ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું છે કે તેણે પોતે કેપ્ટનશીપ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો. 31 વર્ષીય આ ઝડપી બોલરે SKY સ્પોર્ટ્સ પર દિનેશ કાર્તિક સાથે વાત કરી. કેપ્ટનશીપના સવાલ પર બુમરાહે કહ્યું- ‘મેં BCCI અને પસંદગીકારોને કેપ્ટનશીપ માટે ના પાડી દીધી હતી. એવી કોઈ ફેન્સી કહાનીઓ નથી, કોઈ વિવાદ નથી કે કોઈ હેડલાઇન સ્ટેટમેન્ટ નથી કે મને કાઢી મૂકવામાં આવ્યો હોય અથવા મારી તરફ ધ્યાન ન આપવામાં આવ્યું હોય.’ રોહિત શર્માની નિવૃત્તિ પછી, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ બુમરાહને કેપ્ટન બનાવવાનું સમર્થન કર્યું. ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમને ત્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે. મેં બોર્ડને કહ્યું હતું કે મને કેપ્ટન ન બનાવો: બુમરાહ
બુમરાહે કહ્યું, રોહિત અને કોહલી નિવૃત્ત થાય તે પહેલાં મેં બોર્ડ સાથે વાત કરી હતી. મેં તેમને મારા વર્કલોડ વિશે માહિતી આપી હતી. કમરના દુખાવાની સારવાર પછી મેં સર્જન સાથે પણ વાત કરી. વર્કલોડ વધારે હતો, તેથી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે મારે થોડું વધુ સ્માર્ટ બનવું પડશે. ત્યારબાદ મેં બોર્ડને કહ્યું, ‘હું નેતૃત્વ તરીકે દેખાવા માંગતો નથી.’ બુમરાહ ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમશે
બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો. પોતાની ફિટનેસ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘હું ઓછામાં ઓછી ત્રણ મેચ રમવા માગુ છું. હાલમાં, આ યોજના છે. હજુ સુધી કોઈ સંખ્યા નક્કી કરવામાં આવી નથી, પરંતુ હું પહેલી મેચ માટે તૈયાર છું. આપણે જોવું પડશે કે પરિસ્થિતિ કેવી રીતે આગળ વધે છે.’