P24 News Gujarat

‘વિસાવદરને પેરિસ બનાવવાની ક્યાં જરૂર છે?’:કિરીટ પટેલનો કટાક્ષ-ઇટાલિયાનું તળિયું નથી, રાણપરિયાએ કહ્યું- અમે કંઇ વોટ કાપવા નથી ઊભા

વિસાવદર અને કડીની પેટાચૂંટણી માટે ગુરૂવારે મતદાન યોજાવાનું છે. વિસાવદરની પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે કેમ કે એકતરફ આમ આદમી પાર્ટીનો મજબૂત ચહેરો ગણાતા ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી જોરશોરથી વિસાવદર પંથકમાં પ્રચાર કરી રહ્યા છે. બીજીતરફ ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓએ વિસાવદરની મુલાકાત લઇને પ્રચાર કર્યો છે. આ સીટના પ્રભારી તરીકે ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે પણ સ્થાનિક સેવાભાવી ઉમેદવાર નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારતા અહીં ખરાખરીનો જંગ જામ્યો છે. ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણેય ઉમેદવારો સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો ભાસ્કરના આકરા સવાલ અને ઉમેદવારોના જવાબ. અમે ગોપાલ ઇટાલિયાને સૌથી પહેલાં પૂછ્યું કે જ્યારે આખું મંત્રીમંડળ તમારી સામે હોય ત્યારે ચૂંટણી લડવી કેટલી ટફ છે?
જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યું કે મને તો ખૂબ સારું લાગે છે. મારા જેવા નાના માણસની સામે જો આખી સરકાર ઉતરી જાય તો એવું તો લાગે ને કે આપણું પણ કંઇક છે એમ. કિરીટ પટેલ કહે છે કે અમે કુલ 157 ગામોમાંથી મોટા ભાગના ગામમાં પ્રચાર પૂર્ણ કરી ચૂક્યા છીએ. અમે દરેક જગ્યાએ ફરીએ છીએ તો વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના મતદારોનો એક જ સૂર આવે છે કે આ વખતે સરકાર સાથે રહીને વિકાસની રાજનીતિ સાથે જોડાવું છે. દરેક સભામાં ભરબપોરે મતદારો આશીર્વાદ દેવા માટે ખરા તડકે પણ પહોંચે છે. નીતિન રાણપરિયાએ સૌ પહેલાં ચૂંટણી પ્રચારના પ્રતિભાવો જણાવતા કહ્યું કે, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. હું અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું. અહીંયા જ મારો જન્મ છે. જ્યારે મારા સિવાયના બન્ને ઉમેદવાર આયાતી છે જે લોકો સારી રીતે જાણે છે. અમે ગોપાલ ઇટાલિયાને પૂછ્યું કે તમારી સામેના ઉમેદવાર વિસાવદરને પેરિસ બનાવવાની વાત કરે છે તમારે વિસાવદરને કેવું બનાવવું છે? તો ઇટાલિયાએ કહ્યું કે, મારે તો વિસાવદરને કેશુબાપાના સપનાનું ગોકુળિયું ગામ બનાવવું છે. આપણે પેરિસ બનાવવાની ક્યાં જરૂર છે? કિરીટ પટેલ બોલ્યા, મારૂં કહેવાનું એમ હતું કે જે રોડ બને છે તેની ક્વોલિટી સારામાં સારી હોય. જેથી એ રસ્તા વર્ષો સુધી ટકી રહે પરંતુ મારા નિવેદનને ઊંધી રીતે લઇ હરીફ ઉમેદવારે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. જે ઉમેદવાર લોકોની વચ્ચે રહેતો હોય એ જ કામ કરતો હોય છે. બહારના લોકોને અહીંયા કોઇ સ્વીકૃતિ હોતી નથી. અમે ગોપાલ ઇટાલિયાને પૂછ્યું કે, તમે જાહેર જીવનમાં આવ્યા તેને 8 વર્ષ થયા. આ દરમિયાન ધર્મ અંગે તમારો પોઇન્ટ ઓફ વ્યૂ કેટલો બદલાયો છે?
આ સવાલ બાદ ગોપાલ ઇટાલિયા થોડા અસહજ થઇ ગયા. થોડા આક્રમક અવાજમાં તેમણે કહ્યું કે પોઇન્ટ ઓફ વ્યૂ બદલાયો એ કોણ નક્કી કરશે? અમે કહ્યું કે તમે જ નક્કી કરો. જેના પછી તેઓ જવાબ આપતા એવું કહે છે કે બદલાવાની વાત તો ત્યારે આવે કે જ્યારે પહેલાં પોઇન્ટ ઓફ વ્યૂ અલગ હોય મારો પોઇન્ટ ઓફ વ્યૂ પહેલેથી એક જ રહ્યો છે. આમાં બદલાવાની વાત જ ક્યાં આવે છે. હું તો પહેલાં પણ પાખંડનો વિરોધી હતો અને આજે પણ પાખંડનો વિરોધી છું. ઢોંગીનો પહેલાં પણ વિરોધી હતો, આજે પણ છું. અમે જ્યારે કહ્યું કે તમે સત્યનારાયણની કથાનો પણ વિરોધ કરતા હતા. ધર્મ મામલે વિવાદમાં આવી ચૂકેલા અનેક ધર્મગુરુ પણ હવે તમારી સામે આવ્યા છે આ સવાલના જવાબમાં તેઓ અકળાઇ ગયા અને તેમને અમને જ સામા સવાલો પૂછવાના શરૂ કર્યા અને કોઇ સીધો જવાબ ન આપ્યો. તેમણે કહ્યું કે આવા ધર્મગુરુ જ્યારે મારો વિરોધ કરે છે ત્યારે સાચું શું છે ખબર બધાને પડે છે પરંતુ કોઇ બોલતું નથી પણ તમે કોમેન્ટ વાંચી જજો એટલે તમને જ સમજાઇ જશે. અમે પૂછ્યું કે તમને દર વખતે ધર્મના નામે જ કેમ ટાર્ગેટ કરાય છે? તો ઇટાલિયા કહે છે કે ભલે ને કરતા હોય. તેમની દુકાન જ આવા મુદ્દાઓ પર ચાલે છે. જો તેઓ ઇકો ઝોનના મુદ્દે બોલશે તો લોકો તેલમાં પલાળેલો જોડો તેમને મારવાના છે. એટલે તેઓ આવા મુદ્દા લઇને આવે છે. તેઓ ખાતરના ભાવ, નવી જમીન માપણી, ટેકાના ભાવ મુદ્દે બોલશે તો લોકો તેમને તેલમાં પલાળેલા જોડા વડે મારશે તે નક્કી છે. તેઓએ હિન્દુ અને મુસ્લિમ ચાલુ રાખ્યું છે પરંતુ ગામ ખૂબ જાગૃત છે. ઉમેદવારની જાહેરાત મોડી કેમ?
શું ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરવામાં મોડું કર્યું? આ સવાલનો જવાબ આપતા કિરીટ પટેલ કહે છે કે, અમારી પાર્ટીમાં હંમેશા ફોર્મ ભરવાની તારીખના 3-4 દિવસ પહેલાં જ ઉમેદવાર જાહેર થાય છે. ભારતીય જનતા પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે. દરેક ગામે ગામ અમારું સંગઠન કામ કરતું હોય છે. અત્યારે પણ અમે જે ગામોમાં જઇએ તો એ ગામોમાં પહેલેથી જ 4 થી 5 કામ અમારા દ્વારા કરવામાં આવેલા હોય છે. નીતિન રાણપરિયા કહે છે કે, કોઇપણ મોટી પાર્ટી એ કોંગ્રેસ હોય કે પછી ભાજપ એ હંમેશા છેલ્લી ઘડીએ જ ઉમેદવાર જાહેર કરતી હોય છે. દરેક ચૂંટણીમાં મોટા પક્ષમાં આ રીતે જ કામ થતું હોય છે. કેશુબાપા સાથેનો AI વીડિયો અમે ઇટાલિયાને પૂછ્યું કે, તમારો કેશુભાઇ સાથેનો AI વીડિયો પણ સામે આવ્યો હતો. કેશુબાપા અહીંથી ચૂંટણી જીત્યા હતા પરંતુ તેમના પુત્ર હારી ચૂક્યા હતા. ભાજપ પણ હવે તેમનું નામ ઓછું લે છે તો તમે વિસાવદરમાં કેશુબાપાના નામને કેવી રીતે જુઓ છો?
ગોપાલ ઇટાલિયા કહે છે કે કેશુબાપા એ ગુજરાતના ગામોને ગોકુળિયા ગામ બનાવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો. કેશુબાપાના સારા કામને કારણે જ ભાજપની સરકાર ચૂંટાઇ. કિરીટ પટેલ ઉમેર્યું કે, મારે આ બાબતે કોઇ ટિપ્પણી કરવી નથી. આની કોઇ હદ હોય. કેશુબાપા અમારા સમાજના સન્માનનીય વડીલ હતા. આજે પણ માર્કેટિંગ યાર્ડમાં કેશુબાપાની પ્રતિમાનું અનાવરણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે. આયાતી ઉમેદવારનો મુદ્દો
અમે ગોપાલ ઇટાલિયાને પૂછ્યું કે, તમારી સામે સૌથી બુલંદ અવાજે એ વાતનો પ્રચાર કરાય છે કે જો વિપક્ષનો પ્રતિનિધિ લાવશો તો રજૂઆતો અને આંદોલનની ભૂમિકામાં આવશો, વિસાવદરનો વિકાસ નહીં થાય. તમે આ વાતને કેવી રીતે જુઓ છો?
આનો જવાબ આપતા ઇટાલિયા કહે છે કે, ભાજપ દેશના 15 રાજ્યોમાં વિપક્ષની ભૂમિકામાં છે તો તેમણે ત્યાંથી રાજીનામું આપી દેવું જોઇએ. વિપક્ષમાં હોય તેણે માત્ર ચિઠ્ઠીઓ જ લખવી પડે અને આંદોલન જ કરવા પડે છે એવી વાહિયાત વાતો તેઓ માત્ર અહીંયા જ આવીને કરે છે. સાથીદારોની નારાજગી!
તમારા જૂના સાથીદાર હિતેશ વઘાસિયા તમારી સામે આવ્યા છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વઘાસિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ જ ભૂપત ભાયાણીને ભાજપમાં મોકલ્યા છે અને ઇટાલિયાની નજર પહેલેથી જ વિસાવદરની બેઠક પર હતી.
આ પ્રશ્નના જવાબમાં ગોપાલ ઇટાલિયા કહે છે કે સી.આર.પાટીલે ભેંસાણની સભામાં ખુદ કહ્યું હતું કે ભૂપત ભાયાણી અમારી પાર્ટીમાં મહામંત્રી હતા. તેમને કોઇ બાબતનું ખોટું લાગ્યું એટલે તેઓ આમ આદમી પાર્ટીમાં ગયા અને તેઓ ત્યાંથી ચૂંટાયા. ચૂંટાયાના બીજા દિવસે તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે હું જીતી તો ગયો છું પરંતુ મારું મન હજી પણ તમારી પાસે જ છે. પેલું કહેવાય ને કે મન ગયું માળવે. જો પાટીલ અને ભાયાણી ખુદ આવું કહેતા હોય તો બીજા મિત્રોની ચર્ચા કરવાની જ ક્યાં આવે છે? ભૂપત ભાયાણી સુરતના સંમેલનમાં ગેરહાજર હતા? હર્ષદ રિબડિયા કાર્યાલયના ઉદઘાટનમાં મોડા આવ્યા. મુખ્યમંત્રી ખુદ તેમની કારમાં હર્ષદ રિબડિયાને હેલિપેડ સુધી લઇ ગયા. ભાયાણીએ એમ કહ્યું કે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકેનું કામ તો મારે જ કરવાનું છે. શું આ બંને લોકો આંતરિક રીતે તમારા વિરોધમાં કામ કરી રહ્યા છે?
આના જવાબમાં કિરીટ પટેલ કહે છે કે, કોઇ ક્યાંય વિરોધમાં નથી. બધા આગેવાનો શાંતિથી કામ કરે છે. ભૂપતભાઇનું કહેવાનું એમ હતું કે અહીં ભેંસાણની જનતાને કોઇપણ કામ હોય તો હું એવી રીતે ભૂમિકા ભજવીશ. તેઓ જનતાને વિશ્વાસ અપાવવાનું કામ કરતા હતા. છેલ્લી ઘડી સુધી વિસાવદરમાં ભાવેશ ત્રાપસિયાનું નામ ચાલતું હતું. અચાનક નીતિન રાણપરિયાનું નામ કેવી રીતે નક્કી થયું?
આ સવાલનો જવાબ આપતા નીતિ રાણપરિયા કહે છે કે, એવું નથી હોતું. નામ તો મીડિયાવાળા અને બીજા લોકો અનેક ચલાવતા હતા. પરેશ ધાનાણી, પાલ આંબલિયા સહિત અનેક લોકોના નામ ચાલતા હતા. બધી વાતો હવામાં ચાલતી હોય છે. આ ચૂંટણીમાં લોકો કોંગ્રેસને અલગ અલગ ભૂમિકામાં જોઇ રહ્યા છે, તમે કોંગ્રેસને આ ચૂંટણીમાં કેવી રીતે જુઓ છો?
તેના જવાબમાં ઇટાલિયાએ કહ્યું કે કોંગ્રેસની વાત તો પરિણામ આવ્યા પછી કરીએ તો જ સારું રહેશે. કોંગ્રેસ ચિત્રમાં છે જ નહીં. ભાજપે પરાણે તેમને ધમકી આપીને, જેલમાં મોટા નેતાઓને પૂરી દેવાની બીક બતાવીને ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. અમારી વાત ગઠબંધનની હતી પરંતુ કોંગ્રેસે ગઠબંધન તોડી નાખ્યું છે. કોંગ્રેસની છાપ ભાજપના સપોર્ટમાં વોટ કટર પાર્ટી તરીકેની થઇ ગઇ છે. બધા લોકો કહે છે કે નીતિનભાઇ માણસ ખૂબ સારા છે પરંતુ જીતી શકે તેમ નથી. એટલે વોટ કટરની આ છાપ કેવી રીતે દૂર કરશો?
જેના જવાબમાં રાણપરિયા કહે છે કે, કોંગ્રેસની છાપ તો સારી જ છે. અગાઉ પણ હર્ષદભાઇ અહીંથી બે વખત ચૂંટાયા છે. અહીંના મતદારો કોંગ્રેસ તરફી રહ્યા છે. બીજી પાર્ટીને અહીંના મતદારો સ્વીકારતા નથી. ગયા વખતે અહીંથી આમ આદમી પાર્ટી ચૂંટાઇ હતી. લોકોએ ભરોસો કરીને આમ આદમી પાર્ટીને ચૂંટી હતી પરંતુ આપના ધારાસભ્યએ પણ પક્ષપલટો કરતા લોકોના મનમાં તેમની છબિ ખરડાઇ ગઇ છે. એટલે આ વખતે અહીંના મતદારો ફરીથી કોંગ્રેસ તરફ પાછા વળશે તેનો મને પૂરતો વિશ્વાસ છે. અહીંના દલિત મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીએ ભાજપની સરકાર દલિત વિરોધી સરકાર છે તેવો આક્ષેપ કર્યો હતો. આને તમે કેવી રીતે જુઓ છો?
કિરીટ પટેલે કહ્યું, આ બધી વાહિયાત વાતો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પહેલી વખત દેશમાં હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા કાઢી હતી. બાબાસાહેબના જન્મસ્થળ પર તેમની પ્રતિમા બનાવી સન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. માત્ર આક્ષેપો કરવા અને રોજ સવારે ઊઠીને જુઠ્ઠું બોલવું એ આમ આદમી પાર્ટીનો રોજનો નિત્યક્રમ બન્યો છે. અમે કિરીટ પટેલને પૂછ્યું તમે કહ્યું કે હું ધારાસભ્ય બનીશ તો 800 દિવસ તમારી સેવા કરવાની છે. કેમ કિરીટ પટેલે 800 દિવસની સ્પષ્ટતા કરવી પડે છે. 2027 માં ચૂંટણી નથી લડવાની?
આ સવાલના જવાબમાં કિરીટ પટેલ કહે છે કે, અત્યારે 2027ની વાત જ નથી. અમે 800 દિવસમાં એવા કામ કરીશું કે જેથી અહીંના મતદારોને ખબર પડે કે સરકાર સાથે રહેવાથી કેટલો ફાયદો થાય. અમારી પ્રાયોરિટી અત્યારે 800 દિવસમાં અહીંના અટકેલા વિકાસના કામો પૂરી કરાવવાની છે. તમે કહ્યું હતું કે જયેશ રાદડિયા મારા મોટાભાઇ છે. હું તેમને મંત્રી તરીકે જોવા માગું છું. કેટલાક લોકો કહે છે કે આ તો અણવરને વરરાજા બનાવવાની વાત છે.
કિરીટ પટેલ કહે છે કે, અરે જયેશભાઇ તો વર્ષોથી મારી સાથે છે. અમે બન્ને સાથે ભણતા હતા. વિઠ્ઠલભાઇએ જ અમને બન્નેને કો-ઓપરેટિવ બેંક સેક્ટરમાં આશીર્વાદ આપ્યા છે. હું જયેશભાઇની ચૂંટણીમાં પણ મદદ માટે ત્યાં જતો હોઉં છું. અત્યારે જયેશભાઇને આ પેટાચૂંટણી માટે પ્રભારી બનાવ્યા છે એટલે તેમની જવાબદારી અહીંયા વિશેષ છે. ત્રણેય તાલુકામાં વિકાસ કાર્યોને લઇને અમે બન્ને સાથે કામ કરતા હોઇએ છીએ. જયેશભાઇ મારા મોટાભાઇ છે ને એમના કામમાં મદદ કરવાનું કામ મારું છે. રાહુલ ગાંધીએ 2 મહિના પહેલા ગુજરાત આવી કોંગ્રેસને બદલવાની વાત કરી હતી. જેના પછી આ પહેલી ચૂંટણી છે. તમે કોંગ્રેસમાં ચૂંટણી લડવાની રીતમાં કોઇ બદલાવ જુઓ છો?
રાણપરિયા કહે છે કે, હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં છું. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પછીની આ પહેલી ચૂંટણી છે. હું છેલ્લા 2 મહિનાથી ખૂબ ફેરફાર જોઇ રહ્યો છું. સમગ્ર ગુજરાતની કોંગ્રેસના કાર્યકરો અત્યારે અહીં આવી પહોંચ્યા છે. જે લોકોને જે જવાબદારી સોંપી છે તેને તેઓ દિલથી નીભાવી રહ્યા છે. રાત-દિવસ જોયા વગર કામ કરે છે. રહેવા જમવાની વ્યવસ્થા નથી તો તેઓ સ્વખર્ચે કામ કરી રહ્યા છે. કોંગ્રેસને આટલી બધી એક્ટિવ મેં પહેલીવાર જોઇ છે. કોઈ પણ સ્થાનિક આંદોલન હોય તો કોંગ્રેસ કેમ નથી દેખાતી? દરેક પ્રશ્નોને આમ આદમી પાર્ટી હાઇજેક કરી લેતી હોય તેમ કેમ લાગે છે? જેમ કે ઇકો ઝોનનું આંદોલન.
રાણપરિયા જણાવે છે કે, ઇકો ઝોનની લડાઇ સૌ પહેલાં કોંગ્રેસ જ ઉઠાવી હતી. ભરતભાઈ વીરડિયા અને કરશનભાઇએ જ આ આંદોલનનો પાયો નાંખ્યો હતો. બાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા. ભાષણ કર્યું અને આંદોલનને હાઇજેક કરી લીધુ. ઇકો ઝોનના આંદોલનનો પણ પાયો કોંગ્રેસે જ નાંખ્યો હતો. તમે કોરોનામાં કરેલી કામગીરીને સ્થાનિકો વખાણી રહ્યા છે. તમે એકમાત્ર સ્થાનિક ઉમેદવાર પણ છો આ વાતને વોટમાં કન્વર્ટ કરવાનું કેવું પ્લાનિંગ છે?
રાણપરિયા કહે છે કે, હું આ વાતનો મત માટે એડવાન્ટેજ નથી લેતો. જ્યારે હું કોરોના કાળમાં સેવા કરતો હતો ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે કોંગ્રેસ જેવી મોટી પાર્ટી મને ટિકિટ આપશે. ત્યારે મેં જે કર્યું એ મારી ફરજ હતી. શું ગોપાલ ઇટાલિયા જીતશે તો તેઓ વિસાવદરમાં જ રહેશે અને જો હારશે તો તે શું કરશે?
જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યું કે મેં તો અહીં જ મારું નિવાસસ્થાન બનાવી નાખ્યું છે. હું જીતીશ તો પણ અહીંયા રહીશ અને જો હારીશ તો પણ ગીરમાં જ રહીશ અને મોજ કરવાની છે. અમે પૂછ્યું કે, વિસાવદરમાં ઇતિહાસનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? ત્યારે ગોપાલ ઇટાલિયા એ કહ્યું કે મને વિશ્વાસ છે કે વિસાવદરમાં ફરી ઇતિહાસ રચાશે.અહીંના માણસો સિંહ સાથે રહેનારા માણસો છે, અહીંના પાણીમાં જ પાવર છે. અહીં નબળો માણસ પણ ન હોય અને તેની નબળી વાત પણ ન હોય. વિસાવદર આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન કરશે કે પરિવર્તન કરશે? આના જવાબમાં કિરીટ પટેલ કહે છે કે હું ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના ઉમેદવાર તરીકે આ વખતે 25 હજારથી વધુની લીડ સાથે ચૂંટાઇશ. વિસાવદરની જનતા આ વખતે વિકાસની રાજનીતિ સાથે આગળ વધવાની છે. ગત વખતે કોંગ્રેસને 15 થી 17 હજાર મત મળ્યા હતા. લોકોએ કહ્યું કે નીતિનભાઇ સારા ઉમેદવાર છે. તમને આ વખતે કેટલા વોટની અપેક્ષા છે?
રાણપરિયાએ કહ્યું કે, મને આશા છે કે હું જીતીશ. મને વિસાવદર-ભેંસાણની જનતા પર વિશ્વાસ છે. હું અહીંનો સ્થાનિક છું, યુવાન છું. મારા કર્મો અહીં કરેલા છે. બાકીના 2 ઉમેદવાર તો સીધા અહીં લણવા આવ્યા છે. કિરીટભાઇને લોકોએ એકવાર હરાવ્યા છે. ગોપાલભાઇ સુરતથી આવ્યા છે. અત્યારે તેઓ માત્ર ચૂંટણી લડવા આવ્યા છે. અગાઉ અહીં આપનો ધારાસભ્ય પાર્ટી છોડી ભાજપમાં ગયો ત્યારે ગોપાલભાઇ અહીં કેમ નહોતા આવ્યા? છેલ્લા 45 દિવસથી તેને અચાનક ખેડૂતની ચિંતા થવા લાગી છે. લોકો તેને ઓળખે છે. મેં તો અહીંની જનતાના અનેક કામ કર્યા છે. મેં ખેડૂતો માટે કેટલું કર્યું છે તે લોકો સારી રીતે જાણે છે. સહકારી મંડળીનું કૌભાંડ
સહકારી મંડળીના કૌભાંડને સંક્ષિપ્તમાં સમજાવો. તેમાં કેટલા લોકો ભોગ બન્યા હશે અને આ કૌભાંડ કેટલા કરોડનું હશે અને તેમાં શું કિરીટ પટેલ સીધી રીતે સામેલ છે?
જેનો જવાબ આપતા ઇટાલિયા કહે છે કે, આ કૌભાંડ એ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓ આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અને પોરબંદરના કેટલાક તાલુકાઓમાં પણ છે. જ્યાં પણ GDS બેંક (જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક)નું કાર્યક્ષેત્ર છે તે દરેક જગ્યાએ આ કૌભાંડ થયું છે.આ કૌભાંડનો ભોગ 200 થી 400 ગામડા બન્યા છે. કૌભાંડની રીત સમજાવતા તેઓ કહે છે કે આ કૌભાંડ મુખ્યત્વે 5 રીતે થાય છે. આ પાંચ પ્રકારે 200 ગામના હજારો ખેડૂતો સાથે આ પ્રકારનું કૌભાંડ થયું છે. જે ગામોમાં ઉહાપોહ થયો માત્ર તે જ ગામોમા FIR થઇ છે. ઘણા ગામોમાં તો ફરિયાદ પણ નોંધવામાં નથી આવી. આ કૌભાંડ આશરે 200 થી 400 કરોડ રૂપિયાનું છે. ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા કાઢી ભાજપના નેતાઓના ખિસ્સામાં નાખવાનું આ કૌભાંડ છે. તમારી સામે સહકારી બેંકના કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો લાગ્યા છે. તેને તમે કેવી રીતે જુઓ છો?
આના જવાબમાં કિરીટ પટેલે બોલ્યા આ માત્ર ખોટા આક્ષેપો છે. આ લોકો (આપવાળા) 2 મહિનાથી અહીંયા ફરતા હતા ત્યારે તો કોઇ કિરીટ પટેલને યાદ કરતું નહોતું. હું બેંકનો ચેરમેન છું અને ઉમેદવાર છું એટલે અત્યારે તેઓ બેંકની વાત કરે છે. જો કોઇ બીજો ઉમેદવાર હોત અને યાર્ડનો ચેરમેન હોત તો આ લોકો યાર્ડની વાત કરતા હોત. માત્ર રોજ સવારે ઊઠીને ખોટા અક્ષેપો કર્યા કરે છે. આમ આદમી પાર્ટીની પણ આ જ તાસીર છે, 400 કરોડના લીકર કૌભાંડમાં તિહાર જેલમાં સજા ભોગવી અને પછી અહીંની બજારમાં આવીને જે ભાષણ કરે એને અમારી જનતા ક્યારેય સ્વીકારે જ નહીં. તમારા વિરોધીઓમાં ગણગણાટ છે કે જૂનાગઢમાં મેન પાવર પૂરી પાડતી એક કંપનીમાં તમારો ભાગ હતો અને તેને પણ બેન કરવામાં આવી છે. એનું પણ એક કૌભાંડ છે જેમાં તમારો હાથ છે. શું કહેશો?
કિરીટ પટેલ કહે છે કે, મેનપાવર પૂરી પાડતી મારી કોઇ કંપની જ નથી. તેઓ રોજ રોજ નવા ફતવા બહાર પાડશે પરંતુ તેનાથી અમને અહીંયા કોઇ ફરક પડવાનો નથી. હીરા જોટવાનું નામ સ્ટાર પ્રચારકમાં કેમ નથી?
તમારું નામ જાહેર થયું તેના પહેલાં વિસાવદર પેટાચૂંટણી માટે હીરા જોટવા ખૂબ એક્ટિવ હતા. મનરેગા કૌભાંડમાં નામ આવ્યા બાદ તેઓ ક્યાંય નથી દેખાતા. સ્ટાર પ્રચારકમાં પણ તેમનું નામ નથી.
રાણપરિયા કહે છે કે, એવું બિલકુલ નથી. ચૂંટણી જાહેર થયા પછી પાર્ટીના લોકો રણનીતિ બનાવતા હોય છે. અમારી રણનીતિ મુજબ અહીં જિલ્લા પંચાયતની 8 સીટ છે. 8એ જિલ્લા પંચાયતમાં અમે એક-એક જવાબદાર માણસ મુક્યા છે. જેને અમે પ્રભારી બનાવ્યા છે. ખડિયા-ડુંગરપુરની સીટની જવાબદારી હીરાભાઇ જોટવાને આપવામાં આવી છે. તેમની પાસે આ સીટનો સ્વતંત્ર હવાલો છે એટલે તેમનું નામ સ્ટાર પ્રચારકના લિસ્ટમાં ન હોય.

​વિસાવદર અને કડીની પેટાચૂંટણી માટે ગુરૂવારે મતદાન યોજાવાનું છે. વિસાવદરની પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે કેમ કે એકતરફ આમ આદમી પાર્ટીનો મજબૂત ચહેરો ગણાતા ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી જોરશોરથી વિસાવદર પંથકમાં પ્રચાર કરી રહ્યા છે. બીજીતરફ ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓએ વિસાવદરની મુલાકાત લઇને પ્રચાર કર્યો છે. આ સીટના પ્રભારી તરીકે ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે પણ સ્થાનિક સેવાભાવી ઉમેદવાર નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારતા અહીં ખરાખરીનો જંગ જામ્યો છે. ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણેય ઉમેદવારો સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો ભાસ્કરના આકરા સવાલ અને ઉમેદવારોના જવાબ. અમે ગોપાલ ઇટાલિયાને સૌથી પહેલાં પૂછ્યું કે જ્યારે આખું મંત્રીમંડળ તમારી સામે હોય ત્યારે ચૂંટણી લડવી કેટલી ટફ છે?

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *