ઈરાનની રાજધાની તેહરાનમાં ઘણી જગ્યાએથી ધૂમાડો ઉઠી રહ્યો છે. રાહત-બચાવના કામમાં લાગેલી ગાડીઓના સાયરન શુક્રવારે સવારથી જ વાગી રહ્યા છે. ઈઝરાયલના હુમલાઓમાં ઈરાની સેનાના ટોચના 20 કમાન્ડર માર્યા ગયા હોવાના સમાચાર છે. બીજી તરફ, તેહરાનથી લગભગ 150 કિમી દૂર કોમ શહેરની જમકરન મસ્જિદ પર લાલ રંગનો ઝંડો ફરકાવવામાં આવી રહ્યો છે. મસ્જિદની બહાર હજારો લોકો એકઠા થયા છે, જેઓ ઈઝરાયલને ખતમ કરવાના નારા લગાવી રહ્યા છે. ઈરાન સરકારના એક ઉચ્ચ અધિકારી ભાસ્કરને કહે છે- ‘હવે વાતચીતનો સમય ખતમ થઈ ગયો છે. ઈઝરાયલે ઘાતક હુમલા કર્યા છે. કોઈએ નહોતું વિચાર્યું કે આ રીતે હુમલો થશે. અમારા જનરલ સલામીનું મૃત્યુ થયું છે. બે પરમાણુ વૈજ્ઞાનિકોનું મૃત્યુ થયું છે, પરંતુ તેઓ પરમાણુ કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાયેલા નહોતા.’ દેશ હાલ યુદ્ધની આરે છે, તેથી ઈરાનના અધિકારીઓ અને સામાન્ય લોકો પણ મીડિયા સામે પોતાની ઓળખ જાહેર કરવા માગતા નથી. સરકાર તરફથી પણ સૂચના મળી છે કે વિદેશી મીડિયા સાથે વાત ન કરો. જોકે, તેમની વાતોથી સ્પષ્ટ છે કે હુમલામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાને પણ ઇઝરાયલ પર ડ્રોન હુમલો કર્યો છે. ભાસ્કરે ઈઝરાયલ અને ઈરાનમાં લોકો અને સરકારી અધિકારીઓ સાથે વાત કરી. ઈરાનમાં રસ્તાઓ સૂના, લોકો બોમ્બ શેલ્ટરમાં, મસ્જિદોમાંથી બદલાની ઘોષણા
13 જૂનની સવારે ઈઝરાયલના હુમલા બાદ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાબિલફ મીડિયા સામે આવ્યા. તેમણે કહ્યું- ‘બદલો લેવાનો સમય આવી ગયો છે, અને આ બદલો કોઈ પણ રીતે અને હથિયાર દ્વારા લઈ શકાય છે.’ આ પહેલાં ઈઝરાયલી એરફોર્સે શુક્રવારે સવારે ઈરાન પર 200 ફાઈટર જેટ્સથી હુમલો કર્યો હતો. નિશાના પર તેહરાન સહિત આસપાસના 6 સૈન્ય ઠેકાણા હતા. તેમાંથી 4 જગ્યાએ પરમાણુ ઠેકાણા છે. ઈરાની મીડિયાએ ઈઝરાયલી હુમલામાં સામાન્ય લોકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. રહેણાંક ઈમારતોને પણ નુકસાન થયું છે. ઈઝરાયલી હુમલા અંગે ઈરાનના લોકો ખુલીને વાત કરી રહ્યા નથી. ભાસ્કરે ત્યાં અમારા સંપર્કમાં રહેલા 6 લોકોને ફોન અને મેસેજ કર્યા. કોઈ પણ વાત કરવા અને ત્યાંની સ્થિતિ જણાવવા માટે તૈયાર ન થયું. ઈરાનના એક સરકારી અધિકારી તરફથી જવાબ આવ્યો. જોકે, તેમણે પણ ઓળખ ન જણાવવાની વિનંતી કરી. તેઓ કહે છે, ‘ઈઝરાયલના હુમલા બાદથી ઈરાનના રસ્તાઓ પર સન્નાટો છે. અમેરિકાએ હુમલામાં ઈઝરાયલનો સાથ આપ્યો છે. હવે અમેરિકા સાથે વાતચીતનો સમય જતો રહ્યો છે. મને નથી લાગતું કે પરમાણુ કાર્યક્રમ પર કોઈ વાતચીત થઈ શકે.’ અમે ઈરાની અધિકારીને પૂછ્યું કે અમેરિકા-ઈરાન પરમાણુ સમજૂતી માટે વાતચીત કરી રહ્યું હતું અને તેણે કહ્યું છે કે ઈઝરાયલના હુમલામાં તે સામેલ નથી. શું તમે અમેરિકાની આ વાત માનશો? તેઓ જવાબ આપે છે, ‘અમેરિકા ભલે કહે કે ઈરાન પરના હુમલામાં તેનો હાથ નથી, પરંતુ અમને ખબર છે કે તે ઈઝરાયલની સાથે છે. અમેરિકનો સાથે ટેબલ પર બેસીને વાતચીત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. ઈઝરાયલે ઈરાની અધિકારીઓ અને સૈનિકોની હત્યા કરી છે. આ પછી વાતચીતની જગ્યા બચતી નથી.’ ‘હવે ઈરાન પણ આગળના પગલાં ભરશે. હું માનું છું કે ઈરાન તરફથી ગુપ્તચર નિષ્ફળતા થઈ છે. આખરે ઈઝરાયલ ઈરાનની અંદરની આટલી બધી માહિતી કેવી રીતે એકઠી કરી શક્યું અને તેના પ્લાન વિશે અમને કેવી રીતે ખબર ન પડી.’ આગા જમાન, વિદ્યાર્થી
શહેર: કોમ, ઈરાન
લદ્દાખના કારગિલમાં રહેતા આગા જમાન ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 150 કિમી દૂર કોમ શહેરમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. આગા જણાવે છે, ‘અહીં હજુ સવાર થઈ છે. અમને અત્યાર સુધી કોઈ સમસ્યા થઈ નથી. હું જ્યાં રહું છું, ત્યાંથી રાજધાની તેહરાન દૂર છે. તેથી અહીં ધમાકાના અવાજો સંભળાયા નથી. તેહરાનમાં શું હાલત છે, તેની મને ખબર નથી. અમારા શહેરમાં ધૂમાડો વગેરે પણ દેખાયો નથી.’ આ વાતચીત બાદ આગાનો ફોન પણ બંધ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઈરાનમાં લોકોને વિદેશી મીડિયા સાથે વાત ન કરવાની સૂચના પણ જારી કરવામાં આવી છે. ઈઝરાયલમાં બજારો બંધ, હોસ્પિટલો બોમ્બ શેલ્ટરમાં શિફ્ટ, હવાઈ જહાજો વિદેશ મોકલવામાં આવ્યા
ઈરાનના જવાબી હુમલાની આશંકાથી ઈઝરાયલી સેનાએ આખા દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાલી કરાવી લેવાયો છે. સમાચાર છે કે ઈઝરાયલી એરલાઈન્સ કંપનીઓ પોતાના વિમાનોને અન્ય દેશોમાં શિફ્ટ કરી રહી છે. ઈઝરાયલ આવવા-જવાની તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવાઈ છે. દેશભરની હોસ્પિટલોને મોટી દુર્ઘટનાઓનો સામનો કરવા માટે તૈયારી કરવાનું કહેવાયું છે. ઈમરજન્સી માટે બોમ્બ શેલ્ટરમાં વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. સેનાએ નિવેદન જારી કરીને કહ્યું છે, ‘આ અભિયાન દરમિયાન, અમે બધાને સતર્ક રહેવાની અપેક્ષા રાખીએ છીએ. એ જરૂરી છે કે જેટલું શક્ય હોય તેટલું ઘરે કે જાહેર સ્થળોએ શેલ્ટરમાં રહો. જો તમારી આસપાસ કોઈ સુરક્ષિત જગ્યા ન હોય, તો છુપાવા માટે સીડીની નીચે રહો અથવા ઘરના અંદરના રૂમમાં જાઓ. દરેક નાગરિકે જાણવું જોઈએ કે તેની આસપાસ સૌથી સુરક્ષિત જગ્યા કઈ છે. બધાએ બિનજરૂરી રીતે બહાર ફરવાનું અને રસ્તા પર વાહન ચલાવવાનું ટાળવું જોઈએ.’ રીના પુષ્કરના, રેસ્ટોરન્ટ માલિક, તેલ અવીવ, ઈઝરાયલ
ઈઝરાયલમાં રહેતાં ભારતીય મૂળનાં રીના પુષ્કરના તેલ અવીવમાં ટન્ડૂરી નામની રેસ્ટોરન્ટ ચલાવે છે અને તેઓ ઈઝરાયલમાં ભારતીય સમુદાયનાં નેતા તરીકે પણ જાણીતાં છે. ભાસ્કરે તેમની સાથે ઈઝરાયલની વર્તમાન પરિસ્થિતિ અંગે વાતચીત કરી. રીના જણાવે છે, “રાતના 3 વાગ્યા હતા. હું સૂતી હતી. અચાનક જોરદાર અવાજે ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા. સમજાયું નહીં કે અચાનક શું થયું. અમારા ઘરમાં બોમ્બ શેલ્ટર બનાવેલું છે. હું મારા પરિવાર સાથે શેલ્ટર તરફ દોડી. ત્યાં પહોંચીને ફોન ચેક કર્યો, તો ખબર પડી કે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. જવાબમાં ઈરાને મિસાઈલો ફેંકી છે. ઘણા મહિનાઓ પછી આટલું લાંબું સાયરન વાગ્યું હશે. હવે ફરીથી ડર લાગે છે.” “ઈઝરાયલમાં પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી સુધરી હતી. ઓક્ટોબર 2023માં ગાઝા તરફથી થયેલા હુમલા બાદ ખૂબ ખરાબ સ્થિતિ હતી. છતાં હાલ તેલ અવીવ શહેરમાં બધું બંધ છે. રસ્તાઓ અને બજારોમાં સન્નાટો છે. ટેક્સીઓ પણ બંધ છે. સવારે 3 વાગ્યાથી આખા ઈઝરાયલમાં સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે. અમારી રેસ્ટોરન્ટમાં પણ બોમ્બ શેલ્ટર છે, તેથી અમે હાલ રેસ્ટોરન્ટમાં જ છીએ. વચ્ચે-વચ્ચે બહાર નીકળીને જોઈ લઈએ છીએ.” “ઈઝરાયલમાં એરપોર્ટ બંધ છે. સ્થાનિક વહીવટે રાતે 3 વાગ્યે જ જણાવી દીધું હતું કે બહાર નીકળવું નહીં. ખાવા-પીવાની વસ્તુઓ ઘરમાં એકઠી કરીને બોમ્બ શેલ્ટરની નજીક રહેવું. સાયરન વાગે તો તેને ગંભીરતાથી લેવું. સાયરન વાગતાંની સાથે તરત બોમ્બ શેલ્ટરમાં જવું. શેલ્ટરમાંથી બહાર નીકળવા માટે મેસેજ મળે ત્યાર બાદ જ બહાર નીકળવું.” આમિર, ડિફેન્સ ફોર્સ, નોર્થ ઈઝરાયલ
ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના સૈનિક આમિર નોર્થ ઈઝરાયલમાં રહે છે અને તેમની નિયુક્તિ લેબનોનની સરહદે છે. ભાસ્કરે ઓક્ટોબર 2023માં ગાઝા પર ઈઝરાયલી હુમલા દરમિયાન યુદ્ધનું કવરેજ કર્યું હતું, ત્યારે અમે આમિરને મળ્યા હતા. અમે તેમને પૂછ્યું કે હાલની પરિસ્થિતિ કેવી છે? આમિરે જવાબ આપ્યો, “ખૂબ સારી નથી. અમે સેફ રૂમ અને શેલ્ટરની નજીક જ રહીએ છીએ. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર થઈ રહ્યા છીએ. હાલ હું સેના સાથે નથી, ઘરે છું. મને ડ્યૂટી માટે કોલ આવી રહ્યો છે, તેથી જલ્દી નીકળવું પડશે. લાગે છે કે યુદ્ધ લાંબું ચાલશે.” ટ્રમ્પનું નિવેદન: આગળના હુમલા વધુ નિર્દય હશે
ઈરાન પર ઈઝરાયલી હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “મેં ઈરાનને ડીલ કરવા માટે ઘણા મોકા આપ્યા. તેમણે ગમે તેટલી કોશિશ કરી હોય, તેઓ ગમે તેટલા નજીક પહોંચ્યા હોય, પરંતુ તે પૂર્ણ ન કરી શક્યા. મેં તેમને કહ્યું હતું કે આ બીજું કંઈ કરતાં ઘણું ખરાબ હશે. અમેરિકા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને ઘાતક હથિયારો બનાવે છે, અને તે ઈઝરાયલ પાસે ઘણા છે. તેઓ તેનો ઉપયોગ કરવાનું જાણે છે. આવનારા સમયમાં હજુ ઘણું થશે.” “કેટલાક ઈરાની કટ્ટરપંથીઓએ બહાદુરીથી વાત કરી, પરંતુ તેમને ખબર નહોતી કે શું થવાનું છે. આગળના હુમલા વધુ નિર્દય હશે. ઈરાને ડીલ કરવી જોઈએ, નહીં તો કંઈ બચશે નહીં.” આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમને ઈઝરાયલી હુમલા વિશે ખબર હતી, પરંતુ તેમાં અમેરિકી સેનાની કોઈ ભૂમિકા નથી. નિષ્ણાતોનું મંતવ્ય: આ ફક્ત શરૂઆત છે, યુદ્ધ લાંબું ચાલશે
વિદેશ નીતિના નિષ્ણાત રાજન કુમાર કહે છે, “ઈઝરાયલે જે રીતે હુમલો કર્યો છે, તેને ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની શેરૂઆત માનવી જોઈએ. ઈઝરાયલને ડર હતો કે કદાચ ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પરમાણુ સમજૂતી ન કરે અને ઈરાન પરના પ્રતિબંધો ન હટે. તેથી તેણે સુનિયોજિત રણનીતિ હેઠળ હુમલો કર્યો. હાલ ઈરાન સૌથી નબળું છે કારણ કે પશ્ચિમ એશિયામાં તેના સાથી હિઝબુલ્લાહ, હૂથી અને હમાસ નબળા પડી ગયા છે.” “ઈઝરાયલે સંપૂર્ણ રણનીતિ સાથે અમેરિકાને બાજુએ રાખીને ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાને બાજુએ રાખવાનો અર્થ એ નથી કે અમેરિકા ઈઝરાયલ સાથે નથી. ઈરાન પર અમેરિકાની જાણકારી વિના હુમલો ન થઈ શકે. અમેરિકા ઈઝરાયલ દ્વારા ઈરાનને નષ્ટ કરવા માગે છે.” “ઈરાન માટે આ કોઈ સામાન્ય હુમલો નથી. તેના ટોચના સૈન્ય અધિકારીઓ, પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા રાષ્ટ્રીય ઈમરજન્સી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકે છે. તેની અસર દૂરગામી હશે. હવે આ બંને દેશો માટે જીવન-મરણનો પ્રશ્ન છે.” “હાલ રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં ફસાયેલું છે, તેથી તે ખુલ્લેઆમ ઈરાનનું સમર્થન નહીં કરી શકે. પાછળના દરવાજે ચોક્કસ સપોર્ટ કરશે. ચીનની અમેરિકા સાથે ટ્રેડ ડીલ થવાની છે, તેથી તે ખુલ્લેઆમ કંઈ નહીં કરી શકે. ચીન રાજદ્વારી રીતે અને પાછળના દરવાજે હથિયારો કે અન્ય સંસાધનોની મદદ કરી શકે છે.” ‘ભારતના ઈઝરાયલ-ઈરાન સાથે સારા સંબંધો, તેના પર અસર નહીં પડે’
રાજન કુમાર આગળ કહે છે, “ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ભારતની વિદેશ નીતિ પર ખાસ અસર નહીં પડે. ભારતના બંને દેશો સાથે સારા સંબંધો છે. બીજી તરફ, ભારતની યુદ્ધ રોકવાની ક્ષમતા નથી, ન તો ભારત સલાહ આપવાની સ્થિતિમાં છે. આપણા કહેવાથી ઈરાન અને ઈઝરાયલ બંને નહીં માને.” “જો આ યુદ્ધ મોટું થશે તો આપણા માટે વધુ ખતરનાક હશે કારણ કે આ યુદ્ધ આપણા પડોશમાં થશે. આનાથી મોંઘવારી વધશે અને આર્થિક સંકટ ગાઢું થશે. આપણું ગલ્ફ દેશોમાં નિકાસ પ્રભાવિત થઈ શકે છે. આ ભારતના ઈઝરાયલ સાથેના સંબંધો પર અસર કરી શકે છે.” સૌરભ કુમાર શાહી, સ્ટ્રેટેજિક અને ફોરેન અફેર્સ એક્સપર્ટ
સૌરભ કુમાર શાહી કહે છે, “ઈઝરાયલનું રાજકીય સંકટ ઈરાન સાથે તણાવનું મોટું કારણ છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. તેઓ વડાપ્રધાન છે ત્યાં સુધી તેમને રાહત મળી છે. ઈઝરાયલ જ્યાં સુધી યુદ્ધમાં રહેશે, તેઓ વડાપ્રધાન રહેશે.” “ઈઝરાયલના હુમલાની શૈલી હિઝબુલ્લાહ પર કરેલા હુમલા જેવી જ છે. ઈરાનના ટોચના સૈન્ય અધિકારીઓ, પરમાણુ સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો. ઈરાનની ઈઝરાયલ સાથે જમીની સરહદ નથી. સીરિયામાં પણ ઈરાનના સમર્થનવાળી અસદ સરકાર નથી રહી. તેથી ઈરાન હવાઈ કામગીરી પર જ નિર્ભર છે. તે પોતાની મિસાઈલોનો ઉપયોગ કરશે. ઈરાન પાસે આ જ સૌથી ઘાતક હથિયાર છે.” “આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઈઝરાયલે જે કર્યું, તેવો હુમલો કોઈ દેશ બીજા દેશ પર ન કરી શકે. આખરે અમેરિકા ઈઝરાયલ સાથે આવશે જ, અને જો આ યુદ્ધ આગળ વધશે તો તેનો દાયરો ખૂબ મોટો હશે.” ઇઝરાયલે 6 સ્થળો પર કરેલા હુમલા 1. નતાંજ- ઈરાનનું મુખ્ય પરમાણુ સુવિધા કેન્દ્ર
નતાંજ, તેહરાનથી લગભગ 250 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. આ સ્થળ 2002માં સૅટેલાઇટ તસવીરો દ્વારા પ્રથમ વખત બહાર આવ્યું હતું. અંદાજ છે કે અહીં લગભગ 9 પરમાણુ બોમ્બ બનાવવા જેટલું યુરેનિયમ હાજર છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના અહેવાલ મુજબ, આ સાઇટ ભૂગર્ભમાં છે અને 7.6 મીટર જાડી દીવાલથી ઢંકાયેલી છે. છતાં, હુમલામાં તેને નુકસાન પહોંચ્યું છે. 2. તેહરાન – ઈરાનની રાજધાની, અનેક મહત્વના સૈન્ય ઠેકાણા
ઇઝરાયલે તેહરાન પર હુમલો કરીને બતાવી દીધું કે તે ઈરાનના પાવર સેન્ટર સુધી પહોંચી શકે છે. તેહરાન ઈરાનની રાજધાની છે. અહીં સંસદ ઉપરાંત સરકારના તમામ મહત્વના કાર્યાલયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા ખામેનઈ પણ અહીં રહે છે.
આ ઉપરાંત, તેહરાનમાં મહત્વના સૈન્ય ઠેકાણા અને એરપોર્ટ છે. તેહરાનની આસપાસ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના તાલીમ કેન્દ્રો અને હથિયાર ડેપો છે. IRGCના કમાન્ડર હુસૈન સલામી અને સેનાધ્યક્ષ મોહમ્મદ બઘેરીનું મૃત્યુ તેહરાન પર થયેલા હુમલામાં થયું છે. 3.ઇસ્ફહાન- પરમાણુ ટેક્નોલોજી કેન્દ્ર
આ શહેરમાં યુરેનિયમ કન્વર્ઝન સુવિધા છે, જ્યાં કાચા યુરેનિયમને ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પરમાણુ સુવિધાની શરૂઆત 1999માં થઈ હતી. આ શહેરમાં એરબેસ પણ છે. એવું માનવામાં આવે છે કે આ વખતના હુમલામાં એરબેસના રડાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યું છે. ઇસ્ફહાનમાં હથિયાર બનાવતી ફેક્ટરીઓ પણ છે. 4.અરાક- હેવી વોટર રિએક્ટર
અરાકમાં હેવી વોટર રિએક્ટર છે, જેનાથી પ્લુટોનિયમ બનાવી શકાય છે. આ પરમાણુ હથિયાર બનાવવાનો બીજો રસ્તો છે. અહીં હુમલાનું કારણ ઈરાનના પરમાણુ કાર્યક્રમના આ બીજા માર્ગને રોકવાનું હતું. 5.તબરીઝ- સૈન્ય ઠેકાણું અને મોટી તેલ રિફાઇનરી
તબરીઝ ઈરાનના અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે. અહીં કોઈ પરમાણુ ઠેકાણું નથી. આ તુર્કી અને આર્મેનિયાની સરહદની નજીક છે. અહીં અનેક સૈન્ય વેરહાઉસ, મિસાઇલ ઉત્પાદન એકમો અને IRGC સાથે સંબંધિત ઠેકાણા છે, જે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનું ઉત્પાદન કરે છે. ઇઝરાયલે 2023માં પણ અહીં એક ડ્રોન ફેક્ટરી પર હુમલો કર્યો હતો. તબરીઝમાં તેલ રિફાઇનરી પણ છે. અહીં હુમલો કરવાનો હેતુ ઈરાનની તેલ ક્ષમતાને નબળી પાડવાનો હતો. 6.કરમનશાહ- યુરેનિયમ કન્વર્ઝન સુવિધા
ઈરાનના મિસાઇલ બેસ અને ઔદ્યોગિક સંકુલ ઇરાકની સરહદ નજીક છે. ઓક્ટોબર 2024માં ઈરાને આ જ બેસમાંથી ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા હતા. ફરીથી અહીંથી જવાબી હુમલો ન થાય, તેથી કરમનશાહને નિશાન બનાવવામાં આવ્યું. ઈરાનનો જવાબી હુમલો
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના જણાવ્યા મુજબ, ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે ચેતવણી આપી છે કે ઈરાન ટૂંક સમયમાં મોટો મિસાઇલ હુમલો કરી શકે છે. ઇઝરાયલી હુમલાના જવાબમાં શુક્રવારે બપોરે ઈરાને 100થી વધુ ડ્રોન ફેંક્યા. આ ડ્રોન ઇરાક અને જોર્ડનના એરસ્પેસમાંથી પસાર થયા.