P24 News Gujarat

આ લોકોએ મોતને હાથતાળી આપી:ભૂમિ 10 મિનિટ મોડી પડી અને જીવ બચી ગયો, રશ્મિનભાઇ માટે 5 સેકન્ડ બની જીવનદાતા

અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ 250થી વધુ લોકોનો ભોગ લઇ લીધો છે પણ કેટલાક એવા લોકો છે જે મોતને હાથતાળી આપવામાં સફળ રહ્યા હોય. કોઇ ફક્ત 10 મિનિટ મોડા પડવાના લીધે ફ્લાઇટ ચૂકી ગયું અને તેનો જીવ બચી ગયો તો કોઇએ માત્ર 5 સેકન્ડના અંતરેથી મોતને ભાળ્યું હતું. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરુચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ મોડી પડતાં ફ્લાઇટ ચૂકી જવાના કારણે તેનો જીવ બચી ગયો. ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એરપોર્ટમાં એન્ટ્રી ન મળી. ‘ઘણી રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ન મળી’
આ ઘટના વર્ણવતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે, અમે બે વર્ષ પહેલાં જ ત્યાં (લંડન) સ્થાયી થયા હતા. હું ત્યાં ભણવાના બેઝ પર ગઇ હતી. મારા હસબન્ડ ત્યાં જ છે. હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી હતી. મેં 1:10 વાગ્યાની ફ્લાઇટ બૂક કરાવી હતી, અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતાં-પહોંચતાં 12:20 વાગી ગયા હતા. એ લોકોએ 12:10 વાગ્યે ચેકિંગ બંધ કરી દીધું હતું. માત્ર એક વિન્ડો ખુલ્લી હતી. મેં તેમને રિક્વેસ્ટ કરી કે માત્ર 10 મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો. હું એકલી જ બાકી છું, પણ એ લોકોએ મને ન જવા દીધી. અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન્યૂઝથી ખબર પડી અને સગાવ્હાલાના ફોન આવ્યા કે તું જે પ્લેનમાં જવાની હતી એ જ પ્લેનમાં આવું થયું છે. એ સમયે હું કંઇ વિચારી શકું એવી મારી કોઇ હાલત જ નહોતી. ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી. ‘ન જવા દીધી ત્યારે બહુ ગુસ્સો આવ્યો હતો’
ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી ગઇ પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઇ. સારૂં થયું હું 10 મિનિટ લેટ પડી હતી. જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ખરાબ છે. હું કંઇ કહી જ નથી શકતી, જે લોકો જોડે થયું છે એ વિચારીને જ હચમચી જવાય છે. 5 સેકન્ડના અંતરે મોતને મ્હાત આપી
ભૂમિ ચૌહાણ જેવી જ અન્ય એક વ્યક્તિ છે જેણે પણ મોતને હાથતાળી આપી હતી. આ વ્યક્તિ એટલે અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા રશ્મિનભાઇ પટેલ. ફેર એટલો હતો કે ભૂમિ લંડન જતી ફ્લાઇટમાં જવાની હતી અને રશ્મિનભાઇ જ્યાં પ્લેન ક્રેશ થયું તે સ્થળ પર હતા. રશ્મિનભાઇએ 5 સેકન્ડમાં જ મોતને મ્હાત આપી હતી. રૂંવાડા ઊભા થઇ જાય તેવી ઘટના
રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અમદાવાદ શહેરમાં ફરી એક વખત સાચી સાબિત થઇ છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવામાં 5 સેકન્ડ માટે બચી ગયેલા રશ્મિનભાઇ પટેલની વાત સાંભળીને પણ રુંવાડા ઉભા થઇ જાય તેવું છે. ઘડાકાથી કારના કાચ તૂટી ગયા
રશ્મિનભાઇ પોતાની કાર લઇને મેઘાણીનગર તરફથી જ્યાં પ્લેન ક્રેશ થયું તે તરફ જઇ રહ્યા હતા. તેમને જરા પણ અંદાજો નહોતો કે તેમની સાથે શું થશે. તેઓ પોતાની કારનો વળાંક લઇ રહ્યા હતા અને અચાનક તે સમયે પ્લેન ક્રેશ થયું. તેઓ 50 ફૂટ દૂર હતા પરંતુ મોટા ધડાકા અને આગની તીવ્રતાના કારણે તેમની કારના કાચ તૂટી ગયા હતા. તેમની સામે આગના ગોટા દેખાઇ રહ્યા હતા. તેઓ કાર લઇને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તેવો વીડિયો વાઇરલ થયો હતો. દિવ્ય ભાસ્કરે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે, હું મોતના મુખમાંથી 5 સેકન્ડ પહેલાં પાછો આવ્યો છું. રશ્મિનભાઇ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ બપોરના સમયે રેશનકાર્ડના એક કામ માટે મેઘાણીનગર મેન્ટલ કમ્પાઉન્ડમાં પોતાની એસયુવી કાર લઈને પહોંચ્યા હતા. તેમણે જે સમયે કારનો વળાંક લીધો એ સમયે જ અચાનક તેમની કાર તરફ એક મોટો ધડાકો થયો. તેઓ માત્ર 50 ફૂટ દૂર હતા તેમ છતાં ધડાકા અને આગની તીવ્રતાના કારણે તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા. મને લાગ્યું કે હું બચીશ નહીં
રશ્મિનભાઇએ જણાવ્યું કે, હું ત્યાં હતો ત્યારે એટલો મોટો ધડાકો થયો હતો કે જાણે હું બચીશ નહીં પરંતુ કિસ્મતથી હું બચી ગયો અને ત્યાંથી ગમે તેમ કરીને નીકળી ગયો હત. બીજા લોકો પણ ત્યાં ઘાયલ થઇ ગયા હતા ત્યાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હતા. પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. મૂળ દીવના રહેવાસી અને યુકેમાં સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો છે. આખા ગામમાં માતમ છે
પ્રેમીબેન વિશ્વાસના કાકી છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દસેક મિનિટમાં જ અમને અહીં ખબર પડી ગઇ કે આ રીતની ઘટના બની ગઇ છે એટલે અમારા સ્વજનો અહીંથી અમદાવાદ ગયા હતા. હોસ્પિટલમાં કોઇને જવા દેવાયા નહોતા. અજયનો કોઇ પત્તો નથી પણ તેનો મોટોભાઇ બચી ગયો છે. તેની તબિયત સારી છે. અમારા ગામના એક ભાઇ પ્લેન ક્રેશ વખતે તરત જ વિશ્વાસને ફોન કર્યો હતો. તેની સાથે વાત થઇ હતી એટલે અમને ખબર પડી કે તે બચી ગયો છે. હાલમાં તે હોસ્પિટલમાં છે. આખા ગામમાં માતમનો માહોલ છે. અધિકારીઓ અહીં ઘરે આવીને ફોટો પાડી ગયા હતા અને આધારકાર્ડની ઝેરોક્ષ લઇ ગયા છે. વિશ્વાસની તબિયત સારી છે
વિશ્વાસ અને તેની સાથે બીજા 15 જેટલા લોકો દીવથી લંડન જવા માટે અમદાવાદ આવ્યા હતા. જગદીશભાઇ વિશ્વાસને મુકવા આવ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે 4થી 5 કારમાં ફેમિલીને મુકવા આવ્યા હતા. મારી કારમાં મારા સગા મામા અને મામી હતા. એ લોકોને મુકીને અમે નીકળી ગયા. સારંગપુર પહોંચ્યા હોઇશું ત્યાં ફોન આવ્યો. ફોન રિસીવ કર્યો તો ખબર પડી કે આવી દુર્ઘટના ઘટી ગઇ છે. જેના પછી અમે પાછા એરપોર્ટ આવી ગયા હતા. એરપોર્ટ પછી અમે અહીં હોસ્પિટલ આવ્યા હતા. અહીંયા બધી ડેડ બોડી આવતી હતી.

​અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ 250થી વધુ લોકોનો ભોગ લઇ લીધો છે પણ કેટલાક એવા લોકો છે જે મોતને હાથતાળી આપવામાં સફળ રહ્યા હોય. કોઇ ફક્ત 10 મિનિટ મોડા પડવાના લીધે ફ્લાઇટ ચૂકી ગયું અને તેનો જીવ બચી ગયો તો કોઇએ માત્ર 5 સેકન્ડના અંતરેથી મોતને ભાળ્યું હતું. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરુચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ મોડી પડતાં ફ્લાઇટ ચૂકી જવાના કારણે તેનો જીવ બચી ગયો. ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એરપોર્ટમાં એન્ટ્રી ન મળી. ‘ઘણી રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ન મળી’
આ ઘટના વર્ણવતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે, અમે બે વર્ષ પહેલાં જ ત્યાં (લંડન) સ્થાયી થયા હતા. હું ત્યાં ભણવાના બેઝ પર ગઇ હતી. મારા હસબન્ડ ત્યાં જ છે. હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી હતી. મેં 1:10 વાગ્યાની ફ્લાઇટ બૂક કરાવી હતી, અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતાં-પહોંચતાં 12:20 વાગી ગયા હતા. એ લોકોએ 12:10 વાગ્યે ચેકિંગ બંધ કરી દીધું હતું. માત્ર એક વિન્ડો ખુલ્લી હતી. મેં તેમને રિક્વેસ્ટ કરી કે માત્ર 10 મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો. હું એકલી જ બાકી છું, પણ એ લોકોએ મને ન જવા દીધી. અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન્યૂઝથી ખબર પડી અને સગાવ્હાલાના ફોન આવ્યા કે તું જે પ્લેનમાં જવાની હતી એ જ પ્લેનમાં આવું થયું છે. એ સમયે હું કંઇ વિચારી શકું એવી મારી કોઇ હાલત જ નહોતી. ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી. ‘ન જવા દીધી ત્યારે બહુ ગુસ્સો આવ્યો હતો’
ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી ગઇ પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઇ. સારૂં થયું હું 10 મિનિટ લેટ પડી હતી. જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ખરાબ છે. હું કંઇ કહી જ નથી શકતી, જે લોકો જોડે થયું છે એ વિચારીને જ હચમચી જવાય છે. 5 સેકન્ડના અંતરે મોતને મ્હાત આપી
ભૂમિ ચૌહાણ જેવી જ અન્ય એક વ્યક્તિ છે જેણે પણ મોતને હાથતાળી આપી હતી. આ વ્યક્તિ એટલે અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા રશ્મિનભાઇ પટેલ. ફેર એટલો હતો કે ભૂમિ લંડન જતી ફ્લાઇટમાં જવાની હતી અને રશ્મિનભાઇ જ્યાં પ્લેન ક્રેશ થયું તે સ્થળ પર હતા. રશ્મિનભાઇએ 5 સેકન્ડમાં જ મોતને મ્હાત આપી હતી. રૂંવાડા ઊભા થઇ જાય તેવી ઘટના
રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અમદાવાદ શહેરમાં ફરી એક વખત સાચી સાબિત થઇ છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવામાં 5 સેકન્ડ માટે બચી ગયેલા રશ્મિનભાઇ પટેલની વાત સાંભળીને પણ રુંવાડા ઉભા થઇ જાય તેવું છે. ઘડાકાથી કારના કાચ તૂટી ગયા
રશ્મિનભાઇ પોતાની કાર લઇને મેઘાણીનગર તરફથી જ્યાં પ્લેન ક્રેશ થયું તે તરફ જઇ રહ્યા હતા. તેમને જરા પણ અંદાજો નહોતો કે તેમની સાથે શું થશે. તેઓ પોતાની કારનો વળાંક લઇ રહ્યા હતા અને અચાનક તે સમયે પ્લેન ક્રેશ થયું. તેઓ 50 ફૂટ દૂર હતા પરંતુ મોટા ધડાકા અને આગની તીવ્રતાના કારણે તેમની કારના કાચ તૂટી ગયા હતા. તેમની સામે આગના ગોટા દેખાઇ રહ્યા હતા. તેઓ કાર લઇને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તેવો વીડિયો વાઇરલ થયો હતો. દિવ્ય ભાસ્કરે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે, હું મોતના મુખમાંથી 5 સેકન્ડ પહેલાં પાછો આવ્યો છું. રશ્મિનભાઇ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ બપોરના સમયે રેશનકાર્ડના એક કામ માટે મેઘાણીનગર મેન્ટલ કમ્પાઉન્ડમાં પોતાની એસયુવી કાર લઈને પહોંચ્યા હતા. તેમણે જે સમયે કારનો વળાંક લીધો એ સમયે જ અચાનક તેમની કાર તરફ એક મોટો ધડાકો થયો. તેઓ માત્ર 50 ફૂટ દૂર હતા તેમ છતાં ધડાકા અને આગની તીવ્રતાના કારણે તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા. મને લાગ્યું કે હું બચીશ નહીં
રશ્મિનભાઇએ જણાવ્યું કે, હું ત્યાં હતો ત્યારે એટલો મોટો ધડાકો થયો હતો કે જાણે હું બચીશ નહીં પરંતુ કિસ્મતથી હું બચી ગયો અને ત્યાંથી ગમે તેમ કરીને નીકળી ગયો હત. બીજા લોકો પણ ત્યાં ઘાયલ થઇ ગયા હતા ત્યાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હતા. પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. મૂળ દીવના રહેવાસી અને યુકેમાં સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો છે. આખા ગામમાં માતમ છે
પ્રેમીબેન વિશ્વાસના કાકી છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દસેક મિનિટમાં જ અમને અહીં ખબર પડી ગઇ કે આ રીતની ઘટના બની ગઇ છે એટલે અમારા સ્વજનો અહીંથી અમદાવાદ ગયા હતા. હોસ્પિટલમાં કોઇને જવા દેવાયા નહોતા. અજયનો કોઇ પત્તો નથી પણ તેનો મોટોભાઇ બચી ગયો છે. તેની તબિયત સારી છે. અમારા ગામના એક ભાઇ પ્લેન ક્રેશ વખતે તરત જ વિશ્વાસને ફોન કર્યો હતો. તેની સાથે વાત થઇ હતી એટલે અમને ખબર પડી કે તે બચી ગયો છે. હાલમાં તે હોસ્પિટલમાં છે. આખા ગામમાં માતમનો માહોલ છે. અધિકારીઓ અહીં ઘરે આવીને ફોટો પાડી ગયા હતા અને આધારકાર્ડની ઝેરોક્ષ લઇ ગયા છે. વિશ્વાસની તબિયત સારી છે
વિશ્વાસ અને તેની સાથે બીજા 15 જેટલા લોકો દીવથી લંડન જવા માટે અમદાવાદ આવ્યા હતા. જગદીશભાઇ વિશ્વાસને મુકવા આવ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે 4થી 5 કારમાં ફેમિલીને મુકવા આવ્યા હતા. મારી કારમાં મારા સગા મામા અને મામી હતા. એ લોકોને મુકીને અમે નીકળી ગયા. સારંગપુર પહોંચ્યા હોઇશું ત્યાં ફોન આવ્યો. ફોન રિસીવ કર્યો તો ખબર પડી કે આવી દુર્ઘટના ઘટી ગઇ છે. જેના પછી અમે પાછા એરપોર્ટ આવી ગયા હતા. એરપોર્ટ પછી અમે અહીં હોસ્પિટલ આવ્યા હતા. અહીંયા બધી ડેડ બોડી આવતી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *