કલ્પના કરો કે તમે એવા ક્ષેત્રમાં કામ કરો છો જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓના ચહેરા પર સંતોષ અને શાંતિ લાવવાનું કામ કરો છો. જ્યાં તમારું કામ માત્ર નોકરી નથી, પરંતુ સમાજ સેવા અને આધ્યાત્મિક કલ્યાણનું સાધન છે. આ છે ટેમ્પલ મેનેજમેન્ટનું આકર્ષક જગત, જે આજે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક બની રહ્યું છે… હા, આજે ભારતમાં લગભગ 6 લાખથી વધુ મંદિરો છે(ઇન્ડિયા ઇન પિક્સલ્સ મુજબ), અને દર વર્ષે આ સંખ્યા વધી રહી છે. આમાંના મોટા ભાગના મંદિરો વ્યાવસાયિક મેનેજમેન્ટની જરૂર અનુભવે છે. તિરુપતિ બાલાજી મંદિર એકલું જ દર વર્ષે 5,000 (TTD ટ્રસ્ટ બોર્ડે મુજબ) કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવે છે – આ તો કોઈ મોટી કોર્પોરેટ કંપનીથી ઓછું નથી! ડિપ્લોમા ઇન ટેમ્પલ મેનેજમેન્ટ એ માત્ર પરંપરાગત પૂજા-પાઠ શીખવાનો કોર્સ નથી. આ એક સંપૂર્ણ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે જે આધુનિક બિઝનેસ સ્કિલ્સને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડે છે. આ કોર્સમાં તમે શીખો છો કે કેવી રીતે મંદિરના રોજિંદા કામકાજનું આયોજન કરવું, ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા સંભાળવી, શ્રદ્ધાળુઓની સુવિધાઓનું આયોજન કરવું, અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન કરવું. ટ્રાવેલ એન્ડ ટૂર વર્લ્ડનો અંદાજ છે કે ભારતીય ફેઇથ-બેઝ્ડ ટુરિઝમ માર્કેટ 2025 માં લગભગ ₹11,297 કરોડ હતું, જે 2025થી 2032 સુધી 15.3%ના CAGRથી વૃદ્ધિ પામવાનો અંદાજ છે. કોવિડ પછી ધાર્મિક પ્રવાસનમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે પ્રોફેશનલ ટેમ્પલ મેનેજર્સની માંગ આકાશે પહોંચી છે. તો ચાલો વિગતવાર ડિપ્લોમા ઈન ટેમ્પલ મેનેજમેન્ટ કોર્સ વિશે જાણીએ. ધોરણ 12 પછી આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે મુખ્યત્વે બે રસ્તા છે:
ડિપ્લોમા કોર્સ (1 વર્ષ): શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આ ક્ષેત્રમાં ગુજરાતમાં પાયોનિયર છે. તેમનો ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ ખાસ કરીને કામકાજી લોકો, ગૃહિણીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
બેચલર ઓફ આર્ટ્સ ઇન ટેમ્પલ આર્કિટેક્ચર એન્ડ મેનેજમેન્ટ (3 વર્ષ): કેટલીક સંસ્કૃત યુનિવર્સિટીઓ અને સ્પેશલાઇઝ્ડ કોલેજો આ કોર્સ ઓફર કરે છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આ કોર્સ માટે કોઈ પ્રવેશ પરીક્ષા નથી! આ કોર્સમાં ત્રણ મુખ્ય પેપર છે જેમાં…
પૂજા પદ્ધતિ: વિવિધ દેવ-દેવીઓની પૂજાની પરંપરાગત વિધિઓ, મંત્રોચ્ચાર, અને આરતી-ભજનોનું શાસ્ત્રીય જ્ઞાન.
બેઝિક સંસ્કૃત: ધાર્મિક ગ્રંથો અને મંત્રોને સમજવા માટે જરૂરી સંસ્કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન.
ટ્રસ્ટ મેનેજમેન્ટ: મંદિરની નાણાકીય વ્યવસ્થા, દાન સંગ્રહ, કાયદેસરની જરૂરિયાતો, અને સંસ્થાકીય સંચાલન.
વગેરે શિખવવામાં આવે છે આ સિવાય તમે શીખશો ગૌશાળાનું સંચાલન, ભોજન વ્યવસ્થા (મહાપ્રસાદનું આયોજન), દર્શનની કતારનું વ્યવસ્થાપન, કથા-પ્રવચનનું આયોજન, અને આધુનિક સમયમાં આવશ્યક ડિજિટલ મેનેજમેન્ટ. કારકિર્દી અને પ્રોફાઈલ
નામ ન આપવાની શરતે ભાસ્કરના સૂત્રએ જણાવ્યું હતું કે, “મંદિર મેનેજર તરીકે કામ કરતા લોકોનો શરૂઆતી પગાર 25,000થી 40,000 રૂપિયા માસિક હોય છે. અનુભવ સાથે આ 80,000થી 1.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. મોટા મંદિરોના હેડ મેનેજર્સ લાખો રૂપિયા પણ કમાય છે.” આ કોર્સ બાદ ભવિષ્ય ઉજ્જવળ
આ ક્ષેત્રનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. ભારત સરકારનો “ડેકેડ ઓફ ટુરિઝમ” પ્રોજેક્ટ હેઠળ ધાર્મિક પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આગામી 10 વર્ષમાં આ ક્ષેત્રમાં 300% વૃદ્ધિ અપેક્ષિત છે.
ગુજરાતનો ખાસ ફાયદો: ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થળો છે. દર વર્ષે 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગુજરાતના મંદિરોમાં આવે છે. રાજ્ય સરકાર પણ ધાર્મિક પ્રવાસન વિકાસ માટે વિશેષ સ્કીમ ચલાવે છે. આ કોર્સ માટે તમારામાં આ ગુણો હોવા જરૂરી છે:
વ્યક્તિત્વ ગુણધર્મો: ધાર્મિક વલણ, ધીરજ, સેવાભાવ, અને લોકો સાથે વાતચીત કરવાની કુશળતા.
વ્યવહારિક કુશળતાઓ: બુનિયાદી કમ્પ્યુટર જ્ઞાન, ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ, અને મલ્ટિ-ટાસ્કિંગ.
ભાષાકીય જ્ઞાન: ગુજરાતી અને હિંદી તો આવશ્યક છે જ, અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન વિદેશી શ્રદ્ધાળુઓ સાથે વાતચીત માટે ઉપયોગી છે. ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો: પરીક્ષા સંસ્કૃત, હિંદી, અથવા ગુજરાતી ભાષામાં આપી શકાય છે. અભ્યાસ સામગ્રી ઈ-બુક ફોર્મેટમાં આપવામાં આવે છે, અને શંકા સમાધાન માટે ફેકલ્ટી સાથે ઓનલાઇન સંપર્ક કરી શકાય છે. આ કોર્સ માત્ર વ્યક્તિગત કારકિર્દી માટે જ નહીં, પરંતુ સમાજ સેવા માટે પણ મહત્વપૂર્ણ છે. તમે મંદિરોને વધુ વ્યવસ્થિત અને શ્રદ્ધાળુ-મૈત્રી બનાવવામાં મદદ કરશો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને આધુનિક પેઢીઓ સુધી પહોંચાડવાનું મહત્વનું કામ કરશો. આ ક્ષેત્ર આજે માત્ર નોકરીનું સાધન નથી, પરંતુ ભારતીય સભ્યતાને આગળ વધારવાનું અને આધ્યાત્મિક મૂલ્યોને આધુનિક જમાના સાથે જોડવાનું મહત્વનું માધ્યમ છે. વધુ માહિતી https://sssu.ac.in વેબસાઈટ પર મળશે. વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે. કરિયર ગુરુના વધુ રિપોર્ટ નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકાશે.
ધો. 10 પછી ડિપ્લોમા કરી લાખો કમાવો:એક્સપર્ટે જણાવ્યા 3 બેસ્ટ ડિપ્લોમા કોર્સ; જાણો સીટ, આવડત અને પગારની A to Z વિગતો કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે:એક્સપર્ટે જણાવી કોર્સ, સીટ, આવડત અને પગારની A to Z વિગતો; ભીડથી બચવા વિદ્યાર્થી-વાલીઓએ જાણવું જોઈએ