રશિયા-યુક્રેન યુદ્ધ ઠારવા ટ્રમ્પ ઊંધા માથે થઈ ગયા. ઈઝરાયલ-ગાઝા યુદ્ધ રોકવા મથામણ કરી. એ પછી ઈરાન-ઈઝરાયલ તણાવ ઠારવા પ્રયાસ કર્યા. ટ્રમ્પ બધા મોરચે નિષ્ફળ ગયા. હવે તો ઈઝરાયલે પણ અમેરિકાને ગાંઠ્યું નહીં ને ઈરાન પર હુમલો કરી દીધો. આઠ ઈઝરાયલ થાય ત્યારે એક ઈરાન થાય. ઈરાન મોટો અને તાકાતવર દેશ છે. હવે ઈરાન બદલો લેવાના મૂડમાં છે. આમાં સૌથી મોટો ખતરો એ છે કે ઈઝરાયલે ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર હુમલા કર્યા ને ઈરાન હવે આ જ પરમાણુનો હથિયાર તરીકે ઉપયોગ કરી નાખશે તો આખા વિશ્વમાં અરાજકતા ફેલાશે. નમસ્કાર, ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવ હતો જ, હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈઝરાયલ ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. ઈરાન પણ વળતો પ્રહાર કરવા તૈયાર છે. મિડલ ઈસ્ટમાં આ બે મોટા દેશ વચ્ચે લડાઈ થાય તો એની સીધી અસર પેટ્રોલ-ડીઝલ પર થશે. સ્ટોક માર્કેટ અને સોનાના ભાવમાં પણ હલચલ થવાની છે. આ બે દેશની લડાઈમાં સૌથી મોટો ખતરો અમેરિકાને છે, કારણ કે ઈરાને ધમકી આપી છે કે અમે ઈઝરાયલ સાથે તો બદલો લઈશું જ, અમેરિકાને પણ નહીં છોડીએ. એટલે દેખીતી રીતે અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. 7 મહિના પહેલાં ઈરાને પહેલો પ્રહાર કર્યો હતો 26 ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યે ઈઝરાયલની સિક્યોરિટી કેબિનેટના નેતાઓએ ફોનમાં વાત કરી. તેમણે ફોનમાં જ નક્કી કરી લીધું કે 1 ઓક્ટોબરે ઈરાને હુમલો કર્યો હતો એનો જવાબ આજે જ આપી દઈશું. બધાની સહમતી થઈ ને એ જ રાત્રે 2 વાગ્યે 15 મિનિટે 100 જેટલાં ઈઝરાયલનાં ફાઇટર જેટ્સ અને જાસૂસી વિમાન ઈરાનની હવાઈસીમામાં ઘૂસ્યાં અને ત્રણ કલાક સુધી બોમ્બમારો કર્યો. ઈરાનની મિસાઈલ ફેક્ટરીઓ અને મિલિટરી સાઈટ સહિત 20 સ્થળને નિશાન બનાવ્યાં. ઈઝરાયલે સવારે 5 વાગ્યા સુધી ચલાવેલા આ ઓપરેશનને નામ આપ્યું ‘યોમ શેલ ચૂવા’. આનો અર્થ થાય છે- પસ્તાવાનો દિવસ. 1 ઓક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો એના 25 દિવસ પછી ઈઝરાયલે પણ ઈરાન પર વળતો હુમલો કર્યો. વિશ્વને ભય હતો કે આવું થવાથી ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થઈ શકે છે, પણ ત્યારે તો એવું કાંઈ થયું નહીં. હવે 7 મહિના પછી ઈઝરાયલે પહેલો ઘા માર્યો છે. ઈઝરાયલે એકાએક ઈરાન પર હુમલો કેમ કર્યો? શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય લશ્કરી ઠેકાણાં પર મોટો હુમલો કર્યો છે. આમાં 3 વરિષ્ઠ ઇરાની લશ્કરી અધિકારીઓ અને 2 પરમાણુ વૈજ્ઞાનિક માર્યા ગયા છે. 200થી વધારે IDA વિમાનોએ 330થી વધારે દારૂગોળા સાથેના ઈરાનમાં 100થી વઘારે જગ્યાઓ પર હુમલો કર્યો છે. ઈરાન પર ઈઝરાયલે કરેલો અત્યારસુધીનો સૌથી મોટો હુમલો છે, કારણ કે ઈઝરાયલના નિશાને આ વખતે ઈરાનના મિલિટરી બેઝ જ નહીં, પણ મિલિટરી અધિકારીઓ અને ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ હતા. આ હુમલો રાજધાની તેહરાનમાં શહરક શાહિદ મહાલતી નામના સ્થળે થયો હતો. ઉચ્ચ કક્ષાના ઇરાની લશ્કરી અધિકારીઓ અહીં રહે છે. હુમલામાં 3 ઇમારત નાશ પામી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ઇરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે અને તેની પાસે થોડા દિવસોમાં 15 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતી સામગ્રી છે. આ હુમલો એને રોકવા માટે કરવામાં આવ્યો હતો. હુમલો થયો એ 6 સ્થળ વિશે જાણો 1. નાતાન્ઝ – ઈરાનનું મુખ્ય પરમાણુ ફેસિલિટી સેન્ટર તેહરાનથી લગભગ 250 કિમી દક્ષિણમાં આવેલું છે. નાતાન્ઝ સૌપ્રથમ 2002માં સેટેલાઇટ ઈમેજમાં જાહેર થયું હતું. એવો અંદાજ છે કે ઈરાનમાં નાતાન્ઝમાં લગભગ 9 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ છે. 2. તેહરાન- ઈરાનની રાજધાની ઈરાનની રાજધાની તેહરાન છે. સંસદ ઉપરાંત સરકારનાં તમામ મહત્ત્વપૂર્ણ કાર્યાલયો અહીં છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેની પણ અહીં રહે છે. તેહરાનમાં ઘણાં મહત્ત્વનાં લશ્કરી ઠેકાણાં અને એરપોર્ટ છે. તહેરાનના હુમલામાં જ IRGC કમાન્ડર હુસૈન સલામી, આર્મી ચીફ મોહમ્મદ બઘેરી અને બે પરમાણુ વૈજ્ઞાનિક માર્યા ગયા. ઈઝરાયલી હુમલામાં કોણ-કોણ મર્યા? 3. ઇસ્ફહાન – પરમાણુ ટેક્નોલોજી સેન્ટર આ શહેરમાં યુરેનિયમ કન્વર્ઝન ફેસિલિટી છે, જ્યાં કાચા યુરેનિયમને ગેસમાં રૂપાંતરિત કરાય છે. અહીં 1999માં પરમાણુ ફેસિલિટી શરૂ થઈ. આ શહેરમાં એક મોટું એરબેઝ પણ છે, જ્યાં જૂના અમેરિકન F-14 ટોમકેટ ફાઇટર જેટ રાખવામાં આવ્યાં છે. આ એરબેઝના રડાર સેન્ટરને નિશાન બનાવાયું હતું. 4. અરાક- હેવી વોટર રિએક્ટર અરાકમાં હેવી વોટર રિએક્ટર છે. આનાથી પ્લુટોનિયમ બની શકે છે. આ પરમાણુ શસ્ત્રો બનાવવાની બીજી રીત છે. એને સત્તાવાર રીતે IR-40 રિએક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો એક ભાગ છે અને આને રેડિયોઆઈસોટોપ પ્રોડક્શન માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. 5. તબરીઝ – મિલિટરી બેઝ અને મોટી રિફાઈનરી તબરીઝ ઈરાનના અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે. અહીં કોઈ પરમાણુ ઠેકાણું નથી. એ તુર્કી અને આર્મેનિયાની સરહદની નજીક છે. અહીં ઘણાં લશ્કરી વેરહાઉસ, મિસાઇલ ઉત્પાદન પ્લાન્ટ અને IRGC સાથે સંકળાયેલા બેઝ છે, જે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન બને છે. તબરીઝમાં એક ઓઈલ રિફાઇનરી પણ છે. અહીં હુમલો કરવાનો હેતુ ઈરાનની ઓઈલ તાકાતને નબળી પાડવાનો છે. 6. કરમનશાહ – ઈરાન અને ઈરાકની બોર્ડર પાસે ઈરાનના મિસાઈલ બેઝ અને ઈન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સ ઇરાક સરહદની નજીક છે. કરમનશાહ શહેર ઇરાકના દિયાલા પ્રાંત અને સુલેમાનિયાહ જેવા વિસ્તારોની નજીક છે. એ ઇરાકની રાજધાની બગદાદથી માત્ર 150 કિલોમીટર દૂર છે. ઈરાકના કરબલા જવા માટે ઈરાનના લોકો કરમનશાહના રસ્તે થઈને જાય છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ શું કહ્યું? ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીએ શું કહ્યું? અમેરિકાએ ઈઝરાયલની અવગણના કરી, ઈઝરાયલે અમેરિકાને ગાંઠ્યું નહીં અત્યારસુધી મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ જ એક એવો દેશ હતો, જે અમેરિકાની નિકટ હતો ને તમામ પ્રકારની મદદ કરતો હતો. હવે અમેરિકા સમજી ગયું છે કે અલગ અલગ દેશો સાથે લડી રહેલું ઈઝરાયલ ઠનઠન ગોપાલ થઈ ગયું છે, એટલે ટ્રમ્પે ઈઝરાયલને પડતું મૂક્યું. તેની અવગણના કરવાનું શરૂ કર્યું. અરબ દેશો પાસે સૌથી વધારે પૈસા છે એ ટ્રમ્પ જાણે છે, એટલે ઈઝરાયલને સાઈડ લાઇન કરીને બીજા જ ગલ્ફ દેશોના પ્રવાસે ટ્રમ્પ નીકળી ગયા હતા. મજાની વાત તો એ છે કે ટ્રમ્પ ગલ્ફ દેશોના પ્રવાસે જવાના છે, એવા સમાચાર વહેતા થયા ત્યારે ઈઝરાયલની સરકારના અધિકારીઓએ વ્હાઈટ હાઉસ ફોન કર્યો કે ટ્રમ્પ ઈઝરાયલ આવવાના છે? ત્યારે વ્હાઈટ હાઉસે જવાબ આપ્યો કે આ વખતે તો નહીં, પછી ક્યારેક જોઈશું. આ ઘટના ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ માટે મોટા ઝટકા સમાન હતી. નેતન્યાહૂએ પણ નક્કી કરી લીધું કે ટ્રમ્પ હોય તો અમેરિકામાં ઈઝરાયલમાં એનું કાંઈ નહીં ચલાવી લઈએ. ટ્રમ્પ અત્યારસુધી ઈચ્છતા હતા કે ઈઝરાયલ ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર હુમલા ન કરે, પણ અંતે ઈઝરાયલે અમેરિકાને ગાંઠ્યું નહીં ને હુમલો કરી દીધો. ઈઝરાયલને નચાવનાર અમેરિકાએ હાથ ઊંચા કરી દીધા અમેરિકા અને ઈઝરાયલ જૂના સાથી છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ અમેરિકા-ઈઝરાયલ વચ્ચે નિકટતા હતી, પણ ટ્રમ્પે ધીમે ધીમે ઈઝરાયલનો હાથ સરકાવી લીધો. ટ્રમ્પે બારોબાર ઘણા નિર્ણયો એવા લીધા, જેમાં ઈઝરાયલને જાણ કરવી જરૂરી હતી, પણ ટ્રમ્પે બારોબાર ખેલ પાડી દીધો, જેમ કે હમાસ સાથે સીધી વાતચીત, ઈરાન સાથે પરમાણુ ડીલ, હુથી વિદ્રોહીઓ સાથે સમજૂતી, ડિએગો ગાર્સિયાથી બી-2 બોમ્બર હટાવ્યાં, મિડલ ઈસ્ટની યાત્રામાં ઈઝરાયલ સાઈડ લાઈન… આ બધી એવી બાબતો છે, જે ટ્રમ્પે બારોબાર કરી લીધી અને એટલે જ ઈઝરાયલ અમેરિકાથી નારાજ હતું. એક સમય એવો હતો કે અમેરિકા કહે, ઈઝરાયલ એટલું જ પાણી પીવે. ઈઝરાયલને રીતસર નચાવાતું. હવે બધું બદલાઈ ગયું છે. બંને દેશ વચ્ચે એક મહિનાથી તડાં પડ્યાં છે. ઈઝરાયલે ગુરુવારે રાત્રે ઈરાન પર હુમલો કર્યો તો અમેરિકાને પૂછ્યું પણ નહીં. એટલે જ અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ કહી દીધું કે ઈઝરાયલે જે હુમલો કર્યો છે એમાં અમેરિકાનો કોઈ હાથ નથી. એટલે ઈરાન જ્યારે ઈઝરાયલ પર હુમલો કરે તો ત્યાંના અમેરિકી ઠેકાણાં પર ન કરે. અત્યારે ઈરાન હાઇ એલર્ટ પર છે અને તેણે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઈરાન તો કહે જ છે, આ હુમલો અમેરિકાના ઈશારે થયો છે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કહ્યું હતું કે હુમલો ઈઝરાયલે કર્યો છે, પણ દુનિયા જાણે છે કે અમેરિકા કહે તો જ ઈઝરાયલ ડગલું માંડે છે, એટલે ઈરાન પર થયેલા હુમલા માટે અમેરિકા પણ જવાબદાર છે. અમે આ હુમલાનો, અમારી સેના અધિકારીઓ માર્યા તેનો મોટો બદલો લઈશું. માત્ર ઈઝરાયલ સામે બદલો નહીં લઈએ, અમે અમેરિકા સામે પણ બદલો લઈશું. ઈઝરાયલ અને અમેરિકા બદલા માટે તૈયાર રહે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શું ફેર? (ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 2300 કિલોમીટરનું અંતર છે. આ બંને દેશની વચ્ચોવચ ઈરાક દેશ આવે છે.) હવે બંને દેશની સૈન્ય તાકાત જાણી લો ડિફેન્સ બજેટ એક્ટિવ સૈનિક રિઝર્વ સૈનિક ટેન્ક નેવલ ફ્લિટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર આર્મ્ડ વ્હીકલ સબમરીન ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધથી ભારતને શું અસર થશે? ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, કારણ કે ભારતના ઈરાન અને ઇઝરાયલ બન્ને દેશ સાથે સારા સંબંધ છે. આ ઉપરાંત બંને દેશોમાં રહેતા ભારતીયની સંખ્યા પણ વધારે છે. ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ ભારતની ઈકોનોમીને અસર કરી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની લડાઈમાં ભારતીય નાગરિકોની સુરક્ષાનો પડકાર મોટો છે. ઇઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીય છે, ઈરાનમાં પાંચથી સાત હજાર ભારતીયો રહે છે. ભારત જો હવે ઇઝરાયલ સાથે પોતાના સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે તો ઈરાન સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે અને જો ઈરાન સાથે સારા સંબંધ રાખે તો ઇઝરાયલની સાથે સંબંધો બગડી શકે છે. ભારત માટે આ સ્થિતિ રાજદ્વારી સંકટ છે અને જો ઈરાનમાં તેલના ભંડારો પર હુમલા થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ બેકાબૂ બની શકે છે. ભારતે અત્યારે એક-એક ડગલું સંભાળીને ચાલવું પડે તેમ છે. છેલ્લે, ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પણ વિશ્વને નિ:શબ્દ કરતી દુર્ઘટના અમદાવાદમાં બની. 12 જૂનનો દિવસ દેશ માટે બ્લેક ડે બની રહ્યો. આ એક ઘટનાએ ગુજરાતને બે ઝટકા આપ્યા છે. એક તો આ ભયાવહ ઘટના ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. બીજું, ગુજરાતે ‘સંવેદનશીલ મુખ્યમંત્રી’ વિજય રૂપાણીને ગુમાવ્યા. આવી ઘટના બને પછી સવાલો ઘણા ઊભા થાય છે. આવું કેમ બન્યું? કોની ભૂલ હતી?…સૌથી મોટો સવાલ એ છે કે જેમણે સ્વજન ગુમાવ્યાં તેનું શું? આપણે બોધપાઠ લઈશું, સમય જતાં ઘટના ભૂલી જશું ને ફરી કોઈ આવી ઘટના થાય એટલે દુ:ખ વ્યક્ત કરીશું. આ સિલસિલો અટકવો જોઈએ. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના હતભાગીઓના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)