છત્તીસગઢનું અબૂઝમાડ. નામનો અર્થ જ એવો છે કે એવી પહાડીઓ કે જે અજાણી છે, એટલે કે જેનો રસ્તો શોધવો અશક્ય છે. ચારે બાજુ હરિયાળી, ભયાનક શાંતિ અને સૌથી મોટો ડર એ કે ચાલતાં-ચાલતાં ક્યાંક પગ લેન્ડમાઇન પર ન પડી જાય. અહીંથી 100 કિ.મી. દૂર સુકમામાં બે દિવસ પહેલાં જ કોન્ટાના ASP આકાશ રાવ ગિરીપુંજે આવી જ એક લેન્ડમાઇનની ઝપટમાં આવીને શહીદ થયા હતા. આ નક્સલગઢ છે, છત્તીસગઢના જિલ્લાઓ- નારાયણપુર, બસ્તર, દાંતેવાડા અને સુકમા. સરકારનો દાવો છે કે આ હવે ખતમ થઈ રહ્યું છે. 2026 સુધીમાં સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જશે. અહીં ન તો રસ્તા છે, ન મોબાઇલ નેટવર્ક. અહીં રહેતા આદિવાસીઓએ રાશન લેવા માટે પણ બે દિવસ પગપાળા ચાલીને શહેર જવું પડે છે. અહીં સેન્ટ્રલ ફોર્સિસનું ‘ઓપરેશન બ્લેક ફોરેસ્ટ’ ચાલી રહ્યું છે. અબૂઝમાડનું કલેકોટ પહાડ લગભગ 10 કિલોમીટરમાં ફેલાયેલું છે. 1300 મીટરથી વધુ ઊંચું છે. 21 મે, 2025ના રોજ અહીં સિક્યોરિટી ફોર્સે નક્સલીઓને ઘેરી લીધા હતા. ખૂબ ગોળીબાર થયો. ઓપરેશન બાદ નક્સલીઓની ડેડબોડી ગણવાનું શરૂ કર્યું, તો ગણતરી 27 પર અટકી. આમાં જ નક્સલીઓનો ટોચનો લીડર નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ સામેલ હતો. બસવરાજુ પ્રતિબંધિત સંગઠન CPI (માઓવાદી)નો જનરલ સેક્રેટરી હતો. ભાસ્કરની ટીમ આ અબૂઝમાડ અને કલેકોટ પહાડ સુધી પહોંચી. બસવરાજુના માર્યા જવા બાદ ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે નક્સલવાદ હવે ખાતમ થવાના આરે છે. આગામી થોડા દિવસોમાં અમે તમને નક્સલગઢ, ઓપરેશન બ્લેક ફોરેસ્ટ, જીવન જોખમમાં મૂકી રહેલી સિક્યોરિટી ફોર્સિસ અને આ યુદ્ધમાં પીસાઈ રહેલા આદિવાસીઓની કહાનીઓ સંભળાવીશું. આજે વાંચો, અબૂઝમાડનો રસ્તો કેટલો મુશ્કેલ… રામાયણનું દંડકારણ્ય બન્યું નક્સલીઓનું સેફ ઝોન
બસવરાજુનું એન્કાઉન્ટર નારાયણપુર જિલ્લામાં ગુંડેકોટ ગામ નજીક થયું હતું. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી લગભગ 120 કિ.મી. દૂર આવેલું ગુંડેકોટ અબૂઝમાડના ગાઢ જંગલોમાં નાનું ગામ છે. ગુંડેકોટ ગામ ભલે નારાયણપુરથી 120 કિ.મી. દૂર હોય, પરંતુ અહીં પહોંચવામાં બે દિવસ લાગે છે. ભાસ્કરની ટીમ કાચા ખતરનાક રસ્તાઓ પર 7 કલાક બાઇક અને લગભગ 6 કલાક પગપાળા ચાલીને આ ગામ સુધી પહોંચી. અમારી સફર દિલ્હીથી શરૂ થઈ. અમે રાયપુર પહોંચ્યા. નારાયણપુર જિલ્લો રાયપુરથી 244 કિ.મી. દૂર છે. આ અગાઉ બસ્તર જિલ્લાનો ભાગ હતો. 2007માં તેને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો. રામાયણમાં આ જ જગ્યાને દંડકારણ્ય કહેવામાં આવ્યું છે. ગાઢ જંગલો અને ઊંચા પહાડોવાળું અબૂઝમાડ નારાયણપુરમાં જ છે, જેને નક્સલીઓ પોતાના માટે સેફ ઝોન માને છે. નારાયણપુરથી અમારી સફર સવારે 7 વાગ્યે શરૂ થઈ. અમારે ઓરછા પહોંચવાનું હતું. ઓરછાને અબૂઝમાડનું એન્ટ્રી ગેટ કહેવામાં આવે છે. ઓરછા તરફ આગળ વધતાં જ ખાડાવાળા રસ્તાઓ મળવા લાગે છે. નારાયણપુરથી ઓરછા સુધી 70 કિ.મી. જવામાં અમને લગભગ 5 કલાક લાગ્યા. ઓરછા પહોંચીને અમે સ્થાનિક લોકો પાસે મદદ માંગી, જેથી અબૂઝમાડના આંતરિક વિસ્તારોમાં જઈ શકીએ. ડરના કારણે કોઈ તૈયાર ન થયું. ડર જંગલી જાનવરોનો તો છે જ, અહીં નક્સલીઓએ જગ્યા-જગ્યાએ દારૂગોળાવાળી સુરંગો પણ ગોઠવી રાખી છે. એટલે કે જંગલમાં પગ મૂકવા પર પણ મોત નિશ્ચિત છે. આખરે ગામના લોકો અમને બે બાઇક આપવા માટે તૈયાર થયા. રસ્તા અજાણ્યા હતા, પરંતુ અમે આગળ વધ્યા. ઓરછા તહસીલની બાહ્ય સીમા પર પાકો રસ્તો ખતમ થઈ જાય છે. તે પછી લગભગ 5 કિ.મી. સુધી માટીને સમતલ કરીને કાચો રસ્તો બનાવવામાં આવી રહી છે. આગળ મોબાઇલ નેટવર્ક કામ નથી કરતું. રસ્તે સિક્યોરિટી ફોર્સ (CRPF)ના જવાનો મળ્યા. તેમણે કહ્યું- આ વિસ્તારોમાંથી નક્સલીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અહીં કેમ્પ બનાવવામાં આવશે, જેથી નક્સલીઓ ફરીથી પગ જમાવી ન શકે. રસ્તો બનાવતા અધિકારીઓએ જણાવ્યું કે વરસાદ શરૂ થાય તે પહેલાં વધુમાં વધુ કામ પૂર્ણ કરવું છે. અત્યાર સુધી કાચા રસ્તે પણ બાઇક ઠીક-ઠાક ચાલી રહી હતી, પરંતુ 5 કિ.મી. પછી આગળ વધવું મુશ્કેલ થઈ ગયું. આગળ એવો રસ્તો હતો, જેને નક્સલીઓએ બ્લાસ્ટ કરીને જગ્યા-જગ્યાએ ઉખાડી નાખ્યો હતો. આ ખાડાવાળા રસ્તાઓ પર લગભગ દોઢ કલાક ચાલ્યા પછી અમે ટોન્ડરબેડા ગામ પહોંચ્યા. અમે ગામના લોકો સાથે વાત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ તેઓ હિન્દી સમજી શક્યા નહીં. એટલે વાત પણ ન થઈ શકી. અહીંથી આગળનો સફર પથરીલા રસ્તાઓ, ગાઢ જંગલો અને રેતાળ પગદંડીઓથી ભરેલો છે. અનેક જગ્યાએ નાળા પણ પાર કરવા પડ્યા. સૌથી વધુ મુશ્કેલી આ જગ્યાઓ પર થઈ. આવા રસ્તા પગપાળા તો પાર કરી શકાય, પરંતુ બાઇક સાથે બેલેન્સ બનાવવું મુશ્કેલ હતું. આદેર ગામ, જ્યાં પહેલી વાર નક્સલીઓના નિશાન જોવા મળ્યા
રસ્તામાં અમને આદેર ગામ મળ્યું. અહીં પત્થરોથી બનેલી અને લાલ રંગથી રંગાયેલી એક સમાધિ જોવા મળી. સમાધિ પર ‘ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)’ લખેલું હતું. સમાધિ સલામત હતી, જેનાથી અંદાજો થયો કે આ વિસ્તારમાં નક્સલીઓનો પ્રભાવ હજુ પણ છે. અહીં થોડી વાર રોકાયા બાદ અમે આગળ વધ્યા. આગળ જતાં રસ્તામાં એક ખાસ વાત જોવા મળી. રસ્તાની વચ્ચે-વચ્ચે ઘણા કિલોમીટર સુધી નિશ્ચિત અંતરે ઝાડની ડાળીઓ રાખવામાં આવી હતી. અમને સમજાયું નહીં કે આ શા માટે રાખવામાં આવી છે. (નારાયણપુર પરત ફર્યા બાદ અમે એક પોલીસ અધિકારીને આ વિશે પૂછ્યું. તેમણે જણાવ્યું કે આ એક્ટિવ દારૂગોળાવાળી સુરંગો હતી. નક્સલીઓ પોતાના લોકોને ચેતવણી આપવા માટે માઇન્સ પર આવા નિશાન રાખે છે.) ઢોંડરબેરા ગામ, જ્યાં નક્સલીઓએ ટાંકી પણ ન બનવા દીધી અમે ગાઢ જંગલોમાંથી પસાર થતાં બાઇક પર લગભગ 4 કલાક આગળ વધ્યા. બસવરાજુના એન્કાઉન્ટરવાળી જગ્યા નજીક હતી. અમે થોડી વાર ઢોંડરબેરા ગામમાં રોકાયા. અહીંનું વાતાવરણ જોઈને બિલકુલ ન લાગ્યું કે આસપાસ કોઈ મોટું એન્કાઉન્ટર થયું હતું. લોકો દર વર્ષે થતી દેવીની પૂજામાં વ્યસ્ત હતા. આસપાસના ગામોમાંથી પણ લોકો આવ્યા હતા. ઝૂંપડી જેવા મંદિરમાં દેવીની પૂજા ચાલી રહી હતી. લગભગ 130 લોકોની વસ્તીવાળા આ ગામમાં સુવિધાઓના નામે માત્ર પાણીની ટાંકીનું માળખું છે. ગામના લોકો જણાવે છે કે નક્સલીઓના ડરથી માળખા પર ક્યારેય ટાંકી નથી લગાવાઈ. ગામમાં એક સ્કૂલ પણ છે, પરંતુ શિક્ષક ક્યારેક-ક્યારેક જ આવે છે. કારણ એ જ, નક્સલીઓનો ડર. ગામના બાહ્ય ભાગમાં જગ્યા-જગ્યાએ વીજળીના થાંભલા પડેલા જોવા મળ્યા. એક ગામવાસીએ જણાવ્યું, ‘ગામ સુધી વીજળી આવવાની હતી, પરંતુ નક્સલીઓએ થાંભલા નથી લગાવવા દીધા. પાણીનું કોઈ સાધન નથી. અમે ગામ પાસે વહેતા નાળાનું પાણી પીએ છીએ.’ કુડમેલમાં નક્સલી નેતાઓની સમાધિઓ, હોસ્પિટલમાં ડોક્ટર નથી
ઢોંડરબેરામાં થોડી વાર રોકાયા બાદ અમે કુડમેલ ગામ પહોંચ્યા. આ જાટલૂર ગ્રામ પંચાયતમાં આવે છે. લગભગ 150 લોકોની વસ્તીવાળા આ ગામમાં 40થી વધુ ઘરો છે. અહીં બે વર્ષ પહેલાં એક હોસ્પિટલ ખુલી હતી, પરંતુ આજ સુધી ડોક્ટર નથી આવ્યા. જોકે, અહીં છોકરીઓ માટે આશ્રમશાળા છે, જે ચાલે છે. ગામની વચ્ચે બે નક્સલી નેતાઓની સમાધિઓ બનાવેલી છે. તેના પર તેમના નામ પણ લખેલા છે. ગામમાં શાંતિ પથરાયેલી હતી. પૂછવા પર એક મહિલાએ જણાવ્યું કે દિવસે પુરુષો ઘરની બહાર જ રહે છે. આગળ લગભગ ત્રણ કલાકના થકવી દેનારી સફર બાદ સાંજે 6 વાગે અમે બોટેર ગામ પહોંચ્યા. રસ્તામાં ત્રણ મોટા નાળા અને લાકડામાંથી બનેલો એક પુલ નજરે પડ્યો. પુલ જોઈને સમજાયું કે તેને જાણીજોઈને તોડવામાં આવ્યું હતું, જેથી કોઈ આગળ ન જઈ શકે. બોટેરથી થોડા કિલોમીટર પહેલાં ખૂબસૂરત પહાડો દેખાવા લાગ્યા. આ જગ્યા કોઈ હિલ સ્ટેશન જેવી લાગે છે. તેમ છતાં અહીં પથરાયેલી શાંતિ ડરાવે છે. સાંજ ઢળે તે પહેલાં અમારે બોટેર પહોંચવું હતું, જેનું કારણ ફક્ત નક્સલીઓ જ નહીં, પરંતુ જંગલી જાનવરો અને જગ્યા-જગ્યાએ ગોઠવાયેલી દારૂગોળાવાળી સુરંગો પણ હતી. બસવરાજુના મૃત્યુ બાદ પરત ફરતી એક ટીમ એક્ટિવ માઇન્સ ફીલ્ડની ઝપટમાં આવી ગઈ હતી. આથી DRGના એક જવાનનું મૃત્યુ થયું હતું. પંચાયત બેઠી ત્યારે ગામમાં રોકાવાની મંજૂરી મળી
બોટેર 27 પરિવારોનું ગામ છે. અહીં ફક્ત કારુરામ મંડાવી જ હિન્દી સમજી અને બોલી શકે છે. 32 વર્ષના કારુરામ 5મા ધોરણ સુધી ભણેલા છે. તેઓ ગામની સ્કૂલમાં બાળકો માટે ભોજન બનાવે છે. જોકે, સ્કૂલમાં મહિને ફક્ત એક જ વાર શિક્ષક આવે છે. અમે બહારથી આવ્યા હતા અને અમારી સાથે કોઈ સ્થાનિક વ્યક્તિ ન હતી. આ જ કારણે શરૂઆતમાં ગામના લોકો અમારી પાસે આવવાથી બચતા હતા. અમે કારુરામને સમજાવ્યા કે અમારે ફક્ત એક રાત અહીં રોકાવું છે. આ બાદ તાત્કાલિક એક પંચાયત બોલાવવામાં આવી અને કારુરામના સમજાવવા પર ગામના લોકો અમને ગામમાં રોકાવા દેવા માટે તૈયાર થયા. કારુરામે જ અમારા માટે ભોજન બનાવ્યું. ભોજનમાં ફક્ત ચોખા અને અથાણું હતું. આગળની સફર બસવરાજુના એન્કાઉન્ટરવાળી જગ્યાની
બોટેરમાં રાત વિતાવ્યા બાદ સવારે 5 વાગ્યે અમે આગળના સફર માટે નીકળી ગયા. અહીંથી અમારે લગભગ 15 કિલોમીટર પગપાળા જવાનું હતું. રસ્તામાં 900 મીટરથી વધુ ઊંચાઈવાળા ત્રણ પહાડો પાર કરવાના હતા. અમે કારુરામને પણ એન્કાઉન્ટર સાઇટ પર જવા માટે મનાવી લીધા. બોટેરથી નીકળતાં જ લગભગ એક કિલોમીટર બાદ કાચો રસ્તો ખતમ થઈ ગયો. નક્સલી લીડર બસવરાજુના એન્કાઉન્ટરવાળી જગ્યા સુધી પહોંચવાનો રસ્તો જ સૌથી મુશ્કેલ હતો. જે ગુંડેકોટ ગામમાં આ ઓપરેશન થયું હતું, ત્યાં જવાનો રસ્તો ગૂગલ મેપ પર પણ નથી. અમે ફક્ત કારુરામના ભરોસે હતા. પહાડી પર ચઢાણ લગભગ ત્રણ કિલોમીટર લાંબું હતું. દોઢ કલાક ચાલ્યા બાદ અમે પહેલા પહાડની ટોચ પર પહોંચ્યા. શ્વાસ ખૂબ જોરથી ફૂલી રહ્યા હતા. થોડી વાર આરામ કર્યા બાદ આગળનો તબક્કો શરૂ થયો. અમારે ત્રણ કિલોમીટરની ઢોળાવવાળી ખીણ ઉતરવાની હતી. અહીં એક-બે દિવસ પહેલાં જ વરસાદ થયો હતો, તેથી રસ્તો લપસણો અને ખતરનાક બની ગયો હતો. અમે લાકડીઓનો સહારો લઈને નીચે ઉતર્યા. એક-એક પગલું સંભાળીને રાખવું પડતું હતું. લગભગ 45 મિનિટ બાદ અમે પહોંચ્યા. અહીં વહેતા વરસાદી નાળાના કિનારે આરામ કર્યો, પાણી પીધું. 15 મિનિટ રોકાયા બાદ અમે આગળ નીકળ્યા. હવે સામે બીજો પહાડ હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેની ઊંચાઈ લગભગ 1300 થી 1500 મીટર છે. થાક્યા હોવાને કારણે આ ચઢાણ વધુ મુશ્કેલ હતું. આગળના બે કલાક અમે સતત ચાલતા રહ્યા. ગુંડેકોટ તરફ આગળ વધતાં રસ્તામાં એક જગ્યાએ ખાણીપીણીના પેકેટો વેરવિખેર મળ્યા. આમાં મોટાભાગે આંગણવાડીમાં મળતા દલિયાના પેકેટો હતા. આ વિશે પૂછવા પર જાણવા મળ્યું કે બસવરાજુના એન્કાઉન્ટર પહેલાં સિક્યોરિટી ફોર્સના જવાનો આ જગ્યાએ રોકાયા હતા. ચાલતાં-ચાલતાં સવારના 10 વાગી ગયા. આખરે અમે અબૂઝમાડની બીજી પહાડીની ટોચ પર પહોંચ્યા. અહીંથી ચારે બાજુ ફક્ત ગાઢ જંગલો જ દેખાય છે. અહીંથી ગુંડેકોટ ગામ નજીક જ હતું. બોટેરથી લગભગ 6 કલાક પગપાળા ચાલ્યા બાદ અમે ગુંડેકોટ પહોંચ્યા. આ ગામ જંગલો અને પહાડોની વચ્ચે વસેલું છે. 13 પરિવારોવાળા આ ગામમાં ન તો પાક્કો રસ્તો છે, ન સ્કૂલ, ન આંગણવાડી, ન હોસ્પિટલ. બીમાર પડવા પર લોકોને બાંસની કાવડ પર લાદીને ઓરછા કે બીજાપુરના ભૈરમગઢ લઈ જવું પડે છે. મહિનાભરનું રાશન અને અન્ય જરૂરી સામાન લેવા માટે ગામના લોકો પગપાળા ઓરછા જાય છે. આમાં તેમને લગભગ 4 દિવસ લાગે છે. પીવાનું પાણી એક ખાડામાંથી મળે છે. ગુંડેકોટથી લગભગ 4 કિલોમીટર પગપાળા ચાલીને અમે કલેકોટ જંગલમાં એન્કાઉન્ટરવાળી જગ્યા પહોંચ્યા. આ વિસ્તાર દંતેવાડા, નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર છે. અહીં હવે શાંતિ પથરાયેલી છે. બસવરાજુના એન્કાઉન્ટરને ભલે બે અઠવાડિયા વીતી ગયા, પરંતુ તેના નિશાન હજુ પણ દેખાય છે. ચારે બાજુ ગોળીઓના ખાલી ખોખા વેરવિખેર છે. ઝાડ પર ગોળીઓના અસંખ્ય નિશાન છે, જેનાથી ખબર પડે છે કે એન્કાઉન્ટર દરમિયાન કેટલો ગોળીબાર થયો હશે. અહીં નાસ્તાના પેકેટો, વેસેલિન, દવાઓ, પાણીની બોટલો, પેન, ડાયરી, ફર્સ્ટ એઇડ કિટ, માઉથ વૉશ, હેર કલર, ટોર્ચ, ચાર્જર કેબલ, સાબુ, ડેન્ટલ કિટ, સર્જરી બ્લેડ, ચમચી, સેનિટરી પેડ અને શૂઝ પડેલા મળ્યા. અહીં એક જેકેટ અને કાળી પેન્ટ પણ મળી. અમારી સાથે આવેલા એક ગામવાસીએ જણાવ્યું કે આ પ્રકારની પેન્ટ અને જેકેટ મોટા નક્સલી નેતાઓ પહેરે છે. લગભગ દોઢ કલાક એન્કાઉન્ટર સાઇટ પર રહ્યા બાદ અમે પરત ફરવા લાગ્યા. ખૂબ જ થાક લાગ્યો હતો, ટીમના એક સાથીની તબિયત બગડવા લાગી, તેથી પરત ફરવાની સફર વધુ મુશ્કેલ લાગી. પાછા બોટેર પહોંચવામાં અમને 6 કલાક લાગ્યા. રાત અમે આ જ ગામમાં વિતાવી. બીજા દિવસે બોટેરથી બાઇકથી નીકળ્યા અને 7 કલાકમાં ઓરછા પહોંચ્યા. અહીં પહોંચતાં-પહોંચતાં સાંજ થઈ ગઈ હતી. અમારી પાસે નારાયણપુર પરત જવાનું કોઈ સાધન ન હતું. ગામમાં BSNLનું નેટવર્ક આવે છે, પરંતુ તે પણ કામ નહોતું કરતું. અમારે એક રાત ઓરછામાં રોકાવું પડ્યું. બીજા દિવસે સવારે નીકળ્યા અને આખરે ત્રણ દિવસ બાદ નારાયણપુર ફરીથી પહોંચ્યા. કહાનીના આગળના ભાગમાં વાંચો બસવરાજુના એન્કાઉન્ટરની અંદરની વાત, 13 જૂન એટલે શુક્રવારે.