P24 News Gujarat

દાવો- ઇરાન પર હુમલો કરવા ઇઝરાયલ તૈયાર:અમેરિકાએ મિડલ-ઈસ્ટમાંથી બિનજરૂરી સ્ટાફ હટાવ્યો; ટ્રમ્પે કહ્યું- ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા નહીં દઈએ

ઇરાન પર હુમલો કરવા માટે ઇઝરાયલ સંપૂર્ણપણે તૈયાર છે. તેણે અમેરિકાને આ અંગે જાણ કરી દીધી છે. CBS ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. અમેરિકાને ડર છે કે જો ઇઝરાયલ હુમલો કરશે તો ઈરાન બદલામાં ઇરાકમાં અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. આ જ કારણ છે કે અમેરિકાએ બુધવારે મિડલ-ઈસ્ટમાંથી કેટલાક અમેરિકન નાગરિકો અને અધિકારીઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો. વિદેશ વિભાગે ઇરાકમાં તહેનાત જરૂર વીનાના સરકારી અધિકારીઓને પાછા ફરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ત્યાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન, ટ્રમ્પના મિડલ-ઈસ્ટના રાજદૂત સ્ટીવ વિટકોફ હજુ પણ પરમાણુ કાર્યક્રમ પર ઈરાન સાથે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટોની તૈયારી કરી રહ્યા છે. આ વાતચીત થોડા દિવસોમાં થવાની છે. ટ્રમ્પે કહ્યું- પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, તેથી સૈનિકો હટાવી રહ્યા છીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે અમેરિકા મિડલ-ઈસ્ટના કેટલાક દેશોમાંથી પોતાના સૈનિકોને હટાવી રહ્યું છે કારણ કે ત્યાંની પરિસ્થિતિ ખતરનાક બની શકે છે. ટ્રમ્પે કહ્યું, અમે સૈનિકોને પરત બોલાવી લેવાની સૂચના આપી છે. આ વિસ્તારો ખતરનાક બની શકે છે, ચાલો જોઈએ આગળ શું થાય છે. બીજી તરફ, ટ્રમ્પે ઈરાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવી શકતું નથી. સાવ સરળ વાત છે. અમે થવા દઈશું નહીં.” અગાઉ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સૈન્યએ સ્પષ્ટ કર્યું હતું કે બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને આ વિસ્તારમાંથી હટાવવામાં આવશે, જેથી મોટા સંકટની સ્થિતિમાં નુકસાન ટાળી શકાય. ઈરાને કહ્યું- જો પરમાણુ કરાર પર આરોપો લગાવશે તો અમે કડક જવાબ આપીશું ઈરાનના વિદેશ મંત્રી અને વરિષ્ઠ રાજદ્વારી અબ્બાસ અરાઘચીએ બુધવારે યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ ઈરાન વિરુદ્ધ તેના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ પ્રસ્તાવ પસાર કરશે તો તેમની સામે કડક પ્રતિક્રિયા આપવામાં આવશે. આ નિવેદન IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) ની જૂનમાં યોજાનારી બેઠક પહેલા આવ્યું છે. અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હું બ્રિટન, જર્મની અને ફ્રાન્સ (E3 દેશો) ને યાદ અપાવી દઉં કે તેમને JCPOA (2015 પરમાણુ કરાર) લાગુ કરવા માટે 7 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં. આ દેશો ઇરાદાપૂર્વક અથવા તેમની પોતાની ખામીઓને કારણે કરાર લાગુ કરવામાં નિષ્ફળ ગયા. હવે આ દેશો ઈરાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જ્યારે અમે ફક્ત અમારા અધિકારોનો ઉપયોગ કર્યો છે. અરાઘચીએ એમ પણ કહ્યું કે જો ઈરાન વિરુદ્ધ કોઈ અન્યાયી અને પાયાવિહોણો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે, તો યુરોપને તેના પરિણામો ભોગવવા પડશે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પરમાણુ વિવાદ શું છે? અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર સતત કડક વલણ અપનાવ્યું છે. ખરેખરમાં, ઇરાન ઘણા વર્ષોથી પરમાણુ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. તેનો દાવો છે કે તે આ ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત વીજળી ઉત્પન્ન કરવા અને મેડિકલ વિજ્ઞાનમાં કરી રહ્યું છે. પરંતુ અમેરિકા અને ઇઝરાયલને શંકા છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાને ડર છે કે જો ઈરાન પાસે પરમાણુ બોમ્બ આવી જશે તો તે ગલ્ફ દેશો, ઈઝરાયલ અને અમેરિકન બેઝ માટે મોટો જોખમી બની જશે. એટલા માટે અમેરિકા ઈચ્છતું નથી કે ઈરાન આ દિશામાં આગળ વધે. 2015માં, અમેરિકાએ ઈરાન અને કેટલાક અન્ય દેશો સાથે મળીને JCPOA (Joint Comprehensive Plan of Action) નામનો પરમાણુ કરાર કર્યો હતો. આ કરાર હેઠળ, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ બંધ કરવો પડ્યો, અને બદલામાં તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પરમાણુ કરાર રદ કર્યો હતો 2018માં, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને JCPOA કરારમાંથી બહાર કાઢ્યું. ટ્રમ્પે કહ્યું કે આ કરાર ઈરાનને પ્રતિબંધોથી રાહત આપે છે પરંતુ પરમાણુ શસ્ત્રો બનાવવાના તેના ઈરાદાને રોકી શકતો નથી. આ પછી, અમેરિકાએ ફરીથી ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા. ઈરાને પણ બદલો લેવા માટે કરારના નિયમોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું. તેણે યુરેનિયમ સંવર્ધનની મર્યાદાઓ હટાવી હતી.

​ઇરાન પર હુમલો કરવા માટે ઇઝરાયલ સંપૂર્ણપણે તૈયાર છે. તેણે અમેરિકાને આ અંગે જાણ કરી દીધી છે. CBS ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. અમેરિકાને ડર છે કે જો ઇઝરાયલ હુમલો કરશે તો ઈરાન બદલામાં ઇરાકમાં અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. આ જ કારણ છે કે અમેરિકાએ બુધવારે મિડલ-ઈસ્ટમાંથી કેટલાક અમેરિકન નાગરિકો અને અધિકારીઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો. વિદેશ વિભાગે ઇરાકમાં તહેનાત જરૂર વીનાના સરકારી અધિકારીઓને પાછા ફરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ત્યાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન, ટ્રમ્પના મિડલ-ઈસ્ટના રાજદૂત સ્ટીવ વિટકોફ હજુ પણ પરમાણુ કાર્યક્રમ પર ઈરાન સાથે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટોની તૈયારી કરી રહ્યા છે. આ વાતચીત થોડા દિવસોમાં થવાની છે. ટ્રમ્પે કહ્યું- પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, તેથી સૈનિકો હટાવી રહ્યા છીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે અમેરિકા મિડલ-ઈસ્ટના કેટલાક દેશોમાંથી પોતાના સૈનિકોને હટાવી રહ્યું છે કારણ કે ત્યાંની પરિસ્થિતિ ખતરનાક બની શકે છે. ટ્રમ્પે કહ્યું, અમે સૈનિકોને પરત બોલાવી લેવાની સૂચના આપી છે. આ વિસ્તારો ખતરનાક બની શકે છે, ચાલો જોઈએ આગળ શું થાય છે. બીજી તરફ, ટ્રમ્પે ઈરાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવી શકતું નથી. સાવ સરળ વાત છે. અમે થવા દઈશું નહીં.” અગાઉ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સૈન્યએ સ્પષ્ટ કર્યું હતું કે બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને આ વિસ્તારમાંથી હટાવવામાં આવશે, જેથી મોટા સંકટની સ્થિતિમાં નુકસાન ટાળી શકાય. ઈરાને કહ્યું- જો પરમાણુ કરાર પર આરોપો લગાવશે તો અમે કડક જવાબ આપીશું ઈરાનના વિદેશ મંત્રી અને વરિષ્ઠ રાજદ્વારી અબ્બાસ અરાઘચીએ બુધવારે યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ ઈરાન વિરુદ્ધ તેના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ પ્રસ્તાવ પસાર કરશે તો તેમની સામે કડક પ્રતિક્રિયા આપવામાં આવશે. આ નિવેદન IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) ની જૂનમાં યોજાનારી બેઠક પહેલા આવ્યું છે. અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હું બ્રિટન, જર્મની અને ફ્રાન્સ (E3 દેશો) ને યાદ અપાવી દઉં કે તેમને JCPOA (2015 પરમાણુ કરાર) લાગુ કરવા માટે 7 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં. આ દેશો ઇરાદાપૂર્વક અથવા તેમની પોતાની ખામીઓને કારણે કરાર લાગુ કરવામાં નિષ્ફળ ગયા. હવે આ દેશો ઈરાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જ્યારે અમે ફક્ત અમારા અધિકારોનો ઉપયોગ કર્યો છે. અરાઘચીએ એમ પણ કહ્યું કે જો ઈરાન વિરુદ્ધ કોઈ અન્યાયી અને પાયાવિહોણો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે, તો યુરોપને તેના પરિણામો ભોગવવા પડશે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પરમાણુ વિવાદ શું છે? અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર સતત કડક વલણ અપનાવ્યું છે. ખરેખરમાં, ઇરાન ઘણા વર્ષોથી પરમાણુ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. તેનો દાવો છે કે તે આ ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત વીજળી ઉત્પન્ન કરવા અને મેડિકલ વિજ્ઞાનમાં કરી રહ્યું છે. પરંતુ અમેરિકા અને ઇઝરાયલને શંકા છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાને ડર છે કે જો ઈરાન પાસે પરમાણુ બોમ્બ આવી જશે તો તે ગલ્ફ દેશો, ઈઝરાયલ અને અમેરિકન બેઝ માટે મોટો જોખમી બની જશે. એટલા માટે અમેરિકા ઈચ્છતું નથી કે ઈરાન આ દિશામાં આગળ વધે. 2015માં, અમેરિકાએ ઈરાન અને કેટલાક અન્ય દેશો સાથે મળીને JCPOA (Joint Comprehensive Plan of Action) નામનો પરમાણુ કરાર કર્યો હતો. આ કરાર હેઠળ, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ બંધ કરવો પડ્યો, અને બદલામાં તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પરમાણુ કરાર રદ કર્યો હતો 2018માં, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને JCPOA કરારમાંથી બહાર કાઢ્યું. ટ્રમ્પે કહ્યું કે આ કરાર ઈરાનને પ્રતિબંધોથી રાહત આપે છે પરંતુ પરમાણુ શસ્ત્રો બનાવવાના તેના ઈરાદાને રોકી શકતો નથી. આ પછી, અમેરિકાએ ફરીથી ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા. ઈરાને પણ બદલો લેવા માટે કરારના નિયમોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું. તેણે યુરેનિયમ સંવર્ધનની મર્યાદાઓ હટાવી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *