P24 News Gujarat

100 સેકન્ડની જિંદગાની, વિશ્વાસ કુમારની કહાની, વાંચો તેની જ જુબાની:પ્લેન બિલ્ડિંગમાં ઘૂસ્યું, દરવાજો તૂટ્યો, હું સીટ બેલ્ટ કાઢીને ભાગ્યો, મારી જમણી બાજુ બધાને સળગતા જોયા

અમદાવાદ પ્લેન ક્રેશમાં એક માત્ર જીવીત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મૂળ દીવનો રહેવાસી અને યુકેમાં સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો છે. હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે આખો ઘટનાક્રમ જણાવ્યો હતો. વિશ્વારકુમાર ભાલિયાએ ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું, બધુ મારી નજરની સામે થયું હતું. મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે તેમાંથી જીવતો બહાર આવ્યો. થોડો સમય સુધી તો મને લાગ્યું હતું કે હું પણ મરવાનો છું. પણ મારી આંખ ઉંઘડી તો મને લાગ્યું કે હું જીવતો છું. સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. અને પછી હું નીકળી ગયો. મારી નજર સામે એરહોસ્ટેસ અને બધા તેમાં સળગી ગયા હતા. તેમણે કહ્યું, જ્યારે ટેક ઓફ થયું ત્યારે 5-10 સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે. પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઈટ ઓન થઈ ગઈ. ત્યાર બાદ ટેકઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય એવું લાગ્યું. પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસી ગયું. આ બધુ મારી સામે થયું હતું. વિશ્વારકુમાર વધુમાં કહ્યું, હું જે બાજુ બેઠો હતો એ હિસ્સો હોસ્ટેલની બિલ્ડિંગની બીજી બાજુ જમીન પર લેન્ડ થયો હતો. બીજા અંગે મને નથી ખબર પણ હું જે જગ્યાએ લેન્ડ થયો તેની બહાર ખુલ્લી જગ્યા હતી. પ્લેન પડ્યું અને દરવાડજો તૂટ્યો તો મેં સામે જોયું તો હતી. અને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. અને પછી હું નીકળી ગયો. જ્યારે મારી વિરુદ્ધ બાજુ બિલ્ડિંગની દિવાલ હતી એટલે એ બાજું કદાચ કોઈ નહીં નીકળી શક્યું હોય.એ બાજું જ આખું વિમાન ક્રેશ થયું હતું. હું જ્યાં લેન્ડ થયો ત્યાં જ થોડીક જગ્યા હતી. તો પણ મને નથી ખબર કે હું કેવી રીતે બચ્યો. વિશ્વાસકુમારે આગળ કહ્યું, પછી હું ચાલતો બહાર આવ્યો હતો. આગમાં મારો ડાબો હાથ પણ થોડોક સળગી ગયો હતો. પછી મને એમ્બ્યુલન્સના અહીં લાવવામાં આવ્યો હતો. ઈલાજ બહુ સારો થાય છે. અહીંના લોકો બહુ સપોર્ટિંવ છે. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિશ્વાસકુમારે કહ્યું, સાહેબે મારા હાલચાલ પૂછીને બનાવ કેવી રીતે બન્યો તે અંગે વાતચીત કરી હતી. બીજી તરફ લંડન રહેતો વિશ્વાસકુમારનો પરિવાર ભારત આવવા રવાના થઈ ગયો છે. વિશ્વાસકુમારના અન્ય એક ભાઈ નયનભાઈએ જણાવ્યું હતું કે અમારી વિશ્વાસ સાથે વાત થઈ ગઈ છે. તે હોસ્પિટલમાં અને હાલ હાલત સારી છે. પણ બીજા ભાઈ અજયનો કોઈ અતોપતો નથી. 20 વર્ષથી લંડનમાં રહે છે રમેશ ભાલીયા
વિશ્વાસકુમાર ભાલિયા છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે. તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે. તેઓ પણ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે. 6 મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા રમેશ ભાલીયાના પાડોશીએ કહ્યું હતું, વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા. તેમનો કોઈ અતોપતો નથી.

​અમદાવાદ પ્લેન ક્રેશમાં એક માત્ર જીવીત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મૂળ દીવનો રહેવાસી અને યુકેમાં સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો છે. હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે આખો ઘટનાક્રમ જણાવ્યો હતો. વિશ્વારકુમાર ભાલિયાએ ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું, બધુ મારી નજરની સામે થયું હતું. મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે તેમાંથી જીવતો બહાર આવ્યો. થોડો સમય સુધી તો મને લાગ્યું હતું કે હું પણ મરવાનો છું. પણ મારી આંખ ઉંઘડી તો મને લાગ્યું કે હું જીવતો છું. સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. અને પછી હું નીકળી ગયો. મારી નજર સામે એરહોસ્ટેસ અને બધા તેમાં સળગી ગયા હતા. તેમણે કહ્યું, જ્યારે ટેક ઓફ થયું ત્યારે 5-10 સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે. પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઈટ ઓન થઈ ગઈ. ત્યાર બાદ ટેકઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય એવું લાગ્યું. પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસી ગયું. આ બધુ મારી સામે થયું હતું. વિશ્વારકુમાર વધુમાં કહ્યું, હું જે બાજુ બેઠો હતો એ હિસ્સો હોસ્ટેલની બિલ્ડિંગની બીજી બાજુ જમીન પર લેન્ડ થયો હતો. બીજા અંગે મને નથી ખબર પણ હું જે જગ્યાએ લેન્ડ થયો તેની બહાર ખુલ્લી જગ્યા હતી. પ્લેન પડ્યું અને દરવાડજો તૂટ્યો તો મેં સામે જોયું તો હતી. અને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. અને પછી હું નીકળી ગયો. જ્યારે મારી વિરુદ્ધ બાજુ બિલ્ડિંગની દિવાલ હતી એટલે એ બાજું કદાચ કોઈ નહીં નીકળી શક્યું હોય.એ બાજું જ આખું વિમાન ક્રેશ થયું હતું. હું જ્યાં લેન્ડ થયો ત્યાં જ થોડીક જગ્યા હતી. તો પણ મને નથી ખબર કે હું કેવી રીતે બચ્યો. વિશ્વાસકુમારે આગળ કહ્યું, પછી હું ચાલતો બહાર આવ્યો હતો. આગમાં મારો ડાબો હાથ પણ થોડોક સળગી ગયો હતો. પછી મને એમ્બ્યુલન્સના અહીં લાવવામાં આવ્યો હતો. ઈલાજ બહુ સારો થાય છે. અહીંના લોકો બહુ સપોર્ટિંવ છે. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિશ્વાસકુમારે કહ્યું, સાહેબે મારા હાલચાલ પૂછીને બનાવ કેવી રીતે બન્યો તે અંગે વાતચીત કરી હતી. બીજી તરફ લંડન રહેતો વિશ્વાસકુમારનો પરિવાર ભારત આવવા રવાના થઈ ગયો છે. વિશ્વાસકુમારના અન્ય એક ભાઈ નયનભાઈએ જણાવ્યું હતું કે અમારી વિશ્વાસ સાથે વાત થઈ ગઈ છે. તે હોસ્પિટલમાં અને હાલ હાલત સારી છે. પણ બીજા ભાઈ અજયનો કોઈ અતોપતો નથી. 20 વર્ષથી લંડનમાં રહે છે રમેશ ભાલીયા
વિશ્વાસકુમાર ભાલિયા છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે. તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે. તેઓ પણ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે. 6 મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા રમેશ ભાલીયાના પાડોશીએ કહ્યું હતું, વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા. તેમનો કોઈ અતોપતો નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *