P24 News Gujarat

હવે પાતળા થવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી:ગુજરાતમાં શરૂ થયા ફ્રી ઓબેસિટી ક્લિનિક, તપાસીને અપાય છે ડાયેટ પ્લાન

જો તમે પાતળા થવા માટે ખાનગી ડૉક્ટર્સનો સહારો લઇને હજારો રૂપિયાની ફી ખર્ચતા હો તો હવે તમારે એવો કોઇ ખર્ચ કરવાની જરૂર નહીં પડે. કેમ કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં આ સારવાર તમને મળી રહશે અને એ પણ એક રૂપિયો ખર્ચ્યા વગર. રાજ્યના 3 શહેરોની સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયા છે. જેનો લાભ ઘણા નાગરિકો લઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કરે આ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સને મળીને ઓબેસિટી ક્લિનિકમાં શું-શું સુવિધા છે અને નાગરિકો કઇ રીતે તેનો ઉપયોગ કરી શકે તે જાણ્યું હતું. પોરબંદર, ગાંધીનગર અને અમદાવાદમાં સરકારી ઓબેસિટી ક્લિનિક
ગુજરાતમાં પહેલું સરકારી ઓબેસિટી ક્લિનિક પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 1 માર્ચ, 2025ના રોજ શરૂ કરાયું હતું. જેના પછી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મેએ અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 10 મેએ ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે ઝુંબેશનું આહવાન કર્યું હતું. જેના પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબતે શું કરી શકાય તેની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેના પરિણામે પોરબંદરમાં સૌથી પહેલું ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયું હતું. કેસથી માંડીને તપાસ બધું ફ્રીમાં
આ તમામ ઓબેસિટી ક્લિનિક સરકારી હોવાથી તેમાં કોઇ ફી નથી લેવાતી. કેસથી માંડીને તપાસ સુધી બધુ ફ્રી હોય છે. ઓબેસિટી ક્લિનિકમાં સામાન્ય રીતે એક ડૉક્ટર, ડાયેટિશિયન અને અન્ય સહાયકનો સ્ટાફ હોય છે. પોરબંદરના ઓબેસિટી ક્લિનિકમાં હાલમાં રોજના 4 પેશન્ટ આવે છે. 30 એપ્રિલ સુધીમાં 387 પેશન્ટે અહીં આવીને સારવાર લીધી છે. જ્યારે ગાંધીનગર સિવિલમાં દરરોજ સરેરાશ 27 દર્દીઓ આવે છે. અત્યારસુધીમાં 974 દર્દીઓને સારવાર અપાઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં દરરોજ એવરેજ 40 જેટલા પેશન્ટ આવે છે. અત્યારસુધીમાં 1200થી વધુ દર્દીઓએ અહીંથી સારવાર લીધી છે. અમદાવાદ સિવિલના ઓબેસિટી ક્લિનિકમાં રોજના પાંચેક જેટલા પેશન્ટ વોક ઇન હોય છે એટલે કે તે સીધા જ ઓબેસિટી ક્લિનિકમાં પહોંચી જાય છે. જો કે પહેલાં ફિઝિશિયન કે મેડિસીન વિભાગમાંથી કેસ કઢાવવો પડે છે, દર્દી પોતાની ફરિયાદ ડૉક્ટરને જણાવે અને તે પ્રમાણે રિપોર્ટ થાય છે. રિપોર્ટ જોઇને તેને ઓબેસિટી ક્લિનિકમાં રિફર કરાય છે. જેના પછી તેને ડાયેટ સજેસ્ટ કરવામાં આવે છે. શું પ્રોસેસ હોય છે?
પોરબંદર, ગાંધીનગર અને અમદાવાદ એમ ત્રણેય જગ્યાએ પ્રોસેસ એકસરખી છે. જ્યારે કોઇ દર્દી ઓબેસિટી ક્લિનિકમાં આવે છે ત્યારે પહેલાં તેનું વજન અને ઊંચાઇ માપીને BMI કાઢવામાં આવે છે. દર્દીનું બીપી પણ માપવામાં આવે છે. આના પછી ડૉક્ટર કન્સલ્ટ કરે અને પછી દર્દીને ડાયેટિશિયન પાસે મોકલાય છે. ડાયેટિશિયન દર્દીનું કાઉન્સેલિંગ કરે છે અને તેણે કેવો આહાર લેવો જોઇએ તેમજ કેવા પ્રકારની કસરત કરવી જોઇએ તેના વિશે સૂચન આપે છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આવે છે
ગાંધીનગર સિવિલના ઓબેસિટી ક્લિનિકમાં તો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ આવતા થયા છે. જેમને ઢીંચણમાં દુખાવો હોય, શ્વાસ ચડતો હોય, બ્લડ પ્રેશર ન હોય તેવા દર્દીઓ વજન ઘટાડવા માટે આવે છે. જ્યારે ગાંધીનગર સિવિલમાં ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયું ત્યારે દર્દીઓ ઓછા આવતા હતા પરંતુ હવે તેની સંખ્યામાં વધારો થતો જાય છે. પોરબંદરના ઓબેસિટી ક્લિનિકમાં આવતા અમુક દર્દીઓમાં ડાયાબિટીસ ટાઇપ-2 અને હાઇપો થાઇરોઇડ જોવા મળ્યો છે. દરેક માટે અલગ પ્લાન
ઓબેસિટી ક્લિનિકમાં આવતા પેશન્ટના ડાયેટ અને લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન પર ખાસ ફોકસ કરાય છે. તેમનું રૂટિન અને વર્ક પ્રોફેશન ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે તેને ડાયેટ પ્લાન અપાય છે સાથે જ સામાન્ય કસરત, વોકિંગ, બ્રિક્સ વોકસ, જોગિંગ માટે પણ સલાહ અપાય છે. ક્યારેક કોઇ દર્દીમાં વિટામિન કે મીનરલની ઉણપ હોય તો એ પ્રમાણે સપ્લિમેન્ટ્સ પણ સજેસ્ટ કરાય છે. અલગ અલગ ઉંમર મુજબના દર્દીઓ માટે અલગ અલગ પ્લાન હોય છે.પ્રેગનન્ટ મહિલા, હાયપરટેન્શનવાળા અને ડાયાબિટિસના દર્દી માટે પણ અલગ પ્લાન હોય છે. ઓબેસિટીની સમસ્યા કોને થતી હોય છે? સારવાર માટે કેવા કેસ આવે છે? ડાયેટ પ્લાન આપતી વખતે શું ધ્યાન રખાય છે? વગેરે જેવા સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે પોરબંદર સિવિલના સુપરિટેન્ડન્ટ ડૉ. ગૌરવ બાંભાણી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી, ડાયેટિશિયન તર્લિકા ખીમસુરીયા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓબેસિટી ક્લિનિકમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. જયેશ રૂપાલા અને ડાયેટિશિયન ભાવના વાઘડિયા સાથે વાતચીત કરી હતી. માસિક અનિયમિત હોવાથી વજન વધ્યું
ઓબેસિટી ક્લિનિક શરૂ કર્યા બાદ લોકોની મેદસ્વીતા માટે જવાબદાર અવનવા કારણો સામે આવ્યા છે. આ અંગે વાત કરતાં અમદાવાદ સિવિલના ડાયેટિશિયન તર્લિકા ખીમસુરિયાએ અલગ જ કિસ્સો કહ્યો. તેમણે કહ્યું કે, 20 વર્ષની એક યુવતીમાં મેદસ્વીતા વધારે જોવા મળી હતી. તેનું વજન 110 કિલો હતું અને માસિક અનિયમિત હતું. તેના કારણે PCOD (ફિઝીકલ ઓવેરિયન ડિસીઝ) અને સુગર લેવલ વધુ જોવા મળ્યું હતું. તેની સાથે ડી રેન્જ થાઇરોઇડ પણ આવેલું. જેથી અમે તરત જ તેને દવા શરૂ કરાવી હતી. વધુ સ્વીટ ખાવાથી વજન વધ્યું
ડાયેટિશિયન ભાવના વાઘડિયાએ કહ્યું કે, થોડા દિવસ પહેલાં એક મહિલા પેશન્ટ આવ્યા હતા. એમનું વજન 125 કિલો હતું. તેમના કહ્યા પ્રમાણે તેઓ ડાયેટ ફોલો કરતા હતા અને સામાન્ય રીતે ઘરનું જ જમતા હતા પણ કાઉન્સેલિંગ કરતાં ખબર પડી કે તેમને પોતાની બેકરી છે. જેના કારણે તેઓ સ્વીટ વધારે લેતા હતા. એમને ખબર જ નહોતી કે આ કારણે એમનું વજન વધે છે. તેમણે કહ્યું કે હવેથી હું કંટ્રોલ કરીશ. લકવાગ્રસ્ત યુવાનના વજનમાં વધારો
ડૉ.જયેશ રૂપાલા કહે છે કે, 35 વર્ષના યુવાનને નાનપણમાં ખેંચ આવી એ પછી લકવો થઇ ગયો હતો. જેથી તે બેડ રેસ્ટ અથવા વ્હીલ ચેર પર જ હતો. એના કારણે તેનું વજન ખૂબ વધી ગયું હતું. પછી તે પડી ગયો જેના કારણે તેના બન્ને પગે ફ્રેક્ચર આવ્યું હતું. તે મેન્ટલી સ્ટ્રોંગ હતો. મેં તેને ખાનપાનની ટેવ, વજન ઘટાડવાની સલાહ આપી હતી. હવે તે આવતા મહિને ફોલોઅપ માટે આવશે. નિદાન, તપાસ અને સલાહ
ડૉ. રૂપાલા આગળ કહે છે કે, જો વ્યક્તિ મેદસ્વી હોવાનું નિદાન થાય તો પછી અમે તેનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ચકાસીએ છીએ. પછી મેડિકલ કાઉન્સેલર અને નિષ્ણાતોને બોલાવાય છે. દર્દીને બીજી કોઇ તકલીફ છે કે નહીં તેની તપાસ કરાય છે. ડાયાબિટિસ હોય તો એના અન્ય રિપોર્ટ કરવામાં આવે છે. અહીં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ધારો કે 5 થી 18 વર્ષનું પેશન્ટ હોય તો તેને પીડિયાટ્રિક વિભાગમાં મોકલી દેવાય છે. તેમનો ઓપીનિયન લઇએ છીએ. એડલ્ટ હોય તો મેડિસિન વિભાગમાં શારીરિક તપાસ કરાય છે. સ્ટ્રેસ, તણાવના પેશન્ટ હોય તો એમને સાઇકિયાટ્રી વિભાગમાં મોકલીએ છીએ. એ સિવાય ડાયાબિટિસ માટે બ્લડ સુગર, થાઈરોઇડ ટેસ્ટ જેવા બ્લડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. આવી બધી તપાસ કર્યા બાદ પેશન્ટ પ્રિહાયપરટેન્સિવ છે કે પ્રિડાયાબિટિક છે? તે મુજબ સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં શું ધ્યાન રાખવું તેનું સૂચન કરાય છે. ડૉ રાકેશ જોશી જણાવે છે કે, પેશન્ટ મેદસ્વી હોય તો તેનો BMI નક્કી કરીને એડવાઇઝ આપવામાં આવે છે. બેઝિકલી કોઇપણ વ્યક્તિને ન્યૂટ્રિશિયન એડવાઇઝની જરૂર પડે છે. જેમ કે નાના બાળકોમાં સુપ્રા મેજર સર્જરી કરવાની હોય તેમને ત્રણેક મહિના પહેલાથી ડાયેટ આપવામાં આવે તો એનું આઉટકમ સારું આવે છે. કહેવાનો મતલબ કે ડાયેટ તરીકે તંદુરસ્ત હોય એવા વ્યક્તિને ઓપરેશનમાં સફળતા મળવાના ચાન્સ ઘણા છે. ઘરની વસ્તુઓમાંથી જ ડાયેટ પ્લાન બની શકે
ઘણા લોકો એવું માનતા હોય છે કે ડાયેટ પ્લાન મોંઘા હોય છે અથવા કસરત કરીને વજન ઉતારીએ તો ચામડી લટકી પડે છે. આ અંગે ભાવના વાઘડિયા સમજાવે છે કે, હું દરેક દર્દીનો BMI ચેક કરીને એ મુજબ એમને ડાયેટ પ્લાન આપું છું. ઘણા લોકોમાં ગેરમાન્યતા હોય છે કે ડાયેટ પ્લાન બહુ મોંઘા હોય છે. એ અંગે તેઓ ફોડ પાડે છે કે ઘરની વસ્તુઓમાંથી પણ ડાયેટ પ્લાન બની શકે. જેમ કે શાકભાજી, કઠોળ, ફ્રૂટ વગેરે આપણે લેતા જ હોઇએ છીએ. અમે સામેવાળી વ્યક્તિની આર્થિક સ્થિતિ જોઇને ડાયેટ પ્લાન આપીએ છીએ. જ્યારે કેટલાકને વજન ઘટાડે તો ચામડી લટકે (કરચલી પડે) એવો ભય હોય છે પરંતુ એવું કંઇ નથી હોતું. ધીરે ધીરે વેટ લોસ કરે, કસરત કરવાનું અને ચાલવાનું રાખે તો આવો પ્રોબ્લેમ ન થાય. મહિલાઓની કમર અને હિપમાં ચરબી વધુ હોય છે
તર્લિકા ખીમસુરિયા કહે છે કે, મેદસ્વીતાના રોજ 40થી 50 પેશન્ટ આવે છે. એમાં વધારે સગર્ભા અને ધાત્રી માતા હોય છે. ડિલિવરી કે મોનોપોઝ પછી તેમનું વજન વધી જાય છે. વજન ઓછું કરવાવાળા 40 કેસ ઉપરાંત બીપી, હાયપરટેન્શન, હૃદય રોગ, યુરેમિયા વગેરેના 70 જેટલા પેશન્ટ રોજ આવે છે. આ બીમારી પણ મેદસ્વીતા સાથે જોડાયેલી છે. મેદસ્વીતા મહિલાઓમાં વધુ જોવા મળે છે. તેમને કમર અને હિપના ભાગમાં ચરબીનો ભરાવો વધારે થાય છે. જેટલું કમાયા તેટલું વાપરીએ તેવી મેન્ટાલિટી
યુવાનોમાં મેદસ્વીતા વધવાના કારણો સમજાવતા ડૉ. જયેશ રૂપાલા કહે છે કે, યંગસ્ટરમાં સ્ટ્રેસ, બરાબર ઊંઘ ન થવી જેવા પ્રોબ્લેમ વધારે હોય છે. અત્યારે ખાનપાનની ટેવ પણ કારણભૂત છે. યુવાનોને મોટેભાગે બેસીને લેપટોપમાં કામ કરવાનું હોય છે, તેમની ફિઝીકલ એક્ટિવિટી ઓછી હોય છે. રાતના ઉજાગરા કરી કામ કરતા હોય છે. જેથી તેમનું જીવન બેઠાડું હોય છે. બીજું એ કે, કોવિડ બાદ લોકોને ભવિષ્યની બહુ ચિંતા નથી રહી. જેટલું કમાયા એટલું વાપરીએ તેવી મેન્ટાલિટી છે. ખાઇએ અને એશ કરીએ તેવી માનસિકતાના કારણે આ તકલીફ વધી છે. જંક ફૂડથી હાર્ટ ઇશ્યૂ થવાની શક્યતા
તર્લિકા ખીમસુરિયા પણ આ વાતને સમર્થન આપે છે. તેઓ કહે છે કે, રાત્રે વધુ ડિપ ફ્રાય કરેલા હોય તેવા જંક ફૂડ ખાઇ લેવાથી હાર્ટના ઇશ્યૂ થાય છે. કોલેસ્ટેરોલ વધુ પ્રમાણમાં આવે છે, હાયપર ટેન્શન જેવી બીમારી થાય છે. ખબર ના હોય એવા કારણોમાં એક છે વધારે ચિંતા કરવી. આ નાની વાતને કારણે બીપી વધે છે, બ્લડ ફ્લો વધે એટલે શ્વાસ ફૂલવા જેવું થાય અને તેના કારણે ડાયાબિટિસ થાય છે. હાયપર ટેન્શન અને ડાયાબિટિસ બન્ને કો-રિલેટેડ છે. તેના લીધે કોલેસ્ટેરોલ-હૃદય રોગ પણ આવે છે. ડૉ. જયેશ રૂપાલા સમજાવે છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિક હોય છે પણ તેમના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. ફક્ત ઓબેસિટી માટે ક્લિનિક શરૂ કર્યું હોય એવું ક્યાંય નથી. આમાં મલ્ટિ ડિપાર્ટમેન્ટનો રોલ હોય છે. જેમ કે જિમ્નેશિયમ, હોર્મોનલ માટે એનડોક્રાઇનોલોજિસ્ટ, લેબ. ભવિષ્યમાં વધુ સુવિધા મળી રહેશે
ડૉ. જયેશ રૂપાલા વધુમાં કહે છે કે, ઓબેસિટી ક્લિનિકમાં હાલમાં મેદસ્વીતાથી બચવાનું શીખવાડે છે. ભવિષ્યમાં કદાચ એવું બને કે કસરતના સાધનો વસાવે અથવા ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ થાય. કદાચ અમુક ટેસ્ટ અહીંયા નથી થતાં તેની શરૂઆત પણ સરકાર કરી શકે. હોર્મોનલ ટેસ્ટ ગવર્મેન્ટમાં થતાં નથી. એ થઇ શકે. જેથી ટોટલ ફોલોઅપ અહીં જ થઇ જાય. તર્લિકા ખીમસુરિયા પણ કહે છે કે, સરકારે અહીંયા કરાડા સ્કેનર આપવું જોઇએ. જેથી ફૂલબોડી-ફેટ સ્કેન કરી શકાય. ડૉ. ગૌરવ બાંભાણી કહે છે કે હાલમાં જૂની બિલ્ડિંગમાં અમે ઓબેસિટી ક્લિનિક ચલાવીએ છીએ. નવી બિલ્ડિંગમાં એક વિભાગ જ બનાવવાની યોજના છે. જેને ચારેક મહિના જેટલો સમય લાગશે. ડૉ. રાકેશ જોશી સૂચવે છે કે, વધુ ને વધુ લોકોએ આનો લાભ લેવો જોઇએ. અમે ફક્ત ઓપીડી દર્દીને જ નહીં. સિવિલમાં અંદાજિત 2500 લોકો દાખલ હોય છે એમાં પણ કોઇને જરૂર હોય તો વોર્ડમાં જઇને એસેસ કરીને ડાયેટ પ્લાન આપીએ છીએ. આ પણ વાંચો
ગોળી ખાઓ અને 4 મહિનામાં પાતળા બનો

​જો તમે પાતળા થવા માટે ખાનગી ડૉક્ટર્સનો સહારો લઇને હજારો રૂપિયાની ફી ખર્ચતા હો તો હવે તમારે એવો કોઇ ખર્ચ કરવાની જરૂર નહીં પડે. કેમ કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં આ સારવાર તમને મળી રહશે અને એ પણ એક રૂપિયો ખર્ચ્યા વગર. રાજ્યના 3 શહેરોની સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયા છે. જેનો લાભ ઘણા નાગરિકો લઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કરે આ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સને મળીને ઓબેસિટી ક્લિનિકમાં શું-શું સુવિધા છે અને નાગરિકો કઇ રીતે તેનો ઉપયોગ કરી શકે તે જાણ્યું હતું. પોરબંદર, ગાંધીનગર અને અમદાવાદમાં સરકારી ઓબેસિટી ક્લિનિક

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *