અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણો અને રમખાણો દરમિયાન પ્રદર્શનકારીઓએ એપલ સ્ટોરમાંથી મોટી સંખ્યામાં આઇફોન ચોરી લીધા હતા. પરંતુ હવે આ ચોરાયેલા આઇફોન્સે પોતે જ ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે. આ ફોનની સ્ક્રીન પર લખ્યું છે “કૃપા કરીને ફોન એપલ સ્ટોર પર પરત કરો. આ ડિવાઇસ લોક થઈ ગયું છે અને તેને ટ્રેક કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી રહી છે”. આ ઘટના લોસ એન્જલસના ડાઉનટાઉન વિસ્તારમાં બની હતી. જ્યાં ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી સામે વિરોધ શરૂ થયો હતો. પરંતુ થોડા કલાકોમાં જ વિરોધ હિંસક બન્યો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ થવા લાગી. એપલના ફીચર્સથી ચોરી થતાં જ ફોન બેકાર થઈ ગયો એપલે તેના સ્ટોર્સમાં રાખેલા ડેમો આઇફોનમાં ખાસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધું છે. આ સોફ્ટવેર ફોન ચોરાઈ જતા જ તેને લોક કરી દે છે, તેને ટ્રેક કરવાનું શરૂ કરે છે અને એલર્ટ મેસેજ બતાવે છે. સીએનએનના અહેવાલ મુજબ, એપલે આ સુરક્ષા સુવિધા ફક્ત સ્ટોરમાં રાખેલા ડેમો ફોન માટે બનાવી છે. સામાન્ય ગ્રાહકોના ફોનમાં આ સુવિધા નથી. એપલ વર્ષોથી સ્ટોરમાંથી ચોરી અટકાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. ડેમો ફોન સ્ટોરમાંથી બહાર કાઢતાની સાથે જ તે આપમેળે લોક થઈ જાય છે અને ટ્રેકિંગ સક્રિય થઈ જાય છે. આ ફોનની ચોરી સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આમાં, કેટલાક લોકોએ એપલ સ્ટોરમાંથી ફોન ચોરી લીધા હતા, પરંતુ ફોન ચાલુ થતાંની સાથે જ સ્ક્રીન પર ચેતવણી દેખાવા લાગી અને ફોન કામ કરવાનું બંધ કરી દીધું. પ્રદર્શનકારીઓએ અનેક દુકાનોમાં લૂંટફાટ અને ચોરી કરી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ચાલી રહેલી કાર્યવાહીના વિરોધમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. મંગળવારે, માસ્ક પહેરેલા તોફાનીઓએ એક મોલમાં સ્થિત ઝારા સ્ટોરમાં તોડફોડ અને લૂંટ ચલાવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં, લોકો ઝારા સ્ટોરના દરવાજા તોડીને સામાન લૂંટતા જોવા મળ્યા હતા. બીજા એક વીડિયોમાં કેટલાક તોફાનીઓ એડિડાસ સ્ટોર્સ, ફાર્મસીઓ, ગાંજાની દુકાનો અને ઘરેણાંની દુકાનોમાં તોડફોડ કરતા પણ જોવા મળી રહ્યા છે. લોસ એન્જલસ પોલીસ વિભાગના અધિકારી ક્રિસ મિલરે જણાવ્યું હતું કે એક મહિલા એપલ સ્ટોરમાંથી ચોરી કરતી રંગે હાથે પકડાઈ હતી.