ઈઝરાયલ – ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આજે બે મુદ્દે વાત કરવાની છે. 1. ઇઝરાયલ ઈચ્છે છે કે ઈરાનમાં તખતા પલટ થાય 2. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સોગઠી મારી છે કે હું ઈરાન ને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ અટકાવીને જ રહીશ નમસ્કાર, શુક્રવારથી શરૂ થયેલું ઈરાન ઈઝરાયેલ યુદ્ધ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. બંને દેશ અટકવાનું નામ લેતા નથી. નેતન્યાહૂએ તખ્તા પલટનો સંકેત આપ્યો ઈઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહૂએ ઈરાનમાં તખતા પલટનો સંકેત આપ્યો. તેમણે એવું કહ્યું કે હવે ઈરાનના લોકો માટે એ સમય આવી ગયો છે કે તેઓ પોતાનો ઝંડો લઈને રસ્તા ઉપર ઉતરે. ઈરાનના લોકોએ દમનકારી શાસકોથી છુટકારો મેળવવા માટે અને સ્વતંત્રતા મેળવવા માટે અવાજ ઉઠાવવો પડશે. આમ જુઓ તો ઈરાનની વસ્તી નવ કરોડ જેવી છે. જો ત્યાં ખોમેની સામે બળવો થાય તો માત્ર મિડલ ઈસ્ટને નહીં પણ આ બદલાવ આખા વિશ્વને અસર કરી શકે. નેતન્યાહૂ ઈચ્છી રહ્યા છે કે ઈરાનમાં બળવો થાય. અત્યારની સરકાર પડી ભાંગે અને નવી સરકાર એવી આવે જે ઇઝરાયેલ સાથે મિત્રતા રાખી શકે. સવાલ એ છે કે ઈરાનમાં વિકલ્પ શું? ઈરાનમાં પોલિટિકલ સમસ્યા એ છે કે અહીંયા વિપક્ષો નાની-નાની પાર્ટીમાં વહેંચાયેલા છે. આખો દેશ ચલાવી શકે એવી મજબૂત સરકાર બની શકે, એવી સ્થિતિ નથી. ઇઝરાયલ પોતે ઈચ્છશે એ ઈરાનની ગાદી સંભાળશે એવો પ્લાન નેતન્યાહૂ ઘડી રહ્યા છે. આના માટે નેતન્યાહૂ ચોક્કસ વ્યક્તિ કે પાર્ટી પર કળશ ઢોળી શકે છે. જેમકે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના પુત્ર અને ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવી. પૂર્વ શાહની સરકાર 1979માં ઈસ્લામિક ક્રાંતિના કારણે પડી ગઈ હતી. રઝા પહેલવી મિડલ ઇસ્ટમાં રહે છે, ઈરાનમાં નથી રહેતા. કારણ કે તેમનો દેશનિકાલ કરવામાં આવ્યો છે. તેમણે હમણાં જ ઈરાનની મુલાકાત લીધી હતી. પહેલવીના કેટલાક સમર્થકો ઈરાનમાં છે. જો ઈરાનની ગાદી પૂર્વ શાહના આ પુત્રને મળે તો શું એ ઈરાન જેવડો મોટો દેશ સંભાળી શકે તેવી તેની કેપેસિટી છે કે કેમ તે મોટો સવાલ છે. ઈરાનમાં એવા ઘણા સંગઠનો છે જે ઈચ્છે છે કે ઈરાનમાંથી સર્વોચ્ચ લીડર કે ધર્મ નેતા આ પ્રથા પૂરી થઈ જાય. એ લોકો ઈચ્છે છે કે ઈરાનમાં લોકતંત્રની સ્થાપના થાય પણ હાલના તબક્કે ઈરાનમાં આવું કંઈ થાય એ સંભવ નથી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને કહ્યું, ઈઝરાયલ સામે બાથ ભીડવાની છે ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહૂએ ઈરાનના લોકોને ઝંડા પકડીને રસ્તા પર ઉતરવાનું આહવાન કર્યું તો તેની સામે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને ઈરાનના લોકોને એવું કહ્યું કે તમે ચોક્કસ ઝંડો પકડી રાખજો પણ ઈરાનની સંપ્રભુતા માટે, દેશની એકતા માટે. આપણે ઇઝરાયલ સામે બાથ ભીડીને લડવાનું છે. આખી દુનિયા જાણે છે કે ઈરાનમાં રાષ્ટ્રપતિ મસૂદ છે, પણ આખરે સર્વોચ્ચ લીડર ખોમેનીનો જ આદેશ ચાલે છે યુદ્ધની ટાઈમ લાઈન, ક્યારે -શું થયું 13 જૂન 14 જૂન : 15 જૂન : અત્યાર સુધીમાં કેટલા મોત, કેટલા ઘાયલ ટ્રમ્પની ફાંકા ફોજદારી, ઈઝરાયલ – ઈરાન યુદ્ધ હું રોકાવી દઈશ ડોનાલ્ડ ટ્રમ્પને દરેક વાતમાં કૂદવાની ટેવ છે. પછી એ રશિયા-યુક્રેન યુદ્ધ હોય, ભારત પાકિસ્તાન યુદ્ધ હોય અને હવે એ ઇઝરાયલ ને ઈરાન યુદ્ધ વચ્ચે પણ કૂદ્યા છે. ટ્રમ્પે ભારત પાકિસ્તાન યુદ્ધ રોકાવાનો 13મી વખત ઉલ્લેખ કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ઈરાન અને ઇઝરાયલે સમજૂતી કરી લેવી જોઈએ, અને કરશે જ, જોવું છું કેમ નથી કરતા? મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડના આધારે યુદ્ધ વિરામ કરાવ્યું હતું અને બંને દેશો જે રીતે માની ગયા હતા એવી જ રીતે ઈરાનની ઇઝરાયલે પણ માની જવું જોઈએ. ઇઝરાયલ ઈરાનના સર્વોચ્ચ લીડર ખોમેની પર હુમલાના પ્રયાસમાં હતું. ટ્રમ્પે વીટો વાપરીને આવું કરવાની ના પાડતાં ઇઝરાયલે ખોમેની પર હુમલો કર્યો નથી. અમેરિકાએ કહ્યું, ઈઝરાયલ તો ખોમેની પર એટેક કરવાનું હતું, અમે રોક્યું રોઈટર્સ ન્યુઝ એજન્સીએ અમેરિકાના સરકારી અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટ છાપ્યો છે. તેમાં લખ્યું છે કે ઇઝરાયલ એ ફિરાકમાં હતું કે ઈરાનના ટોચના લીડર અયાતુલ્લાહ અલી ખોમેની પર હુમલો કરવો. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વીટો વાપરીને ઇઝરાયલને આવું કરવાની ના પાડી અને આ વીટો પાવર ડોનાલ્ડ ટ્રમ્પે વાપર્યો એટલે ઇઝરાયલને ખોમેની પર હુમલો નથી કર્યો. રોઈટર્સનો આ રિપોર્ટ બહાર આવ્યા પછી ઈસ્લામિક દેશોમાં હલચલ મચી ગઈ છે. જોકે ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહૂએ અમેરિકી સરકારના આ દાવાને ફોગાવી દીધો છે અને એવું કહ્યું છે કે અમે ખોમેની ઉપર હુમલો કરવાનો કોઈ પ્લાન કરતા નહોતા. હકીકતે, અમેરિકા બે દેશને લડાવે છે; પછી શાંતિના ગાણાં ગાય છે અમેરિકાની મેલી મુરાદ એવી રહી છે કે યેનકેન પ્રકારે વિશ્વમાં અરાજકતા ઊભી કરવી. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી આ મેલી મુરાદમાં વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી તેની સરકાર અલગ અલગ ફતવા બહાર પાડે છે. અમેરિકા અત્યારે બે દેશ વચ્ચે અરાજકતા પેદા કરવાનું કામ કરે છે અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ તેનો જ એક ભાગ હોઈ શકે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીનો પ્રચાર કરતા હતા ત્યારે તેમણે ઇઝરાયલને ઉશ્કેર્યું હતું અને એવું કહ્યું હતું કે ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર હુમલો કરી દો. કાંઈ પણ થાય તો હું બેઠો છું. એટલે ટ્રમ્પે નવેમ્બર ડિસેમ્બરમાં ઇઝરાયલને ઉશ્કેરણી કરવાનું કામ ચાલુ કર્યું હતું. પછી જ્યારે કોઈપણ બે દેશ વચ્ચે સંઘર્ષ પેદા થાય છે ત્યારે અમેરિકા અને ખાસ કરીને ટ્રમ્પ શાંતિની વાત લઈને દુનિયાની સામે આવી જાય છે. અમેરિકાની મદદથી પરમાણુ કાર્યક્રમ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ચાર દિવસના તણાવની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ સોમવારે જણાવ્યું હતું કે ઈરાની સંસદ પરમાણુ અપ્રસાર સંધિ (NPT) માંથી બહાર નીકળવા માટે એક બિલ તૈયાર કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન સામૂહિક વિનાશના શસ્ત્રોનો વિરોધ કરે છે અને અમે પરમાણુ શસ્ત્રો બનાવવાના પક્ષમાં નથી. તણાવ વચ્ચે ઈરાનનો નિર્ણય અગાઉ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો ઈરાદો ધરાવતો નથી, પરંતુ તે પરમાણુ ઊર્જા અને સંશોધનના તેના અધિકારનું પાલન કરશે. તેમણે સામૂહિક વિનાશના શસ્ત્રો સામે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખોમેનીના ધાર્મિક ફરમાનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. 2018 થી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઝડપથી આગળ વધ્યો છે, જ્યારે અમેરિકાએ તેહરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાને મર્યાદિત કરવાના કરારમાંથી પીછેહઠ કરી હતી, જે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી છે. ઈરાન કહે છે કે તેનો કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી વારંવાર ચેતવણી આપી છે કે જો દેશ ઇચ્છે તો તેની પાસે ઘણા પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ છે. ઈરાને 1957 માં અમેરિકાની મદદથી તેનો પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો હતો. પરંતુ પછી તેનો હેતુ તેની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાનો હતો. જોકે, બાદમાં ઈરાનના ઈરાદા પર શંકા કર્યા બાદ અમેરિકાએ પોતાનો સહયોગ પાછો ખેંચી લીધો અને ત્યારથી ઈરાન પર આ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈરાને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર પણ હસ્તાક્ષર કર્યા અને શસ્ત્રો ન બનાવવાનું વચન આપ્યું. આમ છતાં, યુરેનિયમ સંવર્ધન શરૂ કર્યા પછી, આ દિશામાં ચિંતા વધી છે અને કેટલાક દેશોને શંકા છે કે ઈરાન હવે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ સંધિમાંથી સત્તાવાર રીતે ખસી ગયા પછી, ઈરાન માટે પરમાણુ શસ્ત્રો બનાવવાનો માર્ગ સ્પષ્ટ થશે. સીધો મતલબ છે કે ઇરાન હવે પરમાણુ શસ્ત્ર સજાવીને બેસવાનું છે. છેલ્લે, અરાજકતાના આ માહોલ વચ્ચે ભારત માટે ઘણા પડકાર છે. તેમાંનો એક પડકાર છે ખાલિસ્તાની ચળવળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા કેનેડા પહોચ્યા છે. મોદી પહોચે તે પહેલાં ખાલિસ્તાનીઓએ રેલી કાઢી હતી. તમને યાદ હશે જ કે, ખાલિસ્તાની ચળવળ ચલાવનાર આતંકી પન્નુ એર ઇન્ડિયાના પ્લેનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી ઘણીવાર આપી ચૂક્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)