ય છે.’ ‘દીકરીએ ક્યારેય આદિત્ય ઠાકરેનો ઉલ્લેખ નથી કર્યો’
સતીશ સાલિયાને તેમની અરજીમાં આદિત્ય ઠાકરેનું નામ લીધું છે. જોકે, તેઓ સ્પષ્ટ કહે છે કે મેં પોતે કંઈ જોયું નથી. લોકો પાસેથી જે જાણવા મળ્યું, ઇનપુટ મળ્યા, તેના આધારે મને લાગે છે કે આ લોકો સામેલ હોઈ શકે છે. કોર્ટે ઓછામાં ઓછું તેમની તપાસ કરાવવી જોઈએ. સતીશ આગળ જણાવે છે, ‘દિશાએ મારી સાથે ક્યારેય આદિત્ય ઠાકરેનો ઉલ્લેખ નથી કર્યો. મેં તેના મોઢેથી તેનું નામ પણ સાંભળ્યું નથી.’ શું શિવસેના (ઉદ્ધવ જૂથ) તરફથી ક્યારેય દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો? સતીશ નામાં જવાબ આપે છે. જોકે, એક ઘટના જરૂર જણાવે છે. શરૂઆતના દિવસોમાં દિશા સાથે રેપ જેવી ખબરો ચાલી રહી હતી, ત્યારે કેટલાક લોકો ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું કે જેવી ખબરો ચાલી રહી છે, અમે તેને રોકવા માંગીએ છીએ. તે સમયે મારું મન આત્મહત્યા પર જ અટવાયેલું હતું. તેથી મેં કહ્યું કે હું મામલો આગળ નથી વધારવા માંગતો. ખરેખર, આદિત્યની પાર્ટીની નેતા અને મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેઢણેકર સતીશ સાલિયાનને મળ્યા હતા. પિતાને મંગેતર રોહનના નિવેદન પર શંકા
દિશા સાલિયાન મોડલ અને અભિનેતા રોહન રાય સાથે લગ્ન કરવાની હતી. બંને 7 વર્ષથી સંબંધમાં હતા. 8 જૂન 2020ના રોજ દિશાનું મૃત્યુ થયું. તેના થોડા દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો કે આ વીડિયો દિશાના મૃત્યુના એક કલાક પહેલાનો છે. તેમાં દિશા મિત્રો સાથે નાચતી જોવા મળે છે. તેમાં દિશાના મંગેતર રોહન પણ છે. દિશાએ આ વીડિયો રાત્રે 11:48 વાગે મિત્રોના વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ કર્યો હતો. લગભગ એક કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો. દિશાના મૃત્યુના બે વર્ષ બાદ રોહને એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે અમે બંને પરિવાર સાથે દાદરમાં રહેતા હતા. 4 જૂનના રોજ મેં તેને કહ્યું કે મલાડવાળા એપાર્ટમેન્ટમાં ચાલીએ. સાથે અમારા ચાર મિત્રો પણ હતા. હું એક મિત્ર સાથે ફોન પર વાત કરવા લાગ્યો અને તે બેડરૂમમાં ચાલી ગઈ. તે ઘણી વાર સુધી પાછી ન આવી, ત્યારે અમે તેને જોવા ગયા. મેં જોયું કે રૂમની બારી ખુલ્લી છે. નીચે જોતાં તેના કપડાં જમીન પર દેખાયા. આ બધું કોઈ ખરાબ સ્વપ્ન જેવું હતું. જોકે, સતીશને રોહન રાયની વાતો પર શંકા છે. તેઓ કહે છે, ‘જે પ્રકારના ખુલાસા થયા છે, તેનાથી રોહનની વાતો સાચી નથી લાગતી. તે જૂઠું બોલી રહ્યો છે.’ દીકરીને યાદ કરતાં સતીશ સાલિયાન કહે છે, ‘તે સફળ થવા માંગતી હતી. લગ્ન કરવા માંગતી હતી, પ્રોપર્ટી અને ગાડી ખરીદવા માંગતી હતી. વકીલે કહ્યું- એક વર્ષ થઈ ગયું, અમારી ફરિયાદ પર FIR નોંધાઈ નથી
સતીશ સાલિયાન તરફથી વકીલ નીલેશ ઓઝા દિશાના મૃત્યુનો મામલો હાઈકોર્ટ લઈ ગયા છે. તેઓ પણ દિશાના મૃત્યુને ગેંગરેપ અને હત્યાનો કેસ માને છે. અરજી દાખલ કરવામાં વિલંબ અંગે તેઓ કહે છે, ‘અઢી વર્ષ સુધી તે જ લોકોની સરકાર હતી, જેના પર આરોપ છે. તે સમયે પણ BJP નેતા નીતેશ રાણે, નારાયણ રાણે અને મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર બદલાયા બાદ 2022માં અમે અરજી દાખલ કરી. ત્યારબાદ સરકારે 11 ડિસેમ્બર 2023ના રોજ SIT બનાવીને કેસ ફરીથી ખોલ્યો.’ નીલેશ ઓઝા જણાવે છે, ‘સતીશ સાલિયાને હલફનામામાં કહ્યું છે કે તેમની દીકરી સાથે ગેંગરેપ થયો અને પછી તેની હત્યા કરવામાં આવી. 12 જાન્યુઆરી, 2024ના રોજ આ મામલે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. તેમાં આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને અન્ય લોકો પર ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એક વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ FIR નોંધાઈ નથી.’ ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખોટો અને પોલીસની વાર્તાઓ બનાવટી’
નીલેશ ઓઝા દિશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ખોટો અને બનાવટી ગણાવે છે. તેઓ દાવો કરે છે કે તેને પુરાવા છુપાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે ફોરેન્સિક નિષ્ણાત ડો. ભૂપેશ કુમાર શર્માના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે દિશાનું શોષણ થયું અને પછી તેની હત્યા કરવામાં આવી. આ રિપોર્ટમાં લખ્યું છે કે દિશાના શરીર પરના ઈજાના નિશાન ઊંચાઈએથી પડવા જેવા નહોતા. અરજીમાં પોલીસ પર આત્મહત્યાની ખોટી વાર્તાઓ ગઢવાનો આરોપ પણ છે. દિશાના વ્યવસાય કે પિતાના નાણાકીય મુદ્દાઓથી તણાવમાં હોવાની વાતો સામે આવી હતી. આમાંથી કેટલીક વાર્તાઓ દિશાના મૃત્યુના ઘણા સમય બાદ સામે આવી. ઓઝાએ SIT પર સવાલ ઉઠાવ્યા. તેઓ કહે છે, દિશાના મૃત્યુના એક અઠવાડિયા બાદ સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું, તો તેમના શરીરનું પોસ્ટમોર્ટમ તે જ દિવસે કરી દેવામાં આવ્યું. દાવો- કેસ સાથે જોડાયેલા 10 લોકો માર્યા ગયા કે ગુમ થયા
સતીશ સાલિયાને તેમની અરજીમાં સાક્ષીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. સુરક્ષાના કારણોસર તેમના નામ જણાવવામાં નથી આવ્યા. વકીલ નીલેશ ઓઝા દાવો કરે છે કે કેસ સાથે જોડાયેલા 10થી વધુ લોકો માર્યા ગયા છે કે ગુમ થયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આરોપીઓ ઘટના સમયે બિલ્ડિંગની નજીક હાજર હતા. આ પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું છે. પોલીસ પર આરોપ છે કે તેણે આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેલ રેકોર્ડને સુરક્ષિત રાખ્યા નથી. આમાં પોલીસના એક ACPના સ્ટિંગ ઓપરેશનનો પણ ઉલ્લેખ છે. મુંબઈ પોલીસના ACP કદમનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે બે હાઈ પ્રોફાઈલ હત્યાઓને દબાવી દેવામાં આવી અને આત્મહત્યા ગણાવવામાં આવી. પૂર્વ કમિશનર પરમબીર સિંહ જ્યાં જાય છે, ત્યાં ગુંડારાજ ચલાવે છે. ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, તે તેમને ખબર છે. કદમનું સ્ટિંગ ઓપરેશન પૂર્વ ACP નિપુંગેએ કર્યું હતું. ‘આદિત્ય ઠાકરેએ ખોટું લોકેશન જણાવ્યું’
નીલેશ ઓઝા આરોપ લગાવે છે કે આદિત્ય ઠાકરેએ 8 જૂનના રોજ કલ્યાણ-ડોંબિવલીમાં હોવાનું ખોટું નિવેદન આપ્યું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દિવસે તેમનું મોબાઈલ ટાવર લોકેશન દિશાના ફ્લેટની નજીકનું છે. આમાં શિવસેના-UBTના પ્રવક્તા કિશોર તિવારીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આદિત્ય ઘટનાવાળી જગ્યાએ હતા. રિયા ચક્રવર્તીને ન ઓળખવાના તેમના દાવાને પણ NCB દ્વારા રિકવર કરેલી ફોન ચેટ્સના આધારે ખોટો ગણાવવામાં આવ્યો. આમાં આદિત્ય અને રિયા વચ્ચે ‘AU’ નામથી સેવ થયેલા નંબરથી 44 વખત કોલ થયાની વાત કહેવામાં આવી છે. ઓઝા કહે છે કે આનો ઉલ્લેખ તો શિવસેના સાંસદ રાહુલ શેવાલેએ સંસદમાં કર્યો હતો. નીલેશ ઓઝાએ દિશાના મંગેતર રોહન રાય પર આરોપ લગાવ્યો છે કે તેમણે દિશાને 4 જૂનના રોજ ફ્લેટ પર લાવવાના ત્રણ અલગ-અલગ કારણો જણાવ્યા. તેઓ દાવો કરે છે કે રોહને આદિત્ય ઠાકરેના કહેવા પર મુંબઈના મેયર રહી ચૂકેલા કિશોરી પેઢણેકર સાથે મળીને દિશાના પિતા પર રાણે પરિવાર સામે ફરિયાદ પર સહી કરવાનું દબાણ કર્યું હતું. આરોપીઓના નાર્કો ટેસ્ટ અને કેસ નોંધવાની માગણી
બોમ્બે હાઈકોર્ટમાં સતીશ સાલિયાને 75 પાનાનો હલફનામો દાખલ કર્યો છે. તેમાં આરોપીઓના નાર્કો ટેસ્ટની માગણી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ પર પણ આરોપ છે, તેથી કમિશનરને ફરિયાદ આપીને FIR નોંધવાની વિનંતી કરવામાં આવી છે. સતીશ સાલિયાને હલફનામામાં એ પણ લખ્યું છે કે જો મને કંઈ થાય તો આને મારું મૃત્યુ પહેલાનું નિવેદન ગણવું. તેમના વકીલ નીલેશ ઓઝાએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગેંગરેપની ફરિયાદ પર FIR નોંધવી ફરજિયાત છે. આવું ન કરવા પર સંબંધિત પોલીસ અધિકારીને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે. નીલેશ ઓઝા દાવો કરે છે કે તેમની પાસે આરોપીઓને દોષી ઠેરવવા માટે સાક્ષીઓ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ સહિત ઘણા પુરાવા છે. 3 વર્ષ પહેલાં નીતેશ રાણે પણ લગાવી ચૂક્યા છે આવા આરોપ
BJP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેએ 3 વર્ષ પહેલાં દિશા સાથે ગેંગરેપ બાદ હત્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ત્યારે દિશાના માતા-પિતાએ દીકરીને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવીને નીતેશ પર જ કેસ નોંધાવ્યો હતો. હવે 5 વર્ષ બાદ દિશાના પિતાનું કહેવું છે કે તેમને પોલીસે રજૂ કરેલા પુરાવાઓને સાચા માનવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. રાણેએ કહ્યું હતું, ‘દિશાએ ડાયલ 100 પર મદદ માગી હતી અને બધું જણાવ્યું હતું. પોલીસ પાસે ચોક્કસ માહિતી હશે કારણ કે આ રેકોર્ડેડ કોલ હતો. ભાસ્કરે આદિત્ય ઠાકરેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની તરફથી જવાબ આવ્યો નહીં. અમે અમારા સવાલો તેમને મેઈલ પર મોકલ્યા છે. જવાબ આવે તો સ્ટોરી અપડેટ કરવામાં આવશે. જોકે, સતીશ સાલિયાનના બોમ્બે હાઈકોર્ટ જવા પર આદિત્ય ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે આ મારી છબી ખરાબ કરવા માટે છે. છેલ્લા 5 વર્ષથી આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેસ કોર્ટમાં છે, અમે ત્યાં અમારો પક્ષ રજૂ કરીશું.

​8 જૂન 2020, મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતી દિશા સાલિયાનને લંડનથી તેની મિત્રનો ફોન આવ્યો. દિશા તે સમયે રીજેન્ટ ગેલેક્સી બિલ્ડિંગના 14મા માળે તેના મંગેતર રોહન રાયના ફ્લેટમાં હતી. વાત કરતાં-કરતાં દિશા અંદરના રૂમમાં ગઈ. મિત્રને કહ્યું કે મને ગભરામણ થઈ રહી છે. થોડી વાર બાદ દિશાનો મૃતદેહ નીચે સોસાયટી કેમ્પસમાં મળ્યો. દિશા સાલિયાન બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દિશાના મૃત્યુનું કારણ ઊંચાઈએથી પડવાથી લાગેલી ઈજાને બતાવવામાં આવ્યું. પોલીસે આત્મહત્યા માનીને તપાસ કરી અને કેસ બંધ કરી દીધો. દિશાના મૃત્યુને 5 વર્ષ વીતી ગયા, પરંતુ તેનું મૃત્યુ એક કોયડો બની રહ્યું છે. દિશાના પિતા સતીશ સાલિયાનનો આરોપ છે કે તેની દીકરીની હત્યા કરવામાં આવી છે. હત્યા પહેલાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. સતીશ પહેલાં આવા જ આરોપ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નારાયણ રાણેએ લગાવ્યા હતા. ત્યારે સતીશ સાલિયાને તેમના દાવાને ખોટો ગણાવ્યો હતો. જોકે, બાદમાં તેઓ કોર્ટ ગયા અને દિશાના મૃત્યુની તપાસની માગણી કરી. તેમણે દિશાના મૃત્યુમાં શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડીનો મારિયાના સામેલ હોવાનો આરોપ લગાવ્યો. દિશાના મૃત્યુના 6 દિવસ બાદ જ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેમના ફ્લેટમાં મળ્યો હતો. જોકે, પોલીસના જણાવ્યા મુજબ, બંને મૃત્યુઓ વચ્ચે કોઈ જોડાણ મળ્યું નથી. 5 વર્ષ બાદ આત્મહત્યાની થિયરી હત્યા અને ગેંગરેપ તરફ કેવી રીતે વળી, આ કેસ ક્યાં સુધી પહોંચ્યો, પહેલાં દીકરીના મૃત્યુને આત્મહત્યા ગણાવનાર સતીશ સાલિયાન હવે તેને હત્યા કેમ ગણાવવા લાગ્યા અને તેની પાછળ તેમની દલીલો શું છે, આ જાણવા માટે અમે તેમની સાથે વાત કરી. કેસ હાલ બોમ્બે હાઈકોર્ટમાં છે, તેથી અમે દિશાનો કેસ લડી રહેલા વકીલને પણ મળ્યા. પિતાએ કહ્યું- તેઓ મને મારી નાખશે, પણ હું દીકરીને ન્યાય અપાવીશ
‘હવે મને ડર નથી લાગતો. વધુમાં વધુ શું થશે, તેઓ મને મારી નાખશે. પણ મારી દીકરીને ન્યાય મળશે. આ મારા માટે ખૂબ મોટી વાત છે.’ 5 વર્ષથી દીકરી માટે લડાઈ લડી રહેલા સતીશ સાલિયાનના અવાજમાં ભલે થાક અનુભવાય, પરંતુ તેઓ હજુ પણ ડટેલા છે. મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં આપેલી ફરિયાદમાં તેમણે શિવસેના (UBT)ના ચીફ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેને દિશાના મૃત્યુનો આરોપી ગણાવ્યો હતો. અભિનેતા ડીનો મોરિયા, સૂરજ પંચોલી, તેમના બોડીગાર્ડ, પોલીસ અધિકારી રહી ચૂકેલા સચિન વાઝે અને અભિનેત્રી રિયા ચક્રવર્તીના પણ ષડયંત્રમાં સામેલ હોવાનો દાવો કર્યો. અમે સતીશ સાલિયાનને મળવા પહોંચ્યા ત્યારે તેઓ તેમના વકીલને મળીને પાછા ફર્યા હતા. વાતચીત શરૂ થઈ તો અમે પહેલો સવાલ પૂછ્યો- પહેલાં તમે દિશાના મૃત્યુને આત્મહત્યા ગણાવતા હતા, પછી તેને ગેંગરેપ અને હત્યા કેમ ગણાવવા લાગ્યા? સતીશ જવાબ આપે છે, ‘દીકરીના જવા બાદ 6 મહિના હું ગહન આઘાતમાં હતો. કંઈ સમજી-વિચારી શકતો નહોતો. તે સમયે જે કહેવામાં આવ્યું, તેને જ હું સાચું માની લીધું. તે સિવાય કોઈ રસ્તો પણ નહોતો. સમય પસાર થતાં, જ્યારે મીડિયા અને વકીલને મળ્યો, ત્યારે મારા મનમાં સવાલો ઉઠવા લાગ્યા. પહેલાં જે વાતો સામાન્ય લાગતી હતી, તે શંકાસ્પદ લાગવા લાગી.’ પોલીસની થિયરી પર સવાલ ઉઠ્યા તો દિશાનું મૃત્યુ એક પહેલી બની ગયું. આ અંગે સતીશ દ્રઢતાથી કહે છે, ‘આ આત્મહત્યા નથી, હત્યા છે. મારી દીકરી 14મા માળેથી નીચે પડી. તે કમ્પાઉન્ડની બહાર 10 ફૂટ આગળ પડી, આ કેવી રીતે શક્ય છે.’ ‘દીકરીએ ક્યારેય આદિત્ય ઠાકરેનો ઉલ્લેખ નથી કર્યો’
સતીશ સાલિયાને તેમની અરજીમાં આદિત્ય ઠાકરેનું નામ લીધું છે. જોકે, તેઓ સ્પષ્ટ કહે છે કે મેં પોતે કંઈ જોયું નથી. લોકો પાસેથી જે જાણવા મળ્યું, ઇનપુટ મળ્યા, તેના આધારે મને લાગે છે કે આ લોકો સામેલ હોઈ શકે છે. કોર્ટે ઓછામાં ઓછું તેમની તપાસ કરાવવી જોઈએ. સતીશ આગળ જણાવે છે, ‘દિશાએ મારી સાથે ક્યારેય આદિત્ય ઠાકરેનો ઉલ્લેખ નથી કર્યો. મેં તેના મોઢેથી તેનું નામ પણ સાંભળ્યું નથી.’ શું શિવસેના (ઉદ્ધવ જૂથ) તરફથી ક્યારેય દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો? સતીશ નામાં જવાબ આપે છે. જોકે, એક ઘટના જરૂર જણાવે છે. શરૂઆતના દિવસોમાં દિશા સાથે રેપ જેવી ખબરો ચાલી રહી હતી, ત્યારે કેટલાક લોકો ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું કે જેવી ખબરો ચાલી રહી છે, અમે તેને રોકવા માંગીએ છીએ. તે સમયે મારું મન આત્મહત્યા પર જ અટવાયેલું હતું. તેથી મેં કહ્યું કે હું મામલો આગળ નથી વધારવા માંગતો. ખરેખર, આદિત્યની પાર્ટીની નેતા અને મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેઢણેકર સતીશ સાલિયાનને મળ્યા હતા. પિતાને મંગેતર રોહનના નિવેદન પર શંકા
દિશા સાલિયાન મોડલ અને અભિનેતા રોહન રાય સાથે લગ્ન કરવાની હતી. બંને 7 વર્ષથી સંબંધમાં હતા. 8 જૂન 2020ના રોજ દિશાનું મૃત્યુ થયું. તેના થોડા દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો કે આ વીડિયો દિશાના મૃત્યુના એક કલાક પહેલાનો છે. તેમાં દિશા મિત્રો સાથે નાચતી જોવા મળે છે. તેમાં દિશાના મંગેતર રોહન પણ છે. દિશાએ આ વીડિયો રાત્રે 11:48 વાગે મિત્રોના વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ કર્યો હતો. લગભગ એક કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો. દિશાના મૃત્યુના બે વર્ષ બાદ રોહને એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે અમે બંને પરિવાર સાથે દાદરમાં રહેતા હતા. 4 જૂનના રોજ મેં તેને કહ્યું કે મલાડવાળા એપાર્ટમેન્ટમાં ચાલીએ. સાથે અમારા ચાર મિત્રો પણ હતા. હું એક મિત્ર સાથે ફોન પર વાત કરવા લાગ્યો અને તે બેડરૂમમાં ચાલી ગઈ. તે ઘણી વાર સુધી પાછી ન આવી, ત્યારે અમે તેને જોવા ગયા. મેં જોયું કે રૂમની બારી ખુલ્લી છે. નીચે જોતાં તેના કપડાં જમીન પર દેખાયા. આ બધું કોઈ ખરાબ સ્વપ્ન જેવું હતું. જોકે, સતીશને રોહન રાયની વાતો પર શંકા છે. તેઓ કહે છે, ‘જે પ્રકારના ખુલાસા થયા છે, તેનાથી રોહનની વાતો સાચી નથી લાગતી. તે જૂઠું બોલી રહ્યો છે.’ દીકરીને યાદ કરતાં સતીશ સાલિયાન કહે છે, ‘તે સફળ થવા માંગતી હતી. લગ્ન કરવા માંગતી હતી, પ્રોપર્ટી અને ગાડી ખરીદવા માંગતી હતી. વકીલે કહ્યું- એક વર્ષ થઈ ગયું, અમારી ફરિયાદ પર FIR નોંધાઈ નથી
સતીશ સાલિયાન તરફથી વકીલ નીલેશ ઓઝા દિશાના મૃત્યુનો મામલો હાઈકોર્ટ લઈ ગયા છે. તેઓ પણ દિશાના મૃત્યુને ગેંગરેપ અને હત્યાનો કેસ માને છે. અરજી દાખલ કરવામાં વિલંબ અંગે તેઓ કહે છે, ‘અઢી વર્ષ સુધી તે જ લોકોની સરકાર હતી, જેના પર આરોપ છે. તે સમયે પણ BJP નેતા નીતેશ રાણે, નારાયણ રાણે અને મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર બદલાયા બાદ 2022માં અમે અરજી દાખલ કરી. ત્યારબાદ સરકારે 11 ડિસેમ્બર 2023ના રોજ SIT બનાવીને કેસ ફરીથી ખોલ્યો.’ નીલેશ ઓઝા જણાવે છે, ‘સતીશ સાલિયાને હલફનામામાં કહ્યું છે કે તેમની દીકરી સાથે ગેંગરેપ થયો અને પછી તેની હત્યા કરવામાં આવી. 12 જાન્યુઆરી, 2024ના રોજ આ મામલે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. તેમાં આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને અન્ય લોકો પર ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એક વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ FIR નોંધાઈ નથી.’ ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખોટો અને પોલીસની વાર્તાઓ બનાવટી’
નીલેશ ઓઝા દિશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ખોટો અને બનાવટી ગણાવે છે. તેઓ દાવો કરે છે કે તેને પુરાવા છુપાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે ફોરેન્સિક નિષ્ણાત ડો. ભૂપેશ કુમાર શર્માના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે દિશાનું શોષણ થયું અને પછી તેની હત્યા કરવામાં આવી. આ રિપોર્ટમાં લખ્યું છે કે દિશાના શરીર પરના ઈજાના નિશાન ઊંચાઈએથી પડવા જેવા નહોતા. અરજીમાં પોલીસ પર આત્મહત્યાની ખોટી વાર્તાઓ ગઢવાનો આરોપ પણ છે. દિશાના વ્યવસાય કે પિતાના નાણાકીય મુદ્દાઓથી તણાવમાં હોવાની વાતો સામે આવી હતી. આમાંથી કેટલીક વાર્તાઓ દિશાના મૃત્યુના ઘણા સમય બાદ સામે આવી. ઓઝાએ SIT પર સવાલ ઉઠાવ્યા. તેઓ કહે છે, દિશાના મૃત્યુના એક અઠવાડિયા બાદ સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું, તો તેમના શરીરનું પોસ્ટમોર્ટમ તે જ દિવસે કરી દેવામાં આવ્યું. દાવો- કેસ સાથે જોડાયેલા 10 લોકો માર્યા ગયા કે ગુમ થયા
સતીશ સાલિયાને તેમની અરજીમાં સાક્ષીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. સુરક્ષાના કારણોસર તેમના નામ જણાવવામાં નથી આવ્યા. વકીલ નીલેશ ઓઝા દાવો કરે છે કે કેસ સાથે જોડાયેલા 10થી વધુ લોકો માર્યા ગયા છે કે ગુમ થયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આરોપીઓ ઘટના સમયે બિલ્ડિંગની નજીક હાજર હતા. આ પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું છે. પોલીસ પર આરોપ છે કે તેણે આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેલ રેકોર્ડને સુરક્ષિત રાખ્યા નથી. આમાં પોલીસના એક ACPના સ્ટિંગ ઓપરેશનનો પણ ઉલ્લેખ છે. મુંબઈ પોલીસના ACP કદમનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે બે હાઈ પ્રોફાઈલ હત્યાઓને દબાવી દેવામાં આવી અને આત્મહત્યા ગણાવવામાં આવી. પૂર્વ કમિશનર પરમબીર સિંહ જ્યાં જાય છે, ત્યાં ગુંડારાજ ચલાવે છે. ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, તે તેમને ખબર છે. કદમનું સ્ટિંગ ઓપરેશન પૂર્વ ACP નિપુંગેએ કર્યું હતું. ‘આદિત્ય ઠાકરેએ ખોટું લોકેશન જણાવ્યું’
નીલેશ ઓઝા આરોપ લગાવે છે કે આદિત્ય ઠાકરેએ 8 જૂનના રોજ કલ્યાણ-ડોંબિવલીમાં હોવાનું ખોટું નિવેદન આપ્યું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દિવસે તેમનું મોબાઈલ ટાવર લોકેશન દિશાના ફ્લેટની નજીકનું છે. આમાં શિવસેના-UBTના પ્રવક્તા કિશોર તિવારીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આદિત્ય ઘટનાવાળી જગ્યાએ હતા. રિયા ચક્રવર્તીને ન ઓળખવાના તેમના દાવાને પણ NCB દ્વારા રિકવર કરેલી ફોન ચેટ્સના આધારે ખોટો ગણાવવામાં આવ્યો. આમાં આદિત્ય અને રિયા વચ્ચે ‘AU’ નામથી સેવ થયેલા નંબરથી 44 વખત કોલ થયાની વાત કહેવામાં આવી છે. ઓઝા કહે છે કે આનો ઉલ્લેખ તો શિવસેના સાંસદ રાહુલ શેવાલેએ સંસદમાં કર્યો હતો. નીલેશ ઓઝાએ દિશાના મંગેતર રોહન રાય પર આરોપ લગાવ્યો છે કે તેમણે દિશાને 4 જૂનના રોજ ફ્લેટ પર લાવવાના ત્રણ અલગ-અલગ કારણો જણાવ્યા. તેઓ દાવો કરે છે કે રોહને આદિત્ય ઠાકરેના કહેવા પર મુંબઈના મેયર રહી ચૂકેલા કિશોરી પેઢણેકર સાથે મળીને દિશાના પિતા પર રાણે પરિવાર સામે ફરિયાદ પર સહી કરવાનું દબાણ કર્યું હતું. આરોપીઓના નાર્કો ટેસ્ટ અને કેસ નોંધવાની માગણી
બોમ્બે હાઈકોર્ટમાં સતીશ સાલિયાને 75 પાનાનો હલફનામો દાખલ કર્યો છે. તેમાં આરોપીઓના નાર્કો ટેસ્ટની માગણી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ પર પણ આરોપ છે, તેથી કમિશનરને ફરિયાદ આપીને FIR નોંધવાની વિનંતી કરવામાં આવી છે. સતીશ સાલિયાને હલફનામામાં એ પણ લખ્યું છે કે જો મને કંઈ થાય તો આને મારું મૃત્યુ પહેલાનું નિવેદન ગણવું. તેમના વકીલ નીલેશ ઓઝાએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગેંગરેપની ફરિયાદ પર FIR નોંધવી ફરજિયાત છે. આવું ન કરવા પર સંબંધિત પોલીસ અધિકારીને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે. નીલેશ ઓઝા દાવો કરે છે કે તેમની પાસે આરોપીઓને દોષી ઠેરવવા માટે સાક્ષીઓ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ સહિત ઘણા પુરાવા છે. 3 વર્ષ પહેલાં નીતેશ રાણે પણ લગાવી ચૂક્યા છે આવા આરોપ
BJP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેએ 3 વર્ષ પહેલાં દિશા સાથે ગેંગરેપ બાદ હત્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ત્યારે દિશાના માતા-પિતાએ દીકરીને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવીને નીતેશ પર જ કેસ નોંધાવ્યો હતો. હવે 5 વર્ષ બાદ દિશાના પિતાનું કહેવું છે કે તેમને પોલીસે રજૂ કરેલા પુરાવાઓને સાચા માનવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. રાણેએ કહ્યું હતું, ‘દિશાએ ડાયલ 100 પર મદદ માગી હતી અને બધું જણાવ્યું હતું. પોલીસ પાસે ચોક્કસ માહિતી હશે કારણ કે આ રેકોર્ડેડ કોલ હતો. ભાસ્કરે આદિત્ય ઠાકરેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની તરફથી જવાબ આવ્યો નહીં. અમે અમારા સવાલો તેમને મેઈલ પર મોકલ્યા છે. જવાબ આવે તો સ્ટોરી અપડેટ કરવામાં આવશે. જોકે, સતીશ સાલિયાનના બોમ્બે હાઈકોર્ટ જવા પર આદિત્ય ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે આ મારી છબી ખરાબ કરવા માટે છે. છેલ્લા 5 વર્ષથી આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેસ કોર્ટમાં છે, અમે ત્યાં અમારો પક્ષ રજૂ કરીશું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *