P24 News Gujarat

ભારત-કેનેડાના સંબંધોનો નવો અધ્યાય શરૂ:G7 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી કેનેડા આવ્યા, ‘PM મોદીની મુલાકાતથી બંને દેશોના સંબંધોમાં સુધારો આવશે’

કેનેડામાં 51મો G7 સમિટ અલબર્ટાના કૈનનાસ્કિમમાં ત્રણ દિવસ ચાલશે. 2002માં ત્યાં જ G8 યોજાયું હતું. G7માં અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જાપાન, ઇટલી, કેનેડા, જર્મની ઉપરાંત ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા તથા NATOના મહાસચિવ સામેલ છે. આ સમિટ ભારત-કેનેડાના સંબંધો માટે ખાસ મહત્ત્વનું છે. થોડા સમય પહેલા જ ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. વડાપ્રધાન મોદી G7માં ભાગ લેવા કેનેડા જતા બંને દેશો માટે આ મુલાકાત ખાસ રહેશે. ‘કેનેડા-ભારતની મુલાકાત ભારતીય મીડિયા માટે ખાસ મહત્ત્વની’
છેલ્લા 5 દાયકાથી કેનેડા અને ભારતના દ્વિપક્ષીય સંબંધો અને ટ્રેડ રિલેશનમાં મહત્ત્વનો રોલ અદા કરતા હેમંતભાઈ શાહે કેનેડાથી જણાવ્યું હતું, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી G7 સમિટ માટે કેનેડા આવી ચૂક્યા છે ત્યારે ભારત-કેનેડાના સંબંધોમાં વધેલી ખાઈ અને એના પછી હવે ભારતના વડાપ્રધાનની મુલાકાત એ કેનેડાના કે ઇન્ટરનેશનલ મીડિયા માટે નહીં પણ ભારતીય મીડિયા માટે ખાસ મહત્વ ધરાવે છે. આ સમયે હું એટલું જ કહીશ કે કેનેડા-ભારત ટ્રેડ રિલેશન પર ખાસ ધ્યાન આપતા લોકો આને નવી શરૂઆત તરીકે જુએ છે. આ વખતે G7માં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા- ઇન્ડિયા દ્વિપક્ષીય સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે. આ એ જ દેશ છે કે જ્યાં છ મહિના પહેલા પાર્લામેન્ટમાં ભારત માટે કેટલીક બાબતો કહેવાઈ હતી અને હવે એ જ પાર્ટીના PM ભારતના વડાપ્રધાનનને ફોન કરીને બોલાવે છે. આટલું જ નહીં, G7 માટે કેનેડાના ફોરેન મિનિસ્ટર અનિતા આનંદ ભારતના વિદેશમંત્રી જયશંકર સાથે ફોન પર વાત કરે છે. આ બાબતો બંને દેશોના સંબંધો સુધારવા તરફની દિશા સૂચવે છે. થોડા સમય અગાઉ જે ખટાશ હતી તે હવે ધીમે ધીમે સુધરી રહી છે.’ ‘ભારત-કેનેડાનો નવો અધ્યાય શરૂ થશે’
વધુમાં હેમંતભાઈએ કહ્યું, ‘ભારતના વડાપ્રધાનને દસ દિવસ પહેલા જ આમંત્રણ મળ્યું તે વાત ભૂલી જવી જોઈએ. કારણ કે, વાત દસ દિવસની નથી, કારણકે કેનેડાના હાલના પક્ષ કે PMના પણ પોતાના કે પછી ઇન્ટરનલ પાર્ટી પ્રોટોકોલ કે ડિપ્લોમસી હશે અને તેમણે એમાંથી આ રસ્તો કાઢીને ભારતના વડાપ્રધાનને ઇન્વાઇટ કર્યા છે. આ બાબત જ સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે.’ ‘કેનેડા-ભારત મિત્ર જ રહેશે’
‘એક સમયે કેનેડાના વડાપ્રધાને ભારતનો વિરોધ કર્યો હતો અને હવે આમંત્રણ આપીને બોલાવ્યા તેને કારણે કેનેડા-ઇન્ડિયા સંબંધો વધુ ગાઢ થશે. કેનેડા અને ઇન્ડિયા બંનેને પરસ્પર એકબીજાની જરૂર છે, તેથી સંબંધો સુધરશે અને સુધારવા જોઈએ. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કેનેડા-કેનેડિયન સિટિઝનનું હિત તથા દેશની ઇકોનોમી માટે કર્યુ છે. અંતમાં ફક્ત એટલું જ કહેવાનું છે ભારતે કેનેડા તરફ મોં ફેરવવાની જરૂર નથી. તે અગાઉ મિત્ર હતું અને મિત્ર રહેશે. ભારતે અમેરિકા પર પણ ધ્યાન આપવાની જરૂર છે. કેનેડામાં પ્રોટેસ્ટ થાય છે તો એ જ શીખોને ઉશ્કેરનાર પન્નુને અમેરિકાએ જ શરણ આપી છે અને તે અમેરિકામાં રહીને જ વિવિધ સ્ટેટમેન્ટ આપે છે તો ત્યાંની સરકાર કેમ કંઈ કરતી નથી? ભારતમાં પણ આ મુદ્દે સવાલ થતો નથી. અમેરિકા સામે આપણે ભારતે ચાણક્ય નીતિ ચાલ ચાલવી જરૂરી છે.

​કેનેડામાં 51મો G7 સમિટ અલબર્ટાના કૈનનાસ્કિમમાં ત્રણ દિવસ ચાલશે. 2002માં ત્યાં જ G8 યોજાયું હતું. G7માં અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જાપાન, ઇટલી, કેનેડા, જર્મની ઉપરાંત ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા તથા NATOના મહાસચિવ સામેલ છે. આ સમિટ ભારત-કેનેડાના સંબંધો માટે ખાસ મહત્ત્વનું છે. થોડા સમય પહેલા જ ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. વડાપ્રધાન મોદી G7માં ભાગ લેવા કેનેડા જતા બંને દેશો માટે આ મુલાકાત ખાસ રહેશે. ‘કેનેડા-ભારતની મુલાકાત ભારતીય મીડિયા માટે ખાસ મહત્ત્વની’
છેલ્લા 5 દાયકાથી કેનેડા અને ભારતના દ્વિપક્ષીય સંબંધો અને ટ્રેડ રિલેશનમાં મહત્ત્વનો રોલ અદા કરતા હેમંતભાઈ શાહે કેનેડાથી જણાવ્યું હતું, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી G7 સમિટ માટે કેનેડા આવી ચૂક્યા છે ત્યારે ભારત-કેનેડાના સંબંધોમાં વધેલી ખાઈ અને એના પછી હવે ભારતના વડાપ્રધાનની મુલાકાત એ કેનેડાના કે ઇન્ટરનેશનલ મીડિયા માટે નહીં પણ ભારતીય મીડિયા માટે ખાસ મહત્વ ધરાવે છે. આ સમયે હું એટલું જ કહીશ કે કેનેડા-ભારત ટ્રેડ રિલેશન પર ખાસ ધ્યાન આપતા લોકો આને નવી શરૂઆત તરીકે જુએ છે. આ વખતે G7માં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા- ઇન્ડિયા દ્વિપક્ષીય સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે. આ એ જ દેશ છે કે જ્યાં છ મહિના પહેલા પાર્લામેન્ટમાં ભારત માટે કેટલીક બાબતો કહેવાઈ હતી અને હવે એ જ પાર્ટીના PM ભારતના વડાપ્રધાનનને ફોન કરીને બોલાવે છે. આટલું જ નહીં, G7 માટે કેનેડાના ફોરેન મિનિસ્ટર અનિતા આનંદ ભારતના વિદેશમંત્રી જયશંકર સાથે ફોન પર વાત કરે છે. આ બાબતો બંને દેશોના સંબંધો સુધારવા તરફની દિશા સૂચવે છે. થોડા સમય અગાઉ જે ખટાશ હતી તે હવે ધીમે ધીમે સુધરી રહી છે.’ ‘ભારત-કેનેડાનો નવો અધ્યાય શરૂ થશે’
વધુમાં હેમંતભાઈએ કહ્યું, ‘ભારતના વડાપ્રધાનને દસ દિવસ પહેલા જ આમંત્રણ મળ્યું તે વાત ભૂલી જવી જોઈએ. કારણ કે, વાત દસ દિવસની નથી, કારણકે કેનેડાના હાલના પક્ષ કે PMના પણ પોતાના કે પછી ઇન્ટરનલ પાર્ટી પ્રોટોકોલ કે ડિપ્લોમસી હશે અને તેમણે એમાંથી આ રસ્તો કાઢીને ભારતના વડાપ્રધાનને ઇન્વાઇટ કર્યા છે. આ બાબત જ સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે.’ ‘કેનેડા-ભારત મિત્ર જ રહેશે’
‘એક સમયે કેનેડાના વડાપ્રધાને ભારતનો વિરોધ કર્યો હતો અને હવે આમંત્રણ આપીને બોલાવ્યા તેને કારણે કેનેડા-ઇન્ડિયા સંબંધો વધુ ગાઢ થશે. કેનેડા અને ઇન્ડિયા બંનેને પરસ્પર એકબીજાની જરૂર છે, તેથી સંબંધો સુધરશે અને સુધારવા જોઈએ. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કેનેડા-કેનેડિયન સિટિઝનનું હિત તથા દેશની ઇકોનોમી માટે કર્યુ છે. અંતમાં ફક્ત એટલું જ કહેવાનું છે ભારતે કેનેડા તરફ મોં ફેરવવાની જરૂર નથી. તે અગાઉ મિત્ર હતું અને મિત્ર રહેશે. ભારતે અમેરિકા પર પણ ધ્યાન આપવાની જરૂર છે. કેનેડામાં પ્રોટેસ્ટ થાય છે તો એ જ શીખોને ઉશ્કેરનાર પન્નુને અમેરિકાએ જ શરણ આપી છે અને તે અમેરિકામાં રહીને જ વિવિધ સ્ટેટમેન્ટ આપે છે તો ત્યાંની સરકાર કેમ કંઈ કરતી નથી? ભારતમાં પણ આ મુદ્દે સવાલ થતો નથી. અમેરિકા સામે આપણે ભારતે ચાણક્ય નીતિ ચાલ ચાલવી જરૂરી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *