P24 News Gujarat

PM મોદી કેનેડા પહોંચે તે પહેલાં વિરોધ પ્રદર્શન:ખાલિસ્તાનીઓએ મોદીના પુતળા સાથે રોડ શો કર્યો; G-7 સમિટમાં હાજરી આપશે, ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક

સોમવારથી કેનેડાના કનાનાસ્કિસમાં બે દિવસીય G7 સમિટ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે કેનેડા પહોંચશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલાં, ખાલિસ્તાની સંગઠનના સમર્થકોએ એક મોટો રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન, G7 સમિટમાં પીએમ મોદીને સામેલ કરવા સામે ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન, પીએમ મોદીનું પુતળું રસ્તા પર લઈ જવામાં આવ્યું હતું. ઉપરાંત, પીએમ મોદીના પુતળાને હાથકડી પણ પહેરાવવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલાં આવું વિરોધ પ્રદર્શન થવા બાબતે તેમની સુરક્ષા અંગે ભારતીય એજન્સીઓ એલર્ટ પર છે. કેનેડાના કેલગરીમાં ખાલિસ્તાનીઓએ રોડ શો કાઢ્યો મળતી માહિતી મુજબ, કેનેડાના કેલગરી પ્રાંતમાં ખાલિસ્તાનીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના વિરોધમાં આ રોડ શો કાઢ્યો હતો. કેનેડિયન મીડિયા આઉટલેટ્સ સાથે વાત કરતા, કેલગરી સ્થિત ગુરુદ્વારા દશમેશથી શરૂ થયેલા આ કાફલાનું નેતૃત્વ ખાલિસ્તાન સમર્થક મનજિંદર સિંહ કરી રહ્યા હતા. ખાલિસ્તાની અલગતાવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે – પીએમ મોદી કેનેડાના દુશ્મન છે. ખાલિસ્તાનીઓએ કહ્યું – અમે પીએમ મોદીના રાજકારણને ખતમ કરવા માટે અહીં ભેગા થયા છીએ. અમે કેનેડાને સુરક્ષિત બનાવવા માંગીએ છીએ. આ સાથે ખાલિસ્તાનીઓએ ભારતીય હિન્દુઓ માટે અપશબ્દોનો પણ કહ્યા. ખાલિસ્તાની અલગતાવાદીઓએ ધમકી આપી હતી કે જ્યાં સુધી પીએમ મોદી કેનેડામાં રહેશે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે. આ દરમિયાન ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. પીએમ મોદી G-7 સમિટમાં હાજરી આપશે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે. પીએમ મોદી કેનેડા પહોંચે તે પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર સોમવારે સમિટ માટે કેનેડા પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી સાયપ્રસ પ્રવાસ પૂર્ણ કર્યા પછી કેનેડા પહોંચશે. અહીં તેઓ કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે પણ પહેલી મુલાકાત કરશે. જાન્યુઆરી 2025માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ 14 માર્ચે માર્ક કાર્ની કેનેડાના નવા પીએમ બન્યા હતા. જસ્ટિન ટ્રુડોના સમયમાં ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ભારતને G7 સમિટનું આમંત્રણ સમિટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા મળ્યું હતું. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર સમિટ સિવાય મળી શકે છે.

​સોમવારથી કેનેડાના કનાનાસ્કિસમાં બે દિવસીય G7 સમિટ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે કેનેડા પહોંચશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલાં, ખાલિસ્તાની સંગઠનના સમર્થકોએ એક મોટો રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન, G7 સમિટમાં પીએમ મોદીને સામેલ કરવા સામે ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન, પીએમ મોદીનું પુતળું રસ્તા પર લઈ જવામાં આવ્યું હતું. ઉપરાંત, પીએમ મોદીના પુતળાને હાથકડી પણ પહેરાવવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલાં આવું વિરોધ પ્રદર્શન થવા બાબતે તેમની સુરક્ષા અંગે ભારતીય એજન્સીઓ એલર્ટ પર છે. કેનેડાના કેલગરીમાં ખાલિસ્તાનીઓએ રોડ શો કાઢ્યો મળતી માહિતી મુજબ, કેનેડાના કેલગરી પ્રાંતમાં ખાલિસ્તાનીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના વિરોધમાં આ રોડ શો કાઢ્યો હતો. કેનેડિયન મીડિયા આઉટલેટ્સ સાથે વાત કરતા, કેલગરી સ્થિત ગુરુદ્વારા દશમેશથી શરૂ થયેલા આ કાફલાનું નેતૃત્વ ખાલિસ્તાન સમર્થક મનજિંદર સિંહ કરી રહ્યા હતા. ખાલિસ્તાની અલગતાવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે – પીએમ મોદી કેનેડાના દુશ્મન છે. ખાલિસ્તાનીઓએ કહ્યું – અમે પીએમ મોદીના રાજકારણને ખતમ કરવા માટે અહીં ભેગા થયા છીએ. અમે કેનેડાને સુરક્ષિત બનાવવા માંગીએ છીએ. આ સાથે ખાલિસ્તાનીઓએ ભારતીય હિન્દુઓ માટે અપશબ્દોનો પણ કહ્યા. ખાલિસ્તાની અલગતાવાદીઓએ ધમકી આપી હતી કે જ્યાં સુધી પીએમ મોદી કેનેડામાં રહેશે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે. આ દરમિયાન ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. પીએમ મોદી G-7 સમિટમાં હાજરી આપશે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે. પીએમ મોદી કેનેડા પહોંચે તે પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર સોમવારે સમિટ માટે કેનેડા પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી સાયપ્રસ પ્રવાસ પૂર્ણ કર્યા પછી કેનેડા પહોંચશે. અહીં તેઓ કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે પણ પહેલી મુલાકાત કરશે. જાન્યુઆરી 2025માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ 14 માર્ચે માર્ક કાર્ની કેનેડાના નવા પીએમ બન્યા હતા. જસ્ટિન ટ્રુડોના સમયમાં ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ભારતને G7 સમિટનું આમંત્રણ સમિટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા મળ્યું હતું. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર સમિટ સિવાય મળી શકે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *