P24 News Gujarat

Editor’s View: અમેરિકા ભડકે બળ્યું:19 રાજ્ય ઇમિગ્રેશનની આગની ઝપેટમાં, ટ્રમ્પની ‘વિદ્રોહ કાયદો’ લગાવવાની ધમકી, રિપબ્લિકન પાર્ટીએ દોષનો ટોપલો ચીન પર ઢોળ્યો

અંતે જે થવાનું હતું એ થયું. ઇમિગ્રન્ટ્સ પર તવાઈના વિરોધમાં લોસ એન્જલસથી શરૂ થયેલી આગ અમેરિકાનાં 19 રાજ્યના 24 શહેરમાં ફેલાઈ ગઈ. ટ્રમ્પે કહ્યું હતું કે જરૂર પડે તો હું આર્મીને ઉતારીશ ને ‘વિદ્રોહ કાયદો’ લાગુ કરી દઈશ. આ બધા વચ્ચે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદે તોફાનો કરાવવાનો આરોપ ડેમોક્રેટિક પાર્ટી અને ચીન પર લગાવ્યો છે. ટ્રમ્પની પાર્ટીએ તો એવું કહી દીધું કે તોફાનો કરાવવાની ચીની ચાલ છે અને ડેમોક્રેટિક પાર્ટી તેના સપોર્ટમાં છે. બીજી તરફ ઇલોન મસ્કને રહી રહીને બ્રહ્મજ્ઞાન થયું છે કે ટ્રમ્પ સામે શિંગડાં ભરાવીને ખોટું કર્યું, એટલે તેમણે ટ્રમ્પવિરોધી પોસ્ટ ડિલિટ કરી નાખી ને માફી પણ માગી લીધી. એનો અર્થ એવો થયો કે ટ્રમ્પે કાંઈક ચમત્કાર કર્યો લાગે છે. કહેવત છે ને- ચમત્કાર વગર નમસ્કાર નહીં… નમસ્કાર, લોસ એન્જલસમાં ઈમિગ્રન્ટ્સ પર તવાઈ બોલી. છેલ્લા પાંચ દિવસથી ત્યાં હિંસા, તોફાન, આગચંપી ચાલી રહ્યાં છે. પોલીસ, નેશનલ ગાર્ડ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. લોસ એન્જલસથી ઊભી થયેલી તોફાનની આગ ટ્રમ્પ સામેના બળવામાં ગમે ત્યારે પરિવર્તિત થઈ જાય, એવો ભય હતો. બીજો ભય એ હતો કે L.A.ની આગ ક્યાંક આખા અમેરિકાને ન દઝાડે. આ ભય સાચો પડ્યો ને અમેરિકાનાં 19 રાજ્યોનાં 24 શહેરોમાં દેખાવો શરૂ થઈ ગયા. લોસ એન્જલસમાં સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યૂ લાગી જાય છે જ્યારે લોસ એન્જલસમાં તોફાનો ફાટી નીકળ્યાં ત્યારે જ ટ્રમ્પને વિદ્રોહની ગંધ આવી ગઈ હતી. એટલે તેમણે પાણી પહેલાં પાળ બાંધવા 2000 નેશનલ ગાર્ડ મોકલી દીધા હતા. લોસ એન્જલસ એ કેલિફોર્નિયા સ્ટેટનું શહેર છે. ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નરને જાણ કર્યા વગર નેશનલ ગાર્ડ મોકલી દીધા. જે રીતે આંદોલનકારીઓની સંખ્યા વધતી જાય છે તેમની તૈયારીઓ હતી એ જોતાં એવું લાગે છે કે આ લોકોએ તોફાનની તૈયારી રાખી જ હતી. જેવા દરોડા પડ્યા ને તોફાન ચાલુ થઈ ગયાં, કારણ કે 2000 નેશનલ ગાર્ડને વધારીને સંખ્યા 4700 કરી નખાઈ. 700 મરીન કમાન્ડો મૂકવામાં આવ્યા છતાં તોફાનો શમવાનું નામ લેતાં નથી. લોસ એન્જલસથી વકરેલાં તોફાનો હવે અમેરિકાનાં બીજાં રાજ્યો અને શહેરોમાં પહોંચ્યાં છે. ત્યાં પણ ઈમિગ્રન્ટ્સે તોફાન શરૂ કરી દીધાં છે. 19 રાજ્યનાં 24 શહેરોમાં વિરોધપ્રદર્શન લોસ એન્જલસના મેયર કરેન બાસે કટોકટી જાહેર કરી લોસ એન્જલસમાં સ્થિતિ વણસતાં સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યૂ લાદવામાં આવે છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે શહેરમાં કટોકટી જાહેર કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામેનું વિરોધપ્રદર્શન અમેરિકાનાં 19 રાજ્યનાં 23 શહેરમાં ફેલાઈ ગયું છે. સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, ઓસ્ટિન, ટેક્સાસ અને ન્યૂયોર્ક જેવાં શહેરોમાં પણ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટ્રમ્પે લોસ એન્જલસમાં 4700 નેશનલ ગાર્ડ્સ ઉપરાંત 700 મરીન કમાન્ડો તહેનાત કર્યા છે. અત્યારસુધીમાં લોસ એન્જલસમાંથી 1100 તોફાનીની ધરપકડ થઈ ચૂકી છે. ટ્રમ્પને બળવો થવાની શંકા, કહ્યું- વિદ્રોહ કાયદો લગાવી દઈશ લોસ એન્જલસમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. 11 જૂને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જો જરૂર પડશે તો હું આર્મીનો ઉપયોગ કરીશ. તેમણે ચેતવણી આપી છે કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે તો હું આખા શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ કરી દઈશ. આ કાયદો સરકારને હિંસા રોકવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. અમેરિકાનાં 50માંથી 20 રાજ્યમાં ડેમોક્રેટનું શાસન અમેરિકામાં 50 રાજ્ય છે એમાંથી 30 રાજ્યમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું શાસન છે અને બાકીનાં 20 રાજ્યમાં બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે. જે રાજ્યોમાં તોફાન ફેલાયાં એમાંથી બંને પાર્ટીનાં રાજ્યો છે, પણ તોફાનની શરૂઆત ડેમોક્રેટિક પાર્ટીના રાજ્ય કેલિફોર્નિયાથી થઈ. કેલિફોર્નિયામાં પોલીસ મામલો થાળે પાડી રહી હતી, પણ ટ્રમ્પે ઉતાવળિયા બનીને નેશનલ ગાર્ડ મોકલી દીધા. આ ત્યાંનાં ગવર્નર ગેવિન ન્યૂસોમને ગમ્યું નહીં. તેમણે ટ્રમ્પને તાનાશાહ કહી દીધા. શું ચીન અમેરિકામાં તોફાન કરાવી શકે? દુનિયાનો સૌથી લુચ્ચો દેશ હોય તો એ ચીન છે. આ વાત આખી દુનિયા જાણે છે. અમેરિકામાં ઈમિગ્રન્ટ્સનાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે અને તેણે હિંસક રૂપ લઈ લીધું છે. રિપબ્લિકન સાંસદ બિલ એસીએ એક પોસ્ટમાં લખ્યું છે કે આ બધું ચીન કરાવે છે. ડેમોક્રેટ્સ અને ચીન વિરોધીઓને પૈસા આપે છે. આ પ્રદર્શનોને ડેમોક્રેટ સમર્થિત સંગઠનો અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલાં સંગઠનો ભંડોળ પૂરું પાડે છે. રિપબ્લિકન નેતાઓએ PSS પર પણ શંકા વ્યક્ત કરી છે કે તેને ચીની અબજોપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ભંડોળ મળે છે. આ વાતથી અમેરિકા અને ચીનના સંબંધો વધારે વણસી શકે છે સવાલ એ છે કે ચીન આ રીતે અમેરિકામાં તોફાન કરાવી શકે? એનો જવાબ છે – હા, કારણ કે ચીનને ઓળખવું મુશ્કેલ છે. ચીન એ પેટમાં બેસીને પગ પહોળા કરે એવો દેશ છે. આમ પણ ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફવોર ચાલી રહી છે. જ્યાં સુધી સત્તામાં ટ્રમ્પ છે ત્યાં સુધી ચીનને પેટમાં દુખશે, એટલે આ તોફાનો પાછળ ચીનનો હાથ છે, એ વાત નકારી શકાય નહીં. એનું તાજું ઉદાહરણ એ છે કે ચીનથી બે વૈજ્ઞાનિક ઝેરી ફંગસ લઈને અમેરિકામાં ઘૂસી ગયા હતા અને અમેરિકાના કૃષિ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડવાનો પ્લાન હતો. એટલે ચીન અત્યારે કોઈપણ રીતે અમેરિકાને માત આપવા માગે છે. 14 જૂને ટ્રમ્પનો જન્મદિવસ, પરેડમાં તોફાન ન કરવા ટ્રમ્પે લાલ આંખ કરી 14 જૂને વોશિંગ્ટન ડીસીમાં આર્મી પરેડ યોજાવાની છે. પ્રદર્શનકારીઓ આ પરેડમાં તોફાન કરે એવા ઈનપુટ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આર્મી પરેડ દરમિયાન કોઈ પ્રદર્શન કરશે, કોઈ વિરોધ કરશે તો તેમણે આર્મીનો સામનો કરવો પડશે. 14 જૂને યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આર્મી પરેડ છે અને એ જ દિવસે ટ્રમ્પનો 79મો જન્મદિવસ પણ છે. લોસ એન્જલસનાં તોફાનમાં મેક્સિકોના ધ્વજ જોવા મળ્યા લોસ એન્જલસમાં પાંચ દિવસથી તોફાન ચાલી રહ્યાં છે. આગચંપી વખતે, હિંસા વખતે દેખાવકારો મેક્સિન રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. એનો સીધો અર્થ એ છે કે તોફાન કરનારા મોટા ભાગના મેક્સિકોના છે. અમેરિકાને અડીને આવેલા દેશ મેક્સિકોથી લાખો નહીં, કરોડોની સંખ્યામાં લોકો અમેરિકામાં ઘૂસી જાય છે ને ગેરકાયદે રહે છે. હવે આ બધાને કાઢવાનું ચાલુ થયું છે. આમ જુઓ તો ટ્રમ્પ ભારતની જેમ મેક્સિકોની પાછળ પડી ગયા છે. ટ્રમ્પે એવું નિવેદન આપેલું કે અમેરિકા મેક્સિકોથી ઘણું ઈમ્પોર્ટ કરે છે. એના પર ટેરિફ લગાવીશું. મેક્સિકોથી ગેરકાયદે લોકો ઘૂસે છે એટલે ત્યાં મોટી, ઊંચી દીવાલ બનાવીશું. મેક્સિકોથી ફેન્ટાલિન ડ્રગ આવે છે એટલે એના પર પેનલ્ટી લગાવીશું. હવે મેકિસકન મહિલા રાષ્ટ્રપતિ શિનબોમે ટ્રમ્પ સામે મોરચો ખોલી નાખ્યો. તેણે સ્પષ્ટ કહ્યું છે કે અમે છીએ તો તમારે ત્યાં બધાં કામ સરળતાથી થઈ રહ્યાં છે. વાત ખોટી પણ નથી. જો લોક એન્જલસમાંથી મેક્સિકનોને કાઢી નાખો તો શહેર ખાલી થઈ જાય એવી હાલત છે. મસ્કને ડહાપણની દાઢ ફૂટી, ટ્રમ્પની માફી માગી લીધી ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એવી માથાકૂટ થઈ કે એની મજા આખી દુનિયાએ લીધી. હવે અચાનક કોણ જાણે શું થયું, ઈલોન મસ્કને ડહાપણની દાઢ ફૂટી. તેમણે ટ્રમ્પવિરોધી બધી પોસ્ટ ડિલિટ કરી નાખી અને ટ્રમ્પની માફી માગી લીધી. મસ્કે લખ્યું, ટ્રમ્પ વિશે મેં જરા વધારેપડતું લખી નાખ્યું હતું. મને પસ્તાવો છે. અમારા સંબંધો બહુ સારા હતા. હવે ફરીથી સંબંધો સુધરે એવી ઈચ્છા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે મસ્ક તેમની નિકટ હતા. પછી બિગ બ્યૂટિફુલ ટેક્સ બિલના કારણે બંને વચ્ચે અંતર થયું. પછી તો ખુલ્લેઆમ માથાકૂટ થઈ. મસ્કે ટ્રમ્પને અહેસાન ફરામોશ કહ્યા હતા તો ટ્રમ્પે મસ્કને પાગલ કહી દીધા હતા. મસ્ક આમ તો ગાંજ્યા જાય એમ નથી છતાં ટ્રમ્પ સાથે એકાએક સંબંધો સુધારવા પહેલ કરી, એનો મતલબ એવો કે ટ્રમ્પે સત્તાની અસલી તાકાત બતાવી દીધી હશે. મસ્કે તો સો…સોરી કહી દીધું, પણ ટ્રમ્પ તરફથી કોઈ જવાબ નથી. એ તો હજી મસ્કથી રિસાયેલા હોય એવું લાગે છે, કારણ કે 7 જૂને ટ્રમ્પે કહ્યું હતું કે હવે ઇલોન સાથે બધા સંબંધો પૂરા. છેલ્લે, દુનિયાભરમાં હિંસા રોકવા નીકળેલા ટ્રમ્પ હવે અમેરિકામાં બરાબરના ઘેરાયા છે. અમેરિકાનાં 19 રાજ્યમાં તોફાન ચાલી રહ્યાં છે ત્યારે તેમણે ઈઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુને ફોન કરીને કહ્યું હતું કે ગાઝા સાથેનું યુદ્ધ ખતમ કરો. હજુ પણ ટ્રમ્પને અમેરિકા કરતાં દુનિયાના બીજા દેશોની ચિંતા વધારે હોય એવું લાગે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… કાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​અંતે જે થવાનું હતું એ થયું. ઇમિગ્રન્ટ્સ પર તવાઈના વિરોધમાં લોસ એન્જલસથી શરૂ થયેલી આગ અમેરિકાનાં 19 રાજ્યના 24 શહેરમાં ફેલાઈ ગઈ. ટ્રમ્પે કહ્યું હતું કે જરૂર પડે તો હું આર્મીને ઉતારીશ ને ‘વિદ્રોહ કાયદો’ લાગુ કરી દઈશ. આ બધા વચ્ચે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદે તોફાનો કરાવવાનો આરોપ ડેમોક્રેટિક પાર્ટી અને ચીન પર લગાવ્યો છે. ટ્રમ્પની પાર્ટીએ તો એવું કહી દીધું કે તોફાનો કરાવવાની ચીની ચાલ છે અને ડેમોક્રેટિક પાર્ટી તેના સપોર્ટમાં છે. બીજી તરફ ઇલોન મસ્કને રહી રહીને બ્રહ્મજ્ઞાન થયું છે કે ટ્રમ્પ સામે શિંગડાં ભરાવીને ખોટું કર્યું, એટલે તેમણે ટ્રમ્પવિરોધી પોસ્ટ ડિલિટ કરી નાખી ને માફી પણ માગી લીધી. એનો અર્થ એવો થયો કે ટ્રમ્પે કાંઈક ચમત્કાર કર્યો લાગે છે. કહેવત છે ને- ચમત્કાર વગર નમસ્કાર નહીં… નમસ્કાર, લોસ એન્જલસમાં ઈમિગ્રન્ટ્સ પર તવાઈ બોલી. છેલ્લા પાંચ દિવસથી ત્યાં હિંસા, તોફાન, આગચંપી ચાલી રહ્યાં છે. પોલીસ, નેશનલ ગાર્ડ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. લોસ એન્જલસથી ઊભી થયેલી તોફાનની આગ ટ્રમ્પ સામેના બળવામાં ગમે ત્યારે પરિવર્તિત થઈ જાય, એવો ભય હતો. બીજો ભય એ હતો કે L.A.ની આગ ક્યાંક આખા અમેરિકાને ન દઝાડે. આ ભય સાચો પડ્યો ને અમેરિકાનાં 19 રાજ્યોનાં 24 શહેરોમાં દેખાવો શરૂ થઈ ગયા. લોસ એન્જલસમાં સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યૂ લાગી જાય છે જ્યારે લોસ એન્જલસમાં તોફાનો ફાટી નીકળ્યાં ત્યારે જ ટ્રમ્પને વિદ્રોહની ગંધ આવી ગઈ હતી. એટલે તેમણે પાણી પહેલાં પાળ બાંધવા 2000 નેશનલ ગાર્ડ મોકલી દીધા હતા. લોસ એન્જલસ એ કેલિફોર્નિયા સ્ટેટનું શહેર છે. ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નરને જાણ કર્યા વગર નેશનલ ગાર્ડ મોકલી દીધા. જે રીતે આંદોલનકારીઓની સંખ્યા વધતી જાય છે તેમની તૈયારીઓ હતી એ જોતાં એવું લાગે છે કે આ લોકોએ તોફાનની તૈયારી રાખી જ હતી. જેવા દરોડા પડ્યા ને તોફાન ચાલુ થઈ ગયાં, કારણ કે 2000 નેશનલ ગાર્ડને વધારીને સંખ્યા 4700 કરી નખાઈ. 700 મરીન કમાન્ડો મૂકવામાં આવ્યા છતાં તોફાનો શમવાનું નામ લેતાં નથી. લોસ એન્જલસથી વકરેલાં તોફાનો હવે અમેરિકાનાં બીજાં રાજ્યો અને શહેરોમાં પહોંચ્યાં છે. ત્યાં પણ ઈમિગ્રન્ટ્સે તોફાન શરૂ કરી દીધાં છે. 19 રાજ્યનાં 24 શહેરોમાં વિરોધપ્રદર્શન લોસ એન્જલસના મેયર કરેન બાસે કટોકટી જાહેર કરી લોસ એન્જલસમાં સ્થિતિ વણસતાં સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યૂ લાદવામાં આવે છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે શહેરમાં કટોકટી જાહેર કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામેનું વિરોધપ્રદર્શન અમેરિકાનાં 19 રાજ્યનાં 23 શહેરમાં ફેલાઈ ગયું છે. સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, ઓસ્ટિન, ટેક્સાસ અને ન્યૂયોર્ક જેવાં શહેરોમાં પણ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટ્રમ્પે લોસ એન્જલસમાં 4700 નેશનલ ગાર્ડ્સ ઉપરાંત 700 મરીન કમાન્ડો તહેનાત કર્યા છે. અત્યારસુધીમાં લોસ એન્જલસમાંથી 1100 તોફાનીની ધરપકડ થઈ ચૂકી છે. ટ્રમ્પને બળવો થવાની શંકા, કહ્યું- વિદ્રોહ કાયદો લગાવી દઈશ લોસ એન્જલસમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. 11 જૂને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જો જરૂર પડશે તો હું આર્મીનો ઉપયોગ કરીશ. તેમણે ચેતવણી આપી છે કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે તો હું આખા શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ કરી દઈશ. આ કાયદો સરકારને હિંસા રોકવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. અમેરિકાનાં 50માંથી 20 રાજ્યમાં ડેમોક્રેટનું શાસન અમેરિકામાં 50 રાજ્ય છે એમાંથી 30 રાજ્યમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું શાસન છે અને બાકીનાં 20 રાજ્યમાં બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે. જે રાજ્યોમાં તોફાન ફેલાયાં એમાંથી બંને પાર્ટીનાં રાજ્યો છે, પણ તોફાનની શરૂઆત ડેમોક્રેટિક પાર્ટીના રાજ્ય કેલિફોર્નિયાથી થઈ. કેલિફોર્નિયામાં પોલીસ મામલો થાળે પાડી રહી હતી, પણ ટ્રમ્પે ઉતાવળિયા બનીને નેશનલ ગાર્ડ મોકલી દીધા. આ ત્યાંનાં ગવર્નર ગેવિન ન્યૂસોમને ગમ્યું નહીં. તેમણે ટ્રમ્પને તાનાશાહ કહી દીધા. શું ચીન અમેરિકામાં તોફાન કરાવી શકે? દુનિયાનો સૌથી લુચ્ચો દેશ હોય તો એ ચીન છે. આ વાત આખી દુનિયા જાણે છે. અમેરિકામાં ઈમિગ્રન્ટ્સનાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે અને તેણે હિંસક રૂપ લઈ લીધું છે. રિપબ્લિકન સાંસદ બિલ એસીએ એક પોસ્ટમાં લખ્યું છે કે આ બધું ચીન કરાવે છે. ડેમોક્રેટ્સ અને ચીન વિરોધીઓને પૈસા આપે છે. આ પ્રદર્શનોને ડેમોક્રેટ સમર્થિત સંગઠનો અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલાં સંગઠનો ભંડોળ પૂરું પાડે છે. રિપબ્લિકન નેતાઓએ PSS પર પણ શંકા વ્યક્ત કરી છે કે તેને ચીની અબજોપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ભંડોળ મળે છે. આ વાતથી અમેરિકા અને ચીનના સંબંધો વધારે વણસી શકે છે સવાલ એ છે કે ચીન આ રીતે અમેરિકામાં તોફાન કરાવી શકે? એનો જવાબ છે – હા, કારણ કે ચીનને ઓળખવું મુશ્કેલ છે. ચીન એ પેટમાં બેસીને પગ પહોળા કરે એવો દેશ છે. આમ પણ ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફવોર ચાલી રહી છે. જ્યાં સુધી સત્તામાં ટ્રમ્પ છે ત્યાં સુધી ચીનને પેટમાં દુખશે, એટલે આ તોફાનો પાછળ ચીનનો હાથ છે, એ વાત નકારી શકાય નહીં. એનું તાજું ઉદાહરણ એ છે કે ચીનથી બે વૈજ્ઞાનિક ઝેરી ફંગસ લઈને અમેરિકામાં ઘૂસી ગયા હતા અને અમેરિકાના કૃષિ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડવાનો પ્લાન હતો. એટલે ચીન અત્યારે કોઈપણ રીતે અમેરિકાને માત આપવા માગે છે. 14 જૂને ટ્રમ્પનો જન્મદિવસ, પરેડમાં તોફાન ન કરવા ટ્રમ્પે લાલ આંખ કરી 14 જૂને વોશિંગ્ટન ડીસીમાં આર્મી પરેડ યોજાવાની છે. પ્રદર્શનકારીઓ આ પરેડમાં તોફાન કરે એવા ઈનપુટ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આર્મી પરેડ દરમિયાન કોઈ પ્રદર્શન કરશે, કોઈ વિરોધ કરશે તો તેમણે આર્મીનો સામનો કરવો પડશે. 14 જૂને યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આર્મી પરેડ છે અને એ જ દિવસે ટ્રમ્પનો 79મો જન્મદિવસ પણ છે. લોસ એન્જલસનાં તોફાનમાં મેક્સિકોના ધ્વજ જોવા મળ્યા લોસ એન્જલસમાં પાંચ દિવસથી તોફાન ચાલી રહ્યાં છે. આગચંપી વખતે, હિંસા વખતે દેખાવકારો મેક્સિન રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. એનો સીધો અર્થ એ છે કે તોફાન કરનારા મોટા ભાગના મેક્સિકોના છે. અમેરિકાને અડીને આવેલા દેશ મેક્સિકોથી લાખો નહીં, કરોડોની સંખ્યામાં લોકો અમેરિકામાં ઘૂસી જાય છે ને ગેરકાયદે રહે છે. હવે આ બધાને કાઢવાનું ચાલુ થયું છે. આમ જુઓ તો ટ્રમ્પ ભારતની જેમ મેક્સિકોની પાછળ પડી ગયા છે. ટ્રમ્પે એવું નિવેદન આપેલું કે અમેરિકા મેક્સિકોથી ઘણું ઈમ્પોર્ટ કરે છે. એના પર ટેરિફ લગાવીશું. મેક્સિકોથી ગેરકાયદે લોકો ઘૂસે છે એટલે ત્યાં મોટી, ઊંચી દીવાલ બનાવીશું. મેક્સિકોથી ફેન્ટાલિન ડ્રગ આવે છે એટલે એના પર પેનલ્ટી લગાવીશું. હવે મેકિસકન મહિલા રાષ્ટ્રપતિ શિનબોમે ટ્રમ્પ સામે મોરચો ખોલી નાખ્યો. તેણે સ્પષ્ટ કહ્યું છે કે અમે છીએ તો તમારે ત્યાં બધાં કામ સરળતાથી થઈ રહ્યાં છે. વાત ખોટી પણ નથી. જો લોક એન્જલસમાંથી મેક્સિકનોને કાઢી નાખો તો શહેર ખાલી થઈ જાય એવી હાલત છે. મસ્કને ડહાપણની દાઢ ફૂટી, ટ્રમ્પની માફી માગી લીધી ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એવી માથાકૂટ થઈ કે એની મજા આખી દુનિયાએ લીધી. હવે અચાનક કોણ જાણે શું થયું, ઈલોન મસ્કને ડહાપણની દાઢ ફૂટી. તેમણે ટ્રમ્પવિરોધી બધી પોસ્ટ ડિલિટ કરી નાખી અને ટ્રમ્પની માફી માગી લીધી. મસ્કે લખ્યું, ટ્રમ્પ વિશે મેં જરા વધારેપડતું લખી નાખ્યું હતું. મને પસ્તાવો છે. અમારા સંબંધો બહુ સારા હતા. હવે ફરીથી સંબંધો સુધરે એવી ઈચ્છા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે મસ્ક તેમની નિકટ હતા. પછી બિગ બ્યૂટિફુલ ટેક્સ બિલના કારણે બંને વચ્ચે અંતર થયું. પછી તો ખુલ્લેઆમ માથાકૂટ થઈ. મસ્કે ટ્રમ્પને અહેસાન ફરામોશ કહ્યા હતા તો ટ્રમ્પે મસ્કને પાગલ કહી દીધા હતા. મસ્ક આમ તો ગાંજ્યા જાય એમ નથી છતાં ટ્રમ્પ સાથે એકાએક સંબંધો સુધારવા પહેલ કરી, એનો મતલબ એવો કે ટ્રમ્પે સત્તાની અસલી તાકાત બતાવી દીધી હશે. મસ્કે તો સો…સોરી કહી દીધું, પણ ટ્રમ્પ તરફથી કોઈ જવાબ નથી. એ તો હજી મસ્કથી રિસાયેલા હોય એવું લાગે છે, કારણ કે 7 જૂને ટ્રમ્પે કહ્યું હતું કે હવે ઇલોન સાથે બધા સંબંધો પૂરા. છેલ્લે, દુનિયાભરમાં હિંસા રોકવા નીકળેલા ટ્રમ્પ હવે અમેરિકામાં બરાબરના ઘેરાયા છે. અમેરિકાનાં 19 રાજ્યમાં તોફાન ચાલી રહ્યાં છે ત્યારે તેમણે ઈઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુને ફોન કરીને કહ્યું હતું કે ગાઝા સાથેનું યુદ્ધ ખતમ કરો. હજુ પણ ટ્રમ્પને અમેરિકા કરતાં દુનિયાના બીજા દેશોની ચિંતા વધારે હોય એવું લાગે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… કાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *