P24 News Gujarat

‘મને તમારો દીકરો ગમતો જ નહોતો’:નવવધૂ જ નીકળી પતિની હત્યાની માસ્ટરમાઇન્ડ, જ્યારે ઇન્દોરની સોનમ જેવો જ કેસ અડાલજમાં બન્યો

અમદાવાદના વટવામાં રહેતો ભાવિક પોતાના લગ્નના ચોથા દિવસે બપોરે અચાનક જ ગુમ થઈ ગયો. ભાવિક ગાંધીનગર નજીક આવેલા કોટેશ્વર ગામમાં પોતાની સાસરીમાં પત્નીને તેડવા જવા નીકળ્યો હતો, પરંતુ ઘરેથી નીકળ્યા બાદ તે કોટેશ્વર ન પહોંચ્યો. કોટેશ્વર પાસે મહાદેવ મંદિર જવાના રસ્તે તેનું એક્ટિવા મળ્યું, પણ ભાવિકનો પત્તો ન લાગ્યો. પરિવારના લોકોએ આસપાસમાં પૂછપરછ કરી તો એક અજાણ્યા શખસે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું, આ એક્ટિવાવાળા ભાઈનો ઇનાવો કાર સાથે એક્સિડન્ટ થયો હતો. પછી એ જ કારમાં આવેલા ત્રણ લોકો તેને ઉપાડી ગયા. મેં પૂછ્યું તો બોલ્યા હતા, અમારા જમાઈ છે, અમે તેમને દવાખાને લઈ જઈએ છીએ. ભાવિકના પરિવાર અને સાસરીપક્ષે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી પણ ત્યાં ભાવિક ન મળ્યો. ઘરેથી નીકળતાં પહેલાં ભાવિકે પિતા કનૈયાલાલને કહ્યું હતું, પપ્પા, હું પાયલને લેવા જઉ છું. મારી પત્ની લગ્નથી નાખુશ હોય એવું મને લાગે છે’ એટલે ભાવિકના પિતાને એકવાર પુત્રવધૂ પણ શક ગયો અને પૂછ્યું પણ ખરું કે મારા દીકરાના ગુમ થવામાં તારો હાથ છે? જોકે પાયલે ના પાડી દીધી હતી. હવે આ કેસમાં પોલીસની એન્ટ્રી થઈ અને સાંજ પડતાં સુધીમાં પોલીસે ચારેય દિશામાં તપાસ કરી. આખરે શંકાની સોય ભાવિકની પત્ની પાયલ પર જઈને જ અટકી, કારણ કે ભાવિકના પિતા કનૈયાલાલે સવારે દીકરા સાથે થયેલી વાતચીત પોલીસને જણાવી દીધી હતી. ક્રાઇમ ફાઇલના આજના એપિસોડમાં વાંચો પિતા અને દાદા સાથે મુલાકાત બાદ ભાવિક ક્યાં ગયો? તેનું એક્ટિવા કોટેશ્વર મંદિર સુધી કેવી રીતે પહોંચ્યું? અકસ્માત બાદ તેને ઇનોવા કારમાં લઈ જનારા એ ત્રણ શખસ કોણ હતા? અને આ આખાય પ્રકરણમાં તેની પત્નીનો રોલ શું હતો? સાંજ પડી ગઈ હતી. પાયલના ઘરે પરિવારના તમામ સભ્યો તેમજ તેની સાસરી પક્ષના લોકો ઉદાસ આંખો લઈને બેઠા હતા. આ સમયે ફરી એકવાર પાયલને પૂછવામાં આવ્યું, પરંતુ ફરી તેણે ગલ્લાતલ્લા કર્યા, જોકે તમામ લોકોએ પાયલને વિશ્વાસમાં લીધી અને ભાવિક સાથે બનેલા કોઈ બનાવ વિશે એ શું જાણે છે એ કહી દેવા કહ્યું. આ વખતે તેનું મૌન તૂટ્યું. નીચે ઝૂકેલું માથું ધીમે-ધીમે ઊંચું થયું, અને પાયલે જે કહ્યું એ એક એવું સત્ય હતું, જેણે તમામ લોકોનાં હૃદયમાં ફાળ પાડી દીધી. પાયલે સસરાની આંખોમાં જોઈ ઠંડા અવાજે કહ્યું, મને તમારો દીકરો પસંદ નથી. ચાર વર્ષથી હું કલ્પેશના પ્રેમમાં છું. એ મારા મામાનો દીકરો છે અને દસક્રોઈ પાસે આવેલા કુબડથલ ગામમાં રહે છે. હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે જ રહેવા માગું છું. પાયલની આ વાતે આખા ઘરમાં સન્નાટો પ્રસરાવી દીધો. તે થોડીવાર મૌન રહી અને ફરી પાછું બોલવાનું શરૂ કર્યું. પાયલે કહ્યું, મારા લગ્ન થયા ત્યારે જ મેં કલ્પેશને જણાવ્યું હતું કે આપણે એક થવું હોય તો મારા પતિ ભાવિકને વચ્ચેથી હટાવવો પડશે. આપણે એક પ્લાન બનાવીએ અને ભાવિકને આપણા રસ્તા વચ્ચેથી કાઢી નાખીએ. ભાવિક મને તેડવા આવવાનો હતો એ નક્કી હતું. એટલે અમે એ રીતે પ્લાન બનાવ્યો. મેં કલ્પેશને ફોન કરીને કહ્યું હતું કે ભાવિક મને તેડવા માટે આવે ત્યારે તું તેને રસ્તામાં જ પતાવી દેજે. જરૂર પડે તો બે-ત્રણ વિશ્વાસુ માણસોને પણ સાથે રાખજે. આ ઘટસ્ફોટે બધાને હચમચાવી દીધા. પાયલના કહ્યા પ્રમાણે કલ્પેશે ભાવિકની હત્યા માટે પોતાના જ બે કૌટુંબિક ભાઈ શૈલેષ અને સુનીલને સાથે લીધા. આ બન્ને પણ કુબડથલમાં રહેતા હતા. ભાવિક અમદાવાદથી એક્ટિવા લઈને નીકળે એ પહેલાં જ કલ્પેશ અને તેના બે સાગરીતો કુબડથલથી તેના કાકાની ઇનોવા કાર લઈને નીકળી ગયા હતા. પછી રસ્તામાં વોચ રાખીને બેઠા રહ્યા. ભાવિક ક્યાંથી અને કયા સમયે આવશે એ બધું જ તેની પત્ની પાયલે જાણી લીધું હતું. એટલું જ નહીં, તેનું લોકેશન પણ વ્હોટ્સએપથી મગાવી લીધું હતું. પાયલ પોતાના પતિ ભાવિક અને પ્રેમી કલ્પેશ સાથે સતત સંપર્કમાં હતી. પરિવારને પાયલે જણાવ્યું, બપોરે કલ્પેશનો મારા પર ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે અમે ભાવિકને ઉઠાવી લીધો છે. કોટેશ્વરથી નીકળી ગયા છીએ. એ પછી અમારે કોઇ વાત થઈ નથી. અત્યારે એ ક્યાં છે એની મને કોઇ જાણકારી નથી. ગુનેગાર નજર સામે જ હતો, પણ ભાવિક સાથે કલ્પેશ અને તેના બે સાગરીતોએ શું કર્યું હશે? એ વાતની ચિંતા બધાને થવા લાગી. પરિવારના લોકોએ તરત જ ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો. થોડીવારમાં તો અડાલજ પોલીસ અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ કોટેશ્વરમાં દંતાણી પરિવારના ઘરે આવી પહોંચી. પોલીસે પાયલની પૂછપરછ કરી અને આ સાથે જ તેનો ફોન પર ચેક કર્યો, જેમાં કલ્પેશ સાથે થયેલી વાતચીત, વ્હોટ્સએપ મેસેજ અને લોકેશન વગેરેની જાણકારી મળી આવી. બીજી તરફ ગાંધીનગર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દીધું. આરોપીઓના મોબાઇલના લોકેશનથી માંડીને કોટેશ્વરમાં જ્યાંથી એક્ટિવા મળ્યું ત્યાંથી ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ચેક કરવા લાગ્યા. પોલીસ તપાસમાં જણાવ્યા મળ્યું કે સાંજના સમયે આરોપીઓ પોતાના ઘરે આવી ગયા હતા. પછી રાતના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયા હતા. પોલીસે આખી રાત ત્રણેય આરોપીની શોધખોળ કરી અને સવારના પાંચ વાગતાં સુધીમાં ઝડપી પાડ્યા. પાયલનો પ્રેમી કલ્પેશ પોતાના ઘરની નજીકથી જ ઝડપાઈ ગયો. જ્યારે બાકીના બે આરોપી શૈલેષ અને સુનીલ ખેતરોમાં સંતાઈ ગયા હતા, ત્યાંથી ઝડપી લેવામાં આવ્યા. પાયલ પાસેથી એટલી જાણકારી તો મળી ચૂકી હતી કે સાસરીમાં પહોંચે એ પહેલાં જ ભાવિકને રસ્તા વચ્ચે રોકી લેવામાં આવ્યા હતો. પછી કલ્પેશ અને તેના બે કૌટુંબિક ભાઈ ભાવિકને ક્યાં લઈ ગયા એ જાણકારી માટે ઝડપાયેલા ત્રણ આરોપીની કડકાઈથી પૂછપરછ શરૂ થઈ. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ભયંકર સત્ય ખોલ્યું. આરોપીઓએ આપેલી જાણકારી પ્રમાણે, પાયલ ભાવિકનું લોકેશન જાણીને કલ્પેશને કહેતી હતી. કલ્પેશ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે કોટેશ્વર ગામની સીમમાં ઊભો રહીને ભાવિકની રાહ જોતો હતો. ભાવિક એક્ટિવા લઈને આવતો દેખાયો એટલે ત્રણેય લોકો પણ ઇનોવામાં સવાર થઈ ગયા. થોડે આગળ જઈને ભાવિકની એક્ટિવા સાથે ઈનોવા અથડાવી દીધી. ટક્કર વાગતાં ભાવિકનું બેલેન્સ બગડતાં તે એક્ટિવા લઈને રસ્તા વચ્ચે જ પડી ગયો અને પછી ડ્રામા શરૂ થયો. કલ્પેશે ગાડી રોકી અને સાવ જ અજાણ્યો બનીને ગાડીની બહાર આવ્યો. પછી અચાનક જ જાણે ભાવિકને ઓળખી ગયો હોય એમ વર્તવા લાગ્યો, કારણ કે ભાવિક અને પાયલના લગ્નમાં કલ્પેશ પણ આવ્યો હતો અને બન્ને વચ્ચે મુલાકાત પણ થઈ હતી. કલ્પેશે ભાવિકને પૂછ્યું કે કુમાર તમને વાગ્યું તો નથી ને. એટલામાં તેના બે સાથીદાર શૈલેષ અને સુનીલ પણ કારમાંથી બહાર આવી ગયા હતા. આ સમયે રસ્તા પર ઓછી અવરજવર હતી, જેથી ત્રણેય લોકો ભાવિકને ત્યાં જ મારી નાખવાની ફિરાકમાં હતા, પરંતુ એક્સિડેન્ટ થતાં એક વ્યક્તિનું ધ્યાન પડ્યું અને એ નજીક આવી પહોંચ્યો એટલે મારી નાખવાનો પ્લાન થોડીવાર માટે પડતો મૂક્યો અને હોસ્પિટલ લઈ જવાના બહાને ત્રણેયે બળજબરી કરીને ભાવિકને કારમાં બેસાડી દીધો. ભાવકને હોસ્પિટલ લઈ જવાની વાત તો માત્ર એક બહાનું હતું. હોસ્પિટલ તો લઈ જવાનો હતો જ નહીં. એટલે માંડ 600 મીટર દૂર પહોંચ્યા પછી કાર ફરી રોકી દીધી. ત્યાં સુધી ભાવિકને ખ્યાલ જ ન આવ્યો કે તેની સાથે શું થઈ રહ્યું છે. એકબીજાનાં સગાં થતાં હોવાથી તેને જરાયે શંકા પણ ન હતી. ભાવિક સામાન્ય કદ-કાઢી ધરાવતો હતો. બે જણાએ તેના હાથ પકડી રાખ્યા અને એકે તેના ગળામાં દુપટ્ટો નાખી ટૂંપો દઈને મારી નાખ્યો. ભાવિકે છટપટવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ બંધ થઈ ગયો. અચાનક થયેલા હુમલાથી બચવ માટે ભાવિકને સમય જ ન મળ્યો. હત્યા કર્યા બાદ જાણે કોઈ પેસેન્જર બેઠો હોય એમ જ કારની સીટ પર ભાવિકની લાશને ગોઠવી દીધી. હવે લાશનો નિકાલ કેવી રીતે કરવો એ માટે ત્રણેય વિચારવા લાગ્યા. લગભગ 10 કિલોમીટર સુધી લાશને કારમાં લઈને ફર્યા પછી એસજી હાઇવે થઈ ડભોડા કેનાલ પર પહોંચ્યા. ઢળતી સાંજે કોઈની અવરજવર ન હતી એટલે મોકો જોઈને ભાવિકની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી. હત્યારાઓએ ભાવિકનો ફોન પણ કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને સાથે રાખીને આખીય ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જેમાં આરોપીઓએ ઝીણામાં ઝીણી વિગતો પોલીસને ઘટનાસ્થળે પહોંચીને આપી. તરવૈયાઓની મદદથી ભાવિકની લાશ પણ કેનાલમાંથી મળી હતી. આ ઘટનાએ બે પરિવારના સંબંધોને કાયમ માટે તોડી નાખ્યા અને એક એવું સત્ય બહાર આવ્યું, જે પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાની નિર્દય ગાથા બની રહ્યું. લગ્નના ચોથા જ દિવસે યુવક રહસ્યમય રીતે ગુમ: છેલ્લો ફોન પત્નીને કર્યો અને લોકેશન આપ્યું, એક્ટિવાને ટક્કર મારી કારમાં ઉપાડી જનારા 3 શખસ કોણ હતા? પહેલો એપિસોડ વાંચવા માટે અહીં ક્લિક કરો.

​અમદાવાદના વટવામાં રહેતો ભાવિક પોતાના લગ્નના ચોથા દિવસે બપોરે અચાનક જ ગુમ થઈ ગયો. ભાવિક ગાંધીનગર નજીક આવેલા કોટેશ્વર ગામમાં પોતાની સાસરીમાં પત્નીને તેડવા જવા નીકળ્યો હતો, પરંતુ ઘરેથી નીકળ્યા બાદ તે કોટેશ્વર ન પહોંચ્યો. કોટેશ્વર પાસે મહાદેવ મંદિર જવાના રસ્તે તેનું એક્ટિવા મળ્યું, પણ ભાવિકનો પત્તો ન લાગ્યો. પરિવારના લોકોએ આસપાસમાં પૂછપરછ કરી તો એક અજાણ્યા શખસે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું, આ એક્ટિવાવાળા ભાઈનો ઇનાવો કાર સાથે એક્સિડન્ટ થયો હતો. પછી એ જ કારમાં આવેલા ત્રણ લોકો તેને ઉપાડી ગયા. મેં પૂછ્યું તો બોલ્યા હતા, અમારા જમાઈ છે, અમે તેમને દવાખાને લઈ જઈએ છીએ. ભાવિકના પરિવાર અને સાસરીપક્ષે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી પણ ત્યાં ભાવિક ન મળ્યો. ઘરેથી નીકળતાં પહેલાં ભાવિકે પિતા કનૈયાલાલને કહ્યું હતું, પપ્પા, હું પાયલને લેવા જઉ છું. મારી પત્ની લગ્નથી નાખુશ હોય એવું મને લાગે છે’ એટલે ભાવિકના પિતાને એકવાર પુત્રવધૂ પણ શક ગયો અને પૂછ્યું પણ ખરું કે મારા દીકરાના ગુમ થવામાં તારો હાથ છે? જોકે પાયલે ના પાડી દીધી હતી. હવે આ કેસમાં પોલીસની એન્ટ્રી થઈ અને સાંજ પડતાં સુધીમાં પોલીસે ચારેય દિશામાં તપાસ કરી. આખરે શંકાની સોય ભાવિકની પત્ની પાયલ પર જઈને જ અટકી, કારણ કે ભાવિકના પિતા કનૈયાલાલે સવારે દીકરા સાથે થયેલી વાતચીત પોલીસને જણાવી દીધી હતી. ક્રાઇમ ફાઇલના આજના એપિસોડમાં વાંચો પિતા અને દાદા સાથે મુલાકાત બાદ ભાવિક ક્યાં ગયો? તેનું એક્ટિવા કોટેશ્વર મંદિર સુધી કેવી રીતે પહોંચ્યું? અકસ્માત બાદ તેને ઇનોવા કારમાં લઈ જનારા એ ત્રણ શખસ કોણ હતા? અને આ આખાય પ્રકરણમાં તેની પત્નીનો રોલ શું હતો? સાંજ પડી ગઈ હતી. પાયલના ઘરે પરિવારના તમામ સભ્યો તેમજ તેની સાસરી પક્ષના લોકો ઉદાસ આંખો લઈને બેઠા હતા. આ સમયે ફરી એકવાર પાયલને પૂછવામાં આવ્યું, પરંતુ ફરી તેણે ગલ્લાતલ્લા કર્યા, જોકે તમામ લોકોએ પાયલને વિશ્વાસમાં લીધી અને ભાવિક સાથે બનેલા કોઈ બનાવ વિશે એ શું જાણે છે એ કહી દેવા કહ્યું. આ વખતે તેનું મૌન તૂટ્યું. નીચે ઝૂકેલું માથું ધીમે-ધીમે ઊંચું થયું, અને પાયલે જે કહ્યું એ એક એવું સત્ય હતું, જેણે તમામ લોકોનાં હૃદયમાં ફાળ પાડી દીધી. પાયલે સસરાની આંખોમાં જોઈ ઠંડા અવાજે કહ્યું, મને તમારો દીકરો પસંદ નથી. ચાર વર્ષથી હું કલ્પેશના પ્રેમમાં છું. એ મારા મામાનો દીકરો છે અને દસક્રોઈ પાસે આવેલા કુબડથલ ગામમાં રહે છે. હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે જ રહેવા માગું છું. પાયલની આ વાતે આખા ઘરમાં સન્નાટો પ્રસરાવી દીધો. તે થોડીવાર મૌન રહી અને ફરી પાછું બોલવાનું શરૂ કર્યું. પાયલે કહ્યું, મારા લગ્ન થયા ત્યારે જ મેં કલ્પેશને જણાવ્યું હતું કે આપણે એક થવું હોય તો મારા પતિ ભાવિકને વચ્ચેથી હટાવવો પડશે. આપણે એક પ્લાન બનાવીએ અને ભાવિકને આપણા રસ્તા વચ્ચેથી કાઢી નાખીએ. ભાવિક મને તેડવા આવવાનો હતો એ નક્કી હતું. એટલે અમે એ રીતે પ્લાન બનાવ્યો. મેં કલ્પેશને ફોન કરીને કહ્યું હતું કે ભાવિક મને તેડવા માટે આવે ત્યારે તું તેને રસ્તામાં જ પતાવી દેજે. જરૂર પડે તો બે-ત્રણ વિશ્વાસુ માણસોને પણ સાથે રાખજે. આ ઘટસ્ફોટે બધાને હચમચાવી દીધા. પાયલના કહ્યા પ્રમાણે કલ્પેશે ભાવિકની હત્યા માટે પોતાના જ બે કૌટુંબિક ભાઈ શૈલેષ અને સુનીલને સાથે લીધા. આ બન્ને પણ કુબડથલમાં રહેતા હતા. ભાવિક અમદાવાદથી એક્ટિવા લઈને નીકળે એ પહેલાં જ કલ્પેશ અને તેના બે સાગરીતો કુબડથલથી તેના કાકાની ઇનોવા કાર લઈને નીકળી ગયા હતા. પછી રસ્તામાં વોચ રાખીને બેઠા રહ્યા. ભાવિક ક્યાંથી અને કયા સમયે આવશે એ બધું જ તેની પત્ની પાયલે જાણી લીધું હતું. એટલું જ નહીં, તેનું લોકેશન પણ વ્હોટ્સએપથી મગાવી લીધું હતું. પાયલ પોતાના પતિ ભાવિક અને પ્રેમી કલ્પેશ સાથે સતત સંપર્કમાં હતી. પરિવારને પાયલે જણાવ્યું, બપોરે કલ્પેશનો મારા પર ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે અમે ભાવિકને ઉઠાવી લીધો છે. કોટેશ્વરથી નીકળી ગયા છીએ. એ પછી અમારે કોઇ વાત થઈ નથી. અત્યારે એ ક્યાં છે એની મને કોઇ જાણકારી નથી. ગુનેગાર નજર સામે જ હતો, પણ ભાવિક સાથે કલ્પેશ અને તેના બે સાગરીતોએ શું કર્યું હશે? એ વાતની ચિંતા બધાને થવા લાગી. પરિવારના લોકોએ તરત જ ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો. થોડીવારમાં તો અડાલજ પોલીસ અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ કોટેશ્વરમાં દંતાણી પરિવારના ઘરે આવી પહોંચી. પોલીસે પાયલની પૂછપરછ કરી અને આ સાથે જ તેનો ફોન પર ચેક કર્યો, જેમાં કલ્પેશ સાથે થયેલી વાતચીત, વ્હોટ્સએપ મેસેજ અને લોકેશન વગેરેની જાણકારી મળી આવી. બીજી તરફ ગાંધીનગર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દીધું. આરોપીઓના મોબાઇલના લોકેશનથી માંડીને કોટેશ્વરમાં જ્યાંથી એક્ટિવા મળ્યું ત્યાંથી ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ચેક કરવા લાગ્યા. પોલીસ તપાસમાં જણાવ્યા મળ્યું કે સાંજના સમયે આરોપીઓ પોતાના ઘરે આવી ગયા હતા. પછી રાતના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયા હતા. પોલીસે આખી રાત ત્રણેય આરોપીની શોધખોળ કરી અને સવારના પાંચ વાગતાં સુધીમાં ઝડપી પાડ્યા. પાયલનો પ્રેમી કલ્પેશ પોતાના ઘરની નજીકથી જ ઝડપાઈ ગયો. જ્યારે બાકીના બે આરોપી શૈલેષ અને સુનીલ ખેતરોમાં સંતાઈ ગયા હતા, ત્યાંથી ઝડપી લેવામાં આવ્યા. પાયલ પાસેથી એટલી જાણકારી તો મળી ચૂકી હતી કે સાસરીમાં પહોંચે એ પહેલાં જ ભાવિકને રસ્તા વચ્ચે રોકી લેવામાં આવ્યા હતો. પછી કલ્પેશ અને તેના બે કૌટુંબિક ભાઈ ભાવિકને ક્યાં લઈ ગયા એ જાણકારી માટે ઝડપાયેલા ત્રણ આરોપીની કડકાઈથી પૂછપરછ શરૂ થઈ. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ભયંકર સત્ય ખોલ્યું. આરોપીઓએ આપેલી જાણકારી પ્રમાણે, પાયલ ભાવિકનું લોકેશન જાણીને કલ્પેશને કહેતી હતી. કલ્પેશ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે કોટેશ્વર ગામની સીમમાં ઊભો રહીને ભાવિકની રાહ જોતો હતો. ભાવિક એક્ટિવા લઈને આવતો દેખાયો એટલે ત્રણેય લોકો પણ ઇનોવામાં સવાર થઈ ગયા. થોડે આગળ જઈને ભાવિકની એક્ટિવા સાથે ઈનોવા અથડાવી દીધી. ટક્કર વાગતાં ભાવિકનું બેલેન્સ બગડતાં તે એક્ટિવા લઈને રસ્તા વચ્ચે જ પડી ગયો અને પછી ડ્રામા શરૂ થયો. કલ્પેશે ગાડી રોકી અને સાવ જ અજાણ્યો બનીને ગાડીની બહાર આવ્યો. પછી અચાનક જ જાણે ભાવિકને ઓળખી ગયો હોય એમ વર્તવા લાગ્યો, કારણ કે ભાવિક અને પાયલના લગ્નમાં કલ્પેશ પણ આવ્યો હતો અને બન્ને વચ્ચે મુલાકાત પણ થઈ હતી. કલ્પેશે ભાવિકને પૂછ્યું કે કુમાર તમને વાગ્યું તો નથી ને. એટલામાં તેના બે સાથીદાર શૈલેષ અને સુનીલ પણ કારમાંથી બહાર આવી ગયા હતા. આ સમયે રસ્તા પર ઓછી અવરજવર હતી, જેથી ત્રણેય લોકો ભાવિકને ત્યાં જ મારી નાખવાની ફિરાકમાં હતા, પરંતુ એક્સિડેન્ટ થતાં એક વ્યક્તિનું ધ્યાન પડ્યું અને એ નજીક આવી પહોંચ્યો એટલે મારી નાખવાનો પ્લાન થોડીવાર માટે પડતો મૂક્યો અને હોસ્પિટલ લઈ જવાના બહાને ત્રણેયે બળજબરી કરીને ભાવિકને કારમાં બેસાડી દીધો. ભાવકને હોસ્પિટલ લઈ જવાની વાત તો માત્ર એક બહાનું હતું. હોસ્પિટલ તો લઈ જવાનો હતો જ નહીં. એટલે માંડ 600 મીટર દૂર પહોંચ્યા પછી કાર ફરી રોકી દીધી. ત્યાં સુધી ભાવિકને ખ્યાલ જ ન આવ્યો કે તેની સાથે શું થઈ રહ્યું છે. એકબીજાનાં સગાં થતાં હોવાથી તેને જરાયે શંકા પણ ન હતી. ભાવિક સામાન્ય કદ-કાઢી ધરાવતો હતો. બે જણાએ તેના હાથ પકડી રાખ્યા અને એકે તેના ગળામાં દુપટ્ટો નાખી ટૂંપો દઈને મારી નાખ્યો. ભાવિકે છટપટવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ બંધ થઈ ગયો. અચાનક થયેલા હુમલાથી બચવ માટે ભાવિકને સમય જ ન મળ્યો. હત્યા કર્યા બાદ જાણે કોઈ પેસેન્જર બેઠો હોય એમ જ કારની સીટ પર ભાવિકની લાશને ગોઠવી દીધી. હવે લાશનો નિકાલ કેવી રીતે કરવો એ માટે ત્રણેય વિચારવા લાગ્યા. લગભગ 10 કિલોમીટર સુધી લાશને કારમાં લઈને ફર્યા પછી એસજી હાઇવે થઈ ડભોડા કેનાલ પર પહોંચ્યા. ઢળતી સાંજે કોઈની અવરજવર ન હતી એટલે મોકો જોઈને ભાવિકની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી. હત્યારાઓએ ભાવિકનો ફોન પણ કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને સાથે રાખીને આખીય ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જેમાં આરોપીઓએ ઝીણામાં ઝીણી વિગતો પોલીસને ઘટનાસ્થળે પહોંચીને આપી. તરવૈયાઓની મદદથી ભાવિકની લાશ પણ કેનાલમાંથી મળી હતી. આ ઘટનાએ બે પરિવારના સંબંધોને કાયમ માટે તોડી નાખ્યા અને એક એવું સત્ય બહાર આવ્યું, જે પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાની નિર્દય ગાથા બની રહ્યું. લગ્નના ચોથા જ દિવસે યુવક રહસ્યમય રીતે ગુમ: છેલ્લો ફોન પત્નીને કર્યો અને લોકેશન આપ્યું, એક્ટિવાને ટક્કર મારી કારમાં ઉપાડી જનારા 3 શખસ કોણ હતા? પહેલો એપિસોડ વાંચવા માટે અહીં ક્લિક કરો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *