IPL પૂર્ણ થતાંની સાથે જ હવે ફરી રાજકોટમાં મિની IPL એટલે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગનો જંગ શરુ થઈ ગયો છે. આજે રાજકોટ-જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અનમોલ કિંગ્સ હાલાર અને આર્યન સોરઠ લાયન્સ વચ્ચે પહેલી મેચ યોજાઈ હતી જેમાં અનમોલ કિંગ્સ હાલારની જીત થઈ છે. આજની મેચમાં પ્રથમ દાવમાં આર્યન સોરઠ લાયન્સ ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 162 રન કર્યા હતા. કેપ્ટન પ્રેરક માંકડએ કેપ્ટન ઇનિંગ રમી પ્રથમ મેચમાં જ 44 બોલમાં 66 રન બનાવ્યા હતા. જેની સામે અનમોલ કિંગ્સ હાલારએ 4 વિકેટ ગુમાવી 163 રન બનાવી જીત હાસિલ કરી છે જેમાં સિધ્ધાંત રાણાએ 48 બોલમાં 68 રન બનાવ્યા હતા મેચ બાદ સાંજે સલીમ-સુલેમાન અને જેક્લિન ફર્નાન્ડિઝ દ્વારા એક મેગા કોન્સર્ટનું આયોજન છે, જેમાં હોસ્ટ તરીકે શેફાલી બાગા જોડાશે. ત્યારબાદ ધમાકેદાર સંગીત પ્રદર્શન અને આતશબાજી થશે. ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થયેલી આ ટી-20 લીગમાં પાંચ ટીમ વચ્ચે કુલ 21 મેચ રમાશે, જેમાં ફાઇનલનો પણ સમાવેશ થાય છે અને આ તમામ 21 મેચ લાઈવ જિયો હોટ સ્ટાર પર જોઈ શકશો. આજે પ્રથમ મેચ અનમોલ કિંગ્સ હાલાર અને આર્યન સોરઠ લાયન્સ વચ્ચે યોજાઈ, જેમાં પ્રથમ દાવમાં આર્યન સોરઠ લાયન્સ ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 162 રન કર્યા હતા. કેપ્ટન પ્રેરક માંકડએ કેપ્ટન ઇનિંગ રમી પ્રથમ મેચમાં જ 44 બોલમાં 66 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની આ ધરતીએ ઘણા ક્રિકેટરો આપ્યા છે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આનાથી સૌરાષ્ટ્રના ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ મળશે. IPL જેવી ટુર્નામેન્ટમાં ખેલાડીઓ કેટલું પ્રેશર ઝીલતા હોય છે, તેનો અહેસાસ અહીં આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને શીખવા મળશે. સૌરાષ્ટ્રની આ ધરતીએ ઘણા ક્રિકેટરો આપ્યા છે. નિરંજન શાહે પાછલા 50 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છે, તેમને સૌરાષ્ટ્રને આટલા અતિ આધુનિક મેદાનો આપ્યા છે રણજી ટ્રોફી હોય કે દુલીત ટ્રોફી આ બધી ટ્રોફીની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઇ છે. IPL રમી ચૂકેલા ખેલાડીઓ પણ આજથી શરૂ થતી આ લીગમાં રમવાના છે તે સારી વાત છે. અહીંયાથી રમીને ખેલાડીઓ સારું પર્ફોમન્સ આપી રાષ્ટ્ર માટે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમીને દેશનું ગૌરવ વધારશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ IPLની વિજેતા ટીમ RCB જીતના જશ્ન માટે બેંગલુર પહોંચી જ્યાં દુર્ઘટનામાં 11 લોકોના મૃત્યુ મામલે પણ મનસુખ માંડવીયાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. IPL-રણજી ટ્રોફી, ડોમેસ્ટિક ક્રિકેટના ખેલાડી રમશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા છેલ્લાં ચાર વર્ષથી IPLની જેમ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (SPL)નું આયોજન કરવામાં આવે છે, જેને આ વખતે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે આ લીગનું સંપૂર્ણ મેનેજમેન્ટ આરિવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સોંપવામાં આવ્યું છે, જેમના દ્વારા ગત વર્ષ બેંગાલ પ્રો ટી-20 લીગ યોજવામાં આવી હતી. આજથી શરૂ થતી આ લીગમાં ભારતીય ટીમમાં રમતા તેમજ IPL અને રણજી ટ્રોફી ડોમેસ્ટિક ક્રિકેટમાં અલગ અલગ ટીમોના અનુભવી તેમજ ઊભરતા ખેલાડી તમામને યોગ્ય પ્લેટફોર્મ આપી સિલેક્શન કરવામાં આવ્યું છે. જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન રમશે
આ લીગમાં જાણીતા ખેલાડી જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અને હાર્વિક દેસાઈ જેવા ખેલાડીઓ પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે. દરેક ટીમ વચ્ચે 8-8 મેચ રમાશે
આ વખતે પાંચ ટીમ વચ્ચે જંગ જામશે, જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સનો સમાવેશ થાય છે. પાછલાં વર્ષોમાં રમાયેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં દરેક ટીમ વચ્ચે 4-4 મેચ રમાતી હતી, જેમાં બદલાવ કરી આ વખતે 8-8 મેચ રમાડવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ મેચ રમવાથી ખેલાડીઓ સારું પર્ફોર્મન્સ કરી શકે અને વધુ ને વધુ સૌરાષ્ટ્રના ખેલાડીઓ IPL તેમજ ઇન્ડિયા માટે સિલેક્સન પામી શકે. સૌરાષ્ટ્રના ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા આયોજન
સૌરાષ્ટ્ર પ્રો લીગનું આયોજન સૌરાષ્ટ્રના ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે જ કરવામાં આવી રહ્યું છે. લીગમાં અનુભવ મેળવી વધુમાં વધુ ક્રિકેટરો રાષ્ટ્રીય સ્તર પર રમે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ લીગમાં અગાઉ બે વખત જ્યારે આયોજન થયું ત્યારે એસોસિયેશનને આર્થિક નુકસાન થયું હતું, પરંતુ આ વખતે ફાયદો થશે. આ લીગનું સંપૂર્ણ મેનેજમેન્ટ આરિવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સોંપવામાં આવ્યું છે, જેના દ્વારા ગત વર્ષ બેંગાલ પ્રો ટી-20 લીગ યોજવામાં આવી હતી. ડ્રાફ્ટ સિસ્ટમ, જે એ હરાજી નથી
સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ માટે ડ્રાફટ સિસ્ટમ રાખવામાં આવી હતી, જે હરાજી નથી, પરંતુ પસંદગી છે. ડ્રાફટ સિસ્ટમ મારફત પાંચ ટીમ દ્વારા 90 ખેલાડી, એટલે કે દરેક ટીમમાં 18 ક્રિકેટર સામેલ કરાયા છે. ડ્રાફટ સિસ્ટમમાં પાંચેય ટીમના કેપ્ટન સાથે કોચ, ફ્રેન્ચાઇઝી ટીમ ઓનર પણ ઉપસ્થિત હતા. 125 ક્રિકેટર, જેઓ ટીમ ઈન્ડિયા, રણજી, અંડર 23 રમ્યા હોય તેવા ક્રિકેટરોનો સમૂહ વિવિધ કેટેગરી, જેમ કે માર્કી, કેટેગરી એ, બી અને સીમાં સામેલ કરાયા હતા. એ પૈકી જયદેવ ઉનડકટ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ અને હાર્વિક દેસાઈ પાંચેય ટીમના માર્કી પ્લેયર એટલે કે કેપ્ટન છે. લીગ માટે પસંદગી પામેલ આ તમામ 90 ખેલાડીને તેમની કેટેગરી મુજબ રૂ.25 હજાર, રૂ.20 હજાર, રૂ.15 હજાર પ્રતિ મેચ ફીના રૂપે આપવામાં આવશે. સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે સારું પ્લેટફોર્મ: રવીન્દ્ર જાડેજા
ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટ કરિયરમાં સૌથી વધુ 1151 દિવસ સુધી સતત નંબર 1 ઓલરાઉન્ડર રહેલા રવીન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે એક સારું પ્લેટફોર્મ છે. યંગ જનરેશન ઘણી આગળ આવી રહી છે ત્યારે એક પ્લેયરને ઘણું સારું પ્લેટફોર્મ મળે એવું મારું માનવું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આ સારું આયોજન કરી રહી છે, જેનાથી સૌરાષ્ટ્રને ભવિષ્યમાં સારા ક્રિકેટર તેમજ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સારા ખેલાડીને સ્થાન મળે એ માટેનું આ સારું આયોજન છે. ખેલાડીના પોઇન્ટ ઓફ વ્યૂથી આ તેમના માટે પણ સારી તક છે કે ખેલાડી આ લેવલે પહોંચી પોતાની કાબેલિયત દેખાડી શકે, પોતાનામાં શું હુન્નર છે એ પણ આ પ્લેટફોર્મના માધ્યમથી વર્લ્ડ ક્રિકેટને દેખાડી શકશે. કેટલાક ખેલાડીઓ IPL પણ રમી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગમાં રમનારા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ IPLમાં પણ અલગ અલગ ટીમની અંદર સ્થાન મેળવી ચૂક્યા છે, જેમાં જયદેવ ઉનડકટ, પ્રેરક માંકડ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, હાર્વિક દેસાઈ, યુવરાજસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે.