હું આપનો કરિયર ગુરુ. આજના સમયમાં એવું મનાય છે કે આર્ટસ સ્ટ્રીમમાં કરિયરના અવસરો ઓછા હોય છે, પણ આ એક ગેરમાન્યતા છે. હકીકતમાં, આર્ટસના વિદ્યાર્થીઓ માટે સાયન્સ અને કોમર્સ જેટલી જ, કદાચ તેનાથી પણ વધુ, કારકિર્દીની તકો ઉપલબ્ધ છે. આર્ટસમાં વિવિધ ભાષાઓ, ફિલોસોફી, સાયકોલોજી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સોશ્યોલોજી જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, સાયન્સ કે કોમર્સમાં ડોક્ટરેટ કરનારને પણ ‘ડૉક્ટરેટ ઇન ફિલોસોફી’ (Ph.D.) ની પદવી મળે છે, અને ફિલોસોફી એ આર્ટસનો જ વિષય છે! કરિયર કાઉન્સેલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કહે છે કે, એક સામાન્ય ગેરસમજ એવી છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ સાયન્સ પસંદ કરે છે, જ્યારે પ્રમાણમાં ઓછા હોશિયાર વિદ્યાર્થીઓ આર્ટસ લે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. યુપીએસસી (UPSC) અને જીપીએસસી (GPSC) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉચ્ચ સરકારી નોકરી મેળવવા માંગતા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે ‘પ્લાન બી’ ની ચિંતા કર્યા વિના આર્ટસ સ્ટ્રીમ પસંદ કરે છે. આજે, એક્સપર્ટ ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાયની મદદથી આર્ટસ પછીના 5 એવા ખાસ કોર્સ જણાવીશ જે કરીને તમે ખરેખર ફાયદામાં રહેશો. આર્ટસ પછીના 5 શ્રેષ્ઠ કોર્સ: 1. B.A. (ફોરેઈન લેંગ્વેજ) – વિદેશી ભાષાઓમાં ઉજ્જવળ કારકિર્દી આજકાલ ફોરેઈન લેંગ્વેજની બહુ જ ડિમાન્ડ છે. કરિયર કાઉન્સેલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય જણાવે છે કે CUG (સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત), ગાંધીનગર ખાતે ભાષા મુજબ 33-33 સીટ ઉપલબ્ધ છે. MSU (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી), વડોદરામાં પણ આ કોર્સ ચાલે છે. ભાષા મુજબ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓમાં સરેરાશ ફી ₹20,000 થી ₹5 લાખ સુધીની હોય છે. ધોરણ 12 પછી કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકે છે. પ્લેસમેન્ટ રેટ 70% થી વધુ છે. શરૂઆતનો પગાર ₹45,000 રહી શકે છે અને ફ્રીલાન્સમાં કલાકના ₹500થી ₹1,000 કમાવી શકાય છે. જર્મન, મેન્ડરીન, જાપાનીઝ, સ્પેનિશ જેવી ભાષાઓ શીખી શકાય છે. CUG માં એડમિશન માટે CUET ની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડે છે. 2. B.Sc. (ફોરેન્સિક સાયકોલોજી) અને 3. B.A. (ક્રિમિનોલોજી) આ કોર્સ કરવા માટે 12મા પછી NFAT ની પરીક્ષા આપવી પડે છે. વધુ માહિતી આપતા કરિયર કાઉન્સેલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય જણાવે છે કે 4. B.A. + LL.B. નો ઈન્ટીગ્રેટેડ કોર્સ કાયદા ક્ષેત્રે કરિયર બનાવવા માટે B.A. + LL.B. એક ઉત્તમ વિકલ્પ છે. આના માટે તમારે CLAT (Common Law Admission Test) ની પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા પાસ કર્યા પછી તમને નેશનલ લો યુનિવર્સિટી, સ્ટેટ નેશનલ લો યુનિવર્સિટી, અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં પ્રવેશ મળે છે. ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાયના મતે, સરકારી સંસ્થાઓમાં ફી ₹30,000-50,000 હોય છે, જ્યારે પ્રાઈવેટમાં ફી લાખોમાં હોઈ શકે છે. આ કોર્સ પછી તમે એડવોકેટ, લીગલ કન્સલ્ટન્ટ કે કોર્પોરેટ લોયર બની શકો છો. 5. B.P.A. (બેચલર ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન) જે વિદ્યાર્થીઓ યુપીએસસી (UPSC) અને જીપીએસસી (GPSC) ની તૈયારી માટે આર્ટસ લે છે, તેમને એક્સપર્ટ BPA (બેચલર ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન) કોર્સ કરવાની સલાહ આપે છે. આ કોર્સ કરીને વિદ્યાર્થીઓ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો વિષય ઊંડાણપૂર્વક ભણી શકે છે, જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. CVM યુનિવર્સિટી ખાતે આ કોર્સ ચલાવવામાં આવે છે, જેની અંદાજિત ફી ₹60,000 છે. યુપીએસસી અને જીપીએસસીમાં જાહેર વહીવટનો એક વિષય આવે છે, જે આ કોર્સ દ્વારા મજબૂત બને છે. આ માહિતીથી વિદ્યાર્થીનું ફ્યુચર બની શકે છે, તો આ માહિતી વધુમાં વધુ શેર કરો અને આવા જ સોનેરી ફ્યુચરની કરિયર ઈન્ફોર્મેશન માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે. કરિયર ગુરુની વધુ ટિપ્સ માટે નીચેની લિંક્સ પર ક્લિક કરો. ધો. 10 પછી ડિપ્લોમા કરી લાખો કમાવો એક્સપર્ટે જણાવ્યા 3 બેસ્ટ ડિપ્લોમા કોર્સ; જાણો સીટ, આવડત અને પગારની A to Z વિગતો કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે એક્સપર્ટે જણાવી કોર્સ, સીટ, આવડત અને પગારની A to Z વિગતો; ભીડથી બચવા વિદ્યાર્થી-વાલીઓએ જાણવું જોઈએ “એન્જિનિયરિંગનાં 4 ‘ફ્યુચરિસ્ટિક ફિલ્ડ’ની A to Z ફાયર ડિટેઇલ્સ! ” મરીન-મેકાટ્રોનિક્સ-EV-AI-MLનો કોર્સ કરી લાખો કમાઓ; જાણો ક્રાઇટેરિયા, કોલેજ, સીટ, ફી, પ્લેસમેન્ટની માહિતી કોમર્સ પછી ડોલરિયા સપનાં જોવા આ 4 કોર્સ કરો! કોમર્સ પછી ITમાં જવા શું કરવું? US CPA, ACCA, US CMA, US EAની કમ્પ્લીટ ગાઇડ “સોમનાથ યુનિ.થી ધર્મના માર્ગે કારકિર્દી બનાવો ” ટેમ્પલ મેનેજમેન્ટ (ડિપ્લોમા): મંદિરમાં ડિજિટલ દર્શનથી PR સુધી, પરીક્ષાથી શું બની શકાય જેવી A to Z વિગતો સેમિકન્ડક્ટર ક્રાંતિમાં, કમાણી જ કમાણી ધોલેરા SIRની સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીમાં કરિયરનો મોકો; અભ્યાસ, કોર્સ, કોલેજ, પગાર અને નોકરીની સંપૂર્ણ માહિતી ઓછી સીટ, પર્યાવરણની સેવા અને લાખોની કમાણીવાળા કોર્સ:એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, વોટર મેનેજમેન્ટ કોર્સ! ક્રાઇટેરિયા, કોલેજો, ફી, પ્લેસમેન્ટ, સેલરીની A to Z વિગતો જાણો વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે.