અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશની ગોઝારી ઘટના ક્યારેય કોઈ ભૂલી શકશે નહીં. આ ઘટનામાં 241 પેસેન્જર્સના કમકમાટીભર્યા મોત થયા હતા. મોટાભાગના લોકો બળીને કોલસો થઈ ગયા હતા. વિમાનના એટલા ટુકડા થયા હતા કે હજી સુધી તેનો બધો સામાન પણ ભેગો કરી શકાયો નથી. આ બધાની વચ્ચે એક અલગ જ તસવીર અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કાટમાળ વચ્ચે બાળગોપાલ એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહી સલામત મળી આવી છે. આ ઘટનાને ભગવાનનો ચમત્કાર કહો કે પછી વિધિની વક્રતા! આ બાળગોપાલ મૂર્તિને અમદાવાદના પ્રેગ્નન્ટ જિનલબેન પટેલ પોતાના ખોળામાં રાખીને બેઠાં હતાં. જિનલબેન અને તેમના પતિ વૈભવનું આ ઘટનામાં હચમચાવી દેતું મોત થયું હતું. કપલ સીમંત વિધિ માટે જ લંડનથી અમદાવાદ આવ્યું હતું. સીમંત વખતે પણ બાળગોપાલને હાથમાં લઈને તેમણે વિધિ કરી હતી. આ અંગે દિવ્ય ભાસ્કરે જિનલ પટેલના સંબંધીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં ભાવુક કરી દેતી વિગતો સામે આવી હતી. ‘માત્ર સીમંતની વિધિ માટે ભત્રીજી-જમાઈ આવ્યા’
જિનલબેના સગા કાકા દેવેન્દ્રભાઈ ગોસાઇએ વાતચીતની શરૂઆત એકદમ દુઃખી સ્વરે કરતા જણાવ્યું, ‘જીનલ ને વૈભવ હજી મે મહિનાની 31મીએ તો આવ્યા હતા. તેઓ માત્ર સીમંતની વિધિ માટે આવ્યાં હતાં. જિનલનું સીમંત 5 જૂનના રોજ ગોતામાં યોજાયું. જિનલનો સીમંતનો પ્રસંગ હોવાથી પરિવાર ઘણો જ ખુશ હતો. અમે જિનલને લાડમાં મેધા તો જમાઈ વૈભવને પૂનમ કહેતા. બંનેના લગ્ન ફેબ્રુઆરી, 2019માં થયા ને દોઢેક વર્ષ પહેલા જ લંડનમાં સેટલ થયાં. લંડનમાં વૈભવ જૉબ કરે છે. જિનલે નર્સિંગનો કોર્સ કર્યો છે અને તે અમદાવાદમાં જૉબ પણ કરતી. લંડનમાં શરૂઆતમાં કરી, પરંતુ પછી પ્રેગ્નન્ટ થતાં જૉબ છોડી દીધી.’ ‘2019માં પહેલીવાર લંડન ગઈ ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાવી હતી’
વાતને આગળ વધારતા દેવેન્દ્રભાઈ કહે છે, ‘જિનલને કૃષ્ણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હતી. આ જ કારણે તે ભગવાનની મૂર્તિ જ્યારે 2019માં લંડન ગઈ ત્યારે લઈને ગઈ હતી. ત્યારબાદ તે આ સીમંત પ્રસંગે પરત આવી ત્યારે ભગવાનની મૂર્તિ લેતી આવી અને જ્યારે લંડન જતી હતી ત્યારે ફ્લાઇટમાં પોતાના ખોળામાં મૂકી રાખ્યા હતા. અમે બધા જિનલને ફ્લાઇટમાં બેસાડીને આવ્યા અને થોડી જ વારમાં અમને જ્યારે આ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા ત્યારે ભારે આંચકો લાગ્યો હતો.’ ‘સમાચાર સાંભળીને જિનલની માતા બેભાન થઈ ગયાં’
‘અમે તાત્કાલિક જિનલની માતા સંગીતાબેન સાથે હૉસ્પિટલ ગયાં. હૉસ્પિટલમાં સંગીતાબેનની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યાં હતાં. પરિવારમાં કોણ કોને સહારો આપે તેવી સ્થિતિ બની ગઈ. જિનલનો પાર્થિવદેહ તો મળી ગયો, પરંતુ જમાઈ વૈભવના DNAનો રિપોર્ટ આવશે પછી અમે બંનેના સાથે અંતિમ સંસ્કાર કરીશું. અમને જ્યારે ભગવાનની મૂર્તિ સહી સલામત મળી હોવાની જાણ થઈ ત્યારે નવાઈ લાગી હતી. આ મૂર્તિ હાલમાં એરપોર્ટ ઑથોરિટી પાસે છે અને જ્યારે બંનેના પાર્થિવદેહ લેવા જઈશું ત્યારે આ સામાન પણ લેતા આવીશું’, તેમ દેવેન્દ્રભાઈએ જણાવ્યું. ‘મારી દીકરી ને જિનલ સાથે જ ભણતાં’
જિનલબેન પહેલા નારોલ ગામમાં પ્રજાપતિ વાસથી થોડાંક આગળ જ પરિવાર સાથે રહેતા. નારોલ ગામમાં રહેતા ને જિનલના પપ્પા જયેશભાઈના ખાસ મિત્ર એવા ગિરીશભાઈ પ્રજાપતિએ વાતચીતમાં જણાવ્યું, ‘જિનલ અમારા ગામની દીકરી એટલે સ્વાભાવિક રીતે જ ઓળખતા હોય ને તેના પપ્પા સાથે મારે ઘણો જ સારો સંબંધ હતો. મારા ગોડાઉન આગળથી જ તે રોજ સ્કૂલે જવા માટે નીકળતી. તે સ્વભાવે ઘણી જ હસમુખી હતી. મારી દીકરી અને જિનલ સાથે જ ભણતા એટલે બંને સાથે રમીને મોટાં થયાં.’ ‘જિનલના પપ્પા ને ભાઈનું અવસાન થઈ ચૂક્યું છે’
વધુ વાત કરતા ગિરીશભાઈ કહે છે, ‘જિનલના પપ્પા જયેશભાઈની વાત કરું તો તેઓ અમદાવાદના મિરઝાપુર કોર્ટમાં રજિસ્ટ્રાર હતા. આજથી દોઢેક વર્ષ પહેલાં તેમનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું. જયેશભાઈને જિનલ ઉપરાંત એક દીકરો હતો, પરંતુ તેનું પણ ખાસ્સા સમય પહેલાં અવસાન થયું. હાલમાં તો પરિવારમાં માત્ર જિનલના મમ્મી સંગીતાબેન જ છે.’ ‘જિનલના મોતના સમાચાર સાંભળીને આંચકો લાગ્યો’
’12 જૂને જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું અમદાવાદમાં નહોતો, પરંતુ વાપીમાં કામ અર્થે ગયો હતો. ત્યાં સો.મીડિયા ને ન્યૂઝથી આ દુઃખદ ઘટના અંગે જાણ થઈ. થોડીવાર બાદ મારી દીકરીએ પણ ફોન કરીને જાણ કરી હતી. મારા ખાસ મિત્રની દીકરી આ રીતે જતી રહી તેનો અફસોસ ને દુઃખ જીવનભર રહેશે.’, તેમ ગિરીશભાઈએ ઉમેર્યું હતું. ‘જ્યારે પણ જિનલબેનને લંડન વિઝા મળ્યા ત્યારે નાનું ફંક્શન રાખ્યું હતું’
જિનલના ઘરની સામે રહેતા દિપીકાબેને વાતચીતમાં જણાવ્યું, ‘છેલ્લાં પાંચ વર્ષથી હું અહીંયા રહું છું ત્યારથી જ જિનલબેન સાથે પરિચય થયો. અમે બંનેને એકબીજા સાથે ઘણું જ ફાવતું. જિનલબેન લગ્ન બાદ જ્યારે પણ તેમના મમ્મીને મળવા આવે ત્યારે મારા નાના દીકરાને બહુ જ રમાડે ને એને લાડ લડાવે. જ્યારે જિનલબેનને લંડનના વિઝા મળ્યા ત્યારે તેમણે ઘરે નાનું ફંક્શન રાખ્યું હતું અને અમે બધા ઘરમાં ગરબા પણ રમ્યાં હતાં, તે વાત ક્યારેય ભૂલાશે નહીં. ‘આખો ફ્લેટ હચમચી ગયો’
વધુમાં દીપિકાબેને કહ્યું હતું, ‘માત્ર જિનલબેન જ નહીં, તેમનાં મમ્મી-પપ્પાને પણ કૃષ્ણ ભગવાનમાં એટલી જ અતૂટ શ્રદ્ધા હતી. તેમના પિયરમાં શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તેની પૂજા કરતાં હોય છે. પારિવારિક કારણોસર અમે જિનલબેનનાં સીમંત પ્રસંગે હાજરી આપી શક્યા નહોતા. 12 જૂનના રોજ બનેલી ઘટનાની જાણ મને અમારા ફ્લેટના સેકન્ડ ફ્લોર પર રહેતા એક બહેને ત્રણેક વાગ્યે કરી હતી. અમે તરત જ સંગીતાબેનને ફોન કર્યો, પરંતુ તે વાત કરી શકે તેવી સ્થિતિમાં જ નહોતા એટલે તેમની સાથે હજી સુધી વાત થઈ શકી નથી. અમારો આખો ફ્લેટ આ ઘટનાથી હચમચી ગયો છે.’