P24 News Gujarat

વિજયભાઈએ ધ્રોલના ભાઈ-બહેનની આજીવન સંભાળ રાખી:પૈસા લેવા વિજયભાઈ રૂપાણીના ઘરે રાજકોટ જતા’તા ને રસ્તામાં પ્લેન ક્રેશના સમાચાર મળ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચેમ્બરમાં બેઠા છે.
પીએ નીરજ પાઠક એન્ટર થાય છે.
હં.. નીરજ, આજે શું છે?
પીએ શિડ્યુઅલ કહે છે. આજે બપોરે 12 વાગ્યે પોલેન્ડનું ડેલિગેશન આવશે. પછી લંચ છે. અંકલેશ્વરમાં બપોરે 3 વાગ્યે લોકાર્પણ કાર્યક્રમ છે. સાંજે બિઝનેસ સમિટમાં જવાનું છે. રાત્રે 9 વાગ્યે ગૃહમંત્રી મળવા આવવાના છે. અત્યારે બહાર સહકારી મંડળીનું ડેલિગેશન મળવા આવ્યું છે. અંદર મોકલું?
વિજયભાઈ કહે છે, હા. મોકલી દે.
પીએ નીરજ પાઠક ઊભા થઈને ચેમ્બરમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં વિજયભાઈ રોકે છે…
અરે, નીરજ… ધ્રોલવાળા શરદભાઈને પૈસા મોકલાઈ ગયા? એમનું બધું બરાબર ચાલે છે ને? માલતીબેનને દવાની જરૂર હોય તો જોઈ લેજે. બીજું કાંઈ જોઈતું હોય તો પૂછી લેજે. કાંઈ ઘટે નહીં.
નીરજ પાઠક કહે છે, હા. પૈસા મોકલી આપું છું. કરિયાણાનું પણ કહી દઉં છું. વિજયભાઈ રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હતા ત્યારથી ધ્રોલવાળા શરદભાઈ અને માલતીબેન સાથે લેણાદેવી હતી. મુખ્યમંત્રી બન્યા પછી પણ એમનું ધ્યાન રાખતા. દિવ્ય ભાસ્કરને આ વાત જાણવા મળી તો દિવ્ય ભાસ્કર ધ્રોલ પહોંચ્યું, શરદભાઈ અને માલતીબેનને મળવા. અહીં પહોંચ્યા પછી અમને જાણવા મળ્યું કે, માલતીબેન માનસિક અસ્થિર છે અને શરદભાઈ અંધ થઈ ચૂક્યા છે. અતિદારૂણ પરિસ્થિતિમાં રહે છે. વિજયભાઈએ આજીવન આ ભાઈ-બહેનનું ધ્યાન રાખ્યું છે. એમના માટે વિજયભાઈને અપાર લાગણી. હશે કોઈ ઋણાનુંબંધ. વિજયભાઈની નજીકના લોકોએ જાણવાની કોશિશ બહુ કરી કે, તમે આ ભાઈ-બહેનનું આટલું ધ્યાન કેમ રાખો છો, પણ વિજયભાઈ કાયમ માર્મિક હસીને વાતને ટાળી દેતા. ક્યારેય એમણે આ બાબતનો ફોડ પાડ્યો નથી. દિવ્ય ભાસ્કર ધ્રોલ પહોંચ્યું. ધ્રોલના મુખ્ય રસ્તેથી અંદર ત્રણેક કિલોમીટર ગયા પછી સાંકડી ગલીઓમાં થઈને મોરબી નાકાની પોસ્ટ ઓફિસ આવી. અહીંથી થોડું ચાલીએ તો ભાટિયા શેરી આવે. આ ભાટિયા શેરીમાં આસપાસ ખંઢેર બની ગયેલા બહુ જૂના મકાનો છે. કેટલાક મકાનો ખાલી છે પણ એક મકાનમાં શરદભાઈ અને માલતીબેન રહે છે. આ બંને સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી. તેમની વાતો જાણ્યા પછી એ સમજાય કે, વિજયભાઈ ‘નિરાધારનો આધાર’ હતા. શરદભાઈ અને માલતીબેને વાત કરી, તે વાંચીએ તે પહેલાં આ ભાઈ-બેહન વિશે જાણી લઈએ…. ધ્રોલમાં નેગાંધી પરિવાર રહે. વડીલોનાં નિધન થઈ ગયા પછી ત્રણ ભાઈ-બહેન હયાત રહ્યા. બહેન માલતીબેન, મોટા બહેન ઈન્દુબેન અને ભાઈ શરદભાઈ. ઈન્દુબેનના લગ્ન રાજકોટ થયા. કોટક શેરીમાં એનું સાસરું. કોટક શેરી પાસે જ વિજયભાઈ રૂપાણીનું ઘર હતું. માલતીબેનના લગ્ન મોરબી થયાં. શરદભાઈ એકલા ધ્રોલમાં રહે. તે અપરિણિત છે. શરદભાઈ ભણેલા ખરા પણ મજૂરીકામ વધારે કર્યું. થયું એવું કે માલતીબેન અને તેના સાસરિયાંને વાંધો પડ્યો. માલતીબેન તેના દોઢ વર્ષના દીકરા જયદીપ (પપ્પુ)ને લઈને ધ્રોલ આવી ગયા. અહીં તેના ભાઈ શરદભાઈ સાથે રહેવા લાગ્યા. માલતીબેનનો દીકરો પપ્પુ મોટો થવા લાગ્યો પણ તેની તબિયત અતિખરાબ રહેવા લાગી. માલતીબેને તેના રાજકોટ રહેતા બહેન ઈન્દુબેનને વાત કરી. ઈન્દુબેને કહ્યું, અમારી બાજુમાં વિજયભાઈ રૂપાણી રહે છે. રાજકોટ કોર્પોરેશનમાં સારી પોસ્ટ ઉપર છે. એ ઘણાની મદદ કરે છે. તમે રાજકોટ આવો તો વાત કરી જોઈએ. શરદભાઈ અને માલતીબેન પપ્પુને લઈને રાજકોટ પહોંચ્યા. ત્યારે એ દસ વર્ષનો થઈ ગયો હતો. વિજયભાઈએ શરદભાઈ અને માલતીબેનની વાત સાંભળી. તેના દીકરાના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરી આપી. રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે માલતીબેનના દીકરા પપ્પુને બ્લડ કેન્સર હતું. વકરી ગયું હતું. ફટાફટ ઈલાજ થાય એ જરૂરી હતું. આ ભાઈ બહેન પાસે તો પૈસા હતા નહીં. વિજયભાઈએ ધરપત આપી. તેમણે કહ્યું, જુઓ માલતીબેન. પપ્પુની ચિંતા ન કરો. હું તેને સાજો કરી દઈશ. તેણે ભણાવીશ. તેને નોકરી અપાવી દઈશ ને પરણાવી દઈશ. બોલો પછી કાંઈ? આપણે અત્યારે રાજકોટમાં હપાણી સાહેબને બતાવો. હું એને કહી દઉં છું. પછી એ શું કહે છે તે આગળ જોઈએ. ડો. હપાણીએ રિપોર્ટ જોઈને કહ્યું કે, આને અમદાવાદ સિવિલમાં એડમિટ કરવો પડશે. કેન્સર તો લાસ્ટ સ્ટેજનું છે. વિજયભાઈએ અમદાવાદ સિવિલમાં બધી વ્યવસ્થા કરાવી આપી. પોતે કોઈ કામથી ગાંધીનગર હોય તો પપ્પુના ખબર અંતર પૂછવા અચૂક અમદાવાદ જાય. 18 દિવસ પછી દીકરાને રજા મળી. શરદભાઈ અને માલતીબેન ધ્રોલથી દર મહિને પપ્પુને બતાવવા અમદાવાદ જતા. તેનો ખર્ચો વિજયભાઈ આપતા. એકવાર તો શરદભાઈ વિજયભાઈ રૂપાણી પાસે રડી પડ્યા. પપ્પુ શરદભાઈને ‘મામા’ કહેતો એટલે વિજયભાઈ પણ શરદભાઈને મામા કહેવા લાગ્યા. વિજયભાઈએ શરદભાઈના ખભા પકડીને હૈયાધારણા આપી, રડો નહીં શરદમામા. પૈસાનું મહત્વ નથી, દીકરો બચી જવો જોઈએ. 2003માં 13 વર્ષની ઉંમરે પપ્પુનું નિધન થયું. દીકરાના નિધન પછી માલતીબેનની માનસિક હાલત બગડી ગઈ. આજે પણ તેમની મનોસ્થિતિ નબળી છે. શરદભાઈ સારી રીતે જોઈ શકતા હતા પણ સમય જતાં તેમના આંખના પડદા નબળા પડી ગયા ને અંધાપો આવી ગયો. ધ્રોલની ભાટિયા શેરીમાં જર્જરિત મકાનમાં રહેતા અંધ શરદભાઈ અને માનસિક અસ્થિર માલતીબેને વિજયભાઈને યાદ કરીને એવો વસવસો વ્યક્ત કર્યો જાણે તેમનું સર્વસ્વ ચાલ્યું ગયું હોય. આગળની વાત શરદભાઈ અને માલતીબેનના જ શબ્દોમાં… મારું નામ શરદભાઈ રમણીકભાઈ નેગાંધી. વિજયભાઈને 25 વર્ષથી ઓળખીએ. પહેલાં કોટક શેરી નંબર-1માં રહેતા. એની બાજુમાં અમારી મોટી બહેન ઈન્દુ રહેતી. મારી નાની બહેન માલતીબેનના છોકરાને બ્લડ કેન્સર થઈ ગયું હતું. વિજયભાઈ ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેને ઈન્દુબેને વાત કરી. વિજયભાઈને ખબર પડી કે આ છોકરાને બ્લડ કેન્સર છે. તરત અમને ઘરે બોલાવ્યા કે, ઘરે આવજો. ત્યારે તે સાંગણવા ચોકના જૂના મકાનમાં રહેતા. ડો. હપાણી સાથે અમારી મુલાકાત કરાવી. પછી એમણે અમદાવાદ દાખલ કરવાની સલાહ આપી. વિજયભાઈ પોતે અમારી સાથે અમદાવાદ સિવિલ આવ્યા હતા. માલતીબેનના દીકરાને દાખલ કરાવવા. વિજયભાઈ અમને દર મહિને દસ હજારની દવા લઈ દેતા. એકવાર વિજયભાઈએ ત્રણ હજાર રૂપિયા આપીને કહ્યું કે, જાવ, મામા-ભાણેજ મુંબઈ ફરી આવો. મારો ભાણેજ એટલે માલતીબેનનો છોકરો પપ્પુ. આમ તો પપ્પુનો મુંબઈની ભાટિયા હોસ્પિટલમાંથી રિપોર્ટ લેવાનો હતો. એ બહાને મુંબઈ ફરતા આવો. ભાટિયા હોસ્પિટલમાંથી બ્લેડ કેન્સરનો રિપોર્ટ આવ્યો. ટ્રીટમેન્ટના 5 લાખ રૂપિયા કહ્યા. વિજયભાઈએ કહ્યું કે, વાંધો નહીં. તમે ટ્રીટમેન્ટ માટે મુંબઈ જાવ. હું 5 લાખ રૂપિયા આપીશ. છેલ્લે વિજયભાઈએ એવું કહ્યું કે, દીકરાને બચાવવા ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવીશું. હું વિજયભાઈ પાસે રડી પડ્યો. મુખ્યમંત્રી બન્યા પછી ય અમને ખૂબ મદદ કરી છે. તેના પીએ નીરજભાઈને સૂચના હતી કે દર મહિને 500 રૂપિયા આપી દેવાના. કરિયાણું આપી દેવાનું. ચા-પાણી નાસ્તો કરાવીને મોકલવાના. જે જોઈતું હોય તે લઈ આપવાનું. એકેય વસ્તુની ના નહીં. શરદભાઈ વાત આગળ વધારતાં કહે છે, તમને એક કિસ્સો કહું. એકવાર અમે રાજકોટ તેમના ઘરે ગયા. ત્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા. બહાર કમાન્ડો હતા. વિજયભાઈ સૂતા હતા. માલતીબેને કમાન્ડોને કહ્યું કે, ઉઠાડો વિજયભાઈને. કમાન્ડો કહે, તમે છો કોણ? સાહેબ સૂતા હોય તો ન ઉઠાડાય. ત્યાં વિજયભાઈ ઉપર ગેલેરીમાંથી જોઈ ગયા. તેમણે અમને ઘરમાં બોલાવ્યા. કમાન્ડોને સૂચના આપી કે, આ લોકો આવે તો ઓળખકાર્ડ ન માગવું તમારે. એને ઘરમાં બોલાવીને બેસવા દેવાના. ચા-પાણી પાવાના. આ મારા મામા – માસી છે. ઘડીભર તો કમાન્ડો ને ય નવાઈ લાગી. તમને વિજયભાઈના નિધનના સમાચાર કેવી રીતે મળ્યા? આ સવાલના જવાબમાં શરદભાઈ કહે છે, વિજયભાઈએ અમને બેય ને એસ.ટી.બસનો પાસ કઢાવી આપ્યો છે. અમારે પૈસા નહીં આપવાના. આમ તો મહિનામાં ગમે ત્યારે રાજકોટ વિજયભાઈના બંગલે જઈએ. હવે તો બધા ઓળખી ગયા એટલે બેસાડે, ચા-પાણી પાય. આ મહિને અમે જૂનની 12 તારીખે વિજયભાઈના ઘરે પૈસા લેવા નીકળ્યા. પૈસા લેવાના હતા. કરિયાણું લેવાનું હતું. અમારી બસ માધાપર ચોકડીએ પહોંચી ત્યાં મારી બહેન ઈન્દુબેનની દીકરી માધવીનો ફોન આવ્યો કે, મામા તમે સમાચાર સાંભળ્યા? મેં પૂછ્યું, શું થયું? અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈ ગયું છે. એમાં રૂપાણી સાહેબ બેઠા હતા. અમને ધ્રાસકો પડ્યો. માધાપર ચોકડીએ ઉતરીને ધ્રોલ પાછા ફરી ગયા. અમને ત્યારે મનમાં થયું કે, હે ભગવાન ! વિજયભાઈને કાંઈ ન થયું હોય તો સારું. મારું નાનું મોટું કામ હોય, દવાખાનાનો ખર્ચો હોય, બધું વિજયભાઈ આપતા. અમે રાજકોટ જાઈએ તો વેપારીને ફોન કરી દે. શરદભાઈ ને માલતીબેન આવે છે, એમને જે જોઈએ તે આપી દેજો. વિજયભાઈ સાથે અમારે કુદરતી લેણાદેવી હતી. આજના જમાનામાં સગાં મા-બાપ કે ભાઈ આપણાથી કંટાળી જાય, પણ વિજયભાઈએ ક્યારેય અપમાન નથી કર્યું. અમે જાઈએ તો વિજયભાઈ સ્મિત કરે જ. મોટરમાંથી જોઈ જાય તો ઊભી રાખી દે. જ્યારે મુખ્યમંત્રી બન્યા ને ત્યારે સવારે 9 વાગ્યા મળવા પહોંચી ગયો હતો. પછી રાત્રે 11 વાગ્યે મળ્યા. તે ઘરની અંદર ગયા ને કમાન્ડોને કહ્યું કે, બહાર શરદમામા છે તેને અંદર બોલાવો. પછી પીએને બોલાવીને સૂચના આપી કે આ શરદમામા છે. તેને દર મહિને પૈસા, કરિયાણું જે જોઈએ તે પહોંચાડી દેવાનું. કોઈ દી’ રખડાવતા નહીં. જ્યારે આવે ત્યારે ચા-પાણી પાવાના. શરદભાઈ કહે છે, એકવાર મને દેખાતું બંધ થઈ ગયું. મોતિયો કે કોઈ તકલીફ હશે એમ માન્યું. અમે ગયા રૂપાણી સાહેબ પાસે. બધી વાત કરી. વિજયભાઈએ કહ્યું, ચિંતા કરો મા શરદમામા. તમારી આંખનું ઓપરેશન કરાવીશું. તેમણે પીએ નીરજ પાઠકને સૂચના આપી. શરદમામાને સારા ડોક્ટરને બતાવી દો અને ઓપરેશન કરવું પડે તો ય કરાવો. મામા દેખતા થવા જોઈએ. પીએ નીરજ પાઠક તેને રાજકોટમાં ડોક્ટર ધ્રુવ પાસે લઈ ગયા. ત્યાં તેમનું ઓપરેશન કરાવી જોયું પણ શરદભાઈને કાયમી અંધાપો રહી ગયો. ડોક્ટરે કહ્યું કે, એમના આંખના પડદા સુકાઈ ગયા છે, બીજા ઓપરેશન કરાવશો તો પણ જોઈ નહીં શકે. વિજયભાઈએ ડોક્ટરને પૂછ્યું, ચેન્નાઈ મોકલીએ તો મેળ પડશે? તો ય ડોક્ટરે ના પાડી દીધી હતી. વિજયભાઈએ મારા માટે પ્રયાસ બહુ કર્યા. મુખ્યમંત્રી બન્યા પછી તેના બંગલાની આસપાસ કોઈ જઈ શકતું નહીં. એવી સિક્યોરિટી હતી. સીસીટીવી કેમેરા હતા. એકવાર અમે બંને ભાઈ બહેન ગયા. હજી તો ઘર પાસે રિક્ષામાંથી ઉતર્યા તો પોલીસની ગાડી આવી. અમને પૂછ્યું, અહીંયા કેમ આવ્યા? ક્યાંથી આવો છો? અમે કહ્યું, રૂપાણી સાહેબને મળવા આવ્યા છીએ. ધ્રોલથી આવ્યા છીએ. અમને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં પૂછપરછ કરી. અમે કીધું કે વિજયભાઈના પીએને પૂછો. પોલીસના અધિકારીએ વિજયભાઈના પીએને પૂછ્યું તો કહ્યું, આ દાદા દર મહિને આવે જ છે. સાહેબના પરિચિત છે. એને છોડી દ્યો. પોલીસે અમને છોડી દીધા. અમે નિરાધાર હતા, હવે નોંધારા બની ગયા. હવે અમને માંદે-સાજે કોણ મદદ કરશે? માલતીબેન માનસિક અસ્થિર છે. દીકરાના ગયા પછી તેમની હાલત આવી થઈ ગઈ. એકવાર વાત શરૂ કરે તો બોલ્યા કરે. પણ દિવ્ય ભાસ્કરે જ્યારે વિજયભાઈ વિશે પૂછ્યું તો માલતીબેન ગળગળાં થઈ ગયા. બહુ લાંબી વાત ન કરી શક્યા. માલતીબેન સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી તો કહ્યું, વિજયભાઈએ મારા પપ્પુ માટે બહુ કામ કર્યું. અમે દર મહિને અમદાવાદ બતાવવા જતા. બહુ મદદ કરી છે અમારી. જીવનભર મદદ કરી. હવે વિજયભાઈ વિયા ગ્યા એટલે અમારા તો દાતા વિયા ગ્યા ને… પૈસા તો કોઈ બીજા ય આપી દેશે પણ મા’ણાની ખોટ ન પુરાય. અમે વિજયભાઈના ઘરે જતા તો કયારેક પોતે હોય. એ હિંડોળે બેઠા હોય તો ખિસ્સામાં જેટલા રૂપિયા હોય એ બંધ મૂઠ્ઠીમાં આપી દેતા. દુનિયામાં વિજયભાઈ જેવા માણસ ન થાય. આ ભાઈ-બહેન જે ઘરમાં રહે છે તે તેમના વડવાઓના સમયનું ઘર છે. જૂનું, ખંઢેર જેવી હાલત. અંદર નાનકડો બલ્બ ચાલુ, પાણીના બેરલ, હાંડા, માટલાં પડ્યા હોય. રસોડાંમાં ચૂલો, ગેસનો બાટલો ને તૂટેલો-ફૂટેલો સામાન છે. લાકડાંની જૂનવાણી સીડી છે. તેમાં ઉપર જાવ એટલે મોટી જગ્યા આવે. બાવા-ઝાળાં જામેલાં હોય. એક રૂમ છે, તેમાં આડાઅવળાં કપડાં સુકાતા હોય, છત નબળી છે. વરસાદનું પાણી ટપક્યા કરે. આ સ્થિતિમાં રહેતા અંધ ભાઈ અને માનસિક અસ્થિર બહેનનો સહારો હતા વિજયભાઈ. હવે બીજા કિસ્સાની વાત કરીએ…
બીજો કિસ્સો પ્રિયાંશી રાવલનો છે. પ્રિયાંશી અત્યારે 15 વર્ષની છે. તેના મમ્મી મિતલબેન અને પપ્પા ઋષિકેશભાઈ બંને શિક્ષક છે. ઋષિકેશભાઈ વાંકાનેરની સ્કૂલમાં છે. આમ તો આ પરિવાર લાંબો સમય વાંકાનેર રહ્યો પણ બે વર્ષથી રાજકોટ રહે છે. દિવ્ય ભાસ્કર પ્રિયાંશી રાવલના ઘરે પહોંચ્યું. તેમના મમ્મી-પપ્પાએ જે વાત કરી તે સાંભળીને આપણે એટલું તો વિચારતા થઈ જ જાઈએ કે વિજયભાઈએ કેટલા લોકોને, ક્યા ક્યા ખૂણે મદદ પહોંચાડી છે. કોઈપણ નાત-જાત ધર્મ જોયા વગર મદદ કરી છે. વાત પ્રિયાંશીની કરીએ તો તેના મમ્મી-પપ્પા પાસેથી એ જાણવા મળ્યું કે, વિજયભાઈએ તેમની દીકરી માટે કેવી મદદ કરી હતી. પ્રિયાંશીના પિતા ઋષિકેશ રાવલ વાંકાનેરની સાયન્સ સ્કૂલમાં 11 અને 12 ધોરણના શિક્ષક છે. તેમણે ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, મારી દીકરી પ્રિયાંશીનો જન્મ 2010માં થયો. ત્રણ વર્ષ પછી ખ્યાલ આવ્યો કે તેને સાંભળવાની તકલીફ છે. અમદાવાદમાંથી બે ડિજિટલ મશીન ખરીદીને પહેરાવ્યાં. જોઈએ તેવું પરિણામ આવ્યું નહીં. પછી જાણવા મળ્યું કે, કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી થાય છે. જે બાળકો સાંભળી નથી શકતા તે બાળકો આ ઓપરેશન પછી સાંભળી શકે છે. અમે તપાસ કરી તો પ્રધાનમંત્રી યોજના હેઠળ ત્રણથી ચાર લાખ રૂપિયાનું મશીન મળતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી છે. તેનો અમને ફાયદો થયો. ઓપરેશનનો ખર્યો તો 15 લાખ જેવો થયો પણ મશીન જ મોંઘું હતું. ત્રણથી ચાર લાખનું તો મશીન આવે. 2017માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રિયાંશીનું ઓપરેશન થયું. ઓપરેશનના એક વર્ષ પછી અમે લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યાં બહારનું એક્સટર્નલ મશીન ખોવાઈ ગયું. શોધવાના ભરપૂર પ્રયાસો કર્યા છતાં ન મળ્યું. અમે મુશ્કેલીમાં આવી ગયા. કંપનીમાં અમે પ્રાઈઝ પૂછાવી તો સાડાત્રણ લાખ કીધા. ત્યારે હું ફિક્સ પગારમાં હતો એટલે એટલા બધા પૈસા આપી શકું તેવી સ્થિતિમાં નહોતો. હું અને મારા પત્ની વિચારણામાં હતા કે આગળ શું કરવું, ત્યારે પ્રિયાંશીના માસીથી જાણવા મળ્યું કે રૂપાણી સાહેબ ઘણા લોકોને મદદ કરે છે. અમે મદદ મળવાની આશાએ તેમના ઘરે ગયા. સાહેબ તો હાજર નહોતા પણ તેમના પત્ની અંજલીબેન હતાં. તેમણે અમારી સાથે વાતચીત કરીને બધી વિગતો જાણી. અંજલીબેને સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ડોક્ટરનો સંપર્ક કરાવીને આ મશીન અમને મળી રહે તેવા પ્રયાસ કર્યા. રૂપાણી સાહેબ અને અંજલીબેનના આર્થિક સહકારથી છ મહિના પછી કોકલિયર ઈમ્પાલન્ટનું મશીન મળ્યું. પ્રિયાંશીના મમ્મી મિત્તલબેને ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારી દીકરી પ્રિયાંશી અમે કાંઈ બોલીએ તો રિએક્ટ નહોતી કરતી. બધા રિપોર્ટ કરાવ્યા તો હિયરિંગ લોસ છે તે જાણવા મળ્યું. બરાબર એ જ સમયે મારે સેકન્ડ પ્રેગનન્સી હતી. અહીં મનમાં ઘણા સવાલો ઘેરી વળતા હતા. મારી દીકરીનો ઉછેર કરવો, બીજા બાળકનું ધ્યાન રાખવાનું, બીજું બાળક પણ આવું આવશે તો? આ બધા વચ્ચે સાતથી આઠ મહિના નીકળી ગયા. જાન્યુઆરી 2017માં સાત વર્ષની ઉંમરે મારી દીકરીનું ઓપરેશન કરાવ્યું. તેના બરાબર એક વર્ષ પછી જાન્યુઆરી 2018માં મશીન ખોવાયું. મારા પતિ ત્યારે ફિક્સ પગારમાં જ હતા. એટલે તકલીફ એવી ઊભી થઈ કે, ઘર સંભાળવું, બાળકોને સંભાળવા, એ બધું અઘરું હતું. રાજકોટમાં પોસાય એમ હતું નહીં એટલે થોડા સમય માટે વાંકાનેર શિફ્ટ થયા. ત્યારે ફરી સવાલો ઘેરી વળ્યા. ઘર કેમ ચલાવશું? બીજું બાળક દોઢ વર્ષનું હતું તેની સંભાળ કેમ રાખીશું, દીકરીનું મશીન ખોવાઈ ગયું છે તે કેવી રીતે ખરીદશું? મારી બહેન નીકિતા ખખ્ખર રૂપાણી સાહેબના પડોશમાં રહે છે. એમણે મને વાત કરી કે રૂપાણી સાહેબનો સ્વભાવ મદદની ભાવનાવાળો છે. તમે એકવાર એમને વાત કરી જુઓ.વિજયભાઈ અને અંજલીબેને અમને આ મશીનની વ્યવસ્થા કરી આપી. અમારી આર્થિક ક્ષમતા નહોતી કે સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચીને આ મશીન વસાવી શકીએ. જો રૂપાણી સાહેબ અને અંજલીબેને અમને મદદ ન કરી હોત તો મશીન લેવામાં બીજા બે વર્ષ નીકળી ગયા હોત. અત્યારે મારી દીકરીની સ્પીચ પચાસ ટકાએ પહોંચી છે. એ મશીન મોડું મળ્યું હોત તો પચાસ ટકાએ સ્પીચ ન પહોંચી હોત. રૂપાણી સાહેબ દુનિયામાં ભલે નથી, અમારા હૃદયમાં સદાય રહેશે. પ્રિયાંશીના નાના ભાઈ ઓમ રાવલે વાતચીતમાં કહ્યું કે, સારું થયું કે વિજયભાઈની મદદથી મારી દીદીને મશીન મળી ગયું. નહીંતર દીદી પાસે મશીન ન હોત તો તેને હાથના ઈશારા કરીને સમજાવવું પડે, ક્યારેક આંખના ઈશારા કરીને સમજાવવું પડે. પણ મશીન હોય તો આપણે જે બોલીએ તે બધું સંભળાય છે. અત્યારે તેને પચાસ ટકાએ સ્પીચ પહોંચી છે પણ આગળ જતાં વધારે સારી રીતે બોલી શકે તે માટે હું સતત ઘરમાં તેને કાંઈ ને કાંઈ શીખડાવતો હોઉં છું. મારી ઈચ્છા છે કે તે મારી જેમ જ સાંભળતી, બોલતી ને ભણતી થઈ જાય. આ બે કિસ્સા જ નહીં, આવા સો-બસ્સો પણ નહીં, આવા હજારો કિસ્સા છે જેમાં વિજયભાઈ રૂપાણીએ નિ:સ્વાર્થ ભાવે મદદ કરી હોય. અડધી રાતે પણ મદદ માટે એ તૈયાર રહેતા. એમની સેવા સુવાસ કેટલી ફેલાયેલી છે એ રાજકોટે આપેલા અંતિમ માનથી દુનિયાએ જોયું. વિજયભાઈની વિદાયવેળાએ ‘આવજો વિજયભાઈ’ કહેવાનું મન ન થાય પણ ‘ફરીવાર આવજો વિજયભાઈ..’ કહેવાનું મન તો થઈ જ આવે.

​મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચેમ્બરમાં બેઠા છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *