‘નક્સલીઓ અમારા ગામમાં આવે છે. અમે આ વાત શા માટે છુપાવીએ? તેઓ જે ચોખા કે અન્ય સામગ્રી માગે છે, તે અમારે આપવું પડે છે. તેઓ અહીં રહેતા નથી. તે દિવસે (19 મે ના રોજ) પોલીસ આવી, તો અમે પોલીસને પણ બધું આપ્યું. પોલીસવાળાઓ અહીં જ રોકાયા, નશો કર્યો અને અમને મારઝૂડ પણ કરી. પછી ત્રણ-ચાર મરઘાં પણ લઈ ગયા. અમે તો બંને તરફથી પીસાઈ રહ્યા છીએ.’ મનકૂ રામ મંડાવી ગુંડકોટ ગામના રહેવાસી છે. આ ગામ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આવેલું છે. આ જ ગામની નજીક 21 મે ના રોજ એક કરોડના ઈનામી નક્સલી બસવરાજુની હત્યા થઈ હતી. ભાસ્કરની ટીમ એન્કાઉન્ટર સાઈટ પર પહોંચી, ત્યારે નજીકના ત્રણ ગામના લોકો સાથે પણ મુલાકાત કરી. મનકૂ રામ તેમાંથી એક છે. તેઓ જણાવે છે કે પોલીસવાળાઓ નક્સલીઓની મદદનો આરોપ લગાવીને ગામના લોકોને મારે છે. બસવરાજુના એન્કાઉન્ટર પહેલાં પણ ગામના લોકોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. ‘નક્સલગઢથી ભાસ્કર’ સિરીઝની પ્રથમ અને બીજી સ્ટોરીમાં તમે અબૂઝમાડની મુશ્કેલ પરિસ્થિતિ અને બસવરાજુના એન્કાઉન્ટરની આંતરિક કહાની વાંચી. આ કહાની વાંચો, અહીંના સામાન્ય લોકો નક્સલીઓ અને પોલીસ બંનેની વચ્ચે કેવી રીતે પીસાઈ રહ્યા છે. આ નાના-નાના ગામો જંગલોની વચ્ચે વસેલા છે. તેમની વસતી 60થી 130ની વચ્ચે છે. ગામ: ગુંડકોટ વસતી: 60-65 બસવરાજુના એન્કાઉન્ટરની જગ્યાથી સૌથી નજીક ગુંડકોટ ગામ છે. આ ગામ નારાયણપુરના ઓરછા બ્લોકમાં આવે છે. ઓરછા બ્લોક ગુંડકોટથી લગભગ 50 કિમી દૂર છે. અહીંથી મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો પણ નજીક છે. ગુંડકોટ અબૂઝમાડના ગાઢ જંગલોની વચ્ચે વસેલું છે. આસપાસ નક્સલીઓના સુરક્ષિત ઠેકાણા છે, તેથી નક્સલીઓ અવારનવાર ગામમાં આવે-જાય છે. અહીં માત્ર 13 પરિવારો છે. 60થી 65 લોકોની વસતી છે. ગામમાં શાળા, હોસ્પિટલ, પાણી અને વીજળી, કશું જ નથી. બસવરાજુના એન્કાઉન્ટર બાદ ગામના લોકોએ છત્તીસગઢ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેઓનો દાવો છે કે એન્કાઉન્ટરના એક દિવસ પહેલાં ઘણા લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. મનકૂ રામ મંડાવી ગુંડકોટના એવા લોકોમાંથી એક છે, જેઓ થોડી-ઘણી હિન્દી બોલી શકે છે. તેઓ કહે છે, ‘19 મે ના રોજ પોલીસવાળાઓએ મને પકડી લીધો. મારો બીમાર દીકરો મારી સાથે હતો. પોલીસે મને મારપીટ કરી અને બાંધવા લાગ્યા. મને ધોમધખતા તડકામાં બેસાડી દીધો. તેઓ પૂછી રહ્યા હતા કે નક્સલીઓ ક્યાં છે, ક્યાં રહે છે. તમારા ગામમાં બેઠક થઈ હતી, ક્યાં બેઠક થઈ?’ ‘આ બધું મને કેવી રીતે ખબર હોય? તેઓ કહી રહ્યા હતા કે જો આ ન જણાવે તો આને બાંધી દો. બાંધવાથી અને મારપીટથી હું શું જણાવું? તેઓ (નક્સલીઓ) આવે-જાય છે. ગામના લોકો તેમના માટે ચોખા એકઠા કરી આપે છે, પણ તેઓ ક્યાં રહે છે, અમને કેવી રીતે ખબર હોય? પોલીસવાળાઓએ મને લગભગ દોઢ કલાક બાદ છોડ્યો.’ મનકૂ જણાવે છે, ‘19 તારીખે પોલીસ ગામમાં આવી અને બધા ઘરો પર પોસ્ટરો ચોંટાડી દીધા. તેમાં નક્સલીઓને હથિયાર છોડીને આત્મસમર્પણ કરવાની અપીલ હતી. આત્મસમર્પણ માટે વિવિધ ડિવિઝનના લોકોના નામ અને નંબર લખેલા હતા. આ નંબરો પર સંપર્ક કરીને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. પોસ્ટરમાં આત્મસમર્પણ કરવા પર સરકાર તરફથી મળતી સુવિધાઓનો પણ ઉલ્લેખ હતો.’ ‘આ પોસ્ટરમાં આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓના ફોટા પણ હતા. તેમના હવાલે લખ્યું હતું કે નક્સલીઓએ આત્મસમર્પણ કરીને મુખ્યધારામાં આવવું જોઈએ. માઓવાદ એક ખોખલી વિચારધારા છે. તેને છોડીને આદિવાસીઓ અને મૂળ નિવાસીઓને બચાવવા માટે તેમણે આગળ આવવું જોઈએ.’ મનકૂ આગળ કહે છે, ‘આ પહેલાં અહીં પોલીસ ક્યારેય આવી ન હતી. 20 તારીખે પોલીસવાળાઓ ફરી ગામમાં આવ્યા. ઘણા લોકોને પકડીને લઈ ગયા. મારા નાના ભાઈને પણ પકડી લીધો. DRGની મહિલા સિપાહીઓએ મારી માતાને મારપીટ કરી.’ ગામના સુખરામ પણ પોલીસ પર મારપીટનો આરોપ લગાવે છે. તેઓ કહે છે, ‘20 તારીખે હું ઘરમાં સૂતો હતો. મારી પત્ની પણ ઘરમાં હતી. તેમણે અમને ઉઠાડીને પૂછપરછ કરી. પછી નજીકના જંગલમાં લઈ ગયા. ત્યાં પણ મારપીટ કરી.’ ગામના એક યુવક સંતોષ (બદલાયેલું નામ) એ આરોપ લગાવ્યો કે પોલીસે મને પકડીને એન્કાઉન્ટર સાઈટ સુધી લઈ ગઈ હતી. તેઓ કહે છે, ‘20 મે ના રોજ સવારે 11 વાગે પોલીસે મને પકડ્યો હતો. જંગલમાં લઈ જઈને ખરાબ રીતે મારપીટ કરી. તેઓ વારંવાર પૂછી રહ્યા હતા કે નક્સલીઓ ક્યાં છે, બસવરાજુ ક્યાં છે.’ ‘મને ખાવું-પીવું કશું આપ્યું નહીં. મારપીટથી મારા શરીર પર નિશાન થઈ ગયા હતા, તેને દૂર કરવા માટે મોરિયાનું તેલ આપવામાં આવ્યું. 21 મે ના રોજ સવારે ગોળીબાર શરૂ થયો, ત્યારે હું ત્યાંથી ભાગી આવ્યો.’ ગુંડકોટની ઓળખ હવે બસવરાજુના એન્કાઉન્ટરથી ગુંડકોટ ગામ ગૂગલ નકશામાં દેખાય છે, પરંતુ નકશાની મદદથી અહીં પહોંચી શકાતું નથી. હવે આ ગામની ઓળખ બસવરાજુના એન્કાઉન્ટરથી થવા લાગી છે. આ એન્કાઉન્ટરના કારણે ગુંડકોટ અને આસપાસના ગામોની મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. મનકૂ રામ મંડાવી જણાવે છે, ‘ગામના લોકો રાશન લેવા માટે પગપાળા ઓરછા સુધી જાય છે. ઓરછા લગભગ 50 કિમી દૂર છે. આખો રસ્તો પહાડી છે. જો કોઈ સામાન લાવવાનો હોય તો અમે 4 દિવસ પગપાળા ચાલીએ છીએ.’ ‘જો અમે સોમવારે અહીંથી નીકળીએ, તો બીજા દિવસે બપોર સુધી ઓરછા પહોંચીએ છીએ. રાત ત્યાં રોકાઈએ છીએ, પછી બુધવારે સામાન લઈને પાછા ફરીએ છીએ. ગુરુવારે ઘરે પાછા આવીએ છીએ. આવી સ્થિતિમાં કોઈ બીમાર પડે તો તેને ખભા પર ઉપાડીને લઈ જવું પડે છે. ક્યારેક અમે ઓરછાને બદલે બીજી તરફ બીજાપુરના ભૈરમગઢ લઈ જઈએ છીએ. ત્યાં જવામાં પણ એક દિવસ લાગે છે. ભૈરમગઢથી ગાડી મળી જાય છે.’ ગામ: બોટેર વસતી: લગભગ 130 બોટેર ગામ એન્કાઉન્ટરની જગ્યાથી 10-12 કિમી દૂર છે. ગુંડકોટનો રસ્તો આ ગામમાંથી પસાર થાય છે. બોટેર સુધી પહોંચવું પણ મુશ્કેલ છે, પરંતુ ઓરછાથી અહીં સુધી કાચો રસ્તો છે. અમે અહીં પહોંચ્યા ત્યારે ગામના લોકો માટે ઓરછાથી ટ્રેક્ટર પર રાશન લાવવામાં આવ્યું હતું. વરસાદ શરૂ થવાનો છે, તેથી ગામના લોકોએ ત્રણ-ચાર મહિનાનું રાશન મંગાવ્યું છે. ગામના લોકો મળીને ટ્રેક્ટરનું ભાડું આપે છે. બોટેરમાં 27 પરિવારો છે. વસતી લગભગ 130 છે. નક્સલીઓની હિલચાલ આ ગામ સુધી છે. ગામના લોકોના આધાર કાર્ડ પણ બન્યા છે. ગામના કારુરામ મંડાવી 5મા ધોરણ સુધી ભણ્યા છે. તેઓ હિન્દી બોલી શકે છે. કારુરામ જણાવે છે કે એન્કાઉન્ટર બાદ જ બોટેર કે ગુંડકોટ સુધી પહેલી વાર મીડિયા પહોંચ્યું. કારુરામ કહે છે, ‘પોલીસ ગામમાં આવે છે, તો અમને નક્સલી કહીને મારે છે. 2016-17માં પણ પોલીસવાળાઓ આવ્યા હતા. ગામમાં બધાને માર્યા. બોલ્યા કે અમે નક્સલીઓ માટે કામ કરીએ છીએ. મને પણ માર્યો હતો. મારા ભાઈને પણ ખૂબ માર્યો. ભાઈએ જણાવ્યું હતું કે પોલીસવાળાઓ તેને ગોળી મારવાના હતા. તેને સમજાયું તો તે જંગલમાં ભાગી ગયો. બે વર્ષ બાદ 2019માં ભાઈનું બીમારીથી મોત થયું.’ કારુરામ આગળ જણાવે છે, ‘અમને સરકારી રાશનમાં માત્ર ચોખા અને મીઠું મળે છે. અમે રાશન કે અન્ય સામાન લેવા માટે પગપાળા લગભગ 35 કિમી ઓરછા જઈએ છીએ. ગામ સુધી સારો રસ્તો નથી. આથી ઘણી મુશ્કેલી થાય છે. ગામમાં પાણી નથી. પહાડી નાળાનું પાણી પીએ છીએ. વરસાદમાં તેનું પાણી પણ ગંદું થઈ જાય છે. શાળા છે, પરંતુ શિક્ષક આવતા નથી. આંગણવાડી પણ છે, પરંતુ કામ કરવા માટે કોઈ નથી. સ્ટાફ માત્ર રજિસ્ટરમાં નામ નોંધવા મહિને એક વાર અહીં આવે છે.’ રમેશ મંડાવી 12મા ધોરણમાં ભણે છે. ઓરછામાં રહીને અભ્યાસ કરે છે. ઓરછા જવું હોય કે ત્યાંથી ઘરે આવવું હોય, પગપાળા જ આવે છે. રમેશ કહે છે, ‘અમને વીજળી, પાણી, શાળા, રસ્તો અને હોસ્પિટલની જરૂર છે.’ ગામ: ઢોંઢરબેરા વસતી: 130 બોટેરથી પહેલાં ઓરછાની દિશામાં ઢોંઢરબેરા ગામ છે. અમે અહીં પહોંચ્યા ત્યારે લોકો દેવીની પૂજા કરી રહ્યા હતા. 2 જૂનથી પૂજા શરૂ થઈ અને 4 જૂને સમાપ્ત થઈ. આ પૂજા વર્ષમાં એક વાર થાય છે. આ પર્વનું નામ કક્સાડ છે. આ માટે આસપાસના ગામના લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. અન્ય ગામના લોકો પણ પોતાના દેવી-દેવતા લઈને આવે છે. પૂજા બાદ બધા ગીતો ગાતા રાતભર નૃત્ય કરે છે. બહારથી આવેલા લોકો માટે ખાવાની વ્યવસ્થા પણ ગામના લોકો કરે છે. જ્યાં આ ઉત્સવ ચાલી રહ્યો હતો, ત્યાં પાછળ પાણીની ટાંકીનું માળખું બન્યું હતું. અમે ગામના અજય ધ્રુવને આ વિશે પૂછ્યું. તેઓ જણાવે છે, ‘પાણીની ટાંકી માટે બે વર્ષ પહેલાં માળખું બન્યું હતું. આજ સુધી કામ પૂરું થયું નથી. ગામમાં ન તો વીજળી છે, ન પીવાનું પાણી. ગામ હજુ પણ નક્સલી પ્રભાવિત છે. જોકે, પહેલાંની સરખામણીએ હવે થોડું વાતાવરણ સુધર્યું છે.’ અજય આગળ કહે છે, ‘ગામમાં લગભગ 50 પરિવારો છે. અહીં યોગ્ય શાળા પણ નથી. જૂની શાળા છે, પરંતુ તે કોઈ કામની નથી. શિક્ષકો મહિને એક કે બે વાર આવે છે. અહીં હોસ્પિટલની પણ જરૂર છે.’ નક્સલીઓ વિશે પૂછવા પર અજય ચૂપ થઈ જાય છે. પછી કહે છે, ‘પોલીસવાળાઓ ગામના લોકો પર શંકા કરે છે કે અમારા સંબંધો નક્સલીઓ સાથે છે.’ પછી વાત બદલતા કહે છે, ‘ગામમાં રસ્તો નથી. આથી ઘણી મુશ્કેલી થાય છે.’ ગામના ગુડ્ડુરામ કહે છે, ‘અમારી સૌથી મોટી સમસ્યા રસ્તાની છે. રાશન લેવા લગભગ 25 કિલોમીટર દૂર ઓરછા સુધી પગપાળા જવું પડે છે. શાળા છે, પરંતુ શિક્ષકો ધ્યાન આપતા નથી. જો આ સુધરી જાય, તો બધું સુધરી જશે.’ નક્સલીઓ વિશે પૂછવા પર ગુડ્ડુ કહે છે, ‘તેમના કારણે ગામના લોકોને ઘણું સહન કરવું પડ્યું છે. તેઓ ગામમાં બેઠકો કરવા આવતા હતા. તેમાં બળજબરીથી જવું પડતું હતું. ડર લાગતો હતો કે નક્સલીઓ આવી ગયા તો અહીં-તહીં જવું પડશે. આ ઘણા સમય પહેલાં ખતમ થઈ જવું જોઈએ. હવે મને નથી લાગતું કે તેઓ ફરી અહીં આવશે.’ DIG બોલ્યા- પોલીસ પરના આરોપો ખોટા, ગામના લોકો નક્સલીઓની ભાષા બોલી રહ્યા છે ગુંડકોટ, બોટેર અને ઢોંઢરબેરાના લોકોના આરોપો પર અમે દંતેવાડા રેન્જના DIG કે.એલ. કશ્યપ સાથે વાત કરી. તેઓ કહે છે, ‘નક્સલીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખનારા લોકોએ આ ધારણા બનાવી છે. તેમાં કોઈ સત્ય નથી. સ્થાનિક લોકો પોલીસથી વધુ તેમનાથી (નક્સલીઓથી) પરેશાન છે. શાસન-પ્રશાસનની હજુ ત્યાં વધુ પહોંચ નથી. તેથી તેમના (નક્સલીઓના) દબાણમાં બોલવું એ ગ્રામજનોની મજબૂરી છે. જો તમે ઊંડાણથી તપાસ કરશો તો સમજાશે કે તેઓ કોની ભાષા બોલી રહ્યા છે.’ 17 જૂનના રોજ આગામી સ્ટોરીમાં, સૌથી મોટા નક્સલીઓ હિડમા અને બસવરાજુને છોડીને આવેલા કમાન્ડરના ખુલાસા વાંચો…
……………………………………………
કેમેરામેન: અજિત રેડેકર …………………………………… ‘નક્સલગઢથી ભાસ્કર’ સિરીઝની પહેલી અને બીજી સ્ટોરી 1. જ્યાં નક્સલી બસવરાજુ મર્યો એ કલેકોટ પહાડ પર હવે શું?:ન રસ્તા, ન નેટવર્ક; ઓપરેશન બ્લેક-ફોરેસ્ટનાં નિશાન હજુ પણ, ગામમાં રોકાવા માટે પંચાયત બોલાવી 2. કંપની નંબર 7ના ‘વિશ્વાસઘાત’થી માર્યો ગયો નક્સલી લીડર બસવારાજુ:પ્રત્યક્ષદર્શીએ કહ્યું- એક કલાક સુધી ગોળીબાર થયો; નકલી એન્કાઉન્ટરનો દાવો કેટલો સાચો?