અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ આઘાતજનક ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગેના સમાચાર મળતાં જ વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલીબેન આજે સવારે લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતાં. આ વખતે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગાંધીનગર સ્થિતિ તેમના નિવાસસ્થાને સાંત્વના આપવા લોકો ઉમટી રહ્યા છે. પીએમ મોદીએ અંજલીબેનને મળીને સધિયારો આપ્યો હતો.પુત્ર ઋષભ આવતીકાલે અમેરિકાથી આવશે પછી દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે દિવ્ય ભાસ્કરને પ્રાપ્ત વિગત મુજબ પ્લેનમાં બેસ્યા પછી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેનને અંતિમકોલ કર્યો હતો. જેમાં વિજય રૂપાણીના અંતિમ શબ્દો હતા, ‘અંજુ ફ્લાઈટમાં બેસી ગયો છું. ફલાઈટ હમણાં ઉપડે જ છે. કાલે આવું છું.’ ‘મને એકવાર વિજયનું મોઢું બતાવો’
આ અગાઉ શુક્રવાર વહેલી સવારે અંજલીબેન રૂપાણી આવતાં જ અમદાવાદ એરપોર્ટ પર ભારે કરુણતા છવાઈ ગઈ હતી. તેઓએ કહ્યું, ‘મને એકવાર વિજયનું મોઢું બતાવો’ ત્યારે તમામની આંખો ભીની થઈ ગઈ હતી. વિજયભાઈની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલેબેને કહ્યું, ‘તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું. ‘ આટલું સાંભળતાની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા હતા. સતત 20 મિનિટ સુધી અંજલીબેનના રુદનથી ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યાર બાદ અંજલીબેન તેમના ગાંધીનગર સ્થિત બંગલે રવાના થયા હતા. બે-બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી
અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું એ વખતે તેમના પત્ની અંજલીબેન લંડન રહેતી દીકરીના ઘરે હતા. અંજલીબેન અગાઉ 19 મેના રોજ લંડન જતાં રહ્યાં હતાં. દીકરીના ઘરે નાનો એવો ધાર્મિક પ્રસંગ હતો. ત્યાર બાદ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન હતો. ખાસ મિત્રો નીતિન ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરી સાથે વિજય રૂપાણી લંડન જવાના હતા. બધાયે 5 જૂનના રોજની ટિકિટ કરાવી હતી. પણ રૂપાણી પંજાબના લુધિયાણામાં પેટાચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર થયો હતો. 5 જૂને માત્ર ધનસુખ ભંડરી લંડન ગયા હતા. ત્યાર બાદ વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી હતી. આમ છતાં કામના કારણે રૂપાણી જઈ શકે એમ નહોતા. એટલે તેમણે 10 જૂને નીતિન ભારદ્વાજને પરાણે લંડન મોકલ્યા હતા. અને પોતાની 12 જૂનની ટિકિટ કરાવી હતી. આમ તેમણે બે-બે વખત ટિકિટ કેન્સલ કરાવી હતી. અંતે 12મી જૂનના રોજ પ્લેશમાં તેમનું નિધન થયું હતું. મોદીએ અંજલિબેનને મળી સાંત્વના આપી
પીએમ મોદીએ એરપોર્ટ પર અંજલીબેનને મળીને સાંત્વના આપી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, ‘વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’ પ્લેન ક્રેશ પહેલાના બે વીડિયોમાં વિજય રૂપાણી જોવા મળ્યા હતા
પ્લેન ક્રેશ પહેલાના એરપોર્ટ પરના બે વીડિયોમાં વિજય રૂપાણી જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તેઓ ગેટની અંદર દાખલ દેખાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં એરપોર્ટના લોન્જમાં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ સાથે વાત કરતાં અને ચાલતાં ચાલતાં જોવા મળી રહ્યા છે. યુકે નાગરિક અને ‘ધ વેલનેસ ફાઉન્ડ્રી’ નામની કંપનીના ફાઉન્ડર ફિયોંગલ ગ્રીનલો-મીક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરી હતી. એમાં અનાયાસે આ વીડિયોમાં વિજય રૂપાણી કેદ થઈ થઈ ગયા હતા. યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ
વિજયભાઈ રૂપાણીનું જે તારીખે નિધન થયું તે 12-06-2025 છે. તારીખ અને મહિનો 12-06 થાય. 1206 એ વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે તેમની કાર, એક્ટિવાના વાહન નંબર 1206 જ રાખ્યા હતા. તેઓ કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. યોગાનુયોગ જુઓ કે, એ 12-06 તારીખે જ વિમાનમાં બેઠા ને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. બીજો યોગાનુયોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2ના અંકનો યોગાનુયોગ છે. વિજયભાઈ-અંજલીબેનની લવસ્ટોરી
વિજય રૂપાણીની જેમ અંજલીબેન પણ પહેલાથી રાજકારણ સાથે સંકળાયેલા હતાં અને જનસંઘ માટે કામ કરતાં. એ સમયે એવી પ્રથા હતી કે પ્રચારક જ્યાં પણ પ્રચારાર્થે જાય ત્યાં તેણે મુખ્ય કાર્યકરના ઘરે જમવા જવાનું થતું. વિજય રૂપાણી અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવતા. અંજલીબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર હતા. જેના કારણે વિજયભાઈ તેમના ઘરે અનેક વખત જમવા જતા. આ રીતે વિજયભાઈ અને અંજલીબહેન વચ્ચે પહેલા ઓળખાણ થઈ અને પછી પ્રેમ થયો હતો. બાદમાં વડીલોની સહમતીથી બન્નેએ વિધિવત લગ્ન કર્યા હતા. વિજયભાઈના પુત્ર પુજિતનું બાળપણમાં દુર્ઘટનામાં મૃત્યું થયું હતું
વિજયભાઈનો પુત્ર પુજિત નાનો હતો ત્યારે એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પુજિતના મૃત્યુ પછી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલીબેન આઘાતમાં હતા. સમય જતાં વિજયભાઈએ પુજિતના નામે સમાજસેવા કરવાનું નક્કી કર્યું. તેમણે ગરીબ, જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના હેતુથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું જે આજે પણ કાર્યરત છે. વિજય રૂપાણી જન્મે બર્મીઝ પણ કર્મે ગુજરાતી
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીઝ હતા. પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા
મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી. ભાવનગર-ભુજમાં જેલવાસ
કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. 1987માં કોર્પોરેટર બન્યા હતા
ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા. ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને પછી મુખ્યમંત્રી
તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં હતા. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં હતા. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવા મુખ્યમંત્રી બન્યા હતા.