P24 News Gujarat

લગ્નના ચોથા જ દિવસે યુવક રહસ્યમય રીતે ગુમ:છેલ્લો ફોન પત્નીને કર્યો અને લોકેશન આપ્યું, એક્ટિવાને ટક્કર મારી કારમાં ઉપાડી જનારા 3 શખસ કોણ હતા?

2024ના વર્ષના ડિસેમ્બર મહિનાની આ વાત છે. ગુજરાતભરમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી હતી. અમદાવાદમાં રહેતો આવો જ એક પરિવારનો ઘરના સૌથી મોટા દીકરાના લગ્નની ખુશીમાં હરખ સમાતો ન હતો. પરંતુ આ ખુશીનો રંગ માત્ર 72 કલાકમાં જ ઝાંખો પડી ગયો, અને એક એવી ઘટના બની કે જેનાથી બે પરિવારોની દુનિયા જાણે કે ઊજાડી નાખી. 10 ડિસેમ્બર, 2024ના રોજ શુભમુહૂર્ત જોઈને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ભાવિકના લગ્ન ધામધૂમથી હતા. અમદાવાદની બાજુમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા કોટેશ્વરમાં દંતાણી પરિવારને ત્યાં જાન ગઈ અને ભાવિક-પાયલ લગ્નના તાંતણે બંધાઈ ગયા. પણ લગ્નના ચોથા દિવસે ભાવિક ગૂમ થઈ ગયો અને ગાંધીનગર પોલીસ પણ દોડતી થઈ ગઈ. અંતે કેનાલમાં તેની લાશ મળી. આ ઘટનાએ બે પરિવારોના હૃદયને ચીરી નાખ્યું, અને એક એવું રહસ્ય ખડું થયું જેના પરથી પડદો હટવો હજી બાકી હતો. તાજેતરમાં જ મેઘાલયમાં ઇન્દૌરના વેપારી યુવકની તેની જ પત્ની અને પ્રેમીના સાગરીતો દ્વારા હત્યા કરી નાખવામાં આવી. મૃતકની પત્ની સોનમ રઘુવંશી ઉપરાંત હત્યામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. લગ્નના ગણતરીના દિવસોમાં જ નિર્મમ રીતે થયેલી હત્યાના આ પ્રકરણે ગાંધીનગરમાં બનેલા એક એવા જ હત્યાકાંડને તાજો કરી દીધો છે. ભાવિકના પરિવારમાં બે નાના ભાઈ અને માતા-પિતા હતા. તેઓ લગ્નના થોડા સમય અગાઉ જૂના અમદાવાદના જાણિતા વિસ્તાર રાયપુરમાં રહેતા હતા. પછી ત્યાંથી વટવા રહેવા માટે જતા રહ્યા હતા. 24 વર્ષનો ભાવિક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો અને સારી એવી કમાણી થતી હતી. જ્યારે તેના પિતા રિક્ષા ચાલવતા હતા. ટૂંકમાં પરિવારને આર્થિક રીતે પણ કોઈ ખાસ નડતર ન હતું. 10 ડિસેમ્બર, 2024ના રોજ લગ્ન થયા બાદ રિવાજ મુજબ બીજા દિવસે ભાવિકની પત્ની પાયલને તેના પિયરપક્ષના લોકો આવીને તેડી ગયા હતા. પછી 13 તારીખે ભાવિકે પોતાની સાસરી કોટેશ્વર જઈને પત્નીને પાછી તેડી આવવાની હતી. પણ આ જ દિવસે ભાવિક સાથે અજુગતું બની ગયું. સવારના સમયે ભાવિક તેના પિતા કનૈયાલલને મળ્યો અને કહ્યું, પપ્પા, હું પાયલને લેવા જઉ છું. પિતાએ હળવા હાસ્ય સાથે કહ્યું, “ભલે, જા… તેડતો આવ.” પરંતુ ભાવિકના ચહેરા પર એક અજાણી ઉદાસી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, “પપ્પા, મને લાગે છે પાયલ લગ્નથી ખુશ નથી.” કનૈયાલાલે તેને સમજાવ્યો, “એવું કાંઈ નથી, બેટા. નવા લગ્ન છે, બધું બરાબર થઈ જશે.” લગ્નના ત્રણ દિવસ થઈ ચૂક્યા હતા પણ ભાવિકના ચહેરા પર કાંઈ ખાસ ખુશી દેખાતી ન હતી. પિતા સાથે વાત કરતા સમયે પણ તેણે ખૂબ જ મુંઝાયેલા હાવભાવ સાથે વાતચીત કરી. ભાવિકના શબ્દોમાં છુપાયેલી ચિંતા તેના પિતાએ ત્યારે ગંભીરતાથી નહોતી લીધી, પરંતુ આ વાતચીત થોડા જ કલાકોમાં એક કોયડો ઉકેલવા માટે ચાવીરૂપ સાબિત થઈ. ભાવિક કોટેશ્વર જવા માટે નીકળ્યો પરંતુ એ પહેલાં રાયપુરમાં પોતાના જૂના ઘરે ગયો. ત્યાં તેના દાદા રહેતા હતા. દાદા સાથે ભાવિકે મુલાકાત તો કરી પણ એમના પણ કોઈ ખાસ મુદ્દે ચર્ચા ન કરી અને થોડી જ મિનિટોમાં ત્યાંથી નીકળી ગયો. રાયપુરથી કોટેશ્વર 17 કિલોમીટરનું અંતર થાય અને પહોંચવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે. જમાઈની આગતા-સ્વાગતા માટે પરિવાર તૈયાર હતો. પકવાન બની ચૂક્યા હતા. પરંતુ ભરબપોર થઈ જવા છતાં પણ ભાવિક પોતાની સાસરીમાં પહોંચ્યો નહીં. એટલે ત્યાંના લોકો પણ ઊંચા-નીચા થઈ ગયા. ભાવિકને ફોન નહોતો લાગી રહ્યો. ચિંતાતુર થયેલા ભાવિકના સસરા સુરેશભાઈ દંતાણીએ પોતાના વેવાઈ એટલે કે ભાવિકના પિતા કનૈયાલાલને ફોન કર્યો અને પૂછ્યું, જમાઈ મારી દીકરીને તેડવા માટે આવવાના હતા. પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી. આવું કેમ? કનૈયાલાલે કહ્યું, ભાવિક મને રાયપુર દરવાજા પાસે આશરે બારેક વાગ્યે છેલ્લે મળ્યો હતો. પછી એ તો સીધો જ કોટેશ્વર આવવા નીકળી ગયો હતો. છતાં હું તેને ફોન કરીને પૂછી લઉં છું કે ક્યાં છે? કનૈયાલાલે દીકરાને સતત ફોન કરવાના પ્રયાસ કર્યા. પણ ફોન ન જ લાગ્યો. હવે તેમને પણ ચિંતા થવા લાગી અને દીકરાની શોધખોળમાં લાગી ગયા. ઘણાને ફોન કર્યા, લોકોની મદદ માગી. પણ ભાવિકનો કોઈ અતોપતો મળી રહ્યો ન હતો. આ દરમિયાન ભાવિકના સસરા પૂૂજાભાઈનો કનૈયાલાલ પર ફોન આવ્યો અને એક સમાચાર આપ્યા. તેમણે કહ્યું, ‘ભાવિકનું એક્ટિવા કોટેશ્વર મહાદેવ મંદિર પાસે જવાના રસ્તે પડ્યું છે.’ કનૈયાલાલનું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું. તાબડતોબ કોટેશ્વર ગામ પહોંચ્યા. ભાવિકનું એક્ટિવા મળી ગયું પણ ભાવિકની કોઈ ભાળ ન મળી. સાબરમતી નદીના તટ પાસેના આ વિસ્તારમાં રહેણાંક મકાનો ઓછા છે. લોકોની આવનજાવન ઓછી હતી. છતાં જે પણ રસ્તે મળ્યું એમની પૂછપરછ શરૂ કરી. સૌકોઈના મનમાં સવાલ હતા કે એક્ટિવા મૂકીને ભાવિક ક્યાં ગયો? તેની સાથે શું થઈ ગયું? હવે, બન્ને પરિવારના સભ્યોને નકારાત્મક વિચારો આવવા લાગ્યા હતા. ભાવિક ગૂમ થયો હોવાની જાણકારી પોલીસ કંટ્રોલરૂમમાં પણ આપી દેવામાં આવી હતી. આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન એક મહત્વની કડી મળી. એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું, આ એક્ટિવા લઈને જે ભાઈ નીકળતા હતા. તેમને એક ઇનોવા ગાડીએ ટક્કર મારી હતી. એમાંથી ત્રણ છોકરાઓ નીચે ઉતર્યા હતા. એ લોકોએ તરત જ આ ભાઈને ઉપાડ્યા અને પોતાની ગાડીમાં બેસાડી દીધા. એક્સિડન્ટ થયો હોવાથી હું પણ ત્યાં નજીક પહોંચી ગયો હતો. મેં એ છોકરાઓને પૂછ્યું, આ ભાઈને તમે ગાડીમાં નાખીને ક્યાં લઈ જાઓ છો? ત્યારે ત્રણમાંથી એક છોકરાએ મને જવાબ આપતા કહેલું, આ તો અમારા જમાઈ છે. તેમને અમે દવાખાને લઈ જઈએ છીએ. અજાણ્યા વ્યક્તિ પાસેથી આટલી જાણકારી મળ્યા પછી તો મામલો વધુ પેચિદો બની ગયો. કારણ કે બન્ને પરિવારના ઘણા લોકો એકસાથે મળીને ભાવિકને શોધી રહ્યા હતા. વળી, જો કોઈની કારથી ભાવિકનો અકસ્માત થયો હોય તો પરિવારને પણ જાણ કરે જ ને. પણ આવી કોઈ જાણકારી નહોતી મળી. એટલે અકસ્માતની વાત સાંભળીને તમામ લોકો નજીકમાં આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા. કારણ કે જો અજાણ્યા શખસની વાત સાચી હોય તો આ જ હોસ્પિટલમાં સારવાર માટે આવવાની સંભાવના વધુ હતી. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પહોંચતા જાણવા મળ્યું કે આવા અકસ્માતનો કોઈ કેસ અહીં આવ્યો જ નથી. એટલે અકસ્માત બાદ જમાઈને હોસ્પિટલ લઈ જવાની વાત એક રીતે ખોટી સાબિત થઈ. હવે સવાલ ઉઠવા લાગ્યા કે એ ત્રણ છોકરાઓ કોણ હતા? તેમણે ભાવિકની ઓળખ અજાણ્યા વ્યક્તિ સામે પોતાના ‘જમાઈ’ તરીકે કેમ આપી? શું આ કોઈ અજાણ્યા શખસો દ્વારા લૂંટનો પ્રયાસ હતો કે પછી વોચ રાખીને ભાવિકને ટાર્ગેટ બનાવવામાં આવ્યો? સવાલો ઘણા હતા. પરંતુ જવાબરૂપે ભાવિકનો પરિવાર એટલું જ જાણતો હતો કે ભાવિક ખૂબ ભોળા સ્વભાવનો છોકરો છે. તેની કોઈની સાથે દુશ્મની નથી. ચારેય બાજુની મુંઝવણ વચ્ચે ભાવિકના પિતા કનૈયાલાલને દીકરા સાથે સવારે થયેલી વાતચીત યાદ આવી. જ્યારે ભાવિકે તેમને કહ્યું હતું કે, પપ્પા… પાયલ મારી સાથે લગ્ન બાદ ખુશ હોય એમ લાગતું નથી. સવારના સમયે દીકરાને હકારાત્મક ભાવે સમજાવનાર પિતા કનૈયાલાલના મનમાં જ હવે શંકા ઉપજવા લાગી. કનૈયાલાલે પોતાની પુત્રવધુ પાયલને બોલાવી અને સીધો જ સવાલ કર્યો કે મારા દીકરાના ગુમ થવામાં તારો હાથ છે? સસરાનો આ સવાલ સાંભળીને પાયલ સ્તબ્ધ થઈ ગઈ. પણ જવાબ આવ્યા વગર છૂટકો ન હતો. પાયલે ધ્રૂજતા અવાજે કહ્યું, ના પપ્પા… હું આવું કેમ કરું? મેં કાંઈ નથી કર્યું. થોડીવારમાં પોલીસ જવાનો પણ ભાવિકની સાસરીમાં પહોંચી ગયા. પોલીસે પરિવારના અલગ-અલગ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી. જેથી તપાસ કઈ દિશામાં કરવી એ જાણી શકાય. પોલીસે જ્યારે જાણ્યું કે ભાવિકને ઇનોવા કારમાં આવેલા ત્રણ શખસો ઉપાડી ગયા છે. તો નજરે જોનાર પાસેથી તેમના વિશે વધુ વિગતો જાણી. જેના થકી જાણવા મળ્યું કે ભાવિકને કારમાં લઈ જનારા શખસોએ કાળા રંગનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો. એટલે એકવાર તો પોલીસને પણ એવું લાગ્યું કે શું કોઈ ગુનામાં પોલીસ જ ભાવિકને નહીં ઉપાડી ગઈ હોય ને? જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ ભાવિકના ગૂમ થવા પાછળની શંકાઓ અને સવાલો વધવા લાગ્યા. પોલીસ પોતાની રીતે તપાસ શરૂ કરી ચૂકી હતી. મોબાઇલ લોકેશનથી માંડીને વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજની શોધખોળ ચાલી હતી. બાતમીદારો પણ એક્ટિવ થઈ ચૂક્યા હતા. આખરે સૂર્યાસ્ત સુધીમાં ભાવિકના પિતાની શંકા પણ ભાવિકની પત્ની સુધી આવીને જ અટકી ગઈ. સસરાને તો અગાઉ તેણીએ ભોળાભાવે ના પાડીને વિશ્વાસમાં લાવી દીધા હતા કે ભાવિકના ગૂમ થવામાં તેનો કોઈ જ રોલ નથી. પરંતુ આખા દિવસની દોડધામ અને રોકકળ બાદ હવે ભાવિકની પત્ની પાયલનો સામનો ફરી એકવાર પરિવારથી થયો. હવે આ કેસમાં અત્યાર સુધી ઉઠેલા સવાલ અને સસ્પેન્સ પરથી પડદો હટવા લાગ્યો. તેની પાછળનું સત્ય એટલું ભયંકર હતું કે જેની કલ્પના બે પરિવારોના સપનામાં પણ નહોતી. ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં વાંચો, પિતા અને દાદા સાથે મુલાકાત બાદ ભાવિક ક્યાં ગયો? તેનું એક્ટિવા કોટેશ્વર મંદિર સુધી કેવી રીતે પહોંચ્યો? અકસ્માત બાદ તેને ઇનોવા કારમાં લઈ જનારા એ ત્રણ શખસો કોણ હતા? અને આ આખાય પ્રકરણમાં તેની પત્નીનો રોલ શું હતો?

​2024ના વર્ષના ડિસેમ્બર મહિનાની આ વાત છે. ગુજરાતભરમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી હતી. અમદાવાદમાં રહેતો આવો જ એક પરિવારનો ઘરના સૌથી મોટા દીકરાના લગ્નની ખુશીમાં હરખ સમાતો ન હતો. પરંતુ આ ખુશીનો રંગ માત્ર 72 કલાકમાં જ ઝાંખો પડી ગયો, અને એક એવી ઘટના બની કે જેનાથી બે પરિવારોની દુનિયા જાણે કે ઊજાડી નાખી. 10 ડિસેમ્બર, 2024ના રોજ શુભમુહૂર્ત જોઈને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ભાવિકના લગ્ન ધામધૂમથી હતા. અમદાવાદની બાજુમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા કોટેશ્વરમાં દંતાણી પરિવારને ત્યાં જાન ગઈ અને ભાવિક-પાયલ લગ્નના તાંતણે બંધાઈ ગયા. પણ લગ્નના ચોથા દિવસે ભાવિક ગૂમ થઈ ગયો અને ગાંધીનગર પોલીસ પણ દોડતી થઈ ગઈ. અંતે કેનાલમાં તેની લાશ મળી. આ ઘટનાએ બે પરિવારોના હૃદયને ચીરી નાખ્યું, અને એક એવું રહસ્ય ખડું થયું જેના પરથી પડદો હટવો હજી બાકી હતો. તાજેતરમાં જ મેઘાલયમાં ઇન્દૌરના વેપારી યુવકની તેની જ પત્ની અને પ્રેમીના સાગરીતો દ્વારા હત્યા કરી નાખવામાં આવી. મૃતકની પત્ની સોનમ રઘુવંશી ઉપરાંત હત્યામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. લગ્નના ગણતરીના દિવસોમાં જ નિર્મમ રીતે થયેલી હત્યાના આ પ્રકરણે ગાંધીનગરમાં બનેલા એક એવા જ હત્યાકાંડને તાજો કરી દીધો છે. ભાવિકના પરિવારમાં બે નાના ભાઈ અને માતા-પિતા હતા. તેઓ લગ્નના થોડા સમય અગાઉ જૂના અમદાવાદના જાણિતા વિસ્તાર રાયપુરમાં રહેતા હતા. પછી ત્યાંથી વટવા રહેવા માટે જતા રહ્યા હતા. 24 વર્ષનો ભાવિક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો અને સારી એવી કમાણી થતી હતી. જ્યારે તેના પિતા રિક્ષા ચાલવતા હતા. ટૂંકમાં પરિવારને આર્થિક રીતે પણ કોઈ ખાસ નડતર ન હતું. 10 ડિસેમ્બર, 2024ના રોજ લગ્ન થયા બાદ રિવાજ મુજબ બીજા દિવસે ભાવિકની પત્ની પાયલને તેના પિયરપક્ષના લોકો આવીને તેડી ગયા હતા. પછી 13 તારીખે ભાવિકે પોતાની સાસરી કોટેશ્વર જઈને પત્નીને પાછી તેડી આવવાની હતી. પણ આ જ દિવસે ભાવિક સાથે અજુગતું બની ગયું. સવારના સમયે ભાવિક તેના પિતા કનૈયાલલને મળ્યો અને કહ્યું, પપ્પા, હું પાયલને લેવા જઉ છું. પિતાએ હળવા હાસ્ય સાથે કહ્યું, “ભલે, જા… તેડતો આવ.” પરંતુ ભાવિકના ચહેરા પર એક અજાણી ઉદાસી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, “પપ્પા, મને લાગે છે પાયલ લગ્નથી ખુશ નથી.” કનૈયાલાલે તેને સમજાવ્યો, “એવું કાંઈ નથી, બેટા. નવા લગ્ન છે, બધું બરાબર થઈ જશે.” લગ્નના ત્રણ દિવસ થઈ ચૂક્યા હતા પણ ભાવિકના ચહેરા પર કાંઈ ખાસ ખુશી દેખાતી ન હતી. પિતા સાથે વાત કરતા સમયે પણ તેણે ખૂબ જ મુંઝાયેલા હાવભાવ સાથે વાતચીત કરી. ભાવિકના શબ્દોમાં છુપાયેલી ચિંતા તેના પિતાએ ત્યારે ગંભીરતાથી નહોતી લીધી, પરંતુ આ વાતચીત થોડા જ કલાકોમાં એક કોયડો ઉકેલવા માટે ચાવીરૂપ સાબિત થઈ. ભાવિક કોટેશ્વર જવા માટે નીકળ્યો પરંતુ એ પહેલાં રાયપુરમાં પોતાના જૂના ઘરે ગયો. ત્યાં તેના દાદા રહેતા હતા. દાદા સાથે ભાવિકે મુલાકાત તો કરી પણ એમના પણ કોઈ ખાસ મુદ્દે ચર્ચા ન કરી અને થોડી જ મિનિટોમાં ત્યાંથી નીકળી ગયો. રાયપુરથી કોટેશ્વર 17 કિલોમીટરનું અંતર થાય અને પહોંચવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે. જમાઈની આગતા-સ્વાગતા માટે પરિવાર તૈયાર હતો. પકવાન બની ચૂક્યા હતા. પરંતુ ભરબપોર થઈ જવા છતાં પણ ભાવિક પોતાની સાસરીમાં પહોંચ્યો નહીં. એટલે ત્યાંના લોકો પણ ઊંચા-નીચા થઈ ગયા. ભાવિકને ફોન નહોતો લાગી રહ્યો. ચિંતાતુર થયેલા ભાવિકના સસરા સુરેશભાઈ દંતાણીએ પોતાના વેવાઈ એટલે કે ભાવિકના પિતા કનૈયાલાલને ફોન કર્યો અને પૂછ્યું, જમાઈ મારી દીકરીને તેડવા માટે આવવાના હતા. પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી. આવું કેમ? કનૈયાલાલે કહ્યું, ભાવિક મને રાયપુર દરવાજા પાસે આશરે બારેક વાગ્યે છેલ્લે મળ્યો હતો. પછી એ તો સીધો જ કોટેશ્વર આવવા નીકળી ગયો હતો. છતાં હું તેને ફોન કરીને પૂછી લઉં છું કે ક્યાં છે? કનૈયાલાલે દીકરાને સતત ફોન કરવાના પ્રયાસ કર્યા. પણ ફોન ન જ લાગ્યો. હવે તેમને પણ ચિંતા થવા લાગી અને દીકરાની શોધખોળમાં લાગી ગયા. ઘણાને ફોન કર્યા, લોકોની મદદ માગી. પણ ભાવિકનો કોઈ અતોપતો મળી રહ્યો ન હતો. આ દરમિયાન ભાવિકના સસરા પૂૂજાભાઈનો કનૈયાલાલ પર ફોન આવ્યો અને એક સમાચાર આપ્યા. તેમણે કહ્યું, ‘ભાવિકનું એક્ટિવા કોટેશ્વર મહાદેવ મંદિર પાસે જવાના રસ્તે પડ્યું છે.’ કનૈયાલાલનું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું. તાબડતોબ કોટેશ્વર ગામ પહોંચ્યા. ભાવિકનું એક્ટિવા મળી ગયું પણ ભાવિકની કોઈ ભાળ ન મળી. સાબરમતી નદીના તટ પાસેના આ વિસ્તારમાં રહેણાંક મકાનો ઓછા છે. લોકોની આવનજાવન ઓછી હતી. છતાં જે પણ રસ્તે મળ્યું એમની પૂછપરછ શરૂ કરી. સૌકોઈના મનમાં સવાલ હતા કે એક્ટિવા મૂકીને ભાવિક ક્યાં ગયો? તેની સાથે શું થઈ ગયું? હવે, બન્ને પરિવારના સભ્યોને નકારાત્મક વિચારો આવવા લાગ્યા હતા. ભાવિક ગૂમ થયો હોવાની જાણકારી પોલીસ કંટ્રોલરૂમમાં પણ આપી દેવામાં આવી હતી. આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન એક મહત્વની કડી મળી. એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું, આ એક્ટિવા લઈને જે ભાઈ નીકળતા હતા. તેમને એક ઇનોવા ગાડીએ ટક્કર મારી હતી. એમાંથી ત્રણ છોકરાઓ નીચે ઉતર્યા હતા. એ લોકોએ તરત જ આ ભાઈને ઉપાડ્યા અને પોતાની ગાડીમાં બેસાડી દીધા. એક્સિડન્ટ થયો હોવાથી હું પણ ત્યાં નજીક પહોંચી ગયો હતો. મેં એ છોકરાઓને પૂછ્યું, આ ભાઈને તમે ગાડીમાં નાખીને ક્યાં લઈ જાઓ છો? ત્યારે ત્રણમાંથી એક છોકરાએ મને જવાબ આપતા કહેલું, આ તો અમારા જમાઈ છે. તેમને અમે દવાખાને લઈ જઈએ છીએ. અજાણ્યા વ્યક્તિ પાસેથી આટલી જાણકારી મળ્યા પછી તો મામલો વધુ પેચિદો બની ગયો. કારણ કે બન્ને પરિવારના ઘણા લોકો એકસાથે મળીને ભાવિકને શોધી રહ્યા હતા. વળી, જો કોઈની કારથી ભાવિકનો અકસ્માત થયો હોય તો પરિવારને પણ જાણ કરે જ ને. પણ આવી કોઈ જાણકારી નહોતી મળી. એટલે અકસ્માતની વાત સાંભળીને તમામ લોકો નજીકમાં આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા. કારણ કે જો અજાણ્યા શખસની વાત સાચી હોય તો આ જ હોસ્પિટલમાં સારવાર માટે આવવાની સંભાવના વધુ હતી. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પહોંચતા જાણવા મળ્યું કે આવા અકસ્માતનો કોઈ કેસ અહીં આવ્યો જ નથી. એટલે અકસ્માત બાદ જમાઈને હોસ્પિટલ લઈ જવાની વાત એક રીતે ખોટી સાબિત થઈ. હવે સવાલ ઉઠવા લાગ્યા કે એ ત્રણ છોકરાઓ કોણ હતા? તેમણે ભાવિકની ઓળખ અજાણ્યા વ્યક્તિ સામે પોતાના ‘જમાઈ’ તરીકે કેમ આપી? શું આ કોઈ અજાણ્યા શખસો દ્વારા લૂંટનો પ્રયાસ હતો કે પછી વોચ રાખીને ભાવિકને ટાર્ગેટ બનાવવામાં આવ્યો? સવાલો ઘણા હતા. પરંતુ જવાબરૂપે ભાવિકનો પરિવાર એટલું જ જાણતો હતો કે ભાવિક ખૂબ ભોળા સ્વભાવનો છોકરો છે. તેની કોઈની સાથે દુશ્મની નથી. ચારેય બાજુની મુંઝવણ વચ્ચે ભાવિકના પિતા કનૈયાલાલને દીકરા સાથે સવારે થયેલી વાતચીત યાદ આવી. જ્યારે ભાવિકે તેમને કહ્યું હતું કે, પપ્પા… પાયલ મારી સાથે લગ્ન બાદ ખુશ હોય એમ લાગતું નથી. સવારના સમયે દીકરાને હકારાત્મક ભાવે સમજાવનાર પિતા કનૈયાલાલના મનમાં જ હવે શંકા ઉપજવા લાગી. કનૈયાલાલે પોતાની પુત્રવધુ પાયલને બોલાવી અને સીધો જ સવાલ કર્યો કે મારા દીકરાના ગુમ થવામાં તારો હાથ છે? સસરાનો આ સવાલ સાંભળીને પાયલ સ્તબ્ધ થઈ ગઈ. પણ જવાબ આવ્યા વગર છૂટકો ન હતો. પાયલે ધ્રૂજતા અવાજે કહ્યું, ના પપ્પા… હું આવું કેમ કરું? મેં કાંઈ નથી કર્યું. થોડીવારમાં પોલીસ જવાનો પણ ભાવિકની સાસરીમાં પહોંચી ગયા. પોલીસે પરિવારના અલગ-અલગ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી. જેથી તપાસ કઈ દિશામાં કરવી એ જાણી શકાય. પોલીસે જ્યારે જાણ્યું કે ભાવિકને ઇનોવા કારમાં આવેલા ત્રણ શખસો ઉપાડી ગયા છે. તો નજરે જોનાર પાસેથી તેમના વિશે વધુ વિગતો જાણી. જેના થકી જાણવા મળ્યું કે ભાવિકને કારમાં લઈ જનારા શખસોએ કાળા રંગનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો. એટલે એકવાર તો પોલીસને પણ એવું લાગ્યું કે શું કોઈ ગુનામાં પોલીસ જ ભાવિકને નહીં ઉપાડી ગઈ હોય ને? જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ ભાવિકના ગૂમ થવા પાછળની શંકાઓ અને સવાલો વધવા લાગ્યા. પોલીસ પોતાની રીતે તપાસ શરૂ કરી ચૂકી હતી. મોબાઇલ લોકેશનથી માંડીને વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજની શોધખોળ ચાલી હતી. બાતમીદારો પણ એક્ટિવ થઈ ચૂક્યા હતા. આખરે સૂર્યાસ્ત સુધીમાં ભાવિકના પિતાની શંકા પણ ભાવિકની પત્ની સુધી આવીને જ અટકી ગઈ. સસરાને તો અગાઉ તેણીએ ભોળાભાવે ના પાડીને વિશ્વાસમાં લાવી દીધા હતા કે ભાવિકના ગૂમ થવામાં તેનો કોઈ જ રોલ નથી. પરંતુ આખા દિવસની દોડધામ અને રોકકળ બાદ હવે ભાવિકની પત્ની પાયલનો સામનો ફરી એકવાર પરિવારથી થયો. હવે આ કેસમાં અત્યાર સુધી ઉઠેલા સવાલ અને સસ્પેન્સ પરથી પડદો હટવા લાગ્યો. તેની પાછળનું સત્ય એટલું ભયંકર હતું કે જેની કલ્પના બે પરિવારોના સપનામાં પણ નહોતી. ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં વાંચો, પિતા અને દાદા સાથે મુલાકાત બાદ ભાવિક ક્યાં ગયો? તેનું એક્ટિવા કોટેશ્વર મંદિર સુધી કેવી રીતે પહોંચ્યો? અકસ્માત બાદ તેને ઇનોવા કારમાં લઈ જનારા એ ત્રણ શખસો કોણ હતા? અને આ આખાય પ્રકરણમાં તેની પત્નીનો રોલ શું હતો? 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *