P24 News Gujarat

નેલ પોલીસ પરથી એર હોસ્ટેસની ઓળખ થઇ:માતાની નજર સામે 16 વર્ષનો પુત્ર ભડથું થયો, કરૂણાંતિકાએ એવા ઘા આપ્યા જે જિંદગીભર નહીં રૂઝાય

અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ હૃદયદ્રાવક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કરૂણાંતિકાએ કેટલાય પરિવારોને એવા ઘા આપ્યા છે જે જિંદગીભર રૂઝાવાના નથી. માતાની નજર સામે જ તેનો 16 વર્ષનો પુત્ર ખાટલામાં સૂતા સૂતા જ સળગીને મોતને ભેટ્યો. માતા-પિતા 2 માસૂમ બાળકો સાથે જીવતા ભડથું થઇ ગયા તો કોઇની બાળકી ગુમ થઇ ગઇ તો કોઇના ભાઇનો પત્તો નથી મળ્યો. વાંચો કાળજું કંપાવતા કિસ્સાઓ અને તેમના પરિવારજનોની વ્યથા. ખાટલામાં સૂતા સૂતા જ ભડથું થઇ ગયો
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તે વિસ્તારમાં સીતાબેન ચાની કિટલી ચલાવતા હતા. ગુરૂવારે સીતાબેન અને તેમનો 16 વર્ષનો પુત્ર આકાશ ચાની કિટલી પર હતા. પ્લેન ક્રેશ થયું ત્યારે આકાશ ખાટલામાં સૂતો હતો અને સૂતા સૂતા જ સંપૂર્ણ બળી ગયો હતો. જ્યારે સીતાબેન દાઝ્યા હતા. જે સારવાર માટે ICUમાં છે. આકાશને અગનગોળો ભરખી ગયો
કાજલબેન મૃતક આકાશના કાકી છે. આ ઘટનાની વિગતવાર વાત કરતા તેઓ જણાવે છે કે, વિમાન પડતાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં મારા જેઠના 16 વર્ષના છોકરાનું મોત થયું છે. તે ત્યાં ચાની કિટલી ચલાવે છે. તેની માતા ત્યાં સૂતા હતા અને તે ત્યાં જ હતો. ચાનો ટાઇમ થતાં તેની માતા જાગી ગયા હતા અને આ છોકરો ત્યાં ઊંઘી રહ્યો હતો. જેના પછી આ છોકરો અચાનક આગની જ્વાળાની લપેટમાં આવી ગયો હતો. છોકરાનું નામ આકાશ છે. જે ત્યાં ખાટલામાં સૂઇ રહ્યો હતો અને ત્યાં જ એનું મોત થયું છે. જ્યારે તેની માતાને પણ ઇજા પહોંચી હતી. પિતાની અંતિમવિધિ માટે લંડનથી યુવાન આવ્યો હતો
લોરેન્સ ક્રિશ્ચન નામના યુવાનનું દુર્ઘટનામાં મોત થયું છે. મૃતકના ફોઇ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા. રડતી આંખો સાથે મૃતક યુવકના ફઇએ જણાવ્યું કે, ગુરૂવારે તો અત્યારે ઘરેથી જવા માટે નીકળ્યો હતો. હજુ તો તેના હમણાં જ લગ્ન થયા હતા. તેની પત્ની લંડનમાં છે. તેના પિતાનું મોત થયું હતું જેથી તેની વિધી માટે આવ્યો હતો અને વિધી પૂરી કરીને પરત લંડન જતો હતો. અમે તો ના પાડતા હતા કે બેટા તું ન આવીશ તને વીડિયોથી બધી વિધી બતાવીશું પણ તે ન માન્યો અને કહ્યું કે, બધા કહેશે કે તેનો પુત્ર તો તેના પિતાને જોવા પણ ન આવ્યો. લંડન જતો આખો પરિવાર મોતને ભેટ્યો
મુંબઇથી એક પરિવાર લંડન જઇ રહ્યો હતો. જે આખો પરિવાર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો છે. રફીકભાઇ તેના મામા છે. રફીકભાઈએ જણાવ્યું કે, મારી બહેનનો દીકરો, મારી પૂત્રવધુ અને તેમના બાળકો હતા. આ ચારેય જઇ રહ્યા હતા ને આ અકસ્માતનો ભોગ બન્યા. અમે મુંબઇમાં પરેશાન હતા કારણ કે, આ અકસ્માત વિશે અમને કોઇ સચોટ માહિતી મળી રહી નહોતી. અમે વિચારી રહ્યા હતા કે, કોને કોન્ટેક્ટ કરીએ તો અમને જાણકારી મળે. અમને માહિતી મેળવવા માટેના નંબર પણ ગુજરાતમાં આવીને મળ્યા. તે પહેલાં મુંબઇમાં ઘટના જાણવા માટે કોઇ જ નંબર ન મળ્યો. મુંબઇથી મારો દીકરો તેની પત્ની અને બાળકો સાથે આ ફ્લાઇટમાં આવ્યા હતા. અમારા દૂરના સંબંધી અમદાવાદમાં રહેતા હતા, તેનો અમે સંપર્ક કર્યો ત્યારે અમને ખબર પડી કે, આ ફ્લાઇટમાં અમારો દીકરો તેની પત્ની અને બાળકો છે. નેલ પોલીસ અને બ્રાઉન વાળ પરથી એર હોસ્ટેસની ઓળખ થઇ
સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.મનિષ સુતરિયાએ જણાવ્યું કે, લંડન જતી ફ્લાઈટમાં અપર્ણા નામની એક એરહોસ્ટેસ હતી. જેના પતિ એર ઇન્ડિયામાં પાયલટ છે. તેના મૃતદેહની ઓળખ કરવાની હતી. નેલ પોલીસ અને બ્રાઉન હેર પરથી તેના મૃતદેહની ઓળખ કરાઇ હતી. સરકાર જલ્દી ડેડ બોડી આપે એટલી જ વિનંતી
મૃતકના નાનાભાઇ સુરેશે જણાવ્યું કે, મારો મોટો ભાઇ લંડન જઇ રહ્યો હતો. હું દુબઇમાં હતો પણ જેવી મને ખબર પડી કે તાત્કાલીક ટિકિટ કરાવીને હું અહીં આવી ગયો હતો. ફ્લાઇટમાં બેસતા પહેલાં ભાઇ સાથે મારી 11 વાગ્યે વાત થઇ હતી. તેણે કહ્યું હતું કે 5થી 10 મિનિટમાં એરપોર્ટ પહોંચી જઇશ. જે બાદ આઠ કે સાડા આઠ કલાકમાં હું ત્યા પહોંચી જઇશ. પરિવારની હાલત બહુ ખરાબ છે, ઘરે તો હજુ કોઇ માહિતી આપી નથી. DNA માટે ગુરૂવારે સેમ્પલ આપ્યા હતા. લીસ્ટમાં અમારૂ નામ આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે આવ્યાં છીએ. હું રાજસ્થાનથી આવ્યો છું. ભાઇ સાથેની યાદોને વર્ણવી ન શકાય. હોસ્પિટલમાંથી 72 કલાકનો સમય આપ્યો છે. લાંબી રજા મળશે ત્યારે પાછો આવીશ ને મમ્મીનું ઓપરેશન કરાવીશ
અયુબ શેખનો ભત્રીજો જાવેદ અલી, તેના પત્ની અને તેના બે બાળકો આ ફ્લાઇટમાં લંડન જઇ રહ્યા હતા. જ્યારે જાવેદ છેલ્લે મળ્યો ત્યારે કહ્યું કે, મમ્મીનો ઓપરેશન માટે મળવા આવ્યો હતો પણ રજા મળી નહીં એટલે હું લાંબી રજા મળશે ત્યારે પાછો આવીશ અને મમ્મીનું ઓપરેશન કરાવીશ અને પછી મમ્મીને પણ લંડન સાથે લઇને જઇશ. જાવેદ લંડનમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. હાલ પરિવારના તમામ લોકો આઘાતમાં છે. કોઇ બોલવાની અવસ્થામાં નથી. ઘટનાની સ્થિતિ જોઈને એવુ લાગી રહ્યું છે કે, કોઇ બોડી તો જોવા મળી રહી નહોતી અને અમુક જોવાલાયક પણ રહી નથી. મારી મમ્મી અને મારી ભત્રીજીને શોધો
મેસમાં કામ કરનારી મહિલાની દીકરીએ રડતાં-રડતાં કહ્યું કે, હું હોત તો મમ્મી બેઠાં હોત તો સારું હતું. હવે કોણ અમને સમજાવશે કે બેટા આ રીતે આ કામ કરો. અમારા ઘરમાં મોટા મમ્મી જ હતા બીજું કોઇ નહોતું. અમે આટલા વર્ષોથી એક જ પ્રાર્થના કરી છે કે બધા લોકો અહીંથી સારા એવા ડૉક્ટર બનીને નીકળે. અમે લોકોએ તેમના માટે ખાવાનું બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. બસ અમારી એટલી જ વિનંતી છે કે મારી મમ્મી અને મારી ભત્રીજીને શોધો. બીજુ કંઇ જ નથી જોઇતું અમારે. દીકરી રોટલી બનાવતી હતી ને હું સંતાઇને નીકળી ગઇ
હોસ્ટેલમાં ટિફિન સર્વિસ પૂરી પાડનાર બેને રડતી આંખે હીબકા લેતાં જણાવ્યું કે, મારી બેબી નાની છે. મારા સાસુ સાથે રસોઇ બનાવે છે. એમની પાસે રમે છે હોસ્ટેલમાં. અમે ટિફિન સર્વિસ ચલાવીએ છીએ અને ડૉક્ટરને સિવિલમાં ટિફિન આપીએ છીએ. હું અને મારા પતિ નીકળ્યા ને મારા સાસુ રસોઇ બનાવતા હતા અને મારી દીકરી તેમની પાસે રમતી હતી. મારી દીકરી મને જોઇ જાય તો સાથે આવવાની જીદ કરે એટલે હું સંતાઇને નીકળું. તેને વેલણ-પાટલી આપીને હું છુપાઇને નીકળી ત્યારે મારી દીકરી રોટલી બનાવતી હતી, મેં તેને જોઇ. મેં માસીને કીધુ-મારી દીકરીનું ધ્યાન રાખજો કે બહાર નીકળી ન જાય. જો નીકળી જાય તો મારા સાસુને બોલાવજો બસ આટલી જ છેલ્લે વાત થઇ. મારી બેબી અને મારી સાસુને પાછા લાવી આપો
ધૂમાડો જોઇને અમને કશુંક થયું એવાની જાણ થઇ. અમને થયું કે આસપાસ ક્યાંક આગ લાગી પણ જોયું તો ખબર પડી કે આ તો અમારી જ હોસ્ટેલમાં આગ લાગી છે. સરકારને મારી એટલી જ વિનંતી છે કે, મારા બેબી ને મારી સાસુને પાછા લાવી આપો. હજુ સુધી કશી જ કંઇ સારવાર થઇ નથી કે બન્નેમાંથી કોઇની બોડી પણ હજુ સુધી મળી નથી.

​અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ હૃદયદ્રાવક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કરૂણાંતિકાએ કેટલાય પરિવારોને એવા ઘા આપ્યા છે જે જિંદગીભર રૂઝાવાના નથી. માતાની નજર સામે જ તેનો 16 વર્ષનો પુત્ર ખાટલામાં સૂતા સૂતા જ સળગીને મોતને ભેટ્યો. માતા-પિતા 2 માસૂમ બાળકો સાથે જીવતા ભડથું થઇ ગયા તો કોઇની બાળકી ગુમ થઇ ગઇ તો કોઇના ભાઇનો પત્તો નથી મળ્યો. વાંચો કાળજું કંપાવતા કિસ્સાઓ અને તેમના પરિવારજનોની વ્યથા. ખાટલામાં સૂતા સૂતા જ ભડથું થઇ ગયો

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *