P24 News Gujarat

ગુજરાતીઓએ પાનની પિચકારી મારીને લંડનની ગલીઓ બગાડી:UKમાં પણ માવા-મસાલા ખાવાવાળાનો ત્રાસ, લાખોનો દંડ છતાં કોઈ ફરક નહીં, બ્રિટિશરો ત્રાસી ગયા

થોડા સમય પહેલાં જ લંડનના એક વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. આ વીડિયો જોઈને સો. મીડિયા યુઝર્સે મોં મચકોડ્યું હતું કે આ ખરેખર લંડન છે કે પછી અમદાવાદ કે સુરતની કોઈ ગલી? આ વીડિયોમાં લંડનના રસ્તા પાનની પિચકારીથી ગંદા થયેલા જોવા મળ્યા હતા. દિવ્ય ભાસ્કરે જ્યારે લંડનના નાગરિકો, કાઉન્સિલર ને સ્ટુડન્ટ સાથે વાત કરી ત્યારે ઘણી જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે ગુજરાતી-ભારતીયોએ અન્ય દેશમાં પોતાની ઇમેજ કેવી બનાવીને રાખી છે! ‘ઇન્ડિયામાં ચાલે, ઇંગ્લેન્ડમાં બિલકુલ ના ચાલે’
લંડનના ક્વીન્સબરી વૉર્ડના કાઉન્સિલર જયંતીભાઈ પટેલે થોડા આક્રોશ સાથે કહ્યું, ‘પાનની પિચકારી મારીને રોડ ગંદા કરવાની સમસ્યા છેલ્લાં પાંચેક વર્ષમાં વધી છે. વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ભરીને આવે છે, પરંતુ જે નાનાં-મોટાં કામ કરે છે તેમણે દાટ વાળ્યો છે. આ લોકો 20-25 લાખ રૂપિયા આપીને ઇંગ્લેન્ડ તો આવ્યા પણ ગુજરાત-ભારતમાં જે રીતે પાનની પિચકારી જાહેર રસ્તા પર મારતા હતા તે ટેવ હજી સુધી ગઈ નથી. મોટાભાગના લોકો ઉબર ઇટ્સ કે ફૂડ ડિલિવરીવાળા છે. તેઓ ટૂ વ્હીલર ચલાવે ને થૂંકતા જાય, આમાંથી મોટા ભાગના લોકો 15-16 કલાક કામ કરે છે. તેમના માટે દુઃખ પણ થાય, પરંતુ આ જ લોકો રોડ પર થૂંકે એ કેવી રીતે ચલાવી લેવાય? આવું બધું ઇન્ડિયામાં ચાલે, પરંતુ ઇંગ્લેન્ડમાં સહેજ પણ ના ચાલે.’ ‘જ્યાં ગુજરાતી-ભારતીયોની કમ્યુનિટી વધારે ત્યાં આ સમસ્યા છે’
હાલમાં જ લંડનના હેરોના મેયર બનેલાં અંજનાબેન પટેલે પણ આ અંગે વાત કરી હતી. તેમણે વાતચીતમાં જણાવ્યું, ‘એવું નથી કે માત્ર ગુજરાતીઓ જ પાન ખાઈને થૂંકતા હોય છે. ભારતમાં આ આદત કોમન છે. ઇંગ્લેન્ડમાં જે-તે વિસ્તારમાં ભારતની જે-તે કમ્યુનિટી વધારે રહેતી હોય ત્યાં આ સમસ્યા હોય જ છે. હેરોમાં ગુજરાતી વધારે હોવાથી એ લોકો પાન ખાઈને થૂંકે. તમે નહીં માનો પણ, પાનની દુકાન આગળ ડસ્ટબિન મૂકવામાં આવે છે અને તમે એ જુઓ તો તે આખી થૂંકી થૂંકીને ગંદી કરી નાખે.’ તો 2011થી વેમ્બલીના ટોકિંગ્ટન વૉર્ડના કાઉન્સિલર તથા હાલમાં પબ્લિક રિયલ્મ ને એન્ફોર્મસમેન્ટના કેબિનેટ મેમ્બર કૃપા શેઠે જણાવ્યું હતું, ‘અમારા એરિયામાં કઈ કમ્યુનિટીના લોકો પાન-મસાલા ખાઈને થૂંકે છે તે ખ્યાલ નથી, પરંતુ એ વાત સાચી છે કે અમારા એરિયામાં આ સમસ્યા છે.’ ‘ચાર રસ્તે ટોળે વળીને ઊભા રહેશે ને પાનની પિચકારી મારશે’
મૂળ રાજકોટનાં અને 1971થી ઇંગ્લેન્ડના લેસ્ટરમાં રહેતાં નીતાબેન ચંદારાણાએ જણાવ્યું, ‘છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર પાનની પિચકારી મારવાનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. સ્થાનિકો તો એમ જ કહે છે કે આ બધું શું ચાલી રહ્યું છે? આજે તો રાતના દરેક ચાર રસ્તે છોકરાઓ ટોળે વળીને ઊભા રહે અને પછી રસ્તા પર પાનની પિચકારી મારે.’ નીતાબેનના પતિ ધીરેનભાઈ 1972થી ઇંગ્લેન્ડમાં રહે છે. તેમણે પણ કહ્યું, ‘અમુક જગ્યાએ નોટિસ મારવામાં આવી છે કે પાન ખાઈને પિચકારી મારવી નહીં, પરંતુ આની કોઈ અસર થતી નથી. ઘણા પુરુષો-યુવાનો પહેલાં દારુ પીશે અને પછી પાન-ગુટખા ખાઈને રસ્તા પર થૂંકતા હોય છે.’ ‘છેલ્લાં પાંચ-દસ વર્ષમાં સમસ્યા વધી’
જયંતીભાઈ કહે છે, ‘પાનની પિચકારીની સમસ્યા હેરોમાં એટલી નથી. ક્વીન્સબરીમાં પણ છેલ્લાં પાંચેક વર્ષમાં તથા વેમ્બલીમાં દસેક વર્ષથી આ સમસ્યા વધી છે. કાઉન્સિલર કૃપા શેઠ ક્વીન્સબરી આવી ત્યારે વાત થઈ હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ઘણાં વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ અમે નિષ્ફળ રહ્યા. અમે મંદિરો, અલગ-અલગ ગુજરાતી સમાજ સાથે ચર્ચા કરી હતી અને આ બંધ કરાવવા માટે પ્રયાસો કર્યા હતા.’ ‘બ્રિટિશર્સને પાન-મસાલાનો ખ્યાલ આવતો નથી’
મૂળ પોરબંદર ને 2022થી લેસ્ટરમાં રહીને ભણતા નીરજ શાહે જણાવ્યું, ‘ઇંગ્લેન્ડમાં ગુજરાતી કમ્યુનિટી વધારે હોવાને કારણે સરળતાથી પાન-મસાલા તથા માવા મળે છે. આટલું જ નહીં, ઇંગ્લેન્ડમાં ગુજરાતમાં હોય તેવાં જ પાન પાર્લર પણ છે. સામાન્ય રીતે પાન-મસાલા 2-3 પાઉન્ડ (અંદાજ ઇન્ડિયન કરન્સી પ્રમાણે, રૂ. 232-349)માં મળી જતા હોય છે. એ વાત સાચી છે કે લોકો માવા ને પાન ખાઈને ગમે તે ત્યાં થૂંકે છે. તેમને જોઈને એક સેકન્ડ માટે તો એવો વિચાર આવી જાય કે આ લોકો અભણ છે કે શું? તેઓ રસ્તા, દીવાલ ગમે ત્યાં થૂંકી કાઢતા હોય છે. સાચું કહું તો બ્રિટિશર્સને પાન-મસાલા-માવા વિશે વધારે ખ્યાલ ના હોવાથી પાન ખાનારા આ વાતનો ફાયદો ઉઠાવે છે. હું પાન કે માવા-મસાલો ખાતો નથી.’ છેલ્લાં ઘણાં વર્ષોથી ઇંગ્લેન્ડના હેરોમાં રહેતા અને ફાઇનાન્સ ડિરેક્ટર તરીકે કામ કરતા દીપકભાઈ પટેલે આ અંગે જણાવ્યું, ‘વેમ્બલીમાં આટલાં વર્ષો રહ્યા બાદ લોકો જે રીતે જાહેર રસ્તા પર પાનની પિચકારી મારે છે તે જોઈ દુઃખ થાય છે. આ લાલ ડાઘા આપણું શું પ્રતિનિધિત્વ કરે છે એ સમજવું ઘણું જ જરૂરી છે.’ સમસ્યા કયા એરિયામાં?
લંડનના કયા કયા વિસ્તારમાં રીતની સમસ્યા તે છે તે અંગે દીપકભાઈ જણાવે છે, ‘વેમ્બલી ઉપરાંત હેરો, ઇસ્ટ લંડન, સાઉથ લંડન, પરંતુ સાચું કહું તો હવે તમે ઇંગ્લેન્ડમાં ગમે ત્યાં જાવ તમને આ રીતે લાલ ડાઘા જોવા મળશે. આપણે ગર્વ સાથે કહેતા હોઈએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ હવે તો એવું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં પાનની પિચકારી જોવા મળે. આ શરમજનક છે.’ તો નીતાબેન કહે છે, ‘લંડનના હિલિંગ રોડ સાઇડ આ સમસ્યા વકરી છે.’ વાતમાં સૂર પુરાવતાં જયંતીભાઈ કહે છે, ‘બ્રેન્ટમાં ક્વીન્સબરી ને હિલિંગ એરિયામાં પાન ખાઈને થૂંકવાની સમસ્યા સૌથી વધારે છે. આ બંને એરિયામાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે અને પાનની દુકાનો પણ છે.’ ’30 હજાર પાઉન્ડનો વાર્ષિક ખર્ચો’
રસ્તા પર થૂંક્યા બાદ તેની સફાઈ કેવી રીતે થાય તે અંગે વાત કરતાં જયંતીભાઈ કહે છે, ‘અમે પાનના ડાઘા જ્યાં દેખાય ત્યાં જેટ વોશ કરીએ, પરંતુ પાનના ડાઘા સંપૂર્ણપણે નીકળતા નથી. બ્રેન્ટ કાઉન્સિલ પાનની પિચકારીથી ગંદા થયેલા રસ્તા સાફ કરવા વર્ષે 30 હજાર પાઉન્ડ (અંદાજે રૂ. 34,89,555) ખર્ચે છે, પરંતુ ખબર નહીં કે પાનવાળા શું વાપરે છે કે ડાઘા કેમેય કરીને જતા નથી. ફૂટપાથ પર યલો રંગમાં પાનની પિચકારી મારવી નહીં તે રીતે લખ્યું છે પણ લોકો એના પર જ થૂંકે છે.’ દીપકભાઈએ જણાવ્યું, ‘હું પાંચેક સંસ્થામાં ટ્રેઝરર તરીકે પણ કામ કરું છું એટલે ઘણી બધી મિટિંગ્સમાં કાઉન્સિલરને મળવાનું થાય છે. કાઉન્સિલર આ મુદ્દે વાત કરતા હોય છે ત્યારે ઘણું જ ખરાબ લાગે કે આની પાછળ કેટલો ખર્ચો કરવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં મજૂરો ઘણા જ મોંઘા મળે છે અને ડાઘા ખાસ કેમિકલથી સાફ કરવા પડે. હદ તો ત્યારે થાય છે કે લોકો ઝાડ પર થૂંકતા હોય છે અને તે સાફ કરવું મુશ્કેલ બની જાય છે.’ ‘એ લોકોને કારણે અમારે ટેક્સ વધારે ભરવો પડે’
દીપકભાઈ ફરિયાદના સ્વરમાં કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રમાણ વધતું જાય છે. જે રીતે ઇંગ્લેન્ડ સરકારે ભારતીયો-ગુજરાતીઓને વિઝા આપવાનું પ્રમાણ વધાર્યું તેની સાથે આ પ્રકારનું દૂષણ વધ્યું. જે એરિયામાં ગુજરાતીઓની વસતી વધારે ત્યાં રોડ ગંદા જ હોય. કાઉન્સિલે આ પાછળ બજેટ ફાળવ્યું ના હોય અને પછી બજેટ ફાળવવું પડે અને તેની સીધી અસર નાગરિકો પર થાય અને તેમણે વધારે ટેક્સ ચૂકવવો પડે છે. તમને ઉદાહરણ આપીને સમજાવું તો હેરોના એક એરિયામાં બે માણસ આ રીતે ડાઘા સાફ કરતા હોય તો તેમનો કલાકનો પગાર 12.21 પાઉન્ડ (અંદાજે રૂ. 1421) પગાર છે. આ માત્ર બેઝિક પગારની વાત છે. જો વ્યક્તિ ક્લીનલીનેસમાં કામ કરતી હોય તેનો પગાર ઓટોમેટિક વધી જાય છે. આ ડાઘા એમને એમ જતા નથી. કાઉન્સિલે મશીન ભાડેથી લાવવાના અને કેમિકલ પાછળ અલગથી ખર્ચ કરવાનો રહે. પાનની પિચકારીને કારણે કાઉન્સિલને સારો એવો ખર્ચ આવતો હશે એ નક્કી છે.’ ‘થોડા ગુજરાતીઓને કારણે સ્થાનિકો નારાજ છે’
વિદ્યાર્થી નીરજે કહ્યું, ‘પાન ખાઈને થૂંકતા લોકોને કારણે આખી ગુજરાતી કમ્યુનિટીને નીચાજોણું થાય છે. આ રીતનું વર્તન ક્યારેય સહન કરી શકાય નહીં. આ જૂજ લોકોને કારણે સ્થાનિક લોકો પણ સતત નારાજ રહેતા હોય છે.’ ‘જ્યાં ગુજરાતી વસે ત્યાં ગંદકી જ હોય તેવી ધારણા’
દીપકભાઈએ આ સમસ્યાને આક્રોશમાં વ્યક્ત કરતાં કહ્યું, ‘સ્થાનિકોમાં દુઃખની લાગણી છે. બ્રિટિશર્સના મનમાં એવી ધારણા બની ગઈ છે કે જ્યાં ગુજરાતી વસે ત્યાં ગંદકી હોય જ છે. ગુજરાતીઓની આવી ખોટી ઇમેજ ઊભી થઈ છે, બ્રિટિશર્સ ઘણીવાર પૂછતા હોય છે કે આ લાલ ડાઘ શેના છે. જ્યારે તેમને આ સમજાવીએ ને પછી તેમનું જે રિએક્શન હોય છે તે ખરેખર ખરાબ હોય છે અને તેઓ ગુજરાતીને નફરત કરતા થઈ જાય છે. ઇંગ્લેન્ડમાં રહેતા ગુજરાતીઓ પણ આવા ગુજરાતીઓને નફરત કરે છે. લાલ ડાઘાને ગુજરાતીઓ પણ કલંકની રીતે જ જુએ છે.’ તો નીરજે જણાવ્યું, ‘છેલ્લાં ત્રણ વર્ષથી ઇંગ્લેન્ડમાં રહું છું અને વ્હાઇટ પીપલ સાથે ખાસ્સો કોન્ટેક્ટમાં પણ આવ્યો છું તો એ અનુભવના આધારે વાત કરું તો બ્રિટિશર્સના મનમાં ગુજરાતીઓની બે ઇમેજ જોવા મળે છે. બ્રિટિશર્સ ગુજરાતીઓને બહુ જ સારા બિઝનેસમેન તરીકે જુએ છે. અલબત્ત, તેમના મનમાં બીજી એવી પણ ઇમેજ છે કે આ લોકો સારા નથી. આ લોકો જાહેર રસ્તા ને પબ્લિક પ્લેસ પર પાન-માવા ખાઈને થૂંકીને ગંદું કરે છે. તેમને લાગે છે કે ગુજરાતીઓમાં સિવિક સેન્સ બિલકુલ નથી.’ ‘બીજાને કારણે મારે માફી માગવી પડે’
નીતાબેન વધુમાં જણાવે છે, ‘હું હૉસ્પિટલમાં જાઉં ત્યાં પણ નોટિસ મારી હોય છે કે પાન-મસાલા-ગુટખા ખાવા જોઈએ નહીં. જોકે, કોઈ સમજતું નથી. વ્હાઇટ પીપલ ઘણીવાર મને પૂછે છે કે આ લોકો આ શું કરે છે ને કેમ કરે છે? સાચું કહું તો મારી પાસે આ સવાલોના જવાબ હોતા જ નથી ને આ ઇન્ડિયન્સે કર્યું હોવાથી તેમના વતી હું માફી માગું છું.’ ‘બ્રિટિશર્સે માની લીધું કે ફરિયાદથી કોઈ ફેર પડશે નહીં’
જયંતીભાઈ પોતાના એરિયાની વાત કરતાં કહે છે, ‘અમારા એરિયામાં મોટાભાગે ગુજરાતી, રોહિંગ્યા, મુસ્લિમો છે. વ્હાઇટ પીપલ સાવ માઇનોરિટીમાં છે અને જે થોડા ઘણા છે તે સિનિયર સિટીઝન પણ હવે ધીમે ધીમે આ જગ્યા છોડી રહ્યા છે અને તેમનાં મકાનો ગુજરાતી ખરીદે છે. કિંગ્સબરીમાં ગુજરાતીઓ મેજોરિટીમાં છે એટલે બ્રિટિશર્સ ફરિયાદ કરે પણ કંઈ થવાનું નથી તે તેમને ખ્યાલ છે. બ્રિટિશર્સે આ વાત સ્વીકારી લીધી છે કે કંઈ ફેર પડવાનો નથી. એટલે હવે તેઓ અમારી પાસે ફરિયાદ કરવા પણ આવતા નથી. માત્ર પાનની પિચકારી જ નહીં, પરંતુ ગુજરાતીઓ તો બિલની રિસિટ પણ રસ્તા પર ફેંકે, ઘણીવાર તો કેરીનાં બોક્સ ફેંકે એટલે તેમને દંડ ભરવો પડે, પરંતુ ગુજરાતીઓ સુધરતા નથી.’ અંજનાબેન જણાવે છે, ‘છેલ્લા ઘણા સમયથી કચરો પણ જાહેર રસ્તા પર નાખે તો દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઘણા લોકો તો રસ્તા પર ગાદલાં-ગોદડાં ને બહુ મોટી મોટી વસ્તુઓ મૂકી દેતા હોય છે. મેં આ બધી જગ્યાએ CCTV ઓછાં હોય તો વધારે મૂકવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત વર્ષમાં ચાર વાર એક જ બલ્કી વસ્તુ (ઘરની મોટી વસ્તુ) ફ્રી ઑફ કોસ્ટમાં લઈ જવાનો નિર્ણય પણ લીધો હતો. સાચું કહું તો અમે 1975માં ઇંગ્લેન્ડ આવ્યા ત્યારે આ રીતનું ગંદું નહોતું. આ સમસ્યા છેલ્લાં દસેક વર્ષથી ઘણી જ વધી ગઈ છે.’ ‘ઓળખ છતી થાય તો કદાચ સુધારો આવે’
જયંતીભાઈ સ્વીકારે છે, ‘યુકેનો કાયદો એવો છે કે તમે દંડની રકમ ભરી દો પછી મેટર કોર્ટમાં જાય નહીં. આ જ કારણે અમે જે-તે વ્યક્તિનું નામ કે તેને દંડ ભર્યો તે રીતે બદનામ કરી શકીએ નહીં. મેટર કોર્ટમાં જાય ને પછી 1000-1200 (અંદાજે રૂ. 1,16,319-1,39,582) પાઉન્ડ દંડ થાય પછી અમે નામ જાહેર કરી શકીએ. મને લાગે છે કે ઓળખ છતી કરવામાં આવે તો કદાચ આ સમસ્યામાં ફેર પડી શકે.’ ‘લોકો હસવામાં વાત કાઢી નાખે છે’
જંયતીભાઈ થોડા નિરાશ થઈને કહે છે, ‘કોઈને આ રીતે ગમતું નથી. તાજેતરમાં જ રસ્તા પર પાનની પિચકારી મારતા ગુજરાતીને ટોકીને કહ્યું હતું કે હું કાઉન્સિલર છું આ રીતે ના કરો. એ લોકો હસવામાં વાત કાઢી નાખે. અમારી પાસે દંડ ઉઘરાવવાની સત્તા નથી. અમારે એન્ફોર્સમેન્ટ ઑફિસરને કહેવું પડે. એ બીજા એરિયામાં હોય, તે આવે ત્યાં સુધીમાં તો આ લોકો નીકળી જાય.’ તો કૃપા શેઠના મતે, ‘લોકો જાહેર રસ્તા પર પાન ખાઈને થૂંકે નહીં તે માટે આટલાં વર્ષોમાં ઘણાં જ કેમ્પેઇન કર્યાં છે, પરંતુ ખાસ ફાયદો થયો નથી. હું એ જ સલાહ આપીશ કે આ રીતે જાહેર રસ્તા પર થૂંકશો નહીં. આનાથી તમારું સ્વાસ્થ્ય જોખમાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે.’ ‘તમાકુ જાહેરમાં ના મળે, અંદરખાને મળી જાય’
જયંતીભાઈના મતે, ‘એક પાનની દુકાનની બહાર ડસ્ટબિન મૂકવામાં આવી ને કહ્યું હતું કે તેમાં જ પાનની પિચકારી મારવી. તો કોઈક એ ડસ્ટબિન જ ઉપાડી ગયું એટલે આ પણ ખાસ કામ લાગ્યું નહીં. ઇંગ્લેન્ડમાં મોટાભાગના લોકો ભારતથી જ તમાકુ-ગુટખા મંગાવી લે છે. જાહેરમાં ના મળે, પરંતુ અંદરખાને ઘણી દુકાનોમાં મળી જાય. પાન વેચી શકે, માવા-ગુટખા વેચી શકાય નહીં.’ ધીરેનભાઈએ વાતમાં સમંતિ આપતા પોતાના મનની વાત કરતાં કહ્યું, ‘મને ખ્યાલ નથી કે આ સાચું છે કે ખોટું, પરંતુ તમાકુ છેલ્લા કેટલાક સમયથી સરળતાથી મળતું નથી. પહેલા આ બધી જ વસ્તુઓ આસાનીથી મળી જતી. જોકે, હવે પાનવાળો ઓળખતો હોય ને તેની સાથે સારા સંબંધો હોય તો જ તમાકુ આપતો હોય છે.’ વાતમાં સૂર પૂરાવતાં દીપકભાઈ કહે છે, ‘ઇંગ્લેન્ડમાં તમાકુ વેચવું ગેરકાયદેસર છે, પરંતુ ગુજરાતીઓ છટકબારી શોધીને વેચતા જ હોય છે. હેરો, કિંગ્સબરી, ક્વીન્સબરી, વેમ્બલીમાં ઘણા પાનના ગલ્લા છે અને તેમાં તમાકુ મળી રહેતી હોય છે.’ ‘જો પકડાય તો 150 પાઉન્ડનો દંડ ફટકારે’
નીરજ શાહ દંડની વાત કરતાં કહે છે, ‘અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ દંડ છે. અમારા ત્યાં જો રસ્તા કે જાહેર સ્થળો પર કોઈ વ્યક્તિ થૂંકતી પકડાય તો તેણે તરત જ 150 પાઉન્ડ (રૂ. 17448)નો દંડ આપવો પડે છે. અંજનાબેને જણાવ્યું, ‘હું જ્યારે કાઉન્સિલર બની અને મને એન્વાયર્મેન્ટનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો ત્યારે મેં આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે મેં પાનની પિચકારી મારતાં પકડાય તો 100 પાઉન્ડ (અંદાજે, રૂ.11,632)નો દંડ ભરવો પડતો. ‘ઘણા લોકો દારૂ પીએ ને પછી પાનની પિચકારી મારે’
દંડની વાત કરતાં જયંતીભાઈ પટેલ કહે છે, 100 પાઉન્ડ (અંદાજે રૂ.11,632)નો દંડ છે અને પકડાય એટલે તરત જ ભરવો પડે. એન્ફોર્સમેન્ટ ઑફિસર એરિયામાં ફરતા પણ હોય છે. આ ઉપરાંત અમારા વિસ્તારમાં દરેક જગ્યાએ પાનની પિચકારી મારવી નહીં તેવાં બોર્ડ પણ છે, પરંતુ હદ તો એ છે કે લોકો આ નોટિસ બોર્ડ પર જ પાનની પિચકારી મારે છે. ક્વીન્સબરીમાં બનેલા કિસ્સાની વાત કરું તો, માર્કેટમાં ઘણી દુકાનોએ બહાર બેંચ મૂકેલી હોય છે તો એક વાર રાતના બે વાગ્યે કેટલાક લોકોએ દુકાનના શટર પર પેશાબ કર્યો, દારુ પીધો ને પછી પાન-મસાલા ખાઈને પિચકારીઓ મારી. ઇંગ્લેન્ડમાં તમે આવું ના કરી શકો, મેં ઘણીવાર પાન ખાતા લોકોને સમજાવ્યા કે તમે લાખો રૂપિયા આપીને આવ્યા છો ને તમે માંડ માંડ ઇંગ્લેન્ડમાં પૂરું કરો છો તો આવું ના કરશો. સામાન્ય રીતે હવે ડિલિવરીનું કામ સાંજે પતી જાય પછી લોકો રાતના 12-2 વાગ્યે બેંચ પર બેસે ને પછી દારુ, સિગારેટ ફૂંકે. બોર્ડ લગાવવાથી સહેજ પણ ફેર પડ્યો નથી.’ તો કૃપા શેઠ બોલ્યા, ‘દંડની વાત કરું તો જો કોઈ વ્યક્તિ પાન-મસાલા ખાઈને થૂંકતી પકડાય તો અમે એક હજાર પાઉન્ડ (રૂ. 1,16,319)નો દંડ કરીએ છીએ. અલબત્ત, આટલો તોતિંગ દંડ હોવા છતાં અને તમામને આની જાણ હોવા છતાં લોકો થૂંકતા જ હોય છે. જાહેર રસ્તા પર થૂંકવું એ નિયમની વિરુદ્ધ છે.’ ‘95% ગુજરાતીઓ જ પકડાય છે’
વધુમાં જયંતીભાઈ બોલે છે, ‘સામાન્ય રીતે અમારા ત્યાં બે અઠવાડિયે પાંચથી છ લોકો પકડાય. ઑફિસર દરેક જગ્યાએ પહોંચી ના વળે અને આ લોકો એટલા ચાલાક છે કે જેવા એન્ફોર્સમેન્ટ ઑફિસર દેખાય એટલે એકબીજાને મેસેજ કરી સાવચેત રહેવાનું કહી દે. ઑફિસર યુનિફોર્મમાં હોય એટલે બધા ઓળખાઈ જાય. ઑફિસર પાસે બૉડી કેમેરા હોય એટલે પકડાય તો તરત જ દંડ ભરવો પડે. અમારા ત્યાં કોઈ ઑફિસર સાથે મગજમારી કરે નહીં. દુઃખ સાથે કહીશ કે મારા એરિયામાં 95% ગુજરાતીઓ જ પકડાય છે.’ ‘પાન-મસાલા બૅન કરવાં અઘરાં’
ધીરેનભાઈએ તો ડિમાન્ડ કરી કે સરકારે આ બધા પર બૅન મૂકી દેવો જોઈએ. સરકાર જો બૅન ના મૂકી શકતી હોય તો પાન-મસાલા, ગુટખા તમામ પર સૂચના લખીને આપવી કે ખાઈને જાહેર રસ્તા પર થૂંકશો નહીં. આ જોખમી છે અને તમે બીમારીઓ ફેલાવી રહ્યા છો. મહેરબાની કરીને આમ કરશો નહીં. આ ઉપરાંત એશિયન ટેલિવિઝન પર આ અંગેની જાહેરાતો વધુ ચલાવવી જોઈએ છે. નીતાબેન કહે છે, ‘બૅન નહીં થાય ત્યાં સુધી આ રીતે થૂંકવાનું બંધ થવાનું નથી, કારણ કે લોકો આ વાત સમજવા જ તૈયાર નથી. આજકાલ તો રસ્તાના એક ખૂણે 10-12 લોકો ટોળે વળીને બિયર પીએ ને પછી ગુટખા ને એવું ખાય.’ જયંતીભાઈએ એમ પણ જણાવ્યું, ‘પાન-મસાલાને બૅન કરવું અઘરું છે. સરકાર બૅન કરે તો જ થઈ શકે. કાઉન્સિલ બૅન કરી શકે નહીં. જો આ અંગે કેમ્પેઇન થાય કે આનાથી કેન્સર થઈ શકે, પર્યાવરણને નુકસાન થાય અને હેલ્થનો આધાર બનાવવામાં આવે તો કદાચ સરકાર બૅન કરી શકે.’ ‘લોકોએ તો નોટિસ બોર્ડ તોડી નાખ્યાં’
નોટિસ બોર્ડની વાત કરતાં દીપકભાઈ બોલ્યા, ‘વેમ્બલીમાં તો મોટાભાગની જગ્યાએ લોકોએ નોટિસ બોર્ડ જ તોડી નાખ્યા છે. છેલ્લાં સાતથી આઠ વર્ષમાં જે લોકો ગુજરાતથી ઇંગ્લેન્ડ આવ્યા છે, તેમાંથી ઘણા લોકો ન્યૂસન્સ ફેલાવી રહ્યા છે. પાનની પિચકારી તો સામાન્ય છે, કેટલાક તો બસ સ્ટેશન પર ચઢીને હો..હા કરતા પણ જોવા મળે છે. તમે કલ્પના ના કરી શકો એવી વસ્તુઓ આપણા ગુજરાતી સમુદાયના જૂજ લોકો કરી રહ્યા છે. આ જૂજ લોકોને કારણે આખા સમુદાય શરમ અનુભવે છે.’ કૃપા શેઠે સાઇન બોર્ડે જણાવ્યું, ‘વેમ્બલીમાં આજથી થોડાં વર્ષ પહેલાં જાહેરમાં થૂંકવું નહીં, દંડની રકમનાં સાઇન બોર્ડ ગુજરાતીમાં લગાવવામાં આવ્યાં હતાં. જોકે, વેમ્બલીના ઘણા વિસ્તારોમાં અત્યારે આ સાઇન બોર્ડ જ નથી તો મને આ અંગે ખ્યાલ નથી. જો સ્થાનિકો આ અંગે ફરિયાદ કરે તો અમે તાત્કાલિક સાઇન બોર્ડ ફરી લગાવી દઈએ.’ ‘ભારત માતા કી જય બોલવું પૂરતું નથી’
દીપકભાઈ છેલ્લે કહે છે, ‘હું અંતરથી અપીલ કરીશ કે ભારતીય સંસ્કાર સ્વચ્છતા, જવાબદારી ને સન્માન એ આપણી ઓળખ હોવી જોઈએ. જાહેરમાં થૂંકીને તમે વિદેશમાં દેશનું નામ ડૂબાડો છો. માત્ર ભારત માતા કી જય બોલવું પૂરતું નથી, પરંતુ આપણા વર્તનથી દેશને ગૌરવ થાય તેમ વર્તવું. ઇંગ્લેન્ડના સ્થાનિક લોકો પણ આપણી પર ગર્વ અનુભવે તે રીતે રહેવું જોઈએ. ભારતીયો ઘર, ફળિયું ને મંદિર હંમેશાં સ્વચ્છ રાખવામાં માને છે, પરંતુ ઇંગ્લેન્ડમાં આ રીતની સ્થિતિ પીડાદાયક છે.’ ‘તમારા ઘરમાં કોઈ થૂંકે તો કેવું લાગે?’
નીતાબેને ગુજરાતી ને ભારતીયોને સલાહ આપતાં કહ્યું, ‘તમે જરા ધ્યાન રાખો. તમે પાન-મસાલા ખાવ તે તમારી ચોઇસ છે, તેની સામે કોઈને વાંધો નથી, પરંતુ આ રીતે રસ્તા પર ક્યારેય થૂંકવું જોઈએ નહીં. આપણે બીજાના દેશમાં રહીએ છીએ અને જ્યારે બાળકો આવું જુએ ત્યારે તેમના મનમાં કેવી ઇમેજ ઊભી થાય.’ ધીરેનભાઈએ વિનંતીના સ્વરમાં કહ્યું, ‘મહેરબાની કરીને ગુટખા, માવા, તમાકુ ન ખાવ. આનાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે ને તમે આ ખાઈને જાહેર રસ્તા પર પિચકારી મારો તો તે અયોગ્ય કહેવાય. જો તમારા ઘરની અંદર કોઈ આ રીતે પિચકારી મારે તો તમને કેવું લાગે? જો ઘરમાં આવું ના ગમતું હોય તો તમે કઈ રીતે બીજાના દેશમાં જાહેર રસ્તા પર થૂંકી શકો? તમાકુ ખાઈને શા માટે બીમારીનું ઘર ઊભું કરો છો?’ ‘ગુજરાતીઓ બદનામ થાય એવું કામ ના કરો તો સારું’
નીરજ છેલ્લે ગુજરાતીઓ વિદ્યાર્થીઓને સલાહ આપે છે, ‘ઇંગ્લેન્ડમાં તમે ગમે તે જગ્યાએ ભણવા આવો, પરંતુ જે-તે જગ્યાના નીતિ-નિયમો-કાયદાઓ અચૂકથી માનો. નિયમોને અનુસરવાથી આપણને જ ફાયદો થાય છે. છેલ્લે તો એટલું જ કહીશ કે આ રીતે જાહેરમાં પાન ખાઈને થૂંકશો નહીં.’ તો જયંતીભાઈ છેલ્લે એટલી જ અપીલ કરે છે, ‘ગુજરાતની યંગ જનરેશન ભલે ઇંગ્લેન્ડમાં આવે. તેઓ કમાવા માટે આવ્યા છે. તો તમે રસ્તા પર થૂંકશો નહીં. જોડે બેગ કે કંઈ રાખો અને તેમાં થૂંકો. તમે બધા જ ગુજરાતીઓનું નામ બદનામ કરો છો. આપણે ઇંગ્લેન્ડમાં માયનોરિટીમાં છીએ.’

​થોડા સમય પહેલાં જ લંડનના એક વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. આ વીડિયો જોઈને સો. મીડિયા યુઝર્સે મોં મચકોડ્યું હતું કે આ ખરેખર લંડન છે કે પછી અમદાવાદ કે સુરતની કોઈ ગલી? આ વીડિયોમાં લંડનના રસ્તા પાનની પિચકારીથી ગંદા થયેલા જોવા મળ્યા હતા. દિવ્ય ભાસ્કરે જ્યારે લંડનના નાગરિકો, કાઉન્સિલર ને સ્ટુડન્ટ સાથે વાત કરી ત્યારે ઘણી જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે ગુજરાતી-ભારતીયોએ અન્ય દેશમાં પોતાની ઇમેજ કેવી બનાવીને રાખી છે! ‘ઇન્ડિયામાં ચાલે, ઇંગ્લેન્ડમાં બિલકુલ ના ચાલે’

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *