મિનેસોટાના બે ડેમોક્રેટિક સાંસદોને તેમના ઘરમાં ગોળી મારી દેવામાં આવી હતી. પહેલી ઘટનામાં, ડેમોક્રેટિક સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેલિસા હોર્ટમેન અને તેમના પતિ માર્કનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં, ડેમોક્રેટિક સ્ટેટ સેનેટર જોન હોફમેન અને તેમની પત્ની યવેટને ગોળી મારી દેવામાં આવી હતી. બંને ઘાયલ થયા છે. બંનેની સર્જરી કરવામાં આવી છે અને ડોકટરોને આશા છે કે તેઓ બચી જશે. આ માહિતી મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલો રાજકીય કારણોસર કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. વોલ્ઝે કહ્યું કે પોલીસને મિનેપોલિસ નજીકના બે વિસ્તારોમાં ગોળીબારની માહિતી મળી હતી- ચેમ્પલિન અને બ્રુકલિન પાર્ક. અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…..