અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે નેતન્યાહૂને ગાઝામાં યુદ્ધ બંધ કરવા કહ્યું હતું. ઇઝરાયલની ચેનલ 12ના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો ફક્ત ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવા સુધી જ મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ યુદ્ધ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. આ સિવાય ટ્રમ્પે હજુ સુધી ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરવાની મંજૂરી આપી નથી. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે યુદ્ધ બંધ કરવાથી ઈરાન અને સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલી વાતચીતમાં મદદ મળશે. ઈરાન સાથે પરમાણુ કરાર માટે પ્રયાસો ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર પર સમજૂતી પર પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે ટ્રમ્પ ઈરાનના હાલના પ્રસ્તાવ સાથે સહમત નથી, તેમણે કહ્યું કે વાતચીતના દરવાજા હજુ પણ બંધ નથી. જવાબમાં નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન પર હંમેશા લશ્કરી દબાણ બની રહેવું જોઈએ. જોકે, ટ્રમ્પે હજુ પણ ઈરાન પર લશ્કરી હુમલો ટાળવા પર ભાર મૂક્યો. આના જવાબમાં નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન પર હંમેશા વિશ્વસનીય લશ્કરી દબાણ હોવું જોઈએ. પરંતુ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે વાતચીત દરમિયાન લશ્કરી હુમલાની શક્યતા ટાળવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ ત્યાં સુધી લશ્કરી કાર્યવાહીની ચર્ચા નહીં કરે, જ્યાં સુધી રાજદ્વારી પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ ન જાય . બ્રિટન અને કેનેડા સહિત 5 દેશોએ ઇઝરાયલના બે મંત્રીઓ પર પ્રતિબંધ મૂક્યો બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને નોર્વેએ મંગળવારે ઇઝરાયલના 2 મંત્રીઓ – ઇતામાર બેન-ગવીર અને બેઝાલેલ સ્મોતરિચ – પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જેમના પર કબજા હેઠળના વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયનો સામે હિંસા ભડકાવવાનો આરોપ છે. બંને મંત્રીઓ ગાઝા યુદ્ધ ચાલુ રાખવાના મજબૂત સમર્થક છે. હવે તેમની સામે ટ્રાવેલ પ્રતિબંધ અને મિલકત જપ્તી જેવા પગલાં લઈ શકાય છે. ગાઝા યુદ્ધની શરૂઆત પછી પશ્ચિમી દેશો દ્વારા ઇઝરાયલ વિરુદ્ધ લેવામાં આવેલું આ પહેલું મોટું પગલું છે. ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિદોન સારેએ આ પ્રતિબંધોને “અત્યંત વાંધાજનક” ગણાવ્યા અને કહ્યું કે તેઓ ઇઝરાયલના પ્રતિભાવ અંગે નિર્ણય લેવા માટે આવતા અઠવાડિયે નેતન્યાહૂને મળશે. હમાસ-ઇઝરાયલ યુદ્ધને 4 મુદ્દાઓમાં સમજો…