P24 News Gujarat

અજબ-ગજબઃ દહેજમાં મળી 60 લાખની 100 બિલાડી:ઝિબ્રા ઘરેથી ભાગી ગયો, એરલિફ્ટ કરીને પાછો લાવવામાં આવ્યો; ટ્રાફિક-પોલીસને ACવાળું હેલ્મેટ

વિયેતનામમાં એક છોકરીનાં માતા-પિતાએ દહેજ તરીકે 60 લાખ રૂપિયાની 100 બિલાડી આપી. 10 દિવસથી ઘરેથી ભાગી ગયેલા ઝિબ્રાને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો. અહીં હિમાચલમાં ટ્રાફિક-પોલીસને એક AC હેલ્મેટ મળ્યું. કેટલાક દિવસથી દુનિયાભરમાં આવા જ કેટલાક રસપ્રદ સમાચારો ચર્ચામાં હતા. ચાલો જાણીએ… 1. કન્યાને દહેજમાં 100 સિવેટ બિલાડી મળી
વિયેતનામમાં એક 22 વર્ષની છોકરીનાં માતા-પિતાએ તેના લગ્નમાં દહેજ તરીકે 100 સિવેટ બિલાડી આપી હતી, જેની કિંમત ભારતીય ચલણમાં લગભગ 60 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત લગ્નમાં સોનાના 25 બિસ્કિટ, 20 હજાર ડોલર રોકડા, 30 કરોડ વિયેતનામી ચલણ ડોંગ પણ આપવામાં આવ્યાં હતાં. છોકરીનાં માતા-પિતાએ તેમની પુત્રીને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે આ ખાસ ભેટ આપી હતી. સિવેટ બિલાડીઓ આટલી ખાસ અને મોંઘી કેમ છે? 2. ઝિબ્રા 4 દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયો હતો, એને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો હતો અમેરિકાના ટેનેસીમાં 10 દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયેલા એક ઝિબ્રાને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. ઝિબ્રાના માલિકે જણાવ્યું હતું કે ઝિબ્રા એક પાલતું પ્રાણી હતું અને તેણે એને ફાર્મહાઉસમાં બાંધી રાખ્યું હતું, જ્યાંથી ઝિબ્રા જંગલ તરફ ભાગી ગયું હતું. પછી ઝિબ્રા ત્યાંથી ગુમ થઈ ગયું. જ્યારે ઝિબ્રાના ભાગી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો ત્યારે એનું સ્થાન જાણી શકાયું. આ પછી વન્યજીવન બચાવ ટીમની મદદ લેવામાં આવી. ઝિબ્રાને હેલિકોપ્ટર દ્વારા કેમ એરલિફ્ટ કરવું?
‘એરિયલ રેસ્ક્યૂ’ અથવા હેલિકોપ્ટર દ્વારા પ્રાણીઓનું એરલિફ્ટિંગ ત્યારે કરવામાં આવે છે જ્યારે જમીન માર્ગે પ્રાણીને સુરક્ષિત રીતે દૂર કરવું મુશ્કેલ હોય છે. એરલિફ્ટ પદ્ધતિ પ્રાણીઓ માટે તણાવમુક્ત છે. તણાવને કારણે ઝિબ્રા છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાગી રહ્યો હતો. આ કારણે બચાવ ટીમે ઝિબ્રાનું હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને એને સુરક્ષિત રીતે પાછું લાવ્યું. ગયા મહિને પણ સ્વિટ્ઝર્લૅન્ડમાં ભૂસ્ખલનથી લગભગ 52 ગાયને બચાવી લેવામાં આવી હતી. ૩. હિમાચલ પ્રદેશમાં ટ્રાફિક-પોલીસને AC હેલ્મેટ સોમવારે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ટ્રાફિક-પોલીસને ગરમીથી રાહત આપવા માટે એસી હેલ્મેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. એસપી સંદીપ ધવલે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં બિલાસપુરનું મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં પોલીસ પહેલાંથી જ એસી હેલ્મેટનો ઉપયોગ કરી રહી છે. 4. સ્વિટ્ઝર્લૅન્ડમાં એક વ્યક્તિએ 2 કલાક બરફમાં રહીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો સ્વિટ્ઝર્લૅન્ડના એલિયાસ મેયરે રવિવારે સંપૂર્ણ 2 કલાક અને 7 સેકન્ડ બરફમાં રહીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ બનાવવા માટે એલિયાસે ફક્ત સ્વિમિંગ ટ્રંક પહેર્યા હતા અને તેનું આખું શરીર બરફના જાડા પડથી ઢંકાયેલું હતું. આ રેકોર્ડ બનાવવો કેમ મુશ્કેલ હતો?
સામાન્ય રીતે લાંબા સમય સુધી બરફીલા પાણી કે બરફમાં રહેવાથી હાઇપોથર્મિયા થાય છે, જેમાં શરીરનું તાપમાન ઘટી જાય છે, જેના કારણે શરીરના ભાગો કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આ કિસ્સામાં એલિયાસે પ્રેક્ટિસ દ્વારા પોતાની ‘ઠંડી સહનશક્તિ’ અથવા ઠંડી સહન કરવાની ક્ષમતામાં વધારો કર્યો, જેના કારણે તે આ પરાક્રમ કરી શક્યો. આપણે કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે…

​વિયેતનામમાં એક છોકરીનાં માતા-પિતાએ દહેજ તરીકે 60 લાખ રૂપિયાની 100 બિલાડી આપી. 10 દિવસથી ઘરેથી ભાગી ગયેલા ઝિબ્રાને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો. અહીં હિમાચલમાં ટ્રાફિક-પોલીસને એક AC હેલ્મેટ મળ્યું. કેટલાક દિવસથી દુનિયાભરમાં આવા જ કેટલાક રસપ્રદ સમાચારો ચર્ચામાં હતા. ચાલો જાણીએ… 1. કન્યાને દહેજમાં 100 સિવેટ બિલાડી મળી
વિયેતનામમાં એક 22 વર્ષની છોકરીનાં માતા-પિતાએ તેના લગ્નમાં દહેજ તરીકે 100 સિવેટ બિલાડી આપી હતી, જેની કિંમત ભારતીય ચલણમાં લગભગ 60 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત લગ્નમાં સોનાના 25 બિસ્કિટ, 20 હજાર ડોલર રોકડા, 30 કરોડ વિયેતનામી ચલણ ડોંગ પણ આપવામાં આવ્યાં હતાં. છોકરીનાં માતા-પિતાએ તેમની પુત્રીને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે આ ખાસ ભેટ આપી હતી. સિવેટ બિલાડીઓ આટલી ખાસ અને મોંઘી કેમ છે? 2. ઝિબ્રા 4 દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયો હતો, એને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો હતો અમેરિકાના ટેનેસીમાં 10 દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયેલા એક ઝિબ્રાને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. ઝિબ્રાના માલિકે જણાવ્યું હતું કે ઝિબ્રા એક પાલતું પ્રાણી હતું અને તેણે એને ફાર્મહાઉસમાં બાંધી રાખ્યું હતું, જ્યાંથી ઝિબ્રા જંગલ તરફ ભાગી ગયું હતું. પછી ઝિબ્રા ત્યાંથી ગુમ થઈ ગયું. જ્યારે ઝિબ્રાના ભાગી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો ત્યારે એનું સ્થાન જાણી શકાયું. આ પછી વન્યજીવન બચાવ ટીમની મદદ લેવામાં આવી. ઝિબ્રાને હેલિકોપ્ટર દ્વારા કેમ એરલિફ્ટ કરવું?
‘એરિયલ રેસ્ક્યૂ’ અથવા હેલિકોપ્ટર દ્વારા પ્રાણીઓનું એરલિફ્ટિંગ ત્યારે કરવામાં આવે છે જ્યારે જમીન માર્ગે પ્રાણીને સુરક્ષિત રીતે દૂર કરવું મુશ્કેલ હોય છે. એરલિફ્ટ પદ્ધતિ પ્રાણીઓ માટે તણાવમુક્ત છે. તણાવને કારણે ઝિબ્રા છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાગી રહ્યો હતો. આ કારણે બચાવ ટીમે ઝિબ્રાનું હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને એને સુરક્ષિત રીતે પાછું લાવ્યું. ગયા મહિને પણ સ્વિટ્ઝર્લૅન્ડમાં ભૂસ્ખલનથી લગભગ 52 ગાયને બચાવી લેવામાં આવી હતી. ૩. હિમાચલ પ્રદેશમાં ટ્રાફિક-પોલીસને AC હેલ્મેટ સોમવારે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ટ્રાફિક-પોલીસને ગરમીથી રાહત આપવા માટે એસી હેલ્મેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. એસપી સંદીપ ધવલે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં બિલાસપુરનું મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં પોલીસ પહેલાંથી જ એસી હેલ્મેટનો ઉપયોગ કરી રહી છે. 4. સ્વિટ્ઝર્લૅન્ડમાં એક વ્યક્તિએ 2 કલાક બરફમાં રહીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો સ્વિટ્ઝર્લૅન્ડના એલિયાસ મેયરે રવિવારે સંપૂર્ણ 2 કલાક અને 7 સેકન્ડ બરફમાં રહીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ બનાવવા માટે એલિયાસે ફક્ત સ્વિમિંગ ટ્રંક પહેર્યા હતા અને તેનું આખું શરીર બરફના જાડા પડથી ઢંકાયેલું હતું. આ રેકોર્ડ બનાવવો કેમ મુશ્કેલ હતો?
સામાન્ય રીતે લાંબા સમય સુધી બરફીલા પાણી કે બરફમાં રહેવાથી હાઇપોથર્મિયા થાય છે, જેમાં શરીરનું તાપમાન ઘટી જાય છે, જેના કારણે શરીરના ભાગો કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આ કિસ્સામાં એલિયાસે પ્રેક્ટિસ દ્વારા પોતાની ‘ઠંડી સહનશક્તિ’ અથવા ઠંડી સહન કરવાની ક્ષમતામાં વધારો કર્યો, જેના કારણે તે આ પરાક્રમ કરી શક્યો. આપણે કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *