P24 News Gujarat

‘ટેબલ-ખુરસીનો અવાજ આવે તો પણ લાગે છે ક્રેશ થયું’:દીકરીને ફોન કરવા લિફ્ટમાંથી બહાર આવ્યા અને પ્લેન પડ્યું, હોસ્ટેલમાં ટિફિન બનાવતા કલ્પનાબેનનો આબાદ બચાવ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના સૌથી ભયાવહ બની જવા પાછળનું કારણ એ પણ છે કે આ ફ્લાઇટ મેસ અને હોસ્ટેલ પર પડી હતી. બપોરના સમયે મેસમાં જમતા અને હોસ્ટેલમાં હાજર હતા એમાના ઘણા લોકો મોતને ભેટ્યા. જો કે હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓ અને ડૉક્ટર માટે ભોજન બનાવતા કલ્પનાબેન માળુશ્રેનો આબાદ બચાવ થયો છે. જે કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું ત્યારે હોસ્ટેલની 4 ઇમારતો છે, જે અતુલ્યમ-1,2,3 અને 4ના નામે ઓળખાય છે. જ્યારે ઇમારતની સૌથી ડાબી બાજુ અલગથી મેસ બનેલી છે. જ્યાં સૌથી પહેલાં પ્લેનની પાછળનો ભાગ ટકરાયો અને પછી અતુલ્યમની ચારેય ઇમારતો અડફેટે આવી. આ દુર્ઘટના બની એ સમયે કલ્પનાબેન અતુલ્યમ-4ના ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. તેઓ ત્રીજા માળા જતા પહેલાં દીકરીને ફોન કરવા માટે રોકાયા એટલે બચી ગયા. તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે દિવ્ય ભાસ્કર સમક્ષ ક્યારેય ન ભૂલી શકાય એ ભયાવહ ઘટનાનો ચિતાર આપ્યો છે. કલ્પનાબેને જણાવ્યું, જે ઇમારત પર પ્લેન પડ્યું ત્યાં હું સવારે નાસ્તો અને બે ટાઈમ ભોજન બનાવવાનું કામ કરું છું. હું અતુલ્યમ 1, 2 અને 4માં રસોઈ કરવા માટે જતી હતી. એ દિવસે બપોરના સમયે અતુલ્યમ-2માંથી નીકળીને અતુલ્યમ-4માં જતી હતી. એ પહેલા સિક્યોરિટી ગાર્ડ સાથે મારી વાત થઈ. મેં કહ્યું, હું અતુલ્યમ-4ના 302 નંબરના ફ્લેટમાં ડૉક્ટર સાહેબને ત્યાં રસોઈ કરવા માટે જાઉં છું. મારી એન્ટ્રી રજિસ્ટ્રરમાં લખી લો. પછી હું લિફ્ટમાં બેસવા જતી હતી. એ દરમિયાન મેં મારી દીકરીને ઘરના કામ બાબતે ફોન કર્યો. પણ દીકરીનો ફોન ન લાગ્યો એટલે હું લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ. ત્યાં જ જોરદાર ધડાકો સંભળાયો. હું તરત પાછળ ફરી અને જોયું તો ધૂમાડાના ગોટા ઊડી રહ્યા હતા. થોડી જ વાર પછી બીજો ધડાકો થયો એટલે હું વોચમેનને સાથે લઈને ભાગવા લાગી. ત્યારે બીજા એક વોચમેને પણ મદદ માટે મને બૂમો પાડી હતી. એટલે મેં તેમને દીવાલ પાસે ઉભેલી કાર પર ચડી જવા કહ્યું અને પછી દીવાલની બહારની બાજુ ધક્કો મારી દીધો. પછી ત્યાં વાસણ સાફ કરવા માટે આવતી એક દીકરીને પણ આગમાંથી બહાર ખેંચી અને બચાવી લીધી. આગની જ્વાળા ખૂબ ફેલાઇ ગઈ હતી અને તેના કારણે ખૂબ જ ગરમી પ્રસરી ગઈ હતી. ધૂમાડાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. છતાં જ્યા પ્લેન ક્રેશ થયું ત્યાં હું પાછી ગઈ અને મારી દીકરીને શોધવા લાગી. મારો જીવ મારી દીકરીમાં હતો. એને હું શોધી રહી હતી. દીકરી પણ મારી જેમ જ ડૉક્ટર માટે રસોઈ બનાવતી હતી. જો કે એ સમયે મને મારી દીકરી ન દેખાઈ. ચારેય બાજુ વિમાનની પાંખો અને બીજો બધો કાટમાળ પડ્યો હતો. આગની ગોળાની માફક બધુ વિખેરાતું હતું. બચાવો…બચાવો…દોડો…દોડોની ચીસો સતત સંભળાઈ રહી હતી. અતુલ્યમ-4ના પહેલા માળેથી જ બૂમો પડતી હતી કે મને બચાવો.. મને બચાવો. પણ હું પાછી ફરી જ ન શકી. મારી દીકરી મને ન મળી. મને પણ ઇજા થઈ હોવાથી એક ભાઈ મદદે આવ્યા અને હોસ્પિટલ પહોંચાડી દીધી. હોસ્પિટલમાં થોડી ઘણી સારવાર લઈને હું ઘરે પાછી આવી ગઈ. કારણ કે મારા બાળકોમાં મારો જીવ હતો. મેં મારા દીકરાને ફોન કરીને બોલાવ્યા. આસપાસના લોકો પણ મારા ઘરે આવી ગયા હતા. તેમણે જોયું કે મને વધુ ઇજા થઈ છે એટલે ફરીથી હોસ્પિટલે લઈ આવ્યા. અત્યારે મને બહુ બીક લાગે છે. સહેજ પણ અવાજ આવે છે તો મને લાગે છે કે કંઈ પડી રહ્યું છે, કંઈક ક્રેશ થઈ રહ્યું છે. ખુરશી કે ટેબલનો ખસેડવાનો અવાજ આવે તો પણ ધ્રાસકો પડે છે. મને સતત એમ લાગ્યા કરે છે કે મારી પાછળની તરફથી કોઈ આવે છે. અત્યારે પણ હું આંખો બંધ કરું છું તો મને એ જ દૃશ્યો દેખાય છે. હું નોર્મલ થવાના ઘણા પ્રયાસ કરું છું પણ અત્યારે કાંઈ જ શક્ય લાગતું નથી. આટલું બોલતા જ કલ્પનાબેન ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યાં. સુખદ વાત એ છે કે તેઓ આગળની જ્વાળાઓ વચ્ચે પોતાની દીકરીને શોધી રહ્યા હતા એ પણ સહી સલામત છે. પ્લેન ક્રેશ થયા બાદ એક તરફ કલ્પનાબેન તેમની દીકરી ઋચિતાને શોધવા માટે હાંફળા-ફાંફળા થયા હતા અને ઇજા પહોંચી હોવા છતાં હોસ્પિટલમાંથી ઘરે દોડી ગયા. બીજી તરફ તેમની દીકરી પણ એ જ કમ્પાઉન્ડમાં કલાકો સુધી માતાને શોધતી રહી હતી. તેમનો અનુભવ પણ ખૂબ જ ભયાવહ છે. કલ્પનાબેનના દીકરી રુચિતાએ જણાવ્યું, મેઇન ગેટની નજીકમાં જ ચાની કિટલી છે. ત્યાં હું મારી મમ્મીની રાહ જોઈ રહી હતી. મેં મારી મમ્મીને બે કોલ કર્યા પણ તેમણે ઉપાડ્યા નહીં. તો હું 10 મિનિટ સુધી કિટલી પાસે જ ઊભી રહી. પછી મારું એક્ટિવા લઈને મેસ નજીક પહોંચી ગઈ. એટલે જ પ્લેન એકદમ નજીક આવી ગયું. હું જોયું કે ધડાકો થયો અને આગની જ્વાળા સાથે સળગતું પ્લેન સીધું જ અતુલ્યમ-4 બાજું ગયું અને લાવો ઉડે એવી રીતે કાટમાળ ફંગોળાયો. રોડ ઉપર પાર્ક કરેલી વ્હીકલ પણ આગની ઝપેટમાં આવી ગયા. હું મારી મમ્મીને શોધવા માટે એ બાજુ દોડી ગઈ. એ દરમિયાન અતુલ્યમ-4 સિલેન્ડર ફાટ્યા અને બ્લાસ્ટનો અવાજ આવ્યો. ધૂમાડો એટલો બધો હતું કે કાંઈ જ દેખાતું ન હતું. એટલે હું બહાર આવી અને મારા મામાને ફોન કર્યો અને કહ્યું, મારી મમ્મી અતુલ્યમ-4 બાજુ ગઈ હતી અને હવે નથી મળી રહી. થોડીવારમાં મારા મામા આવ્યા અને મમ્મીને શોધવા લાગ્યા. આ દરમિયાન મામાને પણ આગના કારણે પીઠમાં ઈજા થઈ. મારે પણ પગ બળી ગયો છે. લોકો બચાવો…બચાવોની બૂમો પાડતા હતા અને ગેલેરીમાંથી કૂદકા મારવા લાગ્યા હતા. કલ્પનાબેનનો ભાણેજ સન્ની પણ મદદે પહોંચ્યો હતો. તેમણે જણાવ્યું, હું મેઘાણીનગરમાં જ રહું છું. જ્યારે મેં પ્લેન ક્રેશની દુર્ઘટના વિશે સાંભળ્યું એટલે તરત જ મારી માસીને બચાવવા માટે ત્યાં પહોંચી ગયો. મને ખબર હતી કે મેસમાં તેમની કેન્ટીન છે એટલે તેઓ ત્યાં જ હશે. મેં શોધખોળ શરૂ કરી ત્યારે આર્મીવાળીએ મને રોક્યો અને ધક્કામૂક્કી થઈ ગઈ. મને પગે વાગ્યું. સ્થિતિ એટલી ખરાબ હતી કે આજીવન ન ભૂલી શકાય. આંખો સામે લાશો જ લાશો હતી.

​અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના સૌથી ભયાવહ બની જવા પાછળનું કારણ એ પણ છે કે આ ફ્લાઇટ મેસ અને હોસ્ટેલ પર પડી હતી. બપોરના સમયે મેસમાં જમતા અને હોસ્ટેલમાં હાજર હતા એમાના ઘણા લોકો મોતને ભેટ્યા. જો કે હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓ અને ડૉક્ટર માટે ભોજન બનાવતા કલ્પનાબેન માળુશ્રેનો આબાદ બચાવ થયો છે. જે કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું ત્યારે હોસ્ટેલની 4 ઇમારતો છે, જે અતુલ્યમ-1,2,3 અને 4ના નામે ઓળખાય છે. જ્યારે ઇમારતની સૌથી ડાબી બાજુ અલગથી મેસ બનેલી છે. જ્યાં સૌથી પહેલાં પ્લેનની પાછળનો ભાગ ટકરાયો અને પછી અતુલ્યમની ચારેય ઇમારતો અડફેટે આવી. આ દુર્ઘટના બની એ સમયે કલ્પનાબેન અતુલ્યમ-4ના ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. તેઓ ત્રીજા માળા જતા પહેલાં દીકરીને ફોન કરવા માટે રોકાયા એટલે બચી ગયા. તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે દિવ્ય ભાસ્કર સમક્ષ ક્યારેય ન ભૂલી શકાય એ ભયાવહ ઘટનાનો ચિતાર આપ્યો છે. કલ્પનાબેને જણાવ્યું, જે ઇમારત પર પ્લેન પડ્યું ત્યાં હું સવારે નાસ્તો અને બે ટાઈમ ભોજન બનાવવાનું કામ કરું છું. હું અતુલ્યમ 1, 2 અને 4માં રસોઈ કરવા માટે જતી હતી. એ દિવસે બપોરના સમયે અતુલ્યમ-2માંથી નીકળીને અતુલ્યમ-4માં જતી હતી. એ પહેલા સિક્યોરિટી ગાર્ડ સાથે મારી વાત થઈ. મેં કહ્યું, હું અતુલ્યમ-4ના 302 નંબરના ફ્લેટમાં ડૉક્ટર સાહેબને ત્યાં રસોઈ કરવા માટે જાઉં છું. મારી એન્ટ્રી રજિસ્ટ્રરમાં લખી લો. પછી હું લિફ્ટમાં બેસવા જતી હતી. એ દરમિયાન મેં મારી દીકરીને ઘરના કામ બાબતે ફોન કર્યો. પણ દીકરીનો ફોન ન લાગ્યો એટલે હું લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ. ત્યાં જ જોરદાર ધડાકો સંભળાયો. હું તરત પાછળ ફરી અને જોયું તો ધૂમાડાના ગોટા ઊડી રહ્યા હતા. થોડી જ વાર પછી બીજો ધડાકો થયો એટલે હું વોચમેનને સાથે લઈને ભાગવા લાગી. ત્યારે બીજા એક વોચમેને પણ મદદ માટે મને બૂમો પાડી હતી. એટલે મેં તેમને દીવાલ પાસે ઉભેલી કાર પર ચડી જવા કહ્યું અને પછી દીવાલની બહારની બાજુ ધક્કો મારી દીધો. પછી ત્યાં વાસણ સાફ કરવા માટે આવતી એક દીકરીને પણ આગમાંથી બહાર ખેંચી અને બચાવી લીધી. આગની જ્વાળા ખૂબ ફેલાઇ ગઈ હતી અને તેના કારણે ખૂબ જ ગરમી પ્રસરી ગઈ હતી. ધૂમાડાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. છતાં જ્યા પ્લેન ક્રેશ થયું ત્યાં હું પાછી ગઈ અને મારી દીકરીને શોધવા લાગી. મારો જીવ મારી દીકરીમાં હતો. એને હું શોધી રહી હતી. દીકરી પણ મારી જેમ જ ડૉક્ટર માટે રસોઈ બનાવતી હતી. જો કે એ સમયે મને મારી દીકરી ન દેખાઈ. ચારેય બાજુ વિમાનની પાંખો અને બીજો બધો કાટમાળ પડ્યો હતો. આગની ગોળાની માફક બધુ વિખેરાતું હતું. બચાવો…બચાવો…દોડો…દોડોની ચીસો સતત સંભળાઈ રહી હતી. અતુલ્યમ-4ના પહેલા માળેથી જ બૂમો પડતી હતી કે મને બચાવો.. મને બચાવો. પણ હું પાછી ફરી જ ન શકી. મારી દીકરી મને ન મળી. મને પણ ઇજા થઈ હોવાથી એક ભાઈ મદદે આવ્યા અને હોસ્પિટલ પહોંચાડી દીધી. હોસ્પિટલમાં થોડી ઘણી સારવાર લઈને હું ઘરે પાછી આવી ગઈ. કારણ કે મારા બાળકોમાં મારો જીવ હતો. મેં મારા દીકરાને ફોન કરીને બોલાવ્યા. આસપાસના લોકો પણ મારા ઘરે આવી ગયા હતા. તેમણે જોયું કે મને વધુ ઇજા થઈ છે એટલે ફરીથી હોસ્પિટલે લઈ આવ્યા. અત્યારે મને બહુ બીક લાગે છે. સહેજ પણ અવાજ આવે છે તો મને લાગે છે કે કંઈ પડી રહ્યું છે, કંઈક ક્રેશ થઈ રહ્યું છે. ખુરશી કે ટેબલનો ખસેડવાનો અવાજ આવે તો પણ ધ્રાસકો પડે છે. મને સતત એમ લાગ્યા કરે છે કે મારી પાછળની તરફથી કોઈ આવે છે. અત્યારે પણ હું આંખો બંધ કરું છું તો મને એ જ દૃશ્યો દેખાય છે. હું નોર્મલ થવાના ઘણા પ્રયાસ કરું છું પણ અત્યારે કાંઈ જ શક્ય લાગતું નથી. આટલું બોલતા જ કલ્પનાબેન ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યાં. સુખદ વાત એ છે કે તેઓ આગળની જ્વાળાઓ વચ્ચે પોતાની દીકરીને શોધી રહ્યા હતા એ પણ સહી સલામત છે. પ્લેન ક્રેશ થયા બાદ એક તરફ કલ્પનાબેન તેમની દીકરી ઋચિતાને શોધવા માટે હાંફળા-ફાંફળા થયા હતા અને ઇજા પહોંચી હોવા છતાં હોસ્પિટલમાંથી ઘરે દોડી ગયા. બીજી તરફ તેમની દીકરી પણ એ જ કમ્પાઉન્ડમાં કલાકો સુધી માતાને શોધતી રહી હતી. તેમનો અનુભવ પણ ખૂબ જ ભયાવહ છે. કલ્પનાબેનના દીકરી રુચિતાએ જણાવ્યું, મેઇન ગેટની નજીકમાં જ ચાની કિટલી છે. ત્યાં હું મારી મમ્મીની રાહ જોઈ રહી હતી. મેં મારી મમ્મીને બે કોલ કર્યા પણ તેમણે ઉપાડ્યા નહીં. તો હું 10 મિનિટ સુધી કિટલી પાસે જ ઊભી રહી. પછી મારું એક્ટિવા લઈને મેસ નજીક પહોંચી ગઈ. એટલે જ પ્લેન એકદમ નજીક આવી ગયું. હું જોયું કે ધડાકો થયો અને આગની જ્વાળા સાથે સળગતું પ્લેન સીધું જ અતુલ્યમ-4 બાજું ગયું અને લાવો ઉડે એવી રીતે કાટમાળ ફંગોળાયો. રોડ ઉપર પાર્ક કરેલી વ્હીકલ પણ આગની ઝપેટમાં આવી ગયા. હું મારી મમ્મીને શોધવા માટે એ બાજુ દોડી ગઈ. એ દરમિયાન અતુલ્યમ-4 સિલેન્ડર ફાટ્યા અને બ્લાસ્ટનો અવાજ આવ્યો. ધૂમાડો એટલો બધો હતું કે કાંઈ જ દેખાતું ન હતું. એટલે હું બહાર આવી અને મારા મામાને ફોન કર્યો અને કહ્યું, મારી મમ્મી અતુલ્યમ-4 બાજુ ગઈ હતી અને હવે નથી મળી રહી. થોડીવારમાં મારા મામા આવ્યા અને મમ્મીને શોધવા લાગ્યા. આ દરમિયાન મામાને પણ આગના કારણે પીઠમાં ઈજા થઈ. મારે પણ પગ બળી ગયો છે. લોકો બચાવો…બચાવોની બૂમો પાડતા હતા અને ગેલેરીમાંથી કૂદકા મારવા લાગ્યા હતા. કલ્પનાબેનનો ભાણેજ સન્ની પણ મદદે પહોંચ્યો હતો. તેમણે જણાવ્યું, હું મેઘાણીનગરમાં જ રહું છું. જ્યારે મેં પ્લેન ક્રેશની દુર્ઘટના વિશે સાંભળ્યું એટલે તરત જ મારી માસીને બચાવવા માટે ત્યાં પહોંચી ગયો. મને ખબર હતી કે મેસમાં તેમની કેન્ટીન છે એટલે તેઓ ત્યાં જ હશે. મેં શોધખોળ શરૂ કરી ત્યારે આર્મીવાળીએ મને રોક્યો અને ધક્કામૂક્કી થઈ ગઈ. મને પગે વાગ્યું. સ્થિતિ એટલી ખરાબ હતી કે આજીવન ન ભૂલી શકાય. આંખો સામે લાશો જ લાશો હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *