P24 News Gujarat

Editor’s View: ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પની સ્ટ્રાઇક:લોસ એન્જલસમાં બળવાની આગ?; ટ્રમ્પે ગવર્નરની જાણ બહાર નેશનલ ગાર્ડ મોકલી દીધા, USમાં શું રંધાઈ રહ્યું છે?

વાત 1992ની છે. અમેરિકાના લોસ એન્જલસના ફેમસ બાઇકર રોડની કિંગને ચાર પોલીસે ભેગા મળીને માર માર્યો હતો. ચારેય પોલીસ સામે કેસ ચાલ્યો ને જામીન પર છૂટી ગયા. પોલીસ જામીન પર છૂટ્યા, તેનો વિરોધ કરવા લોકો લોસ એન્જલસના રસ્તા પર ઊતરી આવ્યા. તોફાન થયાં, ટિયરગેસના શેલ છોડાયા… ત્યારે કેલિફોર્નિયાના ગવર્નરે નેશનલ ગાર્ડની સિક્યોરિટી માગી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ મોકલ્યા હતા. આ વાતને 33 વર્ષ થઈ ગયાં. લોસ એન્જલસમાં ફરી એ જ સ્થિતિ આવીને ઊભી છે. પ્રદર્શનો થયાં, તોફાન થયાં, ટિયરગેસના શેલ છોડાયા… કારણ અલગ છે અને મુખ્ય તફાવત એ છે કે કેલિફોર્નિયાના ગવર્નરે સિક્યોરિટી નહોતી માગી તોપણ ટ્રમ્પે 2000 જેટલા નેશનલ ગાર્ડને લોસ એન્જલસ મોકલી દીધા. આના પરથી સવાલ એ થાય કે શું ખરેખર આ મામલો માત્ર ગેરકાયદે ઈમિગ્રન્ટનો જ છે કે અમેરિકામાં બીજું કાંઈક રંધાઈ રહ્યું છે… નમસ્કાર, ન્યૂયોર્કમાં ટ્રાફિક ફી હોય કે હાર્વર્ડનો અભ્યાસક્રમ, એપલનું પ્રોડક્શન હોય કે ટેસ્લાની સબસિડી… દરેક ક્ષેત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ચંચુપાત કરી રહી છે. આ અમેરિકન કલ્ચર નથી. અત્યારની ફેડરલ સરકાર વિસ્તારવાદી બનવા માગે છે. ટ્રમ્પ જાણે છે કે આજે નહીં તો કાલે, તેની સામે બળવો થશે. એટલે લોસ એન્જલસની આગ બળવાનો ભડકો ન બની જાય એ પહેલાં એને ઠારવાનો ટ્રમ્પનો પ્રયાસ છે. પહેલા એ જાણો કે ઘટના શું બની.. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પ્રચાર કરતા હતા ત્યારે તેણે હાકલ કરી હતી કે હું સત્તામાં આવીશ તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસીને બેઠેલા બીજા દેશોના લોકોને વીણી-વીણીને કાઢી મૂકીશ. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ને છ મહિના થયા. હવે ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ બોલાવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં સરકાર હેઠળ એક ડિપાર્ટમેન્ટ છે – US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE). આ વિભાગને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ કે ગેરકાયદે ઈમિગ્રન્ટને શોધો, ધરપકડ કરો. રોજની 3 હજાર ધરપકડનો ટાર્ગેટ આપ્યો હોવાનું પણ કહેવાય છે. ICEનો સ્ટાફ વ્હાઇટ હાઉસની સૂચના મુજબ લોસ એન્જલસ પહોંચ્યો. અહીં ઘરે ઘરે, દુકાનો, શોરૂમ, વેરહાઉસ, નાની-મોટી ઓફિસોમાં દરોડા પાડ્યા. દેખાવમાં અમેરિકન ન હોય તેવા લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા. આ બધું 6 જૂનથી શરૂ થયું. 7 જૂને વાત વણસી. વાત એટલે વણસી કે જે લોકો પાસે ડોક્યુમેન્ટ્સ નહોતા તેવા 118 લોકોની ધરપકડ કરી. એ સિવાય જે લોકો મોબાઈલથી આ દરોડાનો વીડિયો ઉતારતા હતા તેમને પણ પકડી લીધા. એનાથીય આગળ, જેમના પર કોઈ ક્રિમિનલ કેસ નથી તેવા લોકોને ક્રિમિનલ છે – એવું બતાવીને ધરપકડો કરવા લાગ્યા. ICEની જોહુકમી સામે ઈમિગ્રન્ટ્સમાં રોષ ફેલાયો. 7 જૂને સવારે તોફાન શરૂ થયાં, પોલીસ પર ફટાકડા, કાચની બોટલો, પથ્થર ફેંક્યા, વાહનોને આગ ચાંપી દીધી. આ બધી ધમાલના સમાચાર મળતાં જ ટ્રમ્પે તરત એવો આદેશ કર્યો કે 2 હજાર જેટલા નેશનલ કમાન્ડો લોસ એન્જલસ મોકલી દો. લોસ એન્જલસમાં જ દરોડા કેમ? અમેરિકાનું બીજું સૌથી મોટું શહેર છે મેક્સિકન ઈમિગ્રન્ટની સંખ્યા વધારે છે મેક્સિકોથી લાખો લોકો ઘૂસે છે 1 કરોડ લોકો પાસે ડોક્યુમેન્ટ નથી મિલિટરી સ્ટાઈલમાં દરોડા ગવર્નરને જાણ ન કરી, ટ્રમ્પે બારોબાર કમાન્ડો મોકલી દીધા નિયમ એવો છે કે કોઈ સ્ટેટના ગર્વનર રાજ્યની વણસતી સ્થિતિ થાળે પાડવા રાષ્ટ્રપતિ પાસે ડિમાન્ડ કરે કે અહીં નેશનલ કમાન્ડો મોકલો તો જ રાષ્ટ્રપતિ મોકલે છે. બાકી સીધેસીધા કમાન્ડો મોકલી શકાતા નથી. હા, અમેરિકાના બંધારણમાં એક છટકબારી એવી છે કે રાષ્ટ્રપતિ વિટો પાવર વાપરીને નેશનલ કમાન્ડો મોકલી મોકલી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે આવું જ કર્યું. કેલિફોનિર્યાના સ્ટેટ ગવર્નરને બાયપાસ કરી નાખ્યા. પોતે જ નિર્ણય લઈને આર્મી મોકલી દીધી. ગવર્નરને પૂછ્યું પણ નહીં કે તમારે આર્મીની જરૂર છે કે નહીં. આના માટે ટ્રમ્પે US કોડ ઓફ આર્મ્ડ સર્વિસીઝ ટાઈટલ 10ની U.S.C. 12406નો પાવર વાપરી લીધો, જેમાં રાષ્ટ્રપતિ ડાયરેક્ટ નેશનલ ગાર્ડ મોકલી શકે. 3 મુદ્દે નેશનલ ગાર્ડ મૂકી શકાય છે. આમાં બીજા નંબરનો પોઈન્ટ એટલે મહત્ત્વનો છે કે ટ્રમ્પ ભાંખી ગયા છે કે આ આંદોલન ગમે ત્યારે બળવામાં કન્વર્ટ થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની 3 વાત ગવર્નર ગેવિન ન્યૂસોમની 3 વાત મેયર કારેન બાસની 3 વાત ટ્રમ્પની પ્રતિક્રિયા ઈમિગ્રન્ટ્સ પર સિવિલ વોર જેવી સ્થિતિ ડોનાલ્ડ ટ્રમ્પે છ મહિનામાં એવા-એવા નિર્ણયો લીધા, જેના કારણે પોતાની તો ઈમેજ ખરાબ થઈ છે, અમેરિકાનું નામ પણ ટ્રમ્પે ડુબાડ્યું છે. એમાં પણ મસ્ક સાથે માથાકૂટ કરીને રહીસહી આબરૂનું ધોવાણ કર્યું છે. લોસ એન્જલસ શહેર એ કેલિફોર્નિયા સ્ટેટની અંદર આવે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમ જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. લોસ એન્જલસનાં મેયર કારેન બાસ અશ્વેત મહિલા છે અને તે પણ ડેમોક્રેટિક પાર્ટીનાં છે. આ જ કારણ હોઈ શકે કે ટ્રમ્પે ડેમોક્રેટિક સ્ટેટના કારણે લોસ એન્જલસ પર દરોડાની સ્ટ્રાઈક કરી હોઈ શકે. આ બધું જોતાં સવાલ એ થાય છે કે આ માત્ર ઈમિગ્રન્ટનો મામલો છે કે અમેરિકામાં બીજું કાંઈક રંધાઈ રહ્યું છે? કેલિફોર્નિયાનાં ગવર્નર ગેવિન ન્યૂસોમ ટ્રમ્પના નિર્ણયથી નારાજ છે. તેમણે મીડિયાને કહ્યું હતું કે ટ્રમ્પ નેશનલ ગાર્ડ એટલે નથી મોકલતા કે અહીં પોલીસ ફોર્સ ઓછી છે, પણ એટલે મોકલે છે કે કારણ કે તેઓ દુનિયા સામે તમાશો કરી શકે. તેમણે લોકોને અપીલ કરી કે ટ્રમ્પને તમાશો કરવાની તક ન આપો. જે કરવું હોય એ શાંતિથી કરો. અમેરિકન એક્સપર્ટની ચિંતા, કહ્યું- લોકોની આઝાદી પર હુમલો અમેરિકાના કાયદાના જાણકાર રોબર્ટ પેટિલિયોએ NDTV સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટ્રમ્પનું આ પગલું અત્યારના ઈતિહાસમાં સાવ અનોખું ને ચિંતાજનક છે. સૈનિકોનું કામ પોલીસ જેવું નથી હોતું અને આ પ્રકારનાં પગલાં લોકોની આઝાદી પર સીધો હુમલો છે. આ માત્ર ઈમિગ્રેશન કે કાયદો વ્યવસ્થાનો મામલો નથી, પણ ફેડરલ પાવરનો દરેક સ્તરે વિસ્તાર થઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં ટ્રાફિક ફી હોય કે હાર્વર્ડનો અભ્યાસક્રમ, આ બધા ખતરનાક સંકેત છે. ટ્રમ્પે ચૂંટણી વખતે કહેલું કે અમે મોટી સંખ્યામાં ગેરકાયદે ઈમિગ્રન્ટને ડિપોર્ટ કરીશું. ICEને ટાર્ગેટ અપાયો છે કે રોજની 3 હજાર ધરપકડ થવી જોઈએ. તેનું ખરાબ પરિણામ એ આવી રહ્યું છે કે કેટલાક કાયદેસર રહેતા અને કાયમી નાગરિકોને પણ પકડ્યા છે. અમેરિકામાં હવે રાજકીય ધ્રુવીકરણ થઈ રહ્યું છે. છેલ્લે, કેલિફોર્નિયાનો લોસ એન્જલસ વિસ્તાર જંગલ અને પહાડોની આગ માટે જાણીતો છે. અહીં વારંવાર દાવાનળ ફાટી નીકળે છે ને આગ લાગે છે. આ વખતે લોસ એન્જલસમાંથી વિરોધની આગ ઊઠી છે ને લાગે છે કે ધીમે ધીમે એ આખા અમેરિકાને ચપેટમાં લઈ લેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​વાત 1992ની છે. અમેરિકાના લોસ એન્જલસના ફેમસ બાઇકર રોડની કિંગને ચાર પોલીસે ભેગા મળીને માર માર્યો હતો. ચારેય પોલીસ સામે કેસ ચાલ્યો ને જામીન પર છૂટી ગયા. પોલીસ જામીન પર છૂટ્યા, તેનો વિરોધ કરવા લોકો લોસ એન્જલસના રસ્તા પર ઊતરી આવ્યા. તોફાન થયાં, ટિયરગેસના શેલ છોડાયા… ત્યારે કેલિફોર્નિયાના ગવર્નરે નેશનલ ગાર્ડની સિક્યોરિટી માગી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ મોકલ્યા હતા. આ વાતને 33 વર્ષ થઈ ગયાં. લોસ એન્જલસમાં ફરી એ જ સ્થિતિ આવીને ઊભી છે. પ્રદર્શનો થયાં, તોફાન થયાં, ટિયરગેસના શેલ છોડાયા… કારણ અલગ છે અને મુખ્ય તફાવત એ છે કે કેલિફોર્નિયાના ગવર્નરે સિક્યોરિટી નહોતી માગી તોપણ ટ્રમ્પે 2000 જેટલા નેશનલ ગાર્ડને લોસ એન્જલસ મોકલી દીધા. આના પરથી સવાલ એ થાય કે શું ખરેખર આ મામલો માત્ર ગેરકાયદે ઈમિગ્રન્ટનો જ છે કે અમેરિકામાં બીજું કાંઈક રંધાઈ રહ્યું છે… નમસ્કાર, ન્યૂયોર્કમાં ટ્રાફિક ફી હોય કે હાર્વર્ડનો અભ્યાસક્રમ, એપલનું પ્રોડક્શન હોય કે ટેસ્લાની સબસિડી… દરેક ક્ષેત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ચંચુપાત કરી રહી છે. આ અમેરિકન કલ્ચર નથી. અત્યારની ફેડરલ સરકાર વિસ્તારવાદી બનવા માગે છે. ટ્રમ્પ જાણે છે કે આજે નહીં તો કાલે, તેની સામે બળવો થશે. એટલે લોસ એન્જલસની આગ બળવાનો ભડકો ન બની જાય એ પહેલાં એને ઠારવાનો ટ્રમ્પનો પ્રયાસ છે. પહેલા એ જાણો કે ઘટના શું બની.. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પ્રચાર કરતા હતા ત્યારે તેણે હાકલ કરી હતી કે હું સત્તામાં આવીશ તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસીને બેઠેલા બીજા દેશોના લોકોને વીણી-વીણીને કાઢી મૂકીશ. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ને છ મહિના થયા. હવે ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ બોલાવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં સરકાર હેઠળ એક ડિપાર્ટમેન્ટ છે – US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE). આ વિભાગને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ કે ગેરકાયદે ઈમિગ્રન્ટને શોધો, ધરપકડ કરો. રોજની 3 હજાર ધરપકડનો ટાર્ગેટ આપ્યો હોવાનું પણ કહેવાય છે. ICEનો સ્ટાફ વ્હાઇટ હાઉસની સૂચના મુજબ લોસ એન્જલસ પહોંચ્યો. અહીં ઘરે ઘરે, દુકાનો, શોરૂમ, વેરહાઉસ, નાની-મોટી ઓફિસોમાં દરોડા પાડ્યા. દેખાવમાં અમેરિકન ન હોય તેવા લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા. આ બધું 6 જૂનથી શરૂ થયું. 7 જૂને વાત વણસી. વાત એટલે વણસી કે જે લોકો પાસે ડોક્યુમેન્ટ્સ નહોતા તેવા 118 લોકોની ધરપકડ કરી. એ સિવાય જે લોકો મોબાઈલથી આ દરોડાનો વીડિયો ઉતારતા હતા તેમને પણ પકડી લીધા. એનાથીય આગળ, જેમના પર કોઈ ક્રિમિનલ કેસ નથી તેવા લોકોને ક્રિમિનલ છે – એવું બતાવીને ધરપકડો કરવા લાગ્યા. ICEની જોહુકમી સામે ઈમિગ્રન્ટ્સમાં રોષ ફેલાયો. 7 જૂને સવારે તોફાન શરૂ થયાં, પોલીસ પર ફટાકડા, કાચની બોટલો, પથ્થર ફેંક્યા, વાહનોને આગ ચાંપી દીધી. આ બધી ધમાલના સમાચાર મળતાં જ ટ્રમ્પે તરત એવો આદેશ કર્યો કે 2 હજાર જેટલા નેશનલ કમાન્ડો લોસ એન્જલસ મોકલી દો. લોસ એન્જલસમાં જ દરોડા કેમ? અમેરિકાનું બીજું સૌથી મોટું શહેર છે મેક્સિકન ઈમિગ્રન્ટની સંખ્યા વધારે છે મેક્સિકોથી લાખો લોકો ઘૂસે છે 1 કરોડ લોકો પાસે ડોક્યુમેન્ટ નથી મિલિટરી સ્ટાઈલમાં દરોડા ગવર્નરને જાણ ન કરી, ટ્રમ્પે બારોબાર કમાન્ડો મોકલી દીધા નિયમ એવો છે કે કોઈ સ્ટેટના ગર્વનર રાજ્યની વણસતી સ્થિતિ થાળે પાડવા રાષ્ટ્રપતિ પાસે ડિમાન્ડ કરે કે અહીં નેશનલ કમાન્ડો મોકલો તો જ રાષ્ટ્રપતિ મોકલે છે. બાકી સીધેસીધા કમાન્ડો મોકલી શકાતા નથી. હા, અમેરિકાના બંધારણમાં એક છટકબારી એવી છે કે રાષ્ટ્રપતિ વિટો પાવર વાપરીને નેશનલ કમાન્ડો મોકલી મોકલી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે આવું જ કર્યું. કેલિફોનિર્યાના સ્ટેટ ગવર્નરને બાયપાસ કરી નાખ્યા. પોતે જ નિર્ણય લઈને આર્મી મોકલી દીધી. ગવર્નરને પૂછ્યું પણ નહીં કે તમારે આર્મીની જરૂર છે કે નહીં. આના માટે ટ્રમ્પે US કોડ ઓફ આર્મ્ડ સર્વિસીઝ ટાઈટલ 10ની U.S.C. 12406નો પાવર વાપરી લીધો, જેમાં રાષ્ટ્રપતિ ડાયરેક્ટ નેશનલ ગાર્ડ મોકલી શકે. 3 મુદ્દે નેશનલ ગાર્ડ મૂકી શકાય છે. આમાં બીજા નંબરનો પોઈન્ટ એટલે મહત્ત્વનો છે કે ટ્રમ્પ ભાંખી ગયા છે કે આ આંદોલન ગમે ત્યારે બળવામાં કન્વર્ટ થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની 3 વાત ગવર્નર ગેવિન ન્યૂસોમની 3 વાત મેયર કારેન બાસની 3 વાત ટ્રમ્પની પ્રતિક્રિયા ઈમિગ્રન્ટ્સ પર સિવિલ વોર જેવી સ્થિતિ ડોનાલ્ડ ટ્રમ્પે છ મહિનામાં એવા-એવા નિર્ણયો લીધા, જેના કારણે પોતાની તો ઈમેજ ખરાબ થઈ છે, અમેરિકાનું નામ પણ ટ્રમ્પે ડુબાડ્યું છે. એમાં પણ મસ્ક સાથે માથાકૂટ કરીને રહીસહી આબરૂનું ધોવાણ કર્યું છે. લોસ એન્જલસ શહેર એ કેલિફોર્નિયા સ્ટેટની અંદર આવે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમ જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. લોસ એન્જલસનાં મેયર કારેન બાસ અશ્વેત મહિલા છે અને તે પણ ડેમોક્રેટિક પાર્ટીનાં છે. આ જ કારણ હોઈ શકે કે ટ્રમ્પે ડેમોક્રેટિક સ્ટેટના કારણે લોસ એન્જલસ પર દરોડાની સ્ટ્રાઈક કરી હોઈ શકે. આ બધું જોતાં સવાલ એ થાય છે કે આ માત્ર ઈમિગ્રન્ટનો મામલો છે કે અમેરિકામાં બીજું કાંઈક રંધાઈ રહ્યું છે? કેલિફોર્નિયાનાં ગવર્નર ગેવિન ન્યૂસોમ ટ્રમ્પના નિર્ણયથી નારાજ છે. તેમણે મીડિયાને કહ્યું હતું કે ટ્રમ્પ નેશનલ ગાર્ડ એટલે નથી મોકલતા કે અહીં પોલીસ ફોર્સ ઓછી છે, પણ એટલે મોકલે છે કે કારણ કે તેઓ દુનિયા સામે તમાશો કરી શકે. તેમણે લોકોને અપીલ કરી કે ટ્રમ્પને તમાશો કરવાની તક ન આપો. જે કરવું હોય એ શાંતિથી કરો. અમેરિકન એક્સપર્ટની ચિંતા, કહ્યું- લોકોની આઝાદી પર હુમલો અમેરિકાના કાયદાના જાણકાર રોબર્ટ પેટિલિયોએ NDTV સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટ્રમ્પનું આ પગલું અત્યારના ઈતિહાસમાં સાવ અનોખું ને ચિંતાજનક છે. સૈનિકોનું કામ પોલીસ જેવું નથી હોતું અને આ પ્રકારનાં પગલાં લોકોની આઝાદી પર સીધો હુમલો છે. આ માત્ર ઈમિગ્રેશન કે કાયદો વ્યવસ્થાનો મામલો નથી, પણ ફેડરલ પાવરનો દરેક સ્તરે વિસ્તાર થઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં ટ્રાફિક ફી હોય કે હાર્વર્ડનો અભ્યાસક્રમ, આ બધા ખતરનાક સંકેત છે. ટ્રમ્પે ચૂંટણી વખતે કહેલું કે અમે મોટી સંખ્યામાં ગેરકાયદે ઈમિગ્રન્ટને ડિપોર્ટ કરીશું. ICEને ટાર્ગેટ અપાયો છે કે રોજની 3 હજાર ધરપકડ થવી જોઈએ. તેનું ખરાબ પરિણામ એ આવી રહ્યું છે કે કેટલાક કાયદેસર રહેતા અને કાયમી નાગરિકોને પણ પકડ્યા છે. અમેરિકામાં હવે રાજકીય ધ્રુવીકરણ થઈ રહ્યું છે. છેલ્લે, કેલિફોર્નિયાનો લોસ એન્જલસ વિસ્તાર જંગલ અને પહાડોની આગ માટે જાણીતો છે. અહીં વારંવાર દાવાનળ ફાટી નીકળે છે ને આગ લાગે છે. આ વખતે લોસ એન્જલસમાંથી વિરોધની આગ ઊઠી છે ને લાગે છે કે ધીમે ધીમે એ આખા અમેરિકાને ચપેટમાં લઈ લેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *