12મી જૂન ગુરૂવારનો દિવસ અમદાવાદ માટે કાળ બનીને આવ્યો હતો. એરપોર્ટ પર ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન ક્રેશ થઈને હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમદાવાદના અસારવા વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પહેલાં તો કોઈને સમજાયું નહોતું કે શું થયું છે. થોડી વાર બાદ ઘટનાની તસવીરો બહાર આવતાં પ્લેન ક્રેશ થયાની વાત સામે આવી હતી. ઘટનાના એક કલાક બાદ પ્લેન તૂટી પડવાનો એક શોકિંગ વીડિયો ફરતો થતાં બધા હચમચી ગયા હતા. આખા વિશ્વમાં વાઈરલ થયેલો આ વીડિયો એક 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. દિવ્ય ભાસ્કરની ટીમે લાંબી શોધખોળ બાદ એ ઘર શોધી કાઢ્યું હતું જેના ત્રીજા માળની છત પરથી પ્લેન દુર્ઘટનાનો એક માત્ર વીડિયો ઉતારવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ તેમજ જ્યાં પ્લેન તૂટી પડ્યું હતું તેની વચ્ચેના લક્ષ્મીનગરમાં આર્યન અસારી નામના સગીરે આ વીડિયો ઉતાર્યો હતો. ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ આર્યનની પૂછપરછ પણ કરી હતી. આર્યન ત્રણ દિવસ પહેલા જ અમદાવાદ રહેવા આવ્યો હતો. આર્યન કેમેરા સામે બોલવામાં તો ખૂબ ગભરાતો હતો. અંતે અમારી સાથે થોડી ઘણી વાતચીત કરી હતી. જીવનમાં પહેલીવાર આટલી નજીકથી પ્લેન જોયું હતું
આર્યને અસારીએ કહ્યું, હું અરવલ્લી જિલ્લાના કંટોળ ગામે રહીને ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારા પિતા અમદાવાદમાં મેટ્રોમાં સુપરવાઈઝરની નોકરી છે. વેકેશન હોવાથી હું ત્રણ દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. લક્ષ્મીનગરના આ મકાનમાં મારા પિતા ભાડાના મકાનમાં રહે છે. એ વખતે હું બપોરે છત પર હતો ત્યારે મેં જીવનમાં પહેલીવારઆટલી નજીકથી પ્લેન જોયું હતું. એ જોતા જ મને વીડિયો ઉતારવાનું મન થયું હતું. એટલે મેં મોબાઈલ હાથમાં લઈને તેનો વીડિયો ઉતાર્યો હતો. એ વખતે મને પ્લેન થોડું હલતું હોય એવું લાગ્યું, પણ મને બહુ સમજાયું નથી. કારણ કે મેં પહેલીવાર આવી ઘટના જોઈ હતી. આર્યને વધુમાં કહ્યું, આમ છતાં મેં વીડિયો ઉતારવાનું ચાલું રાખ્યું હતું. છેલ્લે મેં વીડિયોને ઝૂમ કર્યો તો અચાનક પ્લેનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો. હું આ ઘટના જોઈને ખૂબ ગભરાઈ ગયો હતો. મને નહોતી ખબર કે આવી ઘટના કેમેરામાં કેદ થઈ જશે
આર્યને આગળ કહ્યું, આ પહેલા મેં ક્યારેય પ્લેન જોયું નહોતું. એટલે ઉત્સુકતાથી પ્લેનનો વીડિચો મોબાઈલમાં ઉતાર્યો હતો. પણ મને નહોતી ખબર કે આવી ઘટના કેદ થઈ શકે. હવે હું જિંદગીમાં ક્યારેય પ્લેનમાં નહીં બેસું. ઘટના બાદ ગભરાયેલા આર્યને તેના પિતાને આ અંગે વાત કરીને વીડિયો મોકલ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો વાઈરલ થયો હતો. જ્યાંથી આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો તે મકાનના માલિક કૈલાશબા નામના મહિલા સાથે પણ દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. તેમણે પણ પ્લેન ક્રેશની આ ઘટના નજરે જોઈ હતી. કૈલાશબા અગાઉ એરપોર્ટમાં જ નાની-મોટી છૂટક મજૂરીનું કામ કરી ચૂક્યા છે. એટલું જ નહીં તેમણે અમદાવાદમાં 1988માં પ્લેન દુર્ઘટના પણ નજરે જોઈ હતી.
કૈલાશબાએ જણાવ્યું, એ વખતે હું મારા ઘર પાસેથી નીકળતી હતી ત્યારે મને કંઈક અજુગતું લાગ્યું હતું. કેમ કે સામાન્ય રીતે પ્લેન એરપોર્ટને અડીને આવેલા લીમડાના ઝાડથી ખૂબ ઉંચે પસાર થતું હોય છે, જ્યારે આ પ્લેન લીમડાના અડીને પસાર થયું હતું. મેં મારી જિંદગીમાં હજારો પ્લેનને અહીંથી નીકળતા જોયા છે. એન્જિનનો અવાજ બંધ થઈ ગયો હતો
કૈલાશબાએ ઉમેર્યું, સામાન્ય રીતે અમારા છત ઉપરથી જ્યારે પ્લેન પસાર થાય છે ત્યારે ખૂબ અવાજ આવતો હોય છે. પણ જ્યારે આ પ્લેન અમારા ઘર પરથી નીકળ્યું ત્યારે તેમાં અવાજ જ નહોતો આવતો. પ્લેન ઉડ્યું એ પછી તરત જ બંધ થઈ ગયું હોય એવું લાગ્યું. પ્લેન હવામાં હતું પણ તેના એન્જિનનો અવાજ બંધ થઈ ગયો હતો. કોતરપુર પ્લેન ક્રેશની ઘટના પણ મેં નજરે જોઈ છે
કૈલાશબાએ અમારી સાથેની વાતચીતમાં વર્ષ 1988ની કોતરપુરની પ્લેન ક્રેશની ઘટના યાદ કરતા કહ્યું, અગાઉ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના પણ મેં મારી નજરે જોઈ છે. અત્યારે જે ઘરેથી પ્લેન ક્રેશનો વીડીયો ઉતર્યો એ મારું સાસરુ છે. મારુ પિયર પણ અહીંથી 300 મીટર જ છે. જ્યારે કોતરપુરની ઘટના બની ત્યારે હું નાની હતી અને અમે પ્લેન ક્રેશ થયા બાદ ત્યાં પણ ગયા હતા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ વખતે પણ એક વ્યક્તિ જીવિત બચ્યો હતો. કૈલાશબા જૂની વાતોને યાદ કરતા કહ્યું કે અમે જ્યારે પહેલીવાર અહીંયા રહેવા આવ્યા ત્યારે આજુબાજુ બધે ખેતરો હતા. આ ઘરની છત પરથી રેલ્વે સ્ટેશન, મેમ્બો અને નરોડા પાટિયા વિસ્તાર દેખાતો હતો. આ હચમચાવી દેતી ઘટનાને નજરે જોનારા અન્ય લોકો સાથે પણ દિવ્યભાસ્કરે વાતચીત કરી હતી. ઘટનાસ્થળની સામે જ આવેલી 7 માળની ન્યૂ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા લોકોએ વાત કરતાં કરતાં ભાવુક થઈ ગયા હતા. ચારે બાજુ બધું સળગી રહ્યું હતું
પ્લેનક્રેશને નજરે જોનાર અને ત્યાં જઈ મદદ કરનાર દશરથભાઈએ જણાવ્યું હતું કે આ ઘટના મારાથી 500 મીટર દૂર બની હતી. એક ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેથી અમારું આખું ફેમિલી ઘરમાંથી બહાર આવી ગયું હતું. ત્યાં આગ લાગેલી જોવા મળી હતી. એ બાદ હું સ્થળ પર ગયો ત્યાં સુધીમાં તો બીજો એક બ્લાસ્ટ થયો હતો, જેથી અમે થોડા દૂર ભાગી ગયા હતા. ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ તો પ્લેન ક્રેશ થઈ ગયું છે. ચારે બાજુ બધું સળગી રહ્યું હતું. મારી સાથે અમારી સોસાયટીના ત્રણ છોકરા હતા. અમે કેટલીય લાશો કાઢી હતી. આર્મી, પોલીસ, એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. અમે લાશોને 108માં મૂકવામાં મદદ કરી હતી. મેં મારી જિંદગીમાં આવો બ્લાસ્ટ પહેલી વખત જોયો છે. ત્યાં પહોંચ્યા ત્યારે પ્લેન જોવા મળ્યું હતું. બે-ત્રણ લોકો તો ઈજાગ્રસ્ત હાલતમાં મારી સામે આવ્યા હતા, તેમને અમે સારવાર મોકલી દીધા હતા. એ બાદ અમે અંદર ઘૂસ્યા હતા અને લાશો કાઢીને એમ્બ્યુલન્સમાં મૂકવા લાગ્યા હતા. શરૂઆતમાં સ્થળ પર જઈ શકાય એમ નહોતું. અમને ડર લાગતો હતો તેમ છતાં અમે લોકો ઘૂસી ગયા હતા. પહેલા તો કંઈ દેખાતું જ ન હતું. બધી બાજુ ધુમાડો હતો, પણ જેવું થોડું શાંત થયું પછી અમે અંદર ઘૂસ્યા હતા. દરમિયાન બીજો એક બ્લાસ્ટ થયો હતો
અન્ય રહેવાસી સુરેશ સિંધીએ જણાવ્યું હતું કે હું જમીને નીચે આવ્યો હતો. ત્યારે અહીંથી છોકરીઓ અને મહિલાઓ રડતી રડતી નીચે આવતી હતી. અમે જોયું તો બહુ ભયંકર આગ લાગેલી હતી. જેથી અમે દોડતાં દોડતાં બહાર જોવા માટે ગયા હતા. ત્યારે ત્યાં ત્રણ-ચાર લોકો ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા, જેથી અમે 108ને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. આ દરમિયાન બીજો એક બ્લાસ્ટ થયો હતો, જેથી અમે થોડો દૂર હટી ગયા હતા. અમે 30થી 40 લાશો એમ્બ્યુલન્સમાં મૂકી હતી. હું જેવો જોવા આવ્યો કે ત્યાં સુધીમાં તો વિમાન ક્રેશ થઈ ગયું હતું
સોસાયટીમાં રહેતાં ભરત સોલંકીએ જણાવ્યું હતું કે હું જમવા બેઠો હતો અને મારી છોકરીએ બૂમ પાડી કે પપ્પા પેલું વિમાન જુઓ. હું જેવો જોવા આવ્યો કે ત્યાં સુધીમાં તો વિમાન ક્રેશ થઈ ગયું હતું. ઘટનાસ્થળે પોલીસે અંદર જવા દીધા ન હતા, કેમ કે ત્યાં જઈ શકાય એવી પરિસ્થિતિ ન હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે પણ બે બ્લાસ્ટ થયા હતા. ધડાકો જોરદાર થયો હતો, જેથી અહીં બધાને એવું જ લાગ્યું કે બ્લાસ્ટ થયો. અમારે અહીં અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિરિયલ બોમ્બબ્લાસ્ટ થયા હતા. જેથી લોકોને એવું લાગ્યે કે ફરી બ્લાસ્ટ થયો છે કે કોઈએ બોમ્બ ફેંક્યો છે. આજથી 33 કે 34 વર્ષ પહેલાં પણ આવી એક વિમાન દુર્ઘટના બની હતી. એ ઘટના તો મેં જોઈ ન હતી. એ સમયે મારી ઉંમર 17થી 18 વર્ષની હશે. વિમાન આવ્યું અને એકદમ જ ધરાશાયી થઈ ગયું
ઘટનાને નજરે જોનાર પૂજાબેને જણાવ્યું, અમે ઘરમાં બેઠાં હતાં ત્યારે અમને ઘરમાંથી જ દેખાયું કે ત્યાંથી અહીં વિમાન આવ્યું અને એકદમ જ ધરાશાયી થઈ ગયું. ત્યાં એકદમ જ્વાળામુખી જાણે ફાટ્યો હોય એમ આગનો ગોળો જોવા મળ્યો હતો. આગ એટલી જોરદાર હતી કે અમને અહીં ઘરે દાઝ્યા હોય એવું ફીલ થયું. આ એરપોર્ટ બાજુ વિસ્તાર હોવાથી અમને જ્યારે વિમાન નીકળે ત્યારે અવાજ થાય એટલે જાણ થાય કે વિમાન નીકળ્યું છે. એકદમ મોટું વિમાન અમને આટલું નજીકથી દેખાતાં અમે લોકો દોડતાં દોડતાં ઘરમાંથી બહાર આવી ગયાં હતાં અને અમે જોયું કે વિમાન ક્રેશ થઈ ગયું છે. તમણે આગળ કહ્યું, બધાને એવું લાગ્યું હતું કે કોઈ વિસ્ફોટ થયો છે, જેથી અમે લોકો દોડતાં-દોડતાં જ્યાં ઘટના બની ત્યાં પહોંચ્યાં હતાં. ત્યાં વિસ્ફોટ થતા હોય એમ સખત અવાજો આવી રહ્યા હતા. પ્લેનનો રૂટ ચેન્જ હતો. નોર્મલી બીજી સાઈડ પ્લેન આવતાં હોય છે, પણ આ પ્લેન બીજી બાજુ આવ્યું હતું, જ્યાં ક્રેશ થયું. અમે લાશો ઉપાડીને 108માં મૂકી
ન્યૂ લક્ષ્મીનગર સોસાયટીના અન્ય રહીશ જિતેશભાઈએ જણાવ્યું હતું કે હું પાર્કિગમાં જ બેઠો હતો ત્યારે જેવો અવાજ આવ્યો કે અમે દોડીને આવી ગયા હતા. એ બાદ ઘટનાસ્થળે પહોંચીને જોતાં ત્યાં આગ જ આગ હતી. થોડીવાર પછી અમે લોકો અંદર ઘૂસ્યા હતા અને લાશો ઉપાડીને 108માં મૂકી હતી. ત્યાં ચાની કીટલીઘારક એક અમારી સોસાયટીના હતા. ચાની કીટલીધારકનો છોકરો અને તેની માતા ત્યાં જ હતાં. તેમને પણ ઈજા પહોંચી છે. પહેલાં પ્લેન 20થી 25 ફૂટની ઊંચાઈએથી નીકળતાં હતાં
દીપકભાઈએ જણાવ્યું હતું કે આ રિડેવલપમેન્ટની સ્કીમમાં બનેલું બિલ્ડિંગ છે. પહેલાં જે લોકો અહીં વસવાટ કરતા હતા તેમના મકાન પાડીને સરકારે અહીં સાત માળનું બિલ્ડિંગ બનાવીને તેમને મકાન ફાળવ્યા હતા. જ્યારે બાજુમાં જમીન વધી હતી ત્યાં બિલ્ડરે વધુ મકાનો બનાવીને એને વેચ્યા હતા. પહેલા પ્લેન 20થી 25 ફૂટની ઊંચાંઈએથી નીકળતાં હતાં. પહેલાં આ 7 માળનું બિલ્ડિંગ નહોતું, જેથી આ રૂટ પર પ્લેન જતાં હતાં, પણ પછી 7 માળનું બિલ્ડિંગ બની ગયું હતું, જેથી એરપોર્ટ ઓર્થોરિટીવાળાએ રૂટ બદલી નાખ્યો હતો. જનરલી રૂટ આ બિલ્ડિંગ ઉપરથી જ હોય છે, પણ આ ઘટના બની એમાં પ્લેનનો રૂટ કેમ બદલ્યો એ તો એરપોર્ટ ઓથોરિટીને જ ખબર હોય. અડધો ભાગ સામેના બિલ્ડિંગમાં ઘૂસી ગયો
ઘટનાસ્થળે હાજર હિંમતસિંહે કહ્યું હતું કે પ્લેને ટેકઓફ પછી કન્ટ્રોલ ગુમાવી દીધો હતો. પછી ઝાડ સાથે ટકરાઈને અહીં ટકરાયું હતું. જ્યારે અડધો ભાગ સામેના બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. તરત જ હું અહીં આવીને મદદ કરવા લાગ્યો હતો. અહીં સ્થિતિ બહુ જ ખરાબ હતી. આ બિલ્ડિંગમાં સ્ટુડન્ટ રહેતા હતા અને ત્યારે બપોરે જમવાનો સમય હતો. ત્યારે આ ઘટના બની ગઈ હતી, જેનો કોઈને અંદાજ નહોતો. મારી બાજુમાં એક બહેનનું ધડ નીચે આવીને પડ્યું
વિજયભાઈએ કહ્યું હતું કે હું પાછળ 77 નંબરના બ્લોકમાં રહું છું. આગળથી પ્લેન ક્રેશ થતું આવ્યું અને અહીં બિલ્ડિંગમાં પડ્યું. જેવું પ્લેન ક્રેશ થયું કે જોરદાર અવાજ આવ્યો. હું મારી બાઈક મૂકીને ભાગતો ભાગતો અહીં આવ્યો. આવીને જોયું તો સિક્યોરિટી ગાર્ડ સળગતો હતો. તેમણે વધુમાં કહ્યું, મારી બાજુમાં એક બેનનું ધડ નીચે આવીને પડ્યું હતું. અહીં રહેતો મેડિકલનો સ્ટાફ બચાવો બચાવો બૂમો પાડતો હતો. તરત પોલીસ અને ફાયરની ટીમ આવી ગઈ હતી. અહીંથી 10 કિમી દૂર સંભળાય એટલો મોટો ધડાકો હતો. નજર જાય ત્યાં સુધી ધુમાડો હતો.