ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રિમલાઇનર પ્લેન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં દુનિયા માટે સૌથી મોટો ચમત્કાર એ કે, પ્લેનમાં સવાર 242 લોકોમાંથી એકમાત્ર વિશ્વાસ કુમાર ભાલિયા જીવિત બહાર આવ્યા. પણ આ શક્ય કેવી રીતે બન્યું? મોતને હાથતાળી આપનારા એ પાંચેય સંયોગને સમજતાં પહેલાં પ્લેન અને ક્રેશ સાઇટની પોઝિશન સમજી લઈએ. 186 ફૂટ લાંબા અને 56 ફૂટ ઊંચા આ એરક્રાફ્ટનો વિંગસ્પાન 197 ફૂટનો હતો. ટેકઓફ બાદ સૌથી પહેલા ટેલનો ભાગ રોયલ મેસની છત સાથે અથયાયો અને પ્લેન તૂટીને હૉસ્ટેલ કમ્પાઉન્ડમાં પડ્યું. પ્લેન ઢસડાતાં લેફ્ટ વિંગ ચોથા ટાવરમાં અથડાઈને તૂટી ગઈ. ત્રીજા ટાવર પાસે એન્જિન છૂટું પડી ગયું. અને વધુ એક કટકો થઈ નોઝ પાર્ટ પહેલા ટાવરની વચ્ચોવચ્ચ અને કમ્પાઉન્ડ વોલથી 30 ફૂટ દૂર રોકાઈ ગયો. ફ્લાઈટનો આ સૌથી આગળના ભાગ બિઝનેસ ક્લાસ હતો. જ્યાં પૂર્વ CM વિજય રૂપાણી બેઠા હતા. હવે એક નજર કરીએ વિશ્વાસનાં જીવનદાનના એ પાંચ સંયોગ પર સંયોગ-01 પ્લેનનો આગળનો ભાગ તૂટીને જૂદો પડી જવો આમતો આ પ્લેનની 11-A નંબરની સીટથી પેસેન્જર્સને અણગમો હોય છે. કારણ કે આ સીટની બરોબર ડાબી બાજુએ ઇમર્જન્સી એક્ઝિટ ડોર હોય છે. અહીંથી બહારના દૃશ્યો પણ જોવા નથી મળતા. અને ઊતરવાનો વારો પણ છેલ્લે આવે. પણ મૂળ દીવના અને બ્રિટિશ નાગરિક વિશ્વાસ માટે આ સીટ લકી સાબિત થઈ. કારણ કે, તેની સીટ આગળથી જ પ્લેન તૂટ્યું હતું. સંયોગ-02 ફ્યૂલ ટેન્ક તેની પાછળ હતી
વિશ્વાસ જે સીટ પર બેઠા હતા ત્યાંથી ફ્યૂલ ટેન્ક ચાર સીટ પાછળ હતી. લગભગ સવા લાખ લીટર ફ્યૂલ સાથે બ્લાસ્ટ થયો પણ આગની ઝપેટમાં આવે એ પહેલા જ તે દોડીને દૂર જતા રહ્યા. આ દુર્ઘટનામાં વચ્ચેની બે બિલ્ડિંગને સૌથી વધુ નુકસાન થવાનું કારણ પણ એ જ છે કે, ફ્યૂલ ટેન્ક ત્યાં જ બ્લાસ્ટ થઈ છે. સંયોગ-03 વિશ્વાસની સીટનું ચોક્કસ જગ્યાએ પડવું
વિશ્વાસની સીટનો ભાગ પહેલા અને બીજા ટાવરની વચ્ચે રોકાઈ ગયો. બન્ને બિલ્ડિંગ વચ્ચે જગ્યા હોવાથી તેઓ તરત જ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી શક્યા. સંયોગ-04 બહાર નીકળતાં જ એમ્બ્યુલન્સ મળી ગઈ
કાટમાળથી થોડે જ દૂર ગેટ દેખાયો અને માંડ 50 ડગલા ચાલ્યા ત્યાં એમ્બ્યૂલન્સ ઊભી હતી. એટલે તેમને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા. સંયોગ-05 નસીબના બળિયા
એ એટલા માટે કે, દરેક ફેક્ટર વિશ્વાસની ફેવરમાં રહ્યા. કૂદરતને પણ એ જ મંજૂર હતું, કારણ કે હજુ તેમના શ્વાસ લખાયેલા હતા.