P24 News Gujarat

હાઇવે પર 77 હજાર વાહનોને ઇ-મેમો ફટકારાયા:CCTVમાં દેખાતા જ મોબાઇલમાં મળે છે ચલણ, ગુજરાતના આ 86 ટોલ નાકા પરથી થાય છે દંડ

હવે એ દિવસ દૂર નથી કે જ્યારે તમારા વાહનનો વીમો, PUC કે ફિટનેસ સર્ટિફિકેટ ન હોય અને તમે હાઇવે પર કોઇ ટોલનાકા પરથી પસાર થાઓ તો તમને ઇ-ચલણ મળે. ગુજરાતના વિવિધ 86 જેટલા ટોલ પ્લાઝા પર શરૂ થયેલી ઇ-ડિટેક્શન સિસ્ટમના કારણે 2 મહિનામાં 77 હજારથી વધુ ઇ-ચલણ ઇશ્યૂ કરાયા છે. હાલમાં આ ઇ-ચલણ ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનો માટે શરૂ કરાયા છે પણ આગામી દિવસોમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનો માટે પણ શરૂ કરવામાં આવશે. ગુજરાતના એ કયા-કયા 86 ટોલ પ્લાઝા છે જ્યાં આ ઇ-ડિટેક્શન સિસ્ટમ ચાલુ કરાઇ છે? આ સિસ્ટમ કઇ રીતે કામ કરે છે? 2 મહિનામાં કેટલા ચલણ ઇશ્યૂ કરાયા? કેટલા વાહનોએ કયા નિયમનો ભંગ કર્યો? વગેરે સવાલોના જવાબ દિવ્ય ભાસ્કરના આજના ખાસ રિપોર્ટમાં મળશે. હાઇવે પર અકસ્માતના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેમાંય વળી કેટલાક વાહન ચાલકો રાહદારીને કે પછી અન્ય વાહનને ટક્કર મારીને નાસી છૂટે છે. આવા હિટ એન્ડ રન કેસમાં ઘણીવાર ફરાર વાહન ચાલકને શોધવામાં સમય જાય છે. જો તે પકડાઇ પણ જાય તો તેના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, વીમો અથવા તો PUC સર્ટિફિકેટ નહીં હોવાના કારણો આગળ ધરીને વીમા કંપની અકસ્માતનો ભોગ બનનારા વ્યક્તિના વારસદારોને રકમ ચુકવવાનો ઇન્કાર કરી દે છે. જેના કારણે ભોગ બનેલા વ્યક્તિને નુકસાન થાય છે. ટ્રાન્સપોર્ટ વાહનો પર નજર
આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર કચેરી વિવિધ પગલાં લે છે. તેમાં પણ નિયમોનો ભંગ કરનારને પાઠ ભણાવા સરકાર નવીન પગલાં ભરી રહી છે. જે અંતર્ગત ગુજરાતની વાહન વ્યવહાર કમિશનર કચેરીએ સ્ટેટ તેમ જ નેશનલ હાઇવે પરના 86 ટોલ ટેક્સ પરથી પસાર થતાં ટ્રાન્સપોર્ટ વાહનો જેવાં કે ટ્રક, ડમ્પર, ટેન્કર વગેરે ભારે વાહનો પર નજર રાખવા માટે ઇ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે. 4 રાજ્યોમાં ઇ-ડિટેક્શન સિસ્ટમ
આ સિસ્ટમ સમગ્ર દેશમાં અમલી થવાની છે પરંતુ હાલમાં ઓડિશા, છત્તીસગઢ, બિહાર બાદ ગુજરાત ચોથું એવું રાજ્ય છે જ્યાં આ ઇ-ડિટેક્શન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. આખાય દેશના તમામ ટ્રાન્સપોર્ટ વાહનોની વિગતો પોર્ટલમાં ઉપલબ્ધ છે. જેથી અન્ય રાજયનું વાહન હોય તો પણ તેનું ચલણ તેને મળી જાય છે. એક દિવસમાં 1200થી વધુ ઇ-ચલણ
ગુજરાતના સ્ટેટ તેમજ નેશનલ હાઇવે પર આવેલા 86 ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી આ ઇ-ડિટેક્શન સિસ્ટમનો અમલ ચાલુ થયો છે. 1 એપ્રિલથી 31 મે, 2025 સુધીમાં 77,285 ઇ-ચલણ ઇશ્યૂ કરાયા હતા. બીજી રીતે જોઇએ તો એક દિવસમાં 1,267 ઇ-ચલણ ઇશ્યૂ કરાયા છે. જેમાં સૌથી વધુ દંડ PUC સર્ટિફિકેટ ન હોવા બદલ કરાયો છે. જ્યારે તેના પછી ફિટનેસ સર્ટિફિકેટ અને તેના પછી વીમો ન હોવા બદલ દંડ કરાયો છે. આ વાહનોને ફક્ત એક ગુનાના ભંગ બદલ જ નહીં પરંતુ ઘણાં વાહનોને તો 2 અથવા 3 નિયમના ભંગ બદલ ચલણ ઇશ્યૂ કરાયા છે. ટોલ પ્લાઝા પરથી પસાર થતાં કેટલાંય વાહનો પાસે વીમો, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ PUC સર્ટિફિકેટ ન હોય તેવા કેસ પણ જોવા મળ્યા છે. ઘણા વાહનો પાસે 2 પ્રકારના સર્ટિફિકેટ નહીં હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. જ્યારે માત્ર એક જ નિયમનો ભંગ કર્યો હોય તેવા કેસો પણ છે. રિક્ષાઓ પણ ઝડપાઇ
આ તો ટ્રાન્સપોર્ટ વાહનોની વાત થઇ. મોટાભાગે નેશનલ અને સ્ટેટ હાઇવે પરથી ટ્રાન્સપોર્ટ તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનો જ પસાર થતાં હોય છે. ત્યાંથી ટુ વ્હીલર કે થ્રી વ્હીલર પસાર થતાં હોતા નથી. જે થાય છે તે છેલ્લી લેનમાંથી પસાર થઇ જતા હોય છે. પરંતુ ઇ-ડિટેક્શન સિસ્ટમમાં અમૂક ટોલ પ્લાઝા પરથી પસાર થતી રિક્ષાઓ પણ ઝડપાઇ ગઇ છે. તેને પણ ત્રણ માંથી કોઇપણ એક નિયમનો ભંગ કરવા બદલ ચલણ ઇશ્યૂ કરાયા છે. જો કે તેની સંખ્યા ઘણી ઓછી છે. ઇ-ડિટેક્શન સિસ્ટમ કઇ રીતે કામ કરે છે?
ઇ-ડિટેક્શન સિસ્ટમ કઇ રીતે કામ કરે છે તે જોઇએ તો ગુજરાતની વાહન વ્યવહાર કમિશનર કચેરીએ ટોલ ટેક્સ કર્મચારીઓને લોગ ઇન ID અને પાસવર્ડ આપેલા હોય છે. ટોલ પ્લાઝા પરથી 24 કલાક દરમિયાન પસાર થયેલાં વાહનોના ડેટા ટોલ ટેક્સના કર્મચારીઓ ઇ-ડિટેક્શન સિસ્ટમમાં અપલોડ કરે છે. ઇ-ડિટેક્શન પોર્ટલ વાહનના દસ્તાવેજોની ખરાઇ કરે છે. જેમાં પ્રથમ તબક્કામાં વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, વાહનનો વીમો તેમજ PUC સર્ટિફિકેટ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. જો આ ત્રણમાંથી કોઇ એક દસ્તાવેજ પણ ન હોય તો તેનું ચલણ આપોઆપ તૈયાર થઇ જાય છે. આ ચલણ વાહનના રજિસ્ટ્રેશન વખતે નોંધાવાયેલા મોબાઇલ નંબર પર પહોંચી જાય છે. 24 કલાકમાં ફક્ત એક જ વાર ચલણ મળે
કોઇપણ વાહનને 24 કલાકમાં ફક્ત એક જ વખત ચલણ મળે છે. જો બીજા દિવસે પણ વાહન ચાલક PUC સર્ટિફિકેટ, વીમો કે ફિટનેસ સર્ટિફિકેટ ન કરાવે તો ફરીવાર એ જ નિયમ ભંગ માટે બીજું ચલણ જનરેટ થાય છે. જ્યાં સુધી વાહન ચાલક PUC સર્ટિફિકેટ, વીમો કે ફિટનેસ સર્ટિફિકેટ નથી મેળવતો ત્યાં સુધી દર 24 કલાકમાં તે વાહન જે પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાય ત્યાંથી તેની સામે ચલણ ઇશ્યૂ થાય છે. ચલણ ઇશ્યૂ થતાં મોબાઇલ પર મેસેજ આવે
PUC સર્ટિફિકેટ ન હોય તો પહેલી વખત 500 રૂપિયાનો દંડનું ઇ-ચલણ મોકલાય છે. એ જ નિયમભંગ ફરીથી થાય તો 1 હજાર રૂપિયાનું ચલણ મોકલાય છે. આના પછી નવા ચલણ ઇશ્યૂ તો થાય છે પણ દંડની રકમ 1 હજાર રૂપિયા જ રહે છે. તે જ રીતે વીમો ન હોય તો પ્રથમ વખત 2 હજાર દંડ ફટકારતું ચલણ ઇશ્યૂ થાય છે. બીજી વખત તેની ડબલ રકમ એટલે કે 4 હજારનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારપછી દંડની રકમ એ જ રહે છે. જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગરના વાહનને પ્રથમ વખતમાં જ 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારપછી બીજા કે અન્ય દિવસોએ તે ટોલ પ્લાઝા પરથી પસાર થાય અને ત્યારે પણ ફિટનેસ સર્ટિફિકેટ ન કઢાવ્યું હોય તો તેની સામે ચલણ ઇશ્યૂ થાય છે પરંતુ દંડની રકમ એ જ રહે છે. જ્યારે ચલણ ઇશ્યૂ થાય તે સમયે વાહન ચાલકને મોબાઇલ પર મેસેજ મળે છે. 90 દિવસમાં દંડ ન ભરાય તો કેસ કોર્ટમાં જાય
વાહન ચાલક આ ચલણ ઓનલાઇન તેમજ કચેરીમાં જઇને રૂબરૂમાં પણ ભરી શકે છે. 90 દિવસ સુધીમાં જો વાહન ચાલક દંડ ન ભરે તો તેનો કેસ વર્ચ્યુઅલ કોર્ટના પોર્ટલમાં ટ્રાન્સફર થાય છે. જેમાં કોર્ટ જે નિર્ણય કરે તે પ્રમાણે વાહન ચાલકે પાલન કરવાનું રહે છે. જો વાહન ચાલક તેમાં પણ દંડ ન ભરે તો તેનો કેસ ફિઝીકલ કોર્ટમાં જાય છે. જ્યાં સુનાવણી થયા બાદ કોર્ટ નિર્ણય કરે છે. ઇ-ડિટેક્શન સિસ્ટમ ઉપરાંત રાજ્યની RTO કચેરીનો સ્ટાફ હજુ પણ હાઇવે પર ચેકિંગ કરે છે. જો તે સમયે વાહન ચાલકે ચલણ ન ભરેલું હોય અથવા તો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તેમની પાસેથી રૂબરૂમાં દંડ વસૂલાય છે. જો તે દંડ ન ભરે તો તેનું વાહન ડિટેઇન કરાય છે. ઇ-ડિટેક્શન સિસ્ટમ શા માટે લવાઇ?
મોટર વાહનના નિયમોનો વધુ સારી રીતે અમલ કરવા માટે અને લોકોની સલામતી માટે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની કમિટિ ઓન રોડ સેફ્ટીએ સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને ઇ-ડિટેક્શન પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી હતી. શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેર પોલીસ કમિશનર કચેરી હેઠળના વિસ્તારોમાં CCTV કેમેરા ગોઠવ્યા હોવાથી ત્યાં નિયમોનો ભંગ કરનારા સામે ચલણ ઇશ્યૂ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઇવે પર દરેક જગ્યાએ CCTV કેમેરા મૂકવામાં અશક્ય હોવાથી ગુજરાત સરકારે ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનો પર નજર રાખવા માટે ઇ-ડિટેક્શન સિસ્ટમનું પાલન કર્યું છે. સરકારનું પ્રમાણપત્ર જરૂરી
ચલણ જારી કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક સાધન માટે પણ સરકારનું પ્રમાણપત્ર જરૂરી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો-1989ના નિયમ 167 (એ) ના પેટા નિયમ (1)ની જોગવાઇ પ્રમાણે ચલણ જારી કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણ પાસે રાજ્ય સરકારના નિયુક્ત અધિકારીની સહી કરેલું મંજૂરી પ્રમાણપત્ર હોવું જોઇએ. જે પ્રમાણિત કરે છે કે ઉપકરણ સચોટ છે અને યોગ્ય રીતે કાર્યરત છે. આવા ઇલેક્ટ્રોનિક સાધનોમાં સ્પીડ કેમેરા, CCTV, સ્પીડ ગન, બોડી વેરેબલ કેમેરા, ડેશબોર્ડ કેમેરા, ઓટોમેટિક નંબર, માન્યતા પ્રાપ્ત પ્લેટ (ANPR), વજન મશીન (WIM) અને રાજ્ય સરકારે નિર્દિષ્ટ કરેલી કોઇપણ અન્ય ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

​હવે એ દિવસ દૂર નથી કે જ્યારે તમારા વાહનનો વીમો, PUC કે ફિટનેસ સર્ટિફિકેટ ન હોય અને તમે હાઇવે પર કોઇ ટોલનાકા પરથી પસાર થાઓ તો તમને ઇ-ચલણ મળે. ગુજરાતના વિવિધ 86 જેટલા ટોલ પ્લાઝા પર શરૂ થયેલી ઇ-ડિટેક્શન સિસ્ટમના કારણે 2 મહિનામાં 77 હજારથી વધુ ઇ-ચલણ ઇશ્યૂ કરાયા છે. હાલમાં આ ઇ-ચલણ ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનો માટે શરૂ કરાયા છે પણ આગામી દિવસોમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનો માટે પણ શરૂ કરવામાં આવશે. ગુજરાતના એ કયા-કયા 86 ટોલ પ્લાઝા છે જ્યાં આ ઇ-ડિટેક્શન સિસ્ટમ ચાલુ કરાઇ છે? આ સિસ્ટમ કઇ રીતે કામ કરે છે? 2 મહિનામાં કેટલા ચલણ ઇશ્યૂ કરાયા? કેટલા વાહનોએ કયા નિયમનો ભંગ કર્યો? વગેરે સવાલોના જવાબ દિવ્ય ભાસ્કરના આજના ખાસ રિપોર્ટમાં મળશે. હાઇવે પર અકસ્માતના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેમાંય વળી કેટલાક વાહન ચાલકો રાહદારીને કે પછી અન્ય વાહનને ટક્કર મારીને નાસી છૂટે છે. આવા હિટ એન્ડ રન કેસમાં ઘણીવાર ફરાર વાહન ચાલકને શોધવામાં સમય જાય છે. જો તે પકડાઇ પણ જાય તો તેના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, વીમો અથવા તો PUC સર્ટિફિકેટ નહીં હોવાના કારણો આગળ ધરીને વીમા કંપની અકસ્માતનો ભોગ બનનારા વ્યક્તિના વારસદારોને રકમ ચુકવવાનો ઇન્કાર કરી દે છે. જેના કારણે ભોગ બનેલા વ્યક્તિને નુકસાન થાય છે. ટ્રાન્સપોર્ટ વાહનો પર નજર
આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર કચેરી વિવિધ પગલાં લે છે. તેમાં પણ નિયમોનો ભંગ કરનારને પાઠ ભણાવા સરકાર નવીન પગલાં ભરી રહી છે. જે અંતર્ગત ગુજરાતની વાહન વ્યવહાર કમિશનર કચેરીએ સ્ટેટ તેમ જ નેશનલ હાઇવે પરના 86 ટોલ ટેક્સ પરથી પસાર થતાં ટ્રાન્સપોર્ટ વાહનો જેવાં કે ટ્રક, ડમ્પર, ટેન્કર વગેરે ભારે વાહનો પર નજર રાખવા માટે ઇ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે. 4 રાજ્યોમાં ઇ-ડિટેક્શન સિસ્ટમ
આ સિસ્ટમ સમગ્ર દેશમાં અમલી થવાની છે પરંતુ હાલમાં ઓડિશા, છત્તીસગઢ, બિહાર બાદ ગુજરાત ચોથું એવું રાજ્ય છે જ્યાં આ ઇ-ડિટેક્શન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. આખાય દેશના તમામ ટ્રાન્સપોર્ટ વાહનોની વિગતો પોર્ટલમાં ઉપલબ્ધ છે. જેથી અન્ય રાજયનું વાહન હોય તો પણ તેનું ચલણ તેને મળી જાય છે. એક દિવસમાં 1200થી વધુ ઇ-ચલણ
ગુજરાતના સ્ટેટ તેમજ નેશનલ હાઇવે પર આવેલા 86 ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી આ ઇ-ડિટેક્શન સિસ્ટમનો અમલ ચાલુ થયો છે. 1 એપ્રિલથી 31 મે, 2025 સુધીમાં 77,285 ઇ-ચલણ ઇશ્યૂ કરાયા હતા. બીજી રીતે જોઇએ તો એક દિવસમાં 1,267 ઇ-ચલણ ઇશ્યૂ કરાયા છે. જેમાં સૌથી વધુ દંડ PUC સર્ટિફિકેટ ન હોવા બદલ કરાયો છે. જ્યારે તેના પછી ફિટનેસ સર્ટિફિકેટ અને તેના પછી વીમો ન હોવા બદલ દંડ કરાયો છે. આ વાહનોને ફક્ત એક ગુનાના ભંગ બદલ જ નહીં પરંતુ ઘણાં વાહનોને તો 2 અથવા 3 નિયમના ભંગ બદલ ચલણ ઇશ્યૂ કરાયા છે. ટોલ પ્લાઝા પરથી પસાર થતાં કેટલાંય વાહનો પાસે વીમો, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ PUC સર્ટિફિકેટ ન હોય તેવા કેસ પણ જોવા મળ્યા છે. ઘણા વાહનો પાસે 2 પ્રકારના સર્ટિફિકેટ નહીં હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. જ્યારે માત્ર એક જ નિયમનો ભંગ કર્યો હોય તેવા કેસો પણ છે. રિક્ષાઓ પણ ઝડપાઇ
આ તો ટ્રાન્સપોર્ટ વાહનોની વાત થઇ. મોટાભાગે નેશનલ અને સ્ટેટ હાઇવે પરથી ટ્રાન્સપોર્ટ તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનો જ પસાર થતાં હોય છે. ત્યાંથી ટુ વ્હીલર કે થ્રી વ્હીલર પસાર થતાં હોતા નથી. જે થાય છે તે છેલ્લી લેનમાંથી પસાર થઇ જતા હોય છે. પરંતુ ઇ-ડિટેક્શન સિસ્ટમમાં અમૂક ટોલ પ્લાઝા પરથી પસાર થતી રિક્ષાઓ પણ ઝડપાઇ ગઇ છે. તેને પણ ત્રણ માંથી કોઇપણ એક નિયમનો ભંગ કરવા બદલ ચલણ ઇશ્યૂ કરાયા છે. જો કે તેની સંખ્યા ઘણી ઓછી છે. ઇ-ડિટેક્શન સિસ્ટમ કઇ રીતે કામ કરે છે?
ઇ-ડિટેક્શન સિસ્ટમ કઇ રીતે કામ કરે છે તે જોઇએ તો ગુજરાતની વાહન વ્યવહાર કમિશનર કચેરીએ ટોલ ટેક્સ કર્મચારીઓને લોગ ઇન ID અને પાસવર્ડ આપેલા હોય છે. ટોલ પ્લાઝા પરથી 24 કલાક દરમિયાન પસાર થયેલાં વાહનોના ડેટા ટોલ ટેક્સના કર્મચારીઓ ઇ-ડિટેક્શન સિસ્ટમમાં અપલોડ કરે છે. ઇ-ડિટેક્શન પોર્ટલ વાહનના દસ્તાવેજોની ખરાઇ કરે છે. જેમાં પ્રથમ તબક્કામાં વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, વાહનનો વીમો તેમજ PUC સર્ટિફિકેટ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. જો આ ત્રણમાંથી કોઇ એક દસ્તાવેજ પણ ન હોય તો તેનું ચલણ આપોઆપ તૈયાર થઇ જાય છે. આ ચલણ વાહનના રજિસ્ટ્રેશન વખતે નોંધાવાયેલા મોબાઇલ નંબર પર પહોંચી જાય છે. 24 કલાકમાં ફક્ત એક જ વાર ચલણ મળે
કોઇપણ વાહનને 24 કલાકમાં ફક્ત એક જ વખત ચલણ મળે છે. જો બીજા દિવસે પણ વાહન ચાલક PUC સર્ટિફિકેટ, વીમો કે ફિટનેસ સર્ટિફિકેટ ન કરાવે તો ફરીવાર એ જ નિયમ ભંગ માટે બીજું ચલણ જનરેટ થાય છે. જ્યાં સુધી વાહન ચાલક PUC સર્ટિફિકેટ, વીમો કે ફિટનેસ સર્ટિફિકેટ નથી મેળવતો ત્યાં સુધી દર 24 કલાકમાં તે વાહન જે પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાય ત્યાંથી તેની સામે ચલણ ઇશ્યૂ થાય છે. ચલણ ઇશ્યૂ થતાં મોબાઇલ પર મેસેજ આવે
PUC સર્ટિફિકેટ ન હોય તો પહેલી વખત 500 રૂપિયાનો દંડનું ઇ-ચલણ મોકલાય છે. એ જ નિયમભંગ ફરીથી થાય તો 1 હજાર રૂપિયાનું ચલણ મોકલાય છે. આના પછી નવા ચલણ ઇશ્યૂ તો થાય છે પણ દંડની રકમ 1 હજાર રૂપિયા જ રહે છે. તે જ રીતે વીમો ન હોય તો પ્રથમ વખત 2 હજાર દંડ ફટકારતું ચલણ ઇશ્યૂ થાય છે. બીજી વખત તેની ડબલ રકમ એટલે કે 4 હજારનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારપછી દંડની રકમ એ જ રહે છે. જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગરના વાહનને પ્રથમ વખતમાં જ 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારપછી બીજા કે અન્ય દિવસોએ તે ટોલ પ્લાઝા પરથી પસાર થાય અને ત્યારે પણ ફિટનેસ સર્ટિફિકેટ ન કઢાવ્યું હોય તો તેની સામે ચલણ ઇશ્યૂ થાય છે પરંતુ દંડની રકમ એ જ રહે છે. જ્યારે ચલણ ઇશ્યૂ થાય તે સમયે વાહન ચાલકને મોબાઇલ પર મેસેજ મળે છે. 90 દિવસમાં દંડ ન ભરાય તો કેસ કોર્ટમાં જાય
વાહન ચાલક આ ચલણ ઓનલાઇન તેમજ કચેરીમાં જઇને રૂબરૂમાં પણ ભરી શકે છે. 90 દિવસ સુધીમાં જો વાહન ચાલક દંડ ન ભરે તો તેનો કેસ વર્ચ્યુઅલ કોર્ટના પોર્ટલમાં ટ્રાન્સફર થાય છે. જેમાં કોર્ટ જે નિર્ણય કરે તે પ્રમાણે વાહન ચાલકે પાલન કરવાનું રહે છે. જો વાહન ચાલક તેમાં પણ દંડ ન ભરે તો તેનો કેસ ફિઝીકલ કોર્ટમાં જાય છે. જ્યાં સુનાવણી થયા બાદ કોર્ટ નિર્ણય કરે છે. ઇ-ડિટેક્શન સિસ્ટમ ઉપરાંત રાજ્યની RTO કચેરીનો સ્ટાફ હજુ પણ હાઇવે પર ચેકિંગ કરે છે. જો તે સમયે વાહન ચાલકે ચલણ ન ભરેલું હોય અથવા તો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તેમની પાસેથી રૂબરૂમાં દંડ વસૂલાય છે. જો તે દંડ ન ભરે તો તેનું વાહન ડિટેઇન કરાય છે. ઇ-ડિટેક્શન સિસ્ટમ શા માટે લવાઇ?
મોટર વાહનના નિયમોનો વધુ સારી રીતે અમલ કરવા માટે અને લોકોની સલામતી માટે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની કમિટિ ઓન રોડ સેફ્ટીએ સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને ઇ-ડિટેક્શન પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી હતી. શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેર પોલીસ કમિશનર કચેરી હેઠળના વિસ્તારોમાં CCTV કેમેરા ગોઠવ્યા હોવાથી ત્યાં નિયમોનો ભંગ કરનારા સામે ચલણ ઇશ્યૂ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઇવે પર દરેક જગ્યાએ CCTV કેમેરા મૂકવામાં અશક્ય હોવાથી ગુજરાત સરકારે ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનો પર નજર રાખવા માટે ઇ-ડિટેક્શન સિસ્ટમનું પાલન કર્યું છે. સરકારનું પ્રમાણપત્ર જરૂરી
ચલણ જારી કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક સાધન માટે પણ સરકારનું પ્રમાણપત્ર જરૂરી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો-1989ના નિયમ 167 (એ) ના પેટા નિયમ (1)ની જોગવાઇ પ્રમાણે ચલણ જારી કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણ પાસે રાજ્ય સરકારના નિયુક્ત અધિકારીની સહી કરેલું મંજૂરી પ્રમાણપત્ર હોવું જોઇએ. જે પ્રમાણિત કરે છે કે ઉપકરણ સચોટ છે અને યોગ્ય રીતે કાર્યરત છે. આવા ઇલેક્ટ્રોનિક સાધનોમાં સ્પીડ કેમેરા, CCTV, સ્પીડ ગન, બોડી વેરેબલ કેમેરા, ડેશબોર્ડ કેમેરા, ઓટોમેટિક નંબર, માન્યતા પ્રાપ્ત પ્લેટ (ANPR), વજન મશીન (WIM) અને રાજ્ય સરકારે નિર્દિષ્ટ કરેલી કોઇપણ અન્ય ટેકનોલોજીનો સમાવેશ થાય છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *