થોડા સમય પહેલાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં વટાણા વેરી દીધા હતાં કે અમેરિકાના કહેવાથી અમે 30 વર્ષથી આતંકવાદને પોષવાનું ગંદું કામ કરતા આવ્યા છીએ. હવે પાકિસ્તાનના વિપક્ષી નેતાએ અમેરિકા જઈને અમેરિકા પર જ આરોપ લગાવી દીધા છે. પાકિસ્તાનના રાજકીય પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ અને પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અમેરિકા જઈને અમેરિકાને જ શિંગડાં ભરાવ્યાં છે. બિલાવલની આ ઢીંક આખા પાકિસ્તાનને નડી જવાની છે. બીજી તરફ પાકિસ્તાનની ગઠબંધન સરકાર પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે, કારણ કે આવતીકાલે, 11 જૂન બુધવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી છૂટી શકે છે. ઈસ્લામાબાદ કોર્ટમાં તેની સુનાવણી છે. નમસ્કાર, ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારતે વિપક્ષી નેતાઓનાં સાત ડેલિગેશન અલગ અલગ દેશોમાં મોકલ્યા હતામ, જેથી દુનિયા સામે પાકિસ્તાન બેનકાબ થઈ શકે. એમાં અમેરિકા મહત્ત્વની વિઝિટ હતી. ત્યાં જે ડેલિગેશન ગયું તેના લીડર હતા કોંગ્રેસી નેતા શશિ થરૂર. ભારતના પગલે પાકિસ્તાને પણ અલગ અલગ દેશોમાં ડેલિગેશન મોકલ્યાં. પાકિસ્તાનનું જે ડિલેગેશન અમેરિકા ગયું તેના લીડર હતા બિલાવલ ભુટ્ટો ઝરદારી. ભુટ્ટો અમેરિકામાં વઢ તો ખાઈ આવ્યા, ઊલટું બફાટ કરી આવ્યા એ અલગ. બિલાવલે અમેરિકામાં, અમેરિકા વિરુદ્ધ શું બફાટ કર્યો? બિલાવલ ભુટ્ટોએ કહ્યું, આપણે આતંકવાદ વિશે વાત કરીએ છીએ, અફઘાનિસ્તાન વિશે વાત કરીએ છીએ, અન્ય બાબતો વિશે વાત કરીએ છીએ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આ એવા મુદ્દાઓ છે જે પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધો મજબૂત બનાવે છે, પણ ભારત પાકિસ્તાન પર આતંકવાદીઓને ઉછેરવાનો આક્ષેપ લગાવે છે એના માટે મારે સ્પષ્ટતા કરવી પડશે. હું કહેવા માગું છું કે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો ઉતાવળે હટાવી લેવામાં આવ્યા ત્યારે અમેરિકન સૈનિકો મોટેપાયે આધુનિક હથિયાર અફઘાનિસ્તાનમાં છોડી આવ્યા હતા. આ હથિયારો આતંકવાદીઓએ કાળાં બજારમાં ખરીદી લીધાં. આ આતંકવાદીઓ પાસે એવાં આધુનિક હથિયારો છે કે એવા તો પાકિસ્તાનની સેના પાસે પણ નથી. આતંકવાદીઓ અમેરિકાનાં આ હથિયારનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરી રહ્યા છે, જેના કારણે પાકિસ્તાન ઘણું નુકસાન ભોગવી રહ્યું છે. હું સ્પષ્ટ કહેવા માગું છું કે પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો થવા માટે અમેરિકાની નીતિઓ જવાબદાર છે. બિલાવલ ભુટ્ટોએ ટ્રમ્પનું નામ લીધા વગર ટ્રમ્પને ટોણો માર્યો છે, કારણ કે 2020માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તહેનાત સૈનિકોને પાછા બોલાવી લીધા ત્યારે ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ હતા. એટલે બિલાવલે આમ તો ટ્રમ્પની નીતિ સામે આડકતરો ઈશારો કર્યો છે. અમેરિકાનાં કયાં હથિયારો આતંકવાદીઓ વાપરી રહ્યા છે? અમેરિકાએ 2000થી લઈ 2020 સુધીનાં 20 વર્ષમાં અફઘાનમાં તહેનાત અમેરિકી સેનાને 89 બિલિયનનાં લશ્કરી શસ્ત્ર-સાધનો આપ્યાં હતાં. આ હથિયારોનો ઉપયોગ અફઘાન સેના પણ કરતી હતી. તાલિબાને અફઘાન સેના પાસેથી લગભગ 6 લાખ 50 હજાર શસ્ત્રો કબજે કર્યાં, જેમાં 3 લાખ 50 હજાર M4/M16 રાઇફલ્સ, 65 હજાર મશીનગન અને 25 હજાર ગ્રેનેડ લોન્ચરનો સમાવેશ થાય છે. રિસોર્સિસ અને પૈસા માટે સંઘર્ષ કરી રહેલા તાલિબાન કમાન્ડરોએ આ અમેરિકી હથિયારો કાળા બજારમાં આતંકવાદીઓને વેચી દીધાં. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ જેવાં આતંકી સંગઠનના આકાઓ આ હથિયાર પાકિસ્તાન લઈ ગયા અને એનો ઉપયોગ કરવા લાગ્યા. બિલાવલના નિવેદનની પાકિસ્તાન પર શું અસર પડી શકે? બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પછી અફઘાનિસ્તાન કે અમેરિકા બંનેમાંથી કોઈ દેશે પ્રતિક્રિયા આપી નથી, પણ આનાથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો ચોક્કસ બગડી શકે છે. એવી જ રીતે અફઘાનિસ્તાન સાથેના સંબંધો પણ વણસી શકે છે. ભુટ્ટોએ આ સ્ટેટમેન્ટ એવા સમયે આપ્યું છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો સુધરી રહ્યા છે. હજી હમણાં જ બંને દેશે પોતાપોતાના દેશમાં ડિ’એફેર્સ (ઈન્ચાર્જ) રાજદૂતોને કાયમી રાજદૂત બનાવી દીધા છે, પણ ભુટ્ટોના નિવેદન પછી માંડ માંડ સુધરતા પાક.-અફઘાનના સંબંધો ફરી વણસી શકે છે. બીજું, અમેરિકા પણ પાકિસ્તાન સાથે છેડો ફાડી શકે છે, કારણ કે બિલાવલે અમેરિકા પર, ને ખાસ તો ટ્રમ્પ પર સીધો બ્લેમ કર્યો કહેવાય કે ટ્રમ્પના વખતમાં હથિયારો આતંકવાદી સુધી પહોંચી ગયાં… એટલે આતંકવાદ વકર્યો. બની શકે કે અમેરિકા પાકિસ્તાનથી અંતર કરી નાખે. જો અમેરિકા પાકિસ્તાનથી અંતર કરે તો પાકિસ્તાન એકલું પડી જાય, કારણ કે પાકિસ્તાનને સૌથી મોટો ટેકો અમેરિકાનો હતો. ભારત સાથે વાટાઘાટ કરવા માટે પણ પાકિસ્તાને અમેરિકાને હાથ જોડ્યા હતા. હવે બધો મદાર ટ્રમ્પ પર છે. જો તેઓ વીફરશે તો પાકિસ્તાનનું આવી બનશે. ભુટ્ટોના નિવેદનની સૌથી મોટી અસર પાકિસ્તાનની અંદર પણ પડી શકે, કારણ કે ભુટ્ટોએ એવું કહ્યું હતું કે પાકિસ્તાની સેના કરતાં આધુનિક હથિયાર તો આતંકવાદીઓ પાસે છે. એનો મતલબ એવો થાય કે પાકિસ્તાની સેના નબળી છે. અમેરિકી સાંસદે આતંકવાદીના પ્રવક્તા ભુટ્ટોને ખખડાવ્યા પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટો જાણે આતંકવાદીઓના પ્રવક્તા બનીને અમેરિકા ગયા હોય એવો ઘાટ સર્જાયો છે. તેમણે બ્રીફ કરતાં કહ્યું હતું કે ભારતનું ડેલિગેશન જ્યાં જ્યાં જાય છે ત્યાં એક ફોટો બતાવે છે. ભારતવાળા કહે છે કે આ ફોટામાં આતંકવાદીની સાથે પાકિસ્તાની સેનાના અધિકારીઓ ઊભા છે. ભારતના અધિકારીઓ એ નથી જાણતા કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે દાઢીવાળો માણસ ઊભો છે તે આતંકવાદી નથી. બિલાવલે વારંવાર કહ્યું કે એ આતંકવાદી નથી. હકીકતમાં ભારત પાસે તેનો ફોટો અને ડેટા છે એ મુજબ ફોટામાં લશ્કર-એ-તૈયબાનો આતંકી હાફીઝ અબ્દુર્ર રઉફ છે. જ્યારે કેલિફોર્નિયાના સાંસદ અને બિલાવલ ભુટ્ટો સામ-સામે વાતચીત કરવા બેઠા ત્યારે બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાન આતંકવાદને પોષતું નથી, ભારતના દાવા ખોટા છે એવી બધી વાતો કરી. પછી અમેરિકી સાંસદ બ્રેડ શેરમને બિલાવલને ખખડાવ્યા ને કહ્યું કે જો તમે આતંકવાદ પર કંટ્રોલ કરવાની વાત કરો છો તો પછી જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનને ખતમ કરી દો. સાંસદે કહ્યું કે 2002માં જૈશના આતંકીઓએ જ વોલ સ્ટ્રીટ જર્નલના અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી, એ ભૂલી ગયા તમે? કેલિફોર્નિયાના સાંસદે તો ત્યાં સુધી ઝાટકણી કાઢી કે અમે જાણીએ છીએ કે પાકિસ્તાનમાં હિન્દુઓ, ઈસાઈઓ અને અહેમદિયા મુસલમાન જેવા લઘુમતી સમુદાયો પર પાકિસ્તાનમાં દમન થાય છે. તેમની આસ્થા પૂરી કરવા દેવાતી નથી. આ બધું બંધ કરાવો. લઘુમતીઓને ત્યાંની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાની આઝાદી મળવી જોઈએ. ભુટ્ટો શું બોલે? એ હા… હા…માં માથું હલાવતા રહ્યા. એક સવાલમાં ભેરવાઈ ગયા ભુટ્ટો અમેરિકામાં બિલાવલ ભુટ્ટોએ પ્રેસ બ્રીફિંગ કર્યું. પહેલા તો 13 મિનિટ પ્રવચન આપ્યું પછી સવાલ-જવાબનો દોર શરૂ થયો. એમાં ATA ન્યૂઝના પત્રકાર અહેમદ ફાતીએ બિલાવલ ભુટ્ટોને એક સવાલ કર્યો. અહેમદ ફાતીએ પૂછ્યું, હું તમારા આજના સ્ટેટમેન્ટથી મારો સવાલ શરૂ કરું છું, જેમાં તમે કહ્યું કે હાલમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉપયોગ ભારતમાં મુસ્લિમોને ખરાબ બતાવવા માટે થાય છે, પણ મેં બંને દેશોની પ્રેસ બ્રીફિંગ જોઈ છે. જ્યાં સુધી મને યાદ છે તો ભારતમાં આ દરમિયાન એક મુસ્લિમ મિલિટરી ઓફિસરે જ પ્રેસ બ્રીફિંગ કર્યું હતું. તમારું શું કહેવું છે? આ સવાલથી બિલાવલ અકળાયા. પછી બિલાવલે કહ્યું હતું કે ભારત મુસલમાનોને ખરાબ બતાવે છે એ માત્ર આતંકી હુમલા પૂરતું સીમિત છે એવું હું નથી કહેતો. હવે વાત ઈમરાન ખાનની…. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને એક સમયના ક્રિકેટર ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની હાઇ સિક્યોરિટીવાળી અદિયાલા જેલમાં છે. તોશાખાના કેસ, ભ્રષ્ટાચાર અને હિંસાના કેસમાં ઘણા મહિનાથી કેદ છે. 11 જૂન, બુધવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાન ખાનના કેસની મહત્ત્વની સુનાવણી થવાની છે. આમાં ત્રણ સંભાવના છે. કાં તો ઈમરાન ખાનને જામીન મળશે, કાં એક કેસમાં નિર્દોષ છૂટશે અથવા સજા યથાવત્ રહેશે. ઈમરાન ખાન જેલમાંથી છૂટી જાય તો પાકિસ્તાનમાં શું થાય? પાકિસ્તાનમાં અત્યારે શાહબાઝ શરીફની ગઠબંધનની સરકાર છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (PTI) પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી છે. લાખોમાં તેના સમર્થકો છે. જો ઈમરાન ખાન જેલમાંથી બહાર આવે તો આ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાશે. પાર્ટી આક્રમક બનીને લડશે. બીજું, પાકિસ્તાની સેનાના વડા અસીમ મુનીર અને ઈમરાન ખાનને બારમો ચંદ્રમા છે. ઈમરાન છૂટે તો મુનીર માટે મુશ્કેલી ઊભી થાય. શાહબાઝ સરકાર લઘુમતીમાં આવી જાય. પાકિસ્તાનમાં ફરી ચૂંટણી આવે, એવું પણ બને. ઈમરાનના સમર્થકોએ અમેરિકામાં મુનીરને બદનામ કર્યો ગયા અઠવાડિયે અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર લાગેલા ડિજિટલ બિલબોર્ડે દરેકનું ધ્યાન ખેંચ્યું. એમાં મુનીરની તસવીર હતી. નીચે ખોટો અને ગદ્દાર એવું લખ્યું હતું. એની સાથે બે ફોટા બીજા હતા. આસિફ અલી ઝરદારી અને શાહબાઝ શરીફની પણ ઝાટકણી કાઢવામાં આવી. બંનેને મુનીરના શાતિર ગુંડા તરીકે બતાવવામાં આવ્યા. આ રીતે ન્યૂયોર્કમાં બિલ બોર્ડ લગાવીને પાકિસ્તાની સત્તાધીશોને જાહેરમાં ઘેરવામાં આવ્યા. કહેવાય છે કે આ ડિજિટલ કેમ્પેન ઈમરાનના સમર્થકોએ કર્યું હતું. ઈમરાન બહાર આવશે કે જેલમાં જ રહેશે? ઘણા લોકો એવું માને છે કે પાકિસ્તાનની સેનાની મરજી હોય તો જ ઈમરાન જેલમાંથી બહાર આવી શકશે. PTI પાર્ટીના હાલના અધ્યક્ષ ગૌહર ખાને પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે 11 તારીખે ઈમરાન ખાન અને બુશરા બીબી બહાર આવી રહ્યાં છે. પડદા પાછળ બધી વાતચીત થઈ ગઈ છે. ગૌહર ખાનનું સ્ટેટમેન્ટ ચોંકાવનારું હતું. એનો અર્થ એવો થાય કે પડદા પાછળ ઈમરાન ખાન અને મુનીર એક થઈ ગયા હશે ને શાહબાઝ શરીફનો કાંકરો કાઢી નાખશે. કેટલાક લોકો એવું પણ કહે છે કે પાકિસ્તાની સેના ઈચ્છશે તો જ ઈમરાન જેલની બહાર આવી શકશે. પાકિસ્તાની સેના એટલે અસીમ મુનીર. આમ જુઓ તો ઈમરાનને જેલમાં નાખનાર મુનીર જ હતો,, એટલે મુનીરની ભૂમિકા અહીં મહત્ત્વની બની રહેશે, પણ પાકિસ્તાની સરકારના નાટક જોવાની મજા ત્યારે જ આવશે જો ઈમરાન ખાન જેલમાંથી બહાર આવશે. છેલ્લે, ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત સરકારે સાંસદોના પ્રતિનિધિમંડળ ડિપ્લોમસી માટે અલગ-અલગ દેશોમાં મોકલ્યા હતા. આ બધા પ્રતિનિધમંડળના નેતાઓને મોદીએ મંગળવારે ચાય પે ચર્ચા માટે બોલાવ્યા હતા. દુનિયાભરના દેશોમાં ભારતની વાત પહોંચી કે નહિ અને પહોંચી તો કેવી રીતે પહોંચી એનો તાગ મેળવવા ચર્ચા મોદીએ કરી. સવાલ એ છે કે કૂટનીતિ એ 20-20 મેચ નથી કે ગણતરીના કલાકોમાં રિઝલ્ટ આવે. લાંબા ગાળે જોવું પડે કે આ સાંસદોએ ખરેખર શું ઉકાળ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)