પ્લેન ક્રેશની દુર્ઘટના પછી અમદાવાદની બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ ભેંકાર ભાસી રહી છે.
દિવ્ય ભાસ્કર હૉસ્ટેલ કેમ્પસનો એક્સક્લૂસિવ ડ્રોન વીડિયો બતાવે છે.
કાળીમેશ બિલ્ડિંગ્સ અને બળીને ખાખ થયેલા વૃક્ષો પરથી દુર્ઘટનાની ભયાનકતા સમજી શકાય છે. એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન સૌથી પહેલા આ રોયલ મેસની બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
જ્યાં ટેલ ફસાઈ ગઈ અને પાણીની ટાંકી સાથે ભટકાતાં પ્લેન તૂટી ગયું, અને સાડા ચારસો ફૂટ દૂર હૉસ્ટેલની અતુલ્યમ બિલ્ડિંગ્સમાં ઘૂસી ગયું. પ્રચંડ વિસ્ફોટથી હૉસ્ટેલની ચારેય બિલ્ડિંગના જાણે ખંડેર થઈ ચૂકી છે.
આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે, પ્લેનનો કાટમાળ ચારસો મીટર દૂર સુધી ઉછળ્યો હતો. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 229 પેસેન્જર અને બે પાઇલટ સહિત 12 ક્રૂ મેમ્બરનાં મોત થયા છે, જ્યારે એકમાત્ર દીવના પેસેન્જર રમેશ ભાલિયાનો ચમત્કારિક બચાવ થયો છે. દુર્ઘટના સમયે આ કેમ્પસમાં ઈન્ટર્ન ડૉક્ટર્સ, તેમના પરિવારજનો અને મેસના સ્ટાફ સહિત 96 લોકો હતા. જેને પગલે કુલ મૃત્યુઆંક 290 હોવાની આશંકા છે.